મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં બોલ્ડ અભિનેત્રીઓની સંખ્યામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જેમાં એક જમાનામાં સની લિયોની માટે તેનું નામ પૂરતું હતું. લોકોના મગજમાં બોલ્ડ પોર્નસ્ટારનું નામ છવાઈ જતું હતું, પરંતુ સોશિયલ મીડિયાના વધતા ક્રેઝને કારણે હવે નવી નવી મોડલ પણ રાતોરાત છવાઈ જાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલ્ડ ક્વીન તરીકે જાદુ કરનારી મોડલોનો તોટો નથી, જેમાં સોફિયા અંસારીનું નામ અચૂક લઈ શકાય. સોશિયલ મીડિયા પર ઝડપથી ઓળખી શકાય એવી મોડલમાં સોફિયાનું નામ ટોચનું છે, જેમાં તાજેતરમાં 35 સેકન્ડનો વીડિયો પોસ્ટ કરીને ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. વાસ્તવમાં 35 સેકન્ડના વીડિયોએ આગ લગાવી દીધી છે. વ્હાઈટ કલરની બિકિનીમાં જોવા…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરેક જણ દિવસનો મોટાભાગનો સમય વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પસાર કરે છે પછી એ આપણા જેવા સામાન્ય નાગરિકો હોય કે બી-ટાઉનના સેલેબ્સ હોય કે પોલિટિશિયન હોય કે પછી કોઈ ખેલાડી હોય…આવી જ એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટ છે ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન કે. એલ. રાહુલની. આ પોસ્ટમાં રાહુલે કંઈ જ લખ્યું નથી બસ એટલું જ લખ્યું છે Still It Hurts… આ કેપ્શનની નીચે રાહુલે કેટલાક ફોટો પણ પોસ્ટ કર્યા છે જે વર્લ્ડકપ-2023ની ફાઈનલ મેચના છે. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી વર્લ્ડકપ-2023ની…
ભારતીય ટીમમાંથી બહાર રહેલા સ્પિનર યુઝર્વેન્દ્ર ચહલે વિજય હઝારે ટ્રોફીમાં ઝારખંડ સામેની મેચમાં હરિયાણા તરફથી છ વિકેટ ઝડપી ખળભળાટ મચાવી દીધો હતો. ચહલે વિજય હજારે ટ્રોફી 2023ની મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. હરિયાણા તરફથી રમતા ચહલે ઉત્તરાખંડ સામે 6 વિકેટ ઝડપી હતી. વાસ્તવમાં ઉત્તરાખંડે હરિયાણા સામે પ્રથમ બેટિંગ કરીને 207 રન કર્યા હતા. જેના જવાબમાં હરિયાણાએ 45 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 208 રન કરી મેચ જીતી લીધી હતી. ચહલે ઉત્તરાખંડના કેપ્ટન જીવનજોત સિંહને 26 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. આ મેચમાં તેણે 10 ઓવરમાં 26 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ચહલે 2 મેડન ઓવર પણ નાખી હતી. ચહલની…
વર્લ્ડકપ-2023ની ફાઈનલ મેચમાં મળેળો કારમો પરાજય પચાવવાનો પ્રયાસ ટીમ ઈન્ડિયા તો કરી જ રહી છે, પણ એની સાથે સાથે જ ક્રિકેટપ્રેમીઓ પણ કરી રહ્યા છે. 2023નો વર્લ્ડકપ ભલે આપણા હાથમાંથી જતો રહ્યો હોય પણ અન્ય અનેક રેકોર્ડને કારણે આ વર્લ્ડકપ હંમેશા લોકોને યાદ રહેશે. આમાંથી મોટાભાગના રેકોર્ડ ખેલાડીઓએ પીચ પર કર્યા છે તો કેટલાક રેકોર્ડ દર્શકોએ કર્યા છે. હવે તમને થશે કે ભાઈ દર્શકો કઈ રીતે રેકોર્ડ કર્યા છે તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. ડિઝની અને હોટસ્ટાર પર વર્લ્ડકપની મેચે તો અનેક રેકોર્ડ બ્રેક કર્યા જ છે. પણ એની સાથે સાથે ટીવી પર પણ વર્લ્ડકપની મેચે એક અનોખો રેકોર્ડ…
આઈસીસી વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ભારત હારી ગયું અને ટીમ ઈન્ડિયાનો સતત આગળ વધી રહેલો વિજયરથ અટકી ગયો હતો. ટીમ ઈન્ડિયાને સતત વિજયભણી લઈ જનારી ભારતીય ટીમ અને ટીમના સુકાની રોહિત શર્મા હજુ હારની નિરાશામાંથી બહાર આવ્યો નથી, પરંતુ રોહિતની દીકરી સમાયરાએ સૌથી મોટી વાત કહીને હારનારા લોકો માટે પણ એક શિખ આપી છે. દરમિયાન રોહિત અને દીકરી સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સમાયરાના ખોળામાં માથું મૂકીને રોહિત જોવા મળે છે જેને જોઈને લોકો ગદગદ થઈ ગયા હતા. આખા વર્લ્ડ કપમાં રોહિતની સેનાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં સુકાની તરીકે રોહિત…
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ક્રિકેટર શ્રીસંત ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. કેરળ પોલીસ દ્વારા કન્નુર જિલ્લાના એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરવા બદલ એસ શ્રી સંત અને બીજી બે વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 420 ગુનો નોંધવામાં આવ્યો છે. કન્નુર જિલ્લાના ચુંડા ગામમાં રહેતા સરીશ ગોપાલન નામની એક વ્યક્તિએ આરોપી રાજીવ કુમાર અને વેંકટેશ કિનીને કુલ 18.70 લાખ રૂપિયા આપ્યા હોવાનો આરોપ લગાડ્યો છે. ફરિયાદ મુજબ આરોપી રાજીવ અને વેંકટેશે કર્ણાટકના કોલ્લુરમાં સ્પોર્ટ્સ એકેડેમી બનાવવાના છે, જેમાં ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત પણ પાર્ટનરશિપમાં જોડાયેલો છે. ગોપાલને જણાવ્યું હતું કે મેં આ સ્પોર્ટ્સ એકેડમીમાં પાર્ટનરશિપ માટે આરોપીઓને…
બોલિવૂડ એક્ટર પ્રકાશ રાજની મુશ્કેલીઓ વધી શકે છે. EDએ તેમને પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યા છે. તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ત્રિચી સ્થિત પાર્ટનરશિપ ફર્મ પ્રણવ જ્વેલર્સ વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં અભિનેતા પ્રકાશ રાજને સમન્સ પાઠવ્યું છે. ત્રિચી સ્થિત પ્રણવ જ્વેલર્સે ઉચ્ચ વળતરના વચન સાથે સોનાની રોકાણ યોજનાની આડમાં લોકો પાસેથી કથિત રીતે 100 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ પ્રણવ જ્વેલર્સનો બ્રાન્ડ એમ્બેસેડર હતો અને આ કેસમાં “તપાસ હેઠળ” છે. EDએ સોમવારે કથિત પોન્ઝી સ્કીમ ચલાવવાના આરોપમાં કંપની પર દરોડા પાડ્યા હતા. પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસમાં EDએ સમન્સ…
એક્ટર સમીર કોચર અભિનેત્રી કરિશ્મા તન્ના અને તેના પતિ વરુણ બંગેરા સાથે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે અને અંધેરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાંદ્રામાં ફ્લેટ આપવાના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે. ફેમસ ટીવી એક્ટર અને એન્કર સમીર કોચર તેમજ ફેમસ એક્ટ્રેસ કરિશ્મા તન્નાના પતિ વરુણ બંગેરાને મોટો આંચકો લાગ્યો છે. આ બંને સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. બાંદ્રામાં ફ્લેટ અપાવવાના નામે છેતરપિંડી કરવામાં આવી છે. આ પછી સમીર કોચર અને બંગેરા બંને અંધેરી પોલીસ પાસે પહોંચ્યા અને બંને વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે. તેના આધારે અંધેરી પોલીસે કન્સ્ટ્રક્શન પ્રોફેશનલ દંપતી સામે કેસ પણ નોંધ્યો…
વિકી કૌશલ સેમ માનેકશોના રોલમાં ખૂબ જ શાનદાર લાગે છે. ગીતની શરૂઆત સેમના દોડવા સાથે થાય છે. તેને કહ્યું છે – ન રોકાય છે ન પાછળ પડે છે.. બસ ચાલતો રહે છે. આ ગીત સેમના જીવનને ખૂબ સારી રીતે દર્શાવવાનો દાવો કરે છે. સેમ જે ક્યારેય અટક્યો નથી, ક્યારેય થાક્યો નથી. બસ ચાલતો રહ્યો. હંમેશા ઉત્સાહથી ભરપૂર. આ ગીત એ લોકો માં જબરી ઉત્કનઠા જગાવી છે. વિકી કૌશલની મચ અવેટેડ ફિલ્મ ‘સેમ બહાદુર’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિકી અને ફિલ્મની ટીમ તેનો જોરદાર પ્રમોશન કરી રહી છે. ફેન્સની…
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે ઘણા સમયથી અણબનાવ હોવાના સમાચારો આવી રહ્યા છે. જો કે બંનેએ આ અંગે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે ઐશ અને અભિષેકનું લગ્ન જીવન સારું ચાલી રહ્યું નથી. હવે અભિનેત્રીની એક લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટે આ અફવાઓને વધુ બળ આપ્યું છે. જોકે તાજેતરમાં ઐશ્વર્યા રાય બચ્ચને તેના ઇન્સ્ટાગ્રામ પર તેના દિવંગત પિતા કૃષ્ણરાજ રાયને તેની જન્મજયંતિ પર યાદ કરતા તસવીરોની સીરીઝ પોસ્ટ કરી હતી. રસપ્રદ વાત એ છે કે એશે તેની પુત્રી આરાધ્યા અને તેના દિવંગત પિતાની એક તસવીર શેર કરી છે. તેણે તેના પિતા સાથે પોતાની…