કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

રણદીપ હુડ્ડા જીવનની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. ઘણા સમયથી તેના લગ્નની અટકળો ચાલી રહી હતી. આખરે શનિવારે તેણે એક પોસ્ટ લખીને તેને સત્તાવાર બનાવી દીધી. રણદીપ તેની ગર્લફ્રેન્ડ લિન લેશરામ સાથે 29 નવેમ્બરે લગ્ન કરશે. તેણે દરેકને તેના ભાવિ જીવન માટે શુભેચ્છા પાઠવવા કહ્યું છે. લગ્નની વિધિ મણિપુરના ઇમ્ફાલમાં થશે. લીન મણિપુરની રહેવાસી છે. જે બાદ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે જેમાં બોલિવૂડની હસ્તીઓ પણ હાજરી આપશે. રણદીપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને કહ્યું કે તે આ સમાચાર આપવા માટે ઉત્સાહિત છે. તેણે એક કાર્ડ શેર કર્યું છે જેના પર લખ્યું છે, ‘29.11.2003, ડેટ વિથ ડેસ્ટિની.…

Read More

મારા ૮ વર્ષના દીકરાએ હાલમાં બાસ્કેટબૉલ રમવાનું શરૂ કર્યું છે. દરરોજ તેની ૧ કલાક આકરી ટ્રેઇનિંગ ચાલુ થઈ ગઈ છે. પહેલાં પણ તે સોસાયટીમાં બાળકો સાથે ૨-૩ કલાક રમતો. તેના કોચ કહે છે કે તેના સ્નાયુઓ નબળા છે. બધા સ્પોર્ટ્સમેન પ્રોટીન સપ્લિમેન્ટ લેતા જ હોય છે. હું તેના દરેક ખોરાકમાં થોડું પ્રોટીન જાય એનું ધ્યાન પહેલેથી જ રાખતી હતી, તો શું મારે પ્રોટીન સપ્લિમેન્ટ આપવું જોઈએ? રમતાં પહેલાં અને રમ્યા પછી તેને શું આપી શકાય? કયું એનર્જી ડ્રિન્ક વધુ સારું? દીકરાના સ્નાયુ નબળા છે એમ જો તેના કોચને લાગતું હોય તો પ્રોટીનની જરૂર રહે એ સહજ છે, પરંતુ સપ્લિમેન્ટની જરૂર…

Read More

સ્કૅમ. એક એવો શબ્દ જે થોડા-થોડા સમયે અથવા તો છાશવારે સાંભળવા મળે છે. આ સ્કૅમ ઘણા પ્રકારનાં હોય છે. ઘણા લોકો સાથે છેતરપિંડી થઈ છે એવું સાંભળવા મળે છે. તેમ જ કોઈના બૅન્ક અકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા, ઓટીપી અથવા તો કોઈ અન્ય રીતે સ્કૅમ થતાં હોય છે. સ્કૅમ ફક્ત મોબાઇલ ફોનથી જ થાય છે એવું જરૂરી નથી. ઘણાં સ્કૅમ ઈ-મેઇલથી પણ થાય છે. આથી ઈ-મેઇલથી થતાં સ્કૅમને જાણવું અને એનાથી બચીને રહેવું ખૂબ જ જરૂરી છે. આ માટે સૌથી પહેલાં તો કેવા પ્રકારનાં સ્કૅમ થઈ શકે છે એ જાણવું પડે છે અને ત્યાર બાદ એનાથી કેવી રીતે બચી શકાય એ…

Read More

વૈજ્ઞાનિકોએ મગજના એવા ભાગની શોધ કરી છે જેના દ્વારા અંધ લોકો કોઈના અવાજ દ્વારા કોઈના ચહેરાને ફરીથી બનાવે છે. આ ભાગને ‘ફ્યુસિફોર્મ’ કહેવામાં આવે છે. અંધ લોકોમાં, તે મગજની ડાબી બાજુએ હોય છે, જ્યારે દૃષ્ટિવાળામાં, તે જમણી બાજુએ હોય છે. અત્યાર સુધી એ વાત જાણીતી હતી કે જોવાની ક્ષમતાના અભાવે અંધ વ્યક્તિમાં અન્ય ઇન્દ્રિયો મજબૂત હોય છે. અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં જાણવા મળ્યું કે આ વળતર કેવી રીતે અને કેટલી હદે થાય છે. આ સંશોધન મુજબ, મગજના ‘ફ્યુસિફોર્મ’ ક્ષેત્રમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે, જેનું વાંચન વિશિષ્ટ શ્રેણીમાં આવે છે. સંશોધકોએ ફંક્શનલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ નામના વિશિષ્ટ સાધનોનો…

Read More

રાજ્યમાં હૃદયની બિમારીઓને કારણે થતા અચાનક મૃત્યુના સિલસિલાને કારણે આરોગ્યની તપાસના પગલે કાર્ડિયોવેસ્ક્યુલર રોગો સંબંધિત દવાઓના વેચાણમાં ૨૦%નો વધારો થયો છે. ફાર્મરેક, હેલ્થકેર મેનેજમેન્ટ પ્લેટફોર્મનો ડેટા દર્શાવે છે કે ગુજરાતે વેચાણમાં ભારતીય સરેરાશ ૧૧%ની સરખામણીમાં લગભગ બમણી વૃદ્ધિ નોંધાવી છે. આ પ્લેટફોર્મે આ વર્ષના ઓક્ટોબરના ફાર્માસ્યુટિકલ વેચાણના ડેટાની ઓક્ટોબર ૨૦૨૨ સાથે સરખામણી કરી હતી. આ વર્ષે, સીવીડી સંબંધિત દવાઓનું વેચાણ ઓક્ટોબર ૨૦૨૨માં રૂ. ૮૬ કરોડની સરખામણીએ રૂ.૧૦૩ કરોડ થયું હતું. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, અચાનક મૃત્યુના તાજેતરના કેસોએ હાલની કોમોર્બિડિટીઝ ધરાવતા લોકોને પ્રારંભિક લક્ષણો અને ઉપાય શોધવા માટે ચેકઅપ કરવા…

Read More

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 શ્રેણી શરૂ થઈ ગઈ છે. આ શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે જીત મેળવી હતી. હવે ભારતની બીજી T20 મેચ કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં રમાશે. આ બીજી મેચ પહેલા ટીમ ઈન્ડિયા તેની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરી શકે છે. ચાલો તમને તેના વિશે જણાવીએ. વર્લ્ડ કપ પછી તરત જ શરૂ થયેલી આ ભારત-ઓસ્ટ્રેલિયા T20 શ્રેણી માટે, ટીમ ઈન્ડિયાની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જ્યારે કોચિંગની જવાબદારી ભૂતપૂર્વ ભારતીય ટ્રબલ-શૂટર ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે લીધી છે, કારણ કે રાહુલ દ્રવિડનો કોચિંગ કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. આ બે નવા કેપ્ટન…

Read More

2023ની મોસ્ટ અવેઇટેડ ફિલ્મોમાંની એક એવી ‘એનિમલ’નું ટ્રેલર ગઇકાલે જ રિલીઝ થયું. ટ્રેલરમાં રણબીર કપૂર તો તેની દમદાર એક્ટિંગથી ભુક્કા બોલાવી જ રહ્યો છે, પરંતુ બોબી દેઓલની ભૂમિકા એક રહસ્ય સમાન લાગી રહી છે. બોબી દેઓલનો તો જે રોલ હશે તે તો ફિલ્મ રિલીઝ થાય એટલે ખ્યાલ આવી જ જશે, પણ ટ્રેલરમાં તેના રોલ કરતા પણ બોડીની ચર્ચા વધુ થઇ રહી છે. ટ્રેલરમાં રણબીર કપૂર સાથે શર્ટલેસ ફાઇટ સિકવન્સમાં બોબીનું અદ્ભૂત બોડી ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. બોલીવુડના જાણીતા ફિટનેસ ટ્રેનર પ્રજ્જવલ શેટ્ટી પાસેથી લગભગ 4 મહિનાની ટ્રેનિંગ બાદ બોબીએ આવો લુક મેળવ્યો છે. એક મીડિયા સંસ્થા સાથેની વાતચીતમાં ફિટનેસ…

Read More

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન કોઈના કોઈ કારણસર સોશિયલ મીડિયા છવાયેલા રહે છે. ગયા અઠવાડિયા દરમિયાન ડીપફેકના મુદ્દે લાઈમલાઈટમાં આવી ગયા હતા, પરંતુ તાજેતરમાં પોતાના બંગલા પ્રતિક્ષા માટે ચર્ચાનું કારણ બન્યા છે. મૂળ વાત કરીએ. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને પોતાની દીકરી શ્વેતા નંદાને મુંબઈના આલિશાન બંગલો પ્રતિક્ષાની ભેટ આપીને બિગ લાઈમલાઈટમાં આવી ગયા છે. મળતા મીડિયાના અહેવાલ અનુસાર બચ્ચન પરિવારે આ બંગલાને ભેટ આપ્યા પછી તેની સ્ટેમ્પ ડ્યૂટી પેટે 50 લાખનું વળતર ચૂકવ્યું હતું. જુહુ ખાતેના આ બંગલાની કિંમત 50.60 કરોડ રુપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. વર્તમાન નિયમો મુજબ મુંબઈમાં પિતા દ્વારા પુત્રી કે પુત્રને ભેટમાં આપેલી રહેણાંક મિલકત…

Read More

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને તેમનો ફેમસ બંગ્લો પ્રતીક્ષા પોતાની પુત્રી શ્વેતા નંદાના નામે કરી દીધો છે, ત્યારે તેમણે થોડા વર્ષો પહેલા ‘કૌન બનેગા કરોડપતિ’ના મંચ પર સંપત્તિની સમાન વહેચણી અંગે જે નિવેદન આપ્યું હતું, તે હાલ ચર્ચામાં છે. વર્ષ 1969માં ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મથી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનાર અમિતાભ બચ્ચને 6 દાયકાથી પણ વધુ સમય બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પસાર કર્યો છે. દરેક વ્યક્તિ ચોક્કસપણે આ વાત સાથે સંમત થશે કે તેમણે તેમની કારકિર્દીમાં સખત મહેનત અને પરિશ્રમ કર્યો છે. દિવાર, શોલે, ડોન, કુલી જેવી ફિલ્મો વડે તેમણે ભારતીય દર્શકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. આજે 80 વર્ષની ઉંમરમાં પણ અમિતાભ અંદાજે 10થી…

Read More

બોલીવૂડનો ભાઈજાન સલમાન ખાન ગઈકાલથી તેના જૂના, ફાટી ગયેલાં શૂઝને કારણે ચર્ચામાં છે અને હવે આ શૂઝ બાબતે જ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. હવે આ શૂઝની કિંમત વિશે ખુલાસો કરવામાં આવ્યો છે અને શૂઝની કિંમત જાણીને તમે પણ ચોંકી ઉઠશો અને કહેશો કે ના હોય ભાઈ, આવા શૂઝ માટે કોણ આટલા પૈસા ચૂકવે? ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વગર તમને સીધું સીધું સલમાનના શૂઝની કિંમત જણાવી દઈએ તો આ સલમાનના આ શૂઝની કિંમત છે 1,42,962 રૂપિયા. જી હા, બૂટની કિંમત સાંભળીને આંખો પહોળી થઈ ગઈ ને? સલમાન ખાન ગઈકાલથી સોશિયલ મીડિયા પર ફાટેલા અને જૂના-પુરાણા જેવા શૂઝ પહેરીને ઈવેન્ટમાં…

Read More