કવિ: Satya-Day

ઝઘડીયા જીઆઈડીસીમાં પાણીની ટાંકી અચાનક કડડડભૂસ થતાં ત્રણ કામદારોના મોત નિપજ્યા હતા જ્યારે બેને ઈજા પહોંચી હત. આ ઘટના જીઆઈડીસીમાં આવેલા યુપીએલ-5માં બની હતી. લેબર કોલોનીમાં આવેલી પાણીની ટાંકી નજીક સીડી ધોવા ગયેલા કામદારો પર મોત ત્રાટક્યું હતું. વિગતો મુજબ ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલા યુપીએલ-5માં એચરેક એન્જિનિયરીંગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારો  રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા. પતરાના શેડની લેબર કોલોનીમાં રહેતા પાંચ કામદારો નામે ધરમવીર પાસવાન, જયપાલ યાદવ, સુરન્દ્ર કુમાર, બાબુ મંડલ અ હરાધન મેટે ગત રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં નોકરી પરથી પરત થઈ લેબર કોલોનીમાં આવ્યા હતા. લેબર કોલોની ખાતે આવી નહાવા-ધોવા માટે બનાવેલા ઈંટોનું ચણતર…

Read More

થોડા દિવસ પહેલા જ બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે વિજય માલ્યાના પ્રત્યાર્પણનો રસ્તો ખુલ્લો કરી દીધો હતો. આ સ્થિતિ વચ્ચે વિજય માલ્યાએ હવે કહ્યું છે કે ભારતને માત્ર માલ્યા પરત આવે તેમાં જ રસ છે નહીં કે પૈસા પરત મેળવવામાં. કેન્દ્રીય પ્રધાન નીતીન ગડકરીએ વિજય માલ્યાનો બચાવ કર્યો હતો તે બાદ એનડીટીવી સાથેના ઇન્ટરવ્યૂમાં માલ્યાએ વિવિધ મુદ્દે પોતાની વાત રજુ કરી હતી. તેણે જણાવ્યું હતું કે હું મારી વિરુદ્ધ આવેલા ચુકાદાને અપીલ કોર્ટમાં પડકારીશ અને આ અંગેની વાતચીત હાલ મારી લિગલ ટીમ સાથે ચાલી રહી છે. માલ્યાએ અગાઉ કહ્યું હતું કે હું બેંકો પાસેથી જેટલી પણ લોન લીધી છે તેને પરત આપવા…

Read More

ગણદેવી તાલુકાના ભાઠલા ગામે ગીતા રબારીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ડાયરાની રમઝટ બોલાવીની ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. નવસારીમાં ગીતા રબારીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. નવસારીના ભાઠલા ગામે ડાયરામાં રૂપિયા અને અમેરિકન ડોલરનો વરસાદ થયો હતો. આ ડાયરો એમ્બ્યુલન્સ અને બાળકોના ભણતર માટે યોજવામાં આવ્યો હતો. આ ડાયરામાં નવસારી ભાજપના MLA દ્વારા પણ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એનઆરઆઈની સંખ્યા વધુ હોવાથી રૂપિયાની સાથે ડોલરોનો પણ વરસાદ થયો હતો. નવસારીના ડાયરામાં પ્રથમવાર ડોલરનો વરસાદ થયાની ઘટના સામે આવી છે. આ ડાયરો એમ્બ્યુલન્સ અને અનાથ બાળકોના ભણતર…

Read More

સાબરમતી નદી સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. AMC, કલેક્ટર અને સામાજિક સંસ્થાઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના માટે AMCએ રૂપિયા 3 કરોડના ખર્ચે નવું મશીન ખરીદ્યુ છે. આ સફાઈ અભિયાન માટે AMC દ્વારા રુપિયા 500 કરોડની ફાળવણી કરવામાં આવનાર છે. ત્યારે 500 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવામાં આવશે. જેની મદદથી ગટર અને ઉદ્યોગના પાણીને ટ્રીટ કરીને નદીમાં છોડવામાં આવશે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જન ભાગીદારીથી નદીની સફાઇ માટે AMC દ્વારા આહ્વાન કરવામાં આવશે. જો કે, એએમસી અને સ્થાનિક સંસ્થા દ્વારા હાલ નદીના શુદ્ધિકરણ માટે કામગીરી હાથ ધરી છે. ઇન્દિરાબ્રિજથી માંડીને સુભાષબ્રિજ સુધીના 5 કિ.મીના…

Read More

ફેસબુકમાં આવેલા એક ‘બગ’ના કારણે 68 લાખ ફેસબુક વપરાશકર્તાઓના ખાતાઓને અસર થઈ છે. ફેસબુકનું કહેવું છે કે આ ‘બગ’ 12થી 13 સપ્ટેમ્બર સુધી રહ્યું હતું. જેને 25 સપ્ટેમ્બરના રોજ ઉકેલી દેવામાં આવ્યું હતું. ફેસબુકે તે બગ માટે માફી માંગી છે. આ બગથી ફેસબુક યુઝર્સના એવા ફોટોઝ પણ સામે આવી શકતા હતા જેને તેમણે ક્યારેય ફેસબુક પર શેર નથી કર્યાં. આ બગથી થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા 12 દિવસમાં 68 લાખ લોકોના અકાઉન્ટ અસરગ્રસ્ત થયા છે. ફેસબુકે જણાવ્યું હતું કે થર્ડ પાર્ટી એપ્લિકેશનને યુઝર્સ ફોટો સુધી પહોંચવાની મંજૂરી આપતી વખતે આ ભૂલ 13 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર વચ્ચે થઈ. એન્જિનિયર ડાયરેક્ટર ટોમર બારે…

Read More

ચેમ્બર ઓફ કોમર્સ દ્નારા સુરતના સરસાણા ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી માટેના સ્પાર્કલ એક્ઝિબિશન-2018મું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે ગુજરાતના મંત્રી ગણપત વસાવાએ એક્ઝિબિશનને ખુલ્લું મૂક્યું હતું પરંતુ એક્ઝિબિશનમાં ચોરીનો બનાવ બનતા સૌ કોઈ ચોંકી ઉઠયા છે. સીસીટીવીમાં કેદ ચોરીની આ ઘટનામાં હાઈપ્રોફાઈલ ચોરી પોતે ડાયમંડ સ્ટોલ પર આવીને ઉભો રહે છે. શાંતિથી બેસે છે અને પછી બધાની નજર ચૂકવીને આરામથી કાચના ટેબલના ખાનામાંથી હીરા જડિત દાગીના ઉઠાવી જાય છે. ચોરની હરકત પર આટલા બધા કર્મચારીઓ હાજર હોવા છતાં કોઈની નજર પડતી નથી એ નવાઈની વાત છે. એવું પણ નથી કે સ્ટોલ પર ગ્રાહકોનો ધસારો છે અને કર્મચારીઓનું ધ્યાન ચોર…

Read More

પાટીદાર અનામત આંદોલનની કમાન અલ્પેશ કથીરીયાને સોંપી દીધા બાદ હાર્દિક પટેલે ખેડુતોને હક અને અધિકાર માટેની લડત શરૂ કરી છે. હાર્દિક પટેલે પદયાત્રા કાઢવાનું એલાન કર્યું છે. ચાર દિવસ સુધી આ પદયાત્રા સૌરાષ્ટ્રના ગામોમાં ફરશે અને ખેડુતોને ન્યાય આપવાની માંગ કરશે તથા તેમની વેદનાને વાચા આપવાનું કામ કરશે. હાર્દિક પટેલવી ખેડુત વેદના પદયાત્રા 20મી તારીખથી અમરેલીના ફતેપુરથી નીકળશે. અને ત્યાર બાદ ચાપાથ, ગોખરવાળા, લાપળીયા જેવા અમરેલની ગામોમા ફરશે. અમરેલી બાદ પદયાત્રા સીદી સાવરકુંડલાના ઓળીયા, કરજાળા અને નેસડીમાં પહોંચશે. 21મી તારીખે આ પદયાત્રા ધારીના ચલાલા, ગોપાલગ્રામ, હાલરીયા જેવા ગામોમાં ખેડુતોમાં ખેત પેદાશોના ભાવને લઈ જાગૃતિ આણવાનું કામ કરશે. જ્યારે 22મી તારીખે…

Read More

જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારે સિક્યોરિટી ફોર્સ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકીને ઠાર મારવામાં આવ્યા હતા, જ્યારે આ ઘટનામાં એક જવાન શહીદને વર્યો હતો. આ ઉપરાંત સિક્યોરિટી ફોર્સીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં 6 નાગરિકો મોતને ભેટ્યા હતા. પોલસે આ જાણકારી આપી હતી. ગુપ્ત માહિતીના આધારે લશ્કરે પુલવામાના સિરનૂ ગામમાં કોમ્બીંગ કર્યું હતું અને કોમ્બીંગ દરમિયાન જ અથડામણ શરૂ થઈ ગઈ હતી. પોલસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. અથડાણમાં પ્રદર્શનકારીઓ પૈકી ઈજાગ્રસ્ત થયેલા યુવાનોની ઓળખ આમીર અને આબિદ હુસૈન તરીકે કરવામાં આવી છે. આ બન્ને યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જમ્મૂ-કાશ્મીરના પુલાવામા જિલ્લામાં…

Read More

સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ અને વરાછા ઝોનમાં સુરત મહાનગરપાલિકાના ડોર ટૂ ડોર ગાર્બેજ દ્વારા લવાતા કચરાના નિકાલ અંગે કોન્ટ્રાક્ટરો દ્વારા સુરત મહાનગરપાલિકાએ નક્કી કરેલા નિયમો અને શરતોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ અંગે બેથી ત્રણ વખત સુરત માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન હાજી ચાંદીવાલા દ્વારા ફરીયાદ પણ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ આશિષ નાયક અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા યુજી નાયક(ઉદય નાયક)ને પણ ફરીયાદ કરી રૂબરૂમાં પુરવા સહિતની માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ આશિષ નાયકે કોન્ટ્રાક્ટર ઈકો વિઝનને નોટીસ આપી હતી. આ નોટીસ સંભવિત ફરીયાદના બદલે માત્ર કચરાનો…

Read More

પોતાની દિકરીના લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરનારા મુકેશ અંબાણી એક માત્ર પિતા બન્યા છે. ઈશા અંબાણી-આનંદ પિરામલના રિસેપ્શનમાં અનેક નામી હસ્તીઓ આવી હતી. વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી. અમિતાભથી લઈ જોની લીવર સુધીના સિતારા જોવા મળ્યા હતા ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ કેમેરાની કીકીથી બચી શક્યા ન હતા. મેરેજ રિસેપ્શનમાં અલ્પેશ ઠાકોરની અનેક નામી હસ્તીઓ સાથે મુલાકાત થઈ હતી. ખાસ કરીને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તેમને સ્ટેજ પર આવકાર્યા હતા અને ત્યાર બાદ સાંસદ પરિમલ નાથવાણી, સની દેઓલ, જીતેન્દ્ર સાથેની અલ્પેશ ઠાકોરની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખાસ્સી ફરતી થઈ હતી. ઈશા અંબાણી-આનંદ પિરામલના લગ્ન રંગે-ચંગે ઉજવાયા. તો…

Read More