જાણીતા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર કોહલીનું 24 નવેમ્બરે મુંબઈમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેમણે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. રાજકુમાર કોહલી ‘જાની દુશ્મન’ અને ‘નાગિન’ જેવી ફિલ્મો માટે જાણીતા હતા. તેમના નિધન બાદ રવિવારે તેમના પુત્ર અરમાન કોહલી દ્વારા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકુમાર કોહલીને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રાર્થના સભામાં ઘણા કલાકારો હાજર રહ્યા હતા. રાજકુમાર કોહલીના અંતિમ સંસ્કારમાં સની દેઓલ, જેકી શ્રોફ, શત્રુઘ્ન સિંહા, જેકી શ્રોફ, રાજ બબ્બર અને વિંદુ દારા સિંહ સહિત અનેક સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. આ પ્રાર્થના સભા દરમિયાન સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
હિન્દી ફિલ્મસંગીત જ્યારે સંપૂર્ણપણે શાસ્ત્રીય સંગીતથી પ્રભાવિત હતુ ત્યારે અમુક સંગીતકારો છે જેમણે નવો ચીલો ચાતર્યો અને હિનેદી ફિલ્મસંગીતમાં વિવિધતા લાવી. આમાં ઓપી નય્યર, આર.ડી. બર્મન સાથે બીજુ એક નામ મોઢા પર આવે અને તે છ બપ્પી લહેરીનું. આજે તેમનો જન્મદિવસ છે. તેઓ આપણી વચ્ચે નથી પણ તેમણે આપેલા તડકફડક ગીતો આજે પણ પગ ફિરકાવી દે છે અને મન ડોલાવી દે છે. ડિસ્કો સ્ટઈલ ગીતો બોલીવૂડમાં લાવવાનો શ્રેય તેમને જાય. મિથૂન ચક્રવર્તીથી માંડી ગોવિંદાની ફિલ્મોમાં તેમના સંગીતનો જાદુ ચાલ્યો. જેણે બોલિવૂડમાં રોક મ્યુઝિક અને ફાસ્ટ મ્યુઝિક આપવાનું શરૂ કર્યું. જોકે તેમણે પશ્ચિમી સંગીતવાળા જ ગીતો મઢ્યા છે તેમ નથી ગઝલો…
ભોજપુરી ફિલ્મોની દુનિયામાં પોતાની સુંદરતા-અવાજ અને એકટિંગના બળે મજબૂત સ્થાન જમાવનાર અભિનેત્રી અક્ષરા સિંહ હવે રાજકારણમાં પગ મુકવા જઇ રહી છે. અભિનેત્રી પ્રશાંત કિશોરના પક્ષ જનસુરાજ પાર્ટીમાં જોડાઇને રાજકીય કારકિર્દીનો શુભારંભ કર્યો છે. આ સમાચારને પગલે ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. રાજકારણના માસ્ટરમાઇન્ડ ગણાતા પ્રશાંત કિશોરના પક્ષ જનસુરાજ પાર્ટીનું સભ્યપદ મેળવતા પહેલા અક્ષરાએ પ્રશાંત કિશોર સાથે મુલાકાત પણ કરી હતી. એવું પણ શક્ય છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ તે પોતાનું ભાગ્ય અજમાવશે. બિહારની રાજધાની પટનાના પાટલિપુત્ર સ્થિત જનસુરાજ પાર્ટીના કાર્યાલયમાં પ્રશાંત કિશોરની હાજરીમાં તેઓ વિધિવત રીતે પક્ષમાં જોડાયા છે. દક્ષિણ ભારતની જેમ યુપી બિહારના રાજકારણમાં પણ ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાંથી…
આધારભૂત સૂત્રોએ એવી માહિતી આપી છે કે પહેલી સિઝનમાં ગુજરાત ટાઈન્સને ટાઈટલ અપાવનાર હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. રવિવારે મોડી રાત્રે થયેલા ઘટનાક્રમ મુજબ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ બંને ફ્રેન્ચાઈઝીના નેતૃત્વમાં ફેરફારની શક્યતા છે. હાર્દિકના મુંબઈ ઈન્ડિયન્સમાં જવાની સાથે ગુજરાતનું નેતૃત્વ હવે યુવા શુભમન ગિલ પાસે જાય તેવી શક્યતા છે. જો શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સની કપ્તાની સોંપવામાં આવશે તો તે ભારતીય ટીમના ભાવિ કેપ્ટનની રેસમાં પણ ઉતરશે. BCCI ચોક્કસપણે ટેસ્ટ કરશે કે રોહિત શર્મા પછી કોણ વનડે કેપ્ટન બનશે. જો શુભમન ગિલ તેના નેતૃત્વના ગુણો દર્શાવે છે, તો તે એક સક્ષમ વિકલ્પ તરીકે પણ જોઈ શકાય…
એશિયા કપ 2023 અને ICC ODI વર્લ્ડ કપ 2023 પછી, ફરી એકવાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. આ સંઘર્ષ પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને થઇ રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા સંઘર્ષની શરૂઆત કરવામાં આવી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન કરવાનું છે, પરંતુ હજુ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હોસ્ટિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. આવી સ્થિતિમાં PCBએ ICCને આ કરાર પર હસ્તાક્ષર કરવા વિનંતી કરી છે અને આ બહાને બીજી વિનંતી પણ કરી દીધી છે. વાત એમ છે…
ગઈકાલે રમાયેલી ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયાની મેચમાં ભારતે T-20 મેચમાં 2-0થી લીડ હાંસિલ કરી છે. પરંતુ આ મેચ પૂરી થયા બાદ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગરૂમનું વાતાવરણ ચોક્કસ જ ડહોળાયું હતું અને એના કારણ વિશે ખુદ ટીમ ઈન્ડિયાના જ એક પ્લેયરે ખુલાસો કર્યો હતો અન્ય ખેલાડીને માફી પણ માગી હતી. આવો જોઈએ કોણ છે આ ખેલાડી અને તેણે કોની પાસે માફી માગી હતી. એ વાત તો બધા જ જાણે છે કે યશસ્વી જયસ્વાલ પહેલી ટી 20 સિરીઝમાં યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર આવતાની સાથે પેવેલિયન ભેગો થઈ ગયો હતો. તેમણે 8 બોલમાં 2 સિક્સની મદદથી 21 રનની ઈનિગ્સ રમી હતી. પરંતુ હવે ટીમ ઈન્ડિયાના…
આખરે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો સાથ છોડીને મુંબઇ ઇન્ડિયન્સ સાથે નવી શરૂઆત કરી દીધી છે. એટલે હવે IPLમાં હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ માટે રમતો જોવા મળશે. જો કે હાર્દિક પંડ્યાને શા માટે આ પગલું ભરવું પડ્યુ તેનો કેટલાક મીડિયા અહેવાલોમાં ખુલાસો થયો છે. 2022માં આઇપીએલના મેદાનમાં પહેલી જ વાર ગુજરાત ટાઇટન્સ મેદાનમાં ઉતર્યું હતું, અને ઉતરવાની સાથે જ ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલની તે વર્ષની સીઝનમાં ચેમ્પિયન બન્યું હતું. આ પાછળનો શ્રેય પણ હાર્દિક પંડ્યાને જ જાય છે. પછીના વર્ષે એટલે કે 2023માં પણ તે GT સાથે જોડાયેલો રહ્યો હતો. ત્યારે સ્વાભાવિક છે કે સૌકોઇ એવું જાણવા માગે છે કે આખરે…
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રવિવારે તેના રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ત્રણ વખત IPL ફાઇનલમાં પહોંચનારી RCBની ટીમે તેના કુલ 17 ખેલાડીઓને રિટેઈન કર્યા છે જ્યારે તેણે 11 ખેલાડીઓને રિલીઝ કરી દિધા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રવિવારે તેના રિટેન કરાયેલા અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દિધી છે. જેમાં તેમણે 17 પ્લેયરને રીટેઈન કર્યા છે જ્યારે 11 પ્લેયરને રિલીઝ કરવાનો નિર્ણય કરી લીધો છે. આ સાથે આરસીબીએ 30 કરોડ રૂપિયા બચાવી લીધા છે. શાહબાઝ અહેમદને હૈદરાબાદમાં મોકલ્યો IPL 2024 રીટેઈન રાખવાની છેલ્લી તારીખ 26 નવેમ્બર 2023 હતી. આરસીબી ફ્રેન્ચાઈઝીએ ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને છેલ્લી ક્ષણે સનરાઈઝર્સ હૈદરાબાદમાં…
ફિલ્મ ‘એનિમલ’ માટે ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મ ‘એનિમલ’ માટે ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું 25 નવેમ્બરથી એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મ ‘એનિમલ’ને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ફેન્સ ફિલ્મ ‘એનિમલ’ની રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેલરમાં રણબીર કપૂરનો ઈન્ટેન્સ લુક જોવા મળી રહ્યો છે અને બોબી દેઓલનો ખૂંખાર લુક જોવા મળી રહ્યો છે. ફિલ્મ ‘એનિમલ’નું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ફિલ્મના ફર્સ્ટ ડે…
બોલિવૂડ એક્ટ્રેસ જેનિફર પિસિનાટો પોતાની હોટ અને સેક્સી સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ઘણો હંગામો મચાવી રહી છે.તાજેતરમાં તેના બીચ લુકએ જબરી હલચલ મચાવી દીધી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક કરતા વધુ બોલ્ડ અને હોટ ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં તે તેના ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.જેનિફરે ‘રામસેતુ’ અને ‘થાઈ મસાજ’ સહિત અન્ય ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.જેનિફર પિસિનાટોનો જન્મ અને ઉછેર બ્રાઝિલના મારિંગામાં થયો હતો.તે નાની હતી ત્યારથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. તે તેમની શાળામાં વિવિધ નાટકોમાં સક્રિયપણે ભાગ લેતી હતી. 2017 માં, તેણીને ટ્રાવેલ + લેઝર મેગેઝીનના કવર પર સ્થાન આપવામાં આવ્યું હતું. તે જ…