તમને માનવામાં પણ નહીં આવે કે સુરતના બારડોલીમાં રહેતા એક વ્યક્તિએ પોતાના ઘરે વેલા ઉપર બટાકા ઉગાડીને ખેતી કરી છે. નવાઇની વાત એ છે કે આ બટાકા ડાયાબીટીશના દર્દીઓ પણ ખાઇ શકે છે. સુરતના બારડોલીમાં રહેતા ઇશ્વરભાઇ પટેલ નિવૃત કર્મચારી છે. જેઓ નિવૃત બાદ પોતાના ખેતીના શોખને પુરો કરે છે. ખેતીમાં સતત નવું નવું સંશોધન કરવાની ઇચ્છા ધરાવતા ઇશ્વરભાઇએ એક એવી સફળતા મેળવી કે તે સમગ્ર બારડોલી અને આસપાસના વિસ્તારમાં ચર્ચામાં આવી ગયા છે. તેમણે પોતાના ઘરે વેલા ઉપર બટાકા ઉગાડ્યા છે. આ બટાકાની વિષેશતા એ છે કે તે ડાયાબીટીશના દર્દીઓને પણ ઉપયોગી બની શકે છે. પહેલા તેમણે ઉગાડેલા બટાકા…
કવિ: Satya-Day
સુરતમાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ફ્લશ લાઈટથી પ્રસૂતા કરાવી માતા અને બાળકની જાન બચાવી હતી. બાળકના શરીરનું તાપમાન ઘટી ગયું હતું અને તેવામાં એમ્બ્યુલન્સની હેલોઝન લાઈટથી ગરમી આપી મહિલાની નોર્મલ ડિલીવરી કરાવી હતી. ઉધનાનાં હરીનગર ખાતે આવેલી પંચનાથ સોસાયટી પાસેના ઝૂંપડામાં મહિલાને પ્રસુતિની પીડા થતી હોવાનો કોલ આવ્યો હતો. માત્ર ત્રણ જ મિનીટમાં 108 સ્થળ પર પહોંચી ગઈ હતી. 10 પર ફરજ બજાવતા વિશાલ ભટ્ટશાલાએ કહ્યું કે ગત રાત્રે 2.01 વાગ્યાના અરસામાં કોલ આવ્યો હતો કે મહિલાને પ્રસૂતિ થવાની છે અને સ્થિતિ નાજૂક છે. તેણે કહ્યું કે એમ્બ્યુલન્સ લઈને માત્ર ત્રણ મિનીટમાં પંચનાથ સોસાયટી પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચતા જોયું…
બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલાને આજે મોટી સફળતા મળી હતી. સુરતના ત્રણ ગામોના ખેડુતોએ ચેક સ્વીકારી લઈ પોતાની જમીન બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આપી હતી. બૂલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ ખેડુતો અને જમીન માલિકોએ ઓછા ભાવ સહિતના અનેક મુદ્દે આંદોલન કર્યા હતા. ફ્રાન્સથી ડેલિગેશન પણ આવ્યું હતું. સુરતના કલેક્ટર ડો.ધવલ પટેલના હાથે પ્રથમ વાર ખેડુતો અને સરકારની સમજૂતીથી ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સુરતના કલેક્ટરે સંપાદનમાં જઈ રહેલી જમીનના ચેક અર્પણ કર્યા હતા. વક્તાણા, ગોજા અને બોણદ ગામના ખેડુતોને ચેક આપાવામાં આવ્યા હતા. ત્રણેય ગામના 15 જેટલા ખેડુતોને ચેક આપવામાં આવ્યા હતા. ચેક વિતરણ અંગે કલેક્ટર ધવલ પટેલે કહ્યું કે તમામ…
ગૂગલ પોતાની સોશિયલ નેટવર્કિંગ સાઈટ Google+ ને બંધ કરવા જઈ રહ્યું છે. ગૂગલ પોતાની આ સાઈટને એક્સપેક્ટેડ ડેટ કરતાં ચાર મહિના પહેલા બંધ કરવાની છે. જેનું મુખ્ય કારણ નેટવર્કિંગ સાઈટમાં બીજી વખત થયેલો ડેટા લીક છે. ઓક્ટોબરમાં ગૂગલે Google+ને બંધ કરવાની જાહેરાત કરી હતી. એ વખતે કંપનીએ સિક્યોરિટી બગને લીધે જ Google+ને બંધ કરવાની વાત કરી હતી. ઓક્ટોબરમાં સિક્યોરિટી બગને લીધે કંપનીના 500,00 યૂઝર્સની એકાઉન્ટ ઇન્ફોર્મેશન એક્સપોઝ્ડ થઈ ગઈ હતી. એ પછી Google+માં બીજીવાર ડેટા લીક થયો છે જેને પગલે હવે કંપની તેને એપ્રિલ 2019માં પહેલા જ બંધ કરી રહી છે. સિક્યોરિટી બગને લીધે ગૂગલ પ્લસના યૂઝર્સના ઇમેલ એડ્રેસ, નામ…
ગુજરાતમાં ચૌરેને ચૌટે કરપ્શનનો ટોપિક હોટ બની જાય છે. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચાર મામલે ઝીરો ટોલરેન્સની વાત હતી અને અધિકારીઓ કાબૂમાં રહ્યા હતા ત્યાર બાદ આનંદીબેન પટેલના રાજમાં પણ ભ્રષ્ટાચાર પર કંઈક અંશે કાબૂ મેળવાયો હતો પરંતુ રૂપાણી સરકારમાં તો ભ્રષ્ટાચારે માઝા મૂકી દીધી છે. આંકડા પ્રમાણે ગુજરાતમાં હાલ ભ્રષ્ટાચારમાં 1200 ટકાનો વધારો થયેલો જણાઈ આવી રહ્યો છે. ગુજરાતમાં સ્થિતિ એ છે કે પોઝીટીવ અને જેન્યુઈન કામ કરવા માટે પણ ફાઈલ દીઠ ટેબલ નીચેનો વ્યવહાર કરવો પડે છે. નાના કે મોટા કોઈ પણ કામ માટે રૂપિયા આપો તો જ આગળની કાર્યવાહી થાય છે. કોઈ પણ ખાતાની…
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલા ભરીમાતાના ડોર ટૂ ડોર ગાર્બેજનાં ટ્રાન્સપોર્ટેશન સેન્ટર પર કચરાને બારોબાર સગેવગે કે વેચી નાંખવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ વરાછા ઝોનમાં પણ કચરાના ઓથા હેઠળ મોટા કૌભાંડે આકાર લઈ લીધું છે. વરાછા ઝોનમાં પણ કચરાને નિયમોની વિરુદ્વ બેરોકટોક બારોબાર વેચી મારવામાં આવી રહ્યું હોવાનું બહાર આવતા ખળભળાટ વ્યાપી ગયો છ. સુરત કોંગ્રેસ માઈનોરીટા ડિપાર્ટમેન્ટના ચેરમેન હાજી ચાંદીવાલા અને તેમની ટીમે વરાછા ઝોનના ડોર ટૂ ડોર ગાર્બેજ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સામે અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન સેન્ટરમાં કોર્પોરેશનની કચરાની ગાડીને એન્ટ્રી આપવામાં આવતી નથી. પાલિકાની ગાડીઓને કચરા ખાલવવા…
સુરતમાં રોજ-બરોજ વાહનચાલકોની બેદરકારીને લીધે આકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. સુરતના ઓલપાડ પાસે આજ રોજ અકસ્માત થથા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે બીજાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓલપાડની સાઈનાઈટ કંપની પાસેના હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા સહકાર મંત્રી ઈશ્વર પટેલના ભત્રીજાને ખુબ ગંભીર ઈજા પહોંચી હતી અને તેની સાથે બેસેલા વાહનચાલકનું મોત નિપજ્યું હતું. સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ આજ રોજ હોસ્પિટલ પોહંચ્યા હતા
મુંબઈના હીરા બજારમાં ગુજરાતી વેપારીના પોતાના જ કર્મચારીએ લૂંટ્યો હોવાની માહિતી મળી છે. 25 કરોડના હીરા લઈને મુંબઈનો કર્મચારી ફરાર થયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુંબઈના ભારત ડાયમંડ બુર્શમાં આવેલી ખાનગીર કંપનીનો કર્મચારી 25 કરોડના હીરા લઈને વેચવા માટે નિકળ્યો હતો. જે સમય ઘણો ગયા બાદ પાછો ન ફરતાં વેપારીએ તેનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેનો ફોન બંધ જણાતા વેપારીએ બીજા અન્ય વેપારીઓ સાથે પણ સંપર્ક કર્યો. પરંતુ તેની કોઇ ભાળ થઇ નહીં. જેથી માલિકે ફરાર થઇ ગયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. નોંધનીય છે કે હાલ હીરા બજારમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેમજ ભૂતકાળમાં પણ હીરાની…
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને વિશ્વના સૌથી મોટા ધનિકોમાં જેમનું નામ સામેલ થાય છે તેવા મુકેશ અંબાણીના દીકરી ઇશા અંબાણી અને પીરામલ ઉદ્યોગગૃહના ઉત્તરાધિકારી આનંદ પીરામલના આજે લગ્ન થયા, જેમાં દેશની મોટી મોટી હસ્તીઓ આવી પહોંચી હતી. વર્ષના સૌથી સેલિબ્રેટેડ લગ્નની કેટલીક ભવ્ય તસવીરો…
KFCમાં ચિકન ખાનારાઓ માટે એક હેરાન કરનારી ખબર છે. એક કસ્ટમરે ઓર્ડર કરેલા કેએફસીમાં ઓર્ડર કરાયેલા ચિકનમાંથી માણસનું મગજ મળી આવ્યું હતું. સારા પાલમેર નામની મહિલાએ પોતાના ડિનરનો એક ફોટો પોસ્ટ કર્યો હતો અને દાવો કર્યો છે કે, કેએફસીએ તેને ડિનરમાં માણસનું મગજ આપ્યું હતું, જોકે, કેએફસીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ કિડની છે, મગજ નહી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 26 વર્ષની સારા અને તેના મિત્રોએ સિડનીમાં કેએફસીમાંથી જમવાનું ઓર્ડર કર્યું હતું. પરંતુ જ્યારે તેમણે બોક્સ ખોલ્યું તો તેમને ચિકનમાં મગજ જેવું કંઇ મળી આવ્યું હતું. ત્યારબાદ સારાએ ફેસબુક પર લખ્યું કે, હેલો કેએફસી, હું તમારા ચિકનની ફેન…