બીસીસીઆઈ હાલ ટીમ ઈન્ડિયાના નવા કોચની શોધમાં વ્યસ્ત છે. વર્લ્ડ કપ ૨૦૨૩ બાદ રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. આ પછી બોર્ડે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરાને ટી૨૦ કોચ બનવાની ઓફર કરી હતી, પરંતુ નેહરાએ આ ઓફર ફગાવી દીધી હતી. કોચ તરીકે નેહરાએ આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સને સારી સફળતા અપાવી હતી. ગુજરાતે ૨૦૨૨માં તેની પ્રથમ સિઝનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું હતું. ત્યારબાદ ૨૦૨૩માં ટીમ રનર અપ રહી હતી. નેહરાના ઇનકાર બાદ રાહુલ દ્રવિડને ફરી એકવાર ટીમનો કોચ બનાવવામાં આવી શકે છે. અહેવાલ અનુસાર, બીસીસીઆઈ ઈચ્છે છે કે રાહુલ દ્રવિડ આવતા વર્ષે જૂનમાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ નામના એકાઉન્ટ પરથી ધમકીભરી પોસ્ટ લખવામાં આવી હતી, જેના પગલે મુંબઈ પોલીસ સાબદી બની ગયી છે. બિશ્નોઈ કાળિયાર હત્યા કેસમાં ફસાયેલા સલમાનને ધમકી આપવાના કારણે ચર્ચામાં હતો. બાદમાં આપેલા ઈન્ટરવ્યુમાં લોરેન્સે ફરી એકવાર કહ્યું કે, સલમાને તેના સમુદાયની માફી માંગવી જોઈએ. હવે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધમકીભરી પોસ્ટ લખવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ધમકીભરી પોસ્ટ સામે આવ્યા બાદ મુંબઈ પોલીસે ફરી એકવાર અભિનેતા સલમાન ખાનની સુરક્ષાની સમીક્ષા કરી છે. મુંબઈ પોલીસ દ્વારા સલમાનને પહેલેથી જ વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ બાદ તેને વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. રવિવારે…
અમિતાભની ફેમિલિ બોલિવૂડની ફેમસ ફેમિલી છે. ઘણીવાર જોઈએ છીએ કે કોઈને કોઈ રીતે બચ્ચન પરિવારની દીકરી શ્વેતા નંદા પણ ચર્ચમાં રહે છે. શ્વેતા નંદાના લગ્ન ફેમસ બિઝનેસ મેન નિખિલ નંદા સાથે વર્ષ 1997માં થયા છે . પરંતુ મોટાભાગે શ્વેતાને આપણે તેના પિયર સાથે જ જોઈ છે. થોડા દિવસો પહેલ એવા અહેવાલો વહેતા થયા હતા કે બચ્ચન ફેમીલી માં વિખવાદ છે અને એશ તેમજ શ્વેતાને અને જયા વચ્ચે અણબનાવ છે, સ્વ્હેતા વધુ મુંબઈ જ રહે છે વગેરે… વગેરે.. આવી અનેક અટકળો ને એક અંત એ જોવાયો છે કે શ્વેતા અને તેનો પતિ નીખીલ અલગ અલગ બીઝ્નેસ કરે છે અને એટલે અલગ…
વર્ષ 2020માં ‘છપાક’ના પ્રમોશન દરમિયાન જ્યારે દીપિકા પાદુકોણ JNU પહોંચી ત્યારે ઘણો હોબાળો થયો હતો. પરિણામ એ આવ્યું કે તેની ફિલ્મ ફ્લોપ સાબિત થઈ. હવે મેઘના ગુલઝારે પ્રતિક્રિયા આપી છે. તેમનું માનવું છે કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અભિનેત્રી ગઈ તેની અસર ફિલ્મ પર પડી હતી.પ્રખ્યાત નિર્દેશક મેઘના ગુલઝાર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘સામ બહાદુર’માં વ્યસ્ત છે જેમાં વિકી કૌશલ લીડ રોલમાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન, મેઘનાએ કહ્યું હતું કે વર્ષ 2020માં ‘છપાક’ના પ્રમોશન દરમિયાન દીપિકા પાદુકોણની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની મુલાકાતની અસર ફિલ્મ પર પડી હતી કારણ કે તેણે ફિલ્મમાં ઉઠાવેલા મુદ્દાઓ પરથી ધ્યાન હટ્યું હતું તે જાણીતું છે કે…
હોલીવુડ અભિનેતા અને ‘એન્ટમેન’ ફેમ માઈકલ ડગ્લાસને સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગોવામાં ચાલી રહેલા અવાર્ડ સેરેમની દરમિયાન અભિનેતાને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેણે ‘વોલ સ્ટ્રીટ’, ‘ફેટલ એટ્રેક્શન’, ‘ધ વોર ઓફ ધ રોઝ’, ‘બેઝિક ઇન્સ્ટિંક્ટ’ જેવી ઘણી ફિલ્મો કરી છે અને દર્શકોમાં પોતાની ઓળખ બનાવી છે.28 નવેમ્બર, મંગળવારના રોજ ગોવાના પણજીમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના સમાપન સમારોહમાં સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવ્યા બાદ હોલીવુડ અભિનેતા માઈકલ ડગ્લાસે જણાવ્યું હતું કે સિનેમા એવા કેટલાક માધ્યમો પૈકીનું એક છે જેની શક્તિ છે. લોકોને જોડે છે. ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે સમારોહમાં ડગ્લાસને સત્યજીત રે લાઈફ…
સતત સ્ટ્રગલ અને મુંબઈ જેવા મોંઘા શહેરમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ બની જાય એટલે અનેક કલાકારોએ શરૂઆતમાં બી કે સી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. અહીં એવા કલાકારોની વાત છે કે જેમણે શરૂઆતમાં બી ગ્રેડ ફિલ્મોમાં બોલ્ડ સીન આપ્યા હોય પરંતું આજે તેમને સારી એવી સફળતા મેળવી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી ઘડવા માટે મુંબઈ આવતા દરેક યુવક કે યુવતી એમ ઈચ્છતા હોય છે કે તેમને સારી પટકથાવાળી અને જાણીતા દિગદર્શક અને નામાંકિત ફિલ્મી કલાકારો સાથે કામ કરવા મળે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારી ફિલ્મો કે સિરીયલ મેળવવું તેટલું સરળ હોતું નથી. સતત સ્ટ્રગલ અને મુંબઈ જેવા મોંઘા શહેરમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ…
અભિનેત્રી રશ્મિકા મંદાના તેની આગામી ફિલ્મ એનિમલના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેત્રીએ હાલમાં જ ડીપફેક વીડિયો વિવાદ પર ખુલીને વાત કરી છે. તેમણે દેશની છોકરીઓને ચેતવણી આપતાં કહ્યું છે કે, આ નાની અને સામાન્ય વાત નથી. આ એક મોટો મુદ્દો છે જેને આપણે નજરઅંદાજ ન કરવો જોઈએ અને તેના પર સ્ટેન્ડ લેવો જોઈએ. તો જ લોકો આપણા સમર્થનમાં માટે આવશે. રશ્મિકા મંદાના ઇન્ડસ્ટ્રીની એવી અભિનેત્રીઓમાંથી એક છે જે એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. ફિલ્મોની સાથે અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે ચાલી રહેલા ડીપ ફેક વીડિયો વિવાદ પર પોતાના મનની વાત કરી છે.…
રણબીર કૂપરની ફિલ્મ ‘એનિમલ’નો રનટાઈમ ખૂબ જ ચર્ચામાં છે. છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મ 3 કલાકથી લાંબી નથી હોતી. પરંતુ એનિમલ આ સ્ટાન્ડર્ડ રન ટાઈમથી ખૂબ જ લાંબી છે. 15 વર્ષ બાદ આવી રહી છે આટલી લાંબી ફિલ્મ. હિંદી ફિલ્મોના શૉમેન રાજ કપૂરના નામે એક અનોખી અચીવમેન્ટ છે. રાજ કપૂર, હિંદૂ ફિલ્મોના એક માત્ર એવા ડાયરેકટર છે જેમની બે ફિલ્મોમાં બે ઈન્ટરવલ હતા. આ ફિલ્મો હતી સંગમ અને મેરા નામ જોકર. બન્ને ફિલ્મોનો રન ટાઈમ 4 કલાકની નજીક હતો. હવે એવો સંયોગ બન્યો છે કે રાજ કપૂરના પૌત્ર રણબીર કપૂર એક એવી ફિલ્મમાં હીરો છે જે કદાચ એક આખી જનરેશનના લોકો…
પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરતા રોકવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે આટલું સંકુચિત મન ન હોવું જોઈએ. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની સુપ્રીમ કોર્ટની બેંચે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામેની અપીલ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં ફિલ્મ અભિનેતા ફૈઝ અનવર કુરેશી દ્વારા બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેસની સુનાવણી શરૂ થતાં જ જસ્ટિસ સંજીવ ખન્નાએ વકીલને કહ્યું કે આ અરજીની સુનાવણી માટે દબાણ ન કરો. આ તમારા માટે એક પાઠ છે. આટલા સંકુચિત મનના ન બનો. અરજીમાં, અરજદારે પુલવામા આતંકવાદી હુમલા પછી ઓલ-ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન દ્વારા…
ચાહકોને અમિતાભ બચ્ચનનો શો કૌન બનેગા કરોડપતિ પસંદ છે. આ શો દ્વારા ચાહકોને માત્ર જ્ઞાન જ નથી મળતું પરંતુ બિગ બી સાથે જોડાયેલી રસપ્રદ બાબતો પણ જાણવા મળે છે. હાલમાં જ શોમાં જુનિયર સ્પેશિયલ વીક ચાલી રહ્યું છે અને હાલમાં જ એક સ્પર્ધક આવ્યો જેનું નામ છે મયંક. મયંક બિગ બી સાથે ખૂબ મસ્તી કરે છે અને પોતાની ઈમોશનલ સ્ટોરી પણ શેર કરે છે. સ્પર્ધકે પોતાની વ્યથા વ્યક્ત કરી મયંક કહે છે કે તે 12 વર્ષનો છે અને તેની ઉંચાઈ વધારે નથી. તે કહે છે કે બધા મારી ઊંચાઈની મજાક ઉડાવે છે. જ્યારે હું ઊભો હોઉં છું, ત્યારે કોઈ પણ…