“બેટા વો બાપ હૈ, બાપ વો બેટા હૈ, બેટા કોઈ હૈ હી નહી” વલસાડમાં ખૂબ ઝડપથી વિકસી રહેલા પાથરીની સોનાની લગડી જેવી જમીનને હાંસલ કરવા માટે કેવા કેવા પ્રકારના કાવતરા અને કાવાદાવા કરવામાં આવ્યા છે તેનો પર્દાફાશ “સત્ય ડે” દ્વારા કરવામાં આવતા વલસાડ કલેક્ટર કચેરી, બિલ્ડર લોબી અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. “સત્ય ડે” દ્વારા પાથરી ગામની જમીનના વિવાદ મેરેથોન અહેવાલો પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. જે પ્રકારે બોગસ પેઢીનામું તૈયાર કરીને કરોડો રુપિ.યાની જમીનને ઓહિયા કરી જવાની બૂરી દાનત રાખી રહેલા રાજુ શેરા આણિ મંડળી માટે હવે પછી મોટી મુશ્કેલીઓ શરુ થઈ જવાની ઘડીઓ ગણાઈ રહી…
કવિ: Satya-Day
Valsad વલસાડના સબંધિત વિભાગમાંથી યેનકેન પ્રકારે બોગસ પેઢીનામું તૈયાર કરવામાં આવ્યું હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે હવે સાચી હકીકત શું બહાર આવે છે તેતો તપાસ બાદજ ખબર પડશે,અગાઉ પ્રાંતમાં આ મેટર આવી હતી કે કેમ ? અને પ્રાંતનો અભિપ્રાય પણ લેવામાં આવેતો પણ આ મામલે પ્રકાશ પડી શકે તેવો જાણકારોનો મત. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી જમીન કૌભાંડ અખબારોની હેડલાઈન બની રહયા છે અને સુરેન્દ્રનગર તેમજ રાજકોટમાં જમીન કૌભાંડના મામલામાં સીબીઆઈની તપાસ ચાલુ થઈ ગઈ છે તેવે સમયે હવે નાનામોટા જમીનના ખેલની વાતો સામે આવી રહી છે તેવે સમયે વલસાડ તાલુકામાં પ્રાઇમ લોકેશન એરિયામાં કરોડોની જમીનનું બોગસ પેઢીનામું તૈયાર કરી કેટલાક તત્વોની…
Surat સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા સગરામપુરામાં બંધાઈ રહેલી બિલ્ડીંગને ભારે હોબાળો મચી ગયો છે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ઝોનલ અધિકારી અને કાર્યપાલક ઈજનેર રાજેશ ગાંજાવાલાની કાર્યપદ્વતિ સામે વિરોધનો વંટોળ ફૂંકાઈ રહ્યો છે. બાંધકામ અંગે અખબારી અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા બાદ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ જોઈએ તેવી રીતે હરકતમાં આવ્યા હોવાનું લાગી રહ્યું નથી. સેન્ટ્રલ ઝોનના ગાંજાવાલાની રહેમ નજર હેઠળ બેફામ બનેલા બિલ્ડરે ગેરકાયદે બાંધકામ કરતા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે, અધિકારીઓના કાને ગેરકાયદે બાંધકામ અંગેની ફરિયાદ કરવામાં આવી છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. વિગતો મુજબ સગરામપુરા ચોગાન શેરીમાં 2/3996…
Devendra Fadnavis મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બનશે. ભાજપના સીનિયર નેતાએ પુષ્ટિ કરી છે કે ફડણવીસનું નામ નક્કી થઈ ચૂક્યું છે અને 2 અથવા 3 ડિસેમ્બરે યોજાનારી વિધાયકોની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવશે. નિવૃત્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે નવા મુખ્યમંત્રીના પસંદગીમાં તેઓ ભાજપના નિર્ણયને સમર્થન આપશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની પ્રચંડ જીતના એક સપ્તાહથી વધુ સમય વીતી જવા છતાં નવી સરકારની રચના થઈ નથી. ભાજપ 132 બેઠકો સાથે ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. ભાજપે જાહેરાત કરી છે કે નવી મહાગઠબંધન સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરની સાંજે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે અને તેમાં…
Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનને બમ્પર બહુમતી મળી હોવા છતાં હજુ સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી. એકનાથ શિંદેએ કહ્યું કે સોમવારે મળનારી બેઠકમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે નિર્ણય લેવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે યોજાશે. દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે, જ્યારે શિવસેના અને એનસીપીને નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) પદ મળી શકે છે. આ સિવાય એવી પણ ચર્ચા છે કે શિવસેના તરફથી એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. આ અંગે એકનાથ શિંદેએ કહ્યું કે ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પ્રેસ કોન્ફરન્સમાં બોલતા…
Eknath Shinde: મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના ગામ પહોંચી મીડિયા સમક્ષ પોતાની વાત રાખી. મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી ચર્ચા પર શિંદેએ કહ્યું કે મેં પહેલાથી જ મહાયુતીને બિનશરતી સમર્થન આપ્યું છે. મહાયુતીમાં પરસ્પર સમજૂતી સારી છે અને કાલે, એટલે કે સોમવારે, મુખ્યમંત્રી પદ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી પદને લઈને ચાલતા અનિશ્ચિતતાના વચ્ચે પોતાના ગામ પહોંચેલા એકનાથ શિંદેએ કહ્યું કે હવે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. ચૂંટણી પ્રચારની થાક અને દોડધામ પછી હું અહીં આરામ કરવા માટે આવ્યો હતો. મુખ્યમંત્રી તરીકેના મારા દોઢ વર્ષના કાર્યકાળમાં મેં એકેય રજા લીધી નથી. લોકો હજુ પણ મળવા માટે આવી રહ્યા છે.…
Maharashtra Result: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવા જઈ રહ્યા છે. પ્રારંભિક તબક્કામાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિનો પ્રભાવશાળી પ્રદર્શન દેખાઈ રહ્યું છે, જ્યારે મહાવિકાસ અઘાડી પાછળ છે. એમવીએમાં કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (શરદ પવાર ગૃપ) જેવા પક્ષો સામેલ છે. ચૂંટણી પહેલા મહાયુતિ સરકાર દ્વારા મહિલાઓ માટે શરૂ કરાયેલી “મુખ્યમંત્રી- માઝી લાડકી બહેણ યોજના”ને એક ‘મહત્વપૂર્ણ ફેરફાર લાવનાર’ મૉડલ તરીકે રજૂ કરવામાં આવી હતી, અને આ યોજના સમગ્ર પ્રચારની કેન્દ્રબિંદુ બની ગઈ હતી. મહાયુતિ અને એમવીએ બંનેએ આ યોજનાને પોતાના ચૂંટણી મેનિફેસ્ટોમાં સામેલ કરી હતી. સત્તાધારી પક્ષના નેતાઓએ તો આ યોજનાને મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોની સફળતા પાછળનું મુખ્ય કારણ ગણાવ્યું છે.…
Bjp Gujarat આખરે હાઇકોર્ટના હુકમને પગલે કાર્યવાહી, પ્રાંતિજના ભાજપના MLA ગજેન્દ્ર પરમાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા અદાલતે હુકમ કર્યો ધારાસભ્ય સામે દાખલ થઈ પોલીસ ફરિયાદ, ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં નોંધાયો ગુનો ગજેન્દ્ર પરમાર સામે દુષ્કર્મ, એટ્રોસિટી અને ધાકધમકીના આરોપ ચાલ-ચરિત્ર અને ચહેરાનું સુત્ર લઇને નીકળેલી ભાજપાએ હવે સેક્સ- સંગઠન અને સત્તાનું નવું કલ્ચર સ્વીકારી લીધુ હોય તેમ લાગે છે. ગુજરાતમાં ભાજપની સત્તા 28 વર્ષથી હોવાથી હવે તેમાં સત્તાની તમામ અવગુણ આવી ગયા છે. ભાજપના અનેક નેતાઓ ભ્રષ્ટાચાર, કૌભાંડ, અત્યાચાર, અનાચાર અને ચારિત્ર હીન હોવાના બનાવ રોજ બહાર આવે છે. પીડિતાએ જાહેર કર્યું છે કે, ભાજપમાં અનેક મહિલાઓ સાથે પ્રધાને ખરાબ કૃત્ય કર્યું છે.…
Valsad સત્તાવાર મિડિયા હાઉસના પત્રકારોને બદલે ખાનગી સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરની વધતી હાજરી અંગે ઉઠ્યા અનેક તર્ક-વિતર્ક! વલસાડ પંથકમાં આજકાલ પ્રજાના પ્રતિનિધિ ગણાતા નેતાઓ અને અધિકારીઓને સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર નું જબરું વળગણ લાગ્યું છે અને આવા સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરને ગોદ માં બેસાડી રાખતા હોવાની વાતો હવે ચર્ચાનો વિષય બની છે. સરકારી ખાતાઓમાં સત્તાવાર પ્રેસ-મીડિયા કરતા પ્રાઇવેટ સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર ની હાજરી અને તેઓનો વધતા પ્રભાવ મુદ્દે સામાન્ય જનતા અને બુદ્ધિજીવી વર્ગમાં હવે ચળભળ શરૂ થઈ છે. સામાન્ય રીતે નેતાઓ-અધિકારીની કામગીરી કે માહિતી જનતા સુધી પહોંચાડવા માટે સરકારમાં સત્તાવાર નોંધાયેલા મિડિયા હાઉસના પત્રકારો સેતુરૂપ બનતા રહયા છે અને તેઓ સાચાને સાચું અને…
Kutch : સત્ય ડે, ભુજ હાલમાં માઁ જગદંબાનો તહેવાર એટલે નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે, અને સૌ કોઈ ગરબે ઘુમવા આતુર છે, પરંતુ અધુરામાં પૂરું કરવા નીકળેલા ભ્રષ્ટ નગરસેવકોને મફતમાં પાસ ન મળતા કોર્મિશયલ ગરબી સામે વોટ્સએપના ગ્રુપમાં આકરા તેવર બતાવી કોન્ટ્રાકટ રદ્દ કરવા હવાતિયાં મારી રહ્યા છે. ભુજ શહેરના આન,બાન અને શાન ગણાતા હમીરસરના કૃષ્ણાજી પુલની એજ અવશ્થા છે, શહેરમાં જ્યાં જૂઓ ત્યાં ખાડા પડ્યાં છે અને જ્યાં નથી ત્યાં ખાડા કરવામાં આવી રહ્યાં છે, ઉપરાંત પાલીકાએ મોરચો લઈને આવતા અરજદારો સામે આજ મફતમાં પાસ મેળવવા હવાતિયાં મારતા નગરસેવકો ડોકાતા નથી, ત્યારે હાલ ભુજમાં પ્રતિષ્ઠિત કોમર્શિલય ગરબીને બદનામ કરવા…