ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પ્રથમ વખત ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ભારતની કેપ્ટનશિપ સંભાળી હતી અને તેની શરૂઆત જીત સાથે કરી હતી. કેપ્ટન તરીકે સૂર્યકુમાર પ્રથમ મેચમાં સફળ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે સૂર્યકુમારે ૪૨ બોલમાં ચાર છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી ૮૦ રનની જોરદાર ઇનિંગ રમી હતી. સૂર્યકુમારની ઈનિંગથી ભારતને ફાયદો થયો હતો, પરંતુ રિંકુ સિંહની અણનમ ૨૨ રનની ઝડપી ઈનિંગ્સે છેલ્લી ક્ષણે ભારતને જીત અપાવી હતી. સૂર્યકુમાર યાદવને તેની ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ આપવામાં આવ્યો હતો અને તેણે ટી-૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી રમાયેલી ૫૪ મેચોમાં ૧૩ વખત આ અવોર્ડ જીત્યો છે. સૂર્યકુમાર યાદવ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝન આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રમાશે. આ મહિલા લીગમાં કુલ પાંચ ટીમો રમે છે અને મુંબઈએ પ્રથમ સીઝનમાં ટાઈટલ જીત્યું હતું. વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની હરાજીની તારીખ નક્કી કરવામાં આવી છે. લીગના સત્તાવાર પેજ પર કહેવામાં આવ્યું છે કે બીજી સીઝન માટે ખેલાડીઓની હરાજી નવ ડિસેમ્બરે મુંબઈમાં થશે. આ સીઝનની હરાજી માટે તમામ પાંચ ટીમોને ૧.૫ કરોડનું વધારાનું પર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તમામ ટીમો પાસે અગાઉની હરાજી તેમજ ખેલાડીઓની તાજેતરની રિલીઝ પછી તેમના પર્સમાં બાકીની રકમ હશે. હરાજીમાં નવ વિદેશી ખેલાડીઓ સહિત ૩૦ સ્લોટ ભરવામાં આવશે. તમામ ટીમોએ કુલ ૬૦ ખેલાડીઓને રિર્ટન…
IPLની આગામી સીઝન માટે 26મી નવેમ્બર એટલે કે આવતીકાલનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. આ દિવસે તમામ 10 ફ્રેન્ચાઇઝીના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવશે. આ સાથે ટ્રેડ વિન્ડો પણ બંધ થઈ જશે. આવી સ્થિતિમાં આગામી 24 કલાકમાં કેટલાક મોટા ખેલાડીઓના સોદા અને ટ્રાન્સફર થઇ શકે છે. અત્યાર સુધી માત્ર ત્રણ ખેલાડીઓની બદલી કરવામાં આવી છે અને ચોથું નામ હાર્દિક પંડ્યા સામે આવી રહ્યું છે, જેના અંગે સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે. 22 નવેમ્બરના રોજ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે સોદો થયો. જેમાં રાજસ્થાન રોયલ્સે તેમના બેટ્સમેન દેવદત્ત પડિકલ (રૂ. 7.75 કરોડ) અને લખનઉ સુપર જાયન્ટ્સે તેમના…
ઇમાદ વસીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જો કે, ઇમાદ વસીમ પાકિસ્તાન સુપર અને અન્ય લીગમાં રમવાનું ચાલુ રાખશે. પરંતુ પાકિસ્તાનની જર્સીમાં જોવા મળશે નહીં. પાકિસ્તાનના ઓલરાઉન્ડર ઈમાદ વસીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જો કે, ઇમાદ વસીમ પાકિસ્તાન સુપર અને અન્ય લીગમાં રમવાનું ચાલુ રાખશે, પરંતુ પાકિસ્તાનની જર્સીમાં જોવા મળશે નહીં. વાસ્તવમાં ઇમાદ વસીમની વાત કરીએ તો તેઓ લાંબા સમયથી પાકિસ્તાન ટીમની બહાર હતો. જો કે હવે આ ઓલરાઉન્ડરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના ઓલરાઉન્ડર ઇમાદ વસીમે સોશિયલ મીડિયા પર તેની નિવૃત્તિની જાહેરાત કરી છે અને પોસ્ટમાં લખ્યું હતું કે, “તાજેતરના સમયમાં હું મારી…
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સે કેપ્ટન હાર્દિક પંડ્યાને રીલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. હાર્દિક પંડ્યા હવે ફરી પોતાની જૂની ટીમ એવી મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરશે. આ સમાચારની વાત કરીએ તો ગુજરાતની ટીમ સાથે સંકળાયેલા સૂત્રોએ સમર્થન આપ્યું છે. જ્યારે શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. મુંબઈનો આ પ્યેર આવશે ગુજરાત હાર્દિક પંડ્યાની અદલાબદલી મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી સાથે કરવામાં આવી છે. જો કે તે ખેલાડી કોણ છે તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા ગુજરાતની ટીમમાં આવી…
અભિનેત્રી અમીષા પટેલના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. તેઓ બંને થાઈલેન્ડમાં એક સાથે જોવા મળ્યા હતા. આટલું જ નહીં તેઓએ ક્લબમાં ડાન્સ પણ કર્યો હતો. આ વીડિયો પર નેટીઝન્સ તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. બોક્સ ઓફિસ પર ‘ગદર 2’ ની સફળતા બાદ એક્ટ્રેસ અમીષા પટેલ તાજેતરમાં થાઈલેન્ડમાં જોવા મળી હતી. પરંતુ આ વખતે અમીષાની સાથે તારા સિંહ નહીં પરંતુ અભિનેતા અરબાઝ ખાન હતો. અમીષા અને અરબાઝનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ તરફથી તેને વિવિધ પ્રતિક્રિયાઓ મળી રહી છે. અમીષા અને અરબાઝ થાઈલેન્ડમાં એક ક્લબના ઉદ્ઘાટન માટે એકબીજાના હાથ પકડીને…
એક તરફ રશ્મિકા મંદાન્ના તેની ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર મહત્વના રોલમાં જોવા મળશે. બીજી તરફ, અભિનેત્રી પણ તેના ડેટિંગના સમાચારોને કારણે લોકોમાં ઘણી લોકપ્રિયતા મેળવી રહી છે. અર્જુન રેડ્ડી એક્ટર વિજય દેવરકોંડા અને રશ્મિકાના ડેટિંગની અફવાઓ આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન હવે રણબીર પણ તેમના સંબંધોની પુષ્ટિ કરતો જોવા મળ્યો છે. સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાન્ના આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ એનીમલને લઈને ચર્ચામાં છે. જો કે જ્યારે જ્યારે રશ્મિકાની વાત આવે ત્યારે ફેન્સને પહોલો પ્રશ્ન તેની લવ લાઈફને લઈને થાય છે. ત્યારે વિજય દેવેરાકોંડા સાથેના સંબંધોની વાત ફેન્સથી છુપી રહી…
લિવિઝન પર ‘સારાભાઈ વર્સિઝ સારાભાઈ’માં રોસેશ સારાભાઈનું પાત્ર ભજવનાર રાજેશ કુમારે એક ખુલાસો કર્યો છે. રાજેશ કુમારે જણાવ્યું છે કે, અભિનેતાથી ખેડૂત બનવા સુધીમાં તેમના જીવનમાં કેવો મોડ આવી ગયો છે. ખેતી કરવા દરમિયાન કંગાળ થઈ ગયા અને દેવામાં ડૂબી ગયા. રાજેશ કુમારે જણાવ્યું કે, ‘સારાભાઈ વર્સિઝ સારાભાઈ’ની સેકન્ડ સીઝન ફ્લોપ થયા પછી એક્ટિંગથી દૂર જવાનો નિર્ણય કર્યો અને એક્ટિંગ છોડીને બિહારના ગયામાં પોતાના ગામમાં ખેતી કરવા લાગ્યા. ત્રણ વર્ષ સુધી ખેતી કરીને બ્રાઈટ ફ્યૂચરના સપના જોતા હતા, પરંતુ કોરોનાને કારણે ઘણી તકલીફો થઈ. રાજેશ કુમારે જણાવ્યું કે, ‘તેમણે 4 વર્ષ ખેતી કરી પરંતુ કુદરતે સાથ ના આપ્યો. વર્ષ 2017માં…
નિર્માતા આગામી વર્ષની શરૂઆતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા ઈચ્છે છે. આ ફિલ્મમાં રોયના જન્મથી લઈને મરણ સમય સુધીના દરેક પાસાને સામેલ કરવામાં આવશે.સહારા ગ્રુપના સંસ્થાપક સુબ્રત રોય હવે આ દુનિયામાં રહ્યા નથી પણ તેમનું જીવન કેટલુ રસપ્રદ રહ્યું છે તે તમને કદાચ ખબર નહીં હોય. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે સુબ્રત રોય પર બાયોપિક બનાવવામાં આવશે. મેકર્સ આગામી વર્ષની શરૂઆતમાં ફિલ્મના શૂટિંગની વાત કરી રહ્યા છે. ત્યારે ફિલ્મના કાસ્ટને લઈ બોલિવુડના બે મોટા સ્ટાર અનિલ કપૂર અને બોમન ઈરાનીના નામ પર વિચારણા ચાલી રહી છે. એક અહેવાલ મુજબ મળતી માહિતી મુજબ સુબ્રત રોયની બાયોપિકમાં અનિલ કપૂર અને બોમન…
કેટરિના કેફ અને વિક્કી કૌશલ પબ્લિસિટી માટે કોઈ ફાલતૂ ડ્રામા કે કંટ્રોવર્સીનો સહારો લેતા નથી. જાણીને નવાઇ લાગશે કે વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન એન્ડ સમયે કેન્સલ થતા થતા રહી ગયા છે.બોલીવુડનું ફેમસ કપલ કેટરિના કેફ અને વિક્કી કૌશલ પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે. આ બંને સેલેબ્સ પબ્લિસિટી માટે કોઈ ફાલતૂ ડ્રામા કે કંટ્રોવર્સીનો સહારો લેતા નથી. કપલ તેમની સિમ્પલિસિટીને કારણે ચર્ચામાં રહે છે. ફેન્સને વિક્કી અને કૈટની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે. કેટરિનાએ લગ્ન પહેલા આપી ધમકી કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન બાબતે એક ખાસ ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર લગ્ન પહેલા…