કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

આ વખતની આઈપીએલ શરૂ થાય એ પહેલાં જ એટલી બધી ધમાલ થઈ રહી છે કે નહીં પૂછો વાત. એમાં પણ ખાસ કરીને હાર્દિક પંડ્યાને લઈને તો ખૂબ જ બબાલ થઈ રહી છે. ગઈકાલે જસપ્રીત બુમરાહે હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં એન્ટ્રીથી નારાજ થઈને તેના માટે સૂચક પોસ્ટ કરી હતી. આ બધા વચ્ચે એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે કદાચ હાર્દિકની એન્ટ્રીથી નારાજ બુમરાહ પોતાનો પાલો બદલી શકે છે. પરંતુ ખેર આ બધું તો ચાલ્યા કરે. આપણે અહીં વાત કરી રહ્યા છે શુભમન ગિલ વિશે. હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સનો સાથ છોડી દેતાં હવે ટીમનું સુકાન શુભમન ગિલને સોંપવામાં આવશે. કેપ્ટનશિપ મળતાં…

Read More

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ સિરીઝની ટવેન્ટી-ટવેન્ટી મેચ રમાઈ રહી છે ત્યારે આગામી વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાનારા ટવેન્ટી-20 વર્લ્ડ કપના ભારતીય સુકાની માટે મહત્ત્વના સમાચાર જાણવા મળ્યા છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) આગામી વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડકપ માટે રોહિત શર્માને કેપ્ટનશીપ માટે રાજી કરવા માંગે છે. એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે 2022 ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાંથી બહાર થયા બાદ રોહિત શર્માની ઇચ્છા ના હોવા છતાં બીસીસીઆઇ ઇચ્છે છે કે રોહિત શર્મા આગામી ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળે. બીસીસીઆઈના સચિવ અને પસંદગી સમિતિના કન્વીનર જય શાહ અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર વચ્ચે ટી-20 વર્લ્ડકપ…

Read More

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ માત્ર એશિયાનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી અમીર અને શક્તિશાળી બોર્ડ છે, જેની શરતો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પણ સ્વીકારવી પડે છે. જેના કારણે BCCI અમુક પ્રસંગોએ મનમાની પણ કરતી જોવા મળે છે. હવે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જ BCCIએ પોતાની તાકાત બતાવી છે અને પાકિસ્તાન પાસેથી હોસ્ટિંગના અધિકાર છીનવી લીધા છે. હવે તેનું આયોજન પાકિસ્તાનમાં નહીં, પરંતુ અન્ય કોઈ દેશમાં કરવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં યોજાવાની હતી, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ICCને તેનું સ્થળ બદલવા માટે કહ્યું છે. આવી સ્થિતિમાં, ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં નહીં પરંતુ કોઈ અન્ય…

Read More

સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થશે તે કોઈને ખબર નથી. અવારનવાર અહીં અલગ-અલગ પ્રકારના ગીતો અને ડાન્સના વીડિયો વાઈરલ થાય છે, ત્યારબાદ તે ટ્રેન્ડ બની જાય છે અને પછી તેના પર વીડિયો બનાવવાની રેસ શરૂ થઈ જાય છે. હાલમાં, ‘મોયે મોયે’ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ ચર્ચામાં છે. દરેક વ્યક્તિ તેના પર રીલ બનાવવામાં વ્યસ્ત છે, પરંતુ શું તમે જાણો છો કે આ ‘મોયે મોયે’ શું છે ? જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે? View this post on Instagram A post shared by TMKOC_Neela Film Productions (@taarakmehtakaooltahchashmahnfp) ખરેખર, આ સર્બિયન ગીત છે. વાસ્તવમાં આ ગીત ‘મોયે…

Read More

રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘એનિમલ’ 1 ડિસેમ્બરે રિલીઝ થનાર છે. સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી ‘A’ પ્રમાણપત્ર મળ્યું છે. આ સાથે હવે એનીમલે રિલીઝ પહેલા કેટલાક ફેરફાર કરવા પડશે. ‘એનિમલ’ને આપવામાં આવેલ CBFC પ્રમાણપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જેમાં બોર્ડે ‘એનિમલ’માં 5 ફેરફારો સૂચવ્યા છે. વાયરલ સર્ટિફિકેટ મુજબ, ‘એનિમલ’ના નિર્માતાઓને વિજય અને ઝોયાના ઈન્ટિમેટ અને ક્લોઝ-અપ શોટ્સ હટાવવાની સૂચના આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, એવું લાગે છે કે રણબીર કપૂરે વિજયની ભૂમિકા ભજવી છે અને રશ્મિકા મંદન્નાએ ઝોયાની ભૂમિકા ભજવી છે. ઘનિષ્ઠ દ્રશ્યો પછી, સેન્સર બોર્ડે નિર્માતાઓને ફિલ્મમાંથી ‘વસ્ત્ર’ શબ્દને ‘કોસ્ચ્યુમ’…

Read More

રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રણબીર કપૂર મોટા પડદા પર પહેલીવાર ગેંગસ્ટરની ભૂમિકા ભજવતો જોવા મળશે. તાજેતરમાં રણબીર કપૂરે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મનું નામ ‘એનિમલ’ કેમ રાખવામાં આવ્યું છે. રણબીર એ જણાવ્યું કે ‘એનિમલ’માં મારું પાત્ર પ્રાણી જેવું છે, જ સમજ્યા વિના વ્યવહાર કરે છે. બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ 2023ની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. કબીર સિંહ ફેમ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની અપકમિંગ ડાયરેક્શનલ ‘એનિમલ’ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. દરેક લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ‘એનિમલ’ની ટીમે ચેન્નાઈમાં એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો. ઈવેન્ટ…

Read More

કપિલ શર્મા ‘ઈન્ડિગો’ એરલાઈન પર ગુસ્સે થઈ ગયા, કહી દીધું કે-તમને શરમ આવવી જોઈએ.પાયલોટ ટ્રાફિક માં ફસાતા ફ્લાઈટ મોડી પડતા કોમેડિયન નારાજ થયી ગયો હતો. કોમેડિયન કપિલ શર્મા ઈન્ડિગોની ફ્લાઈટમાં ચેન્નાઈથી મુંબઈ જઈ રહ્યો હતો. તેણે આ પ્રવાસ દરમિયાન થયેલા ખરાબ અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે એરલાઈન ઈન્ડિગોની સર્વિસ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે કારણ આપ્યું હતું કે પાઇલટ ટ્રાફિકમાં અટવાવાના કારણે ફ્લાઇટ મોડી પડી હતી. કોમેડિયન કપિલ શર્માએ બુધવારે ‘ઈન્ડિગો’ એરલાઈનની સર્વિસ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રવાસમાં વિલંબ અને મેનેજમેન્ટના અભાવનો આક્ષેપ કર્યો હતો. ઈન્ડિગો દેશની સૌથી મોટી કોમર્શિયલ એરલાઈન તરીકે જાણીતી…

Read More

ઉત્તરાખંડ ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 17 દિવસ બાદ બહાર કાઢવામાં આવ્યા છે. અક્ષય કુમારથી લઈને અભિષેક બચ્ચન સુધીના ઘણા લોકોએ બચાવ ટીમની પ્રશંસા કરી હતી. ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને સફળતાપૂર્વક બચાવવાની બૉલીવુડ હસ્તીઓ ઉજવણી કરી રહી છે. બચાવ ટીમની 17 દિવસની મહેનત બાદ સારા સમાચાર આવ્યા છે. બચાવકર્મીઓના પ્રયાસોની પ્રશંસા કરનાર પ્રથમ સેલિબ્રિટી અક્ષય કુમાર હતા. આનંદ અને રાહત વ્યક્ત કરતા, OMG અભિનેતા (અક્ષય કુમારે ટ્વીટ કર્યું હતું કે, ’41 ફસાયેલા લોકોને બચાવવા વિશે જાણીને હું આનંદ અને રાહતથી સંપૂર્ણપણે અભિભૂત છું. રેસ્ક્યુ ટીમના દરેક સભ્યને મોટી સલામ. તમે એક મહાન કામ કર્યું છે. આ એક નવું ભારત…

Read More

નામિબિયાએ ૨૦૨૪માં રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. નામિબિયા આફ્રિકા ક્વોલિફાયરમાંથી ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની હતી. નામિબિયાની ટીમે પાંચમાંથી પાંચ મેચ જીતીને ૨૦૨૪ ટી-૨૦ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું. નામિબિયા ક્વોલિફાઈંગ સાથે ટી-૨૦ વર્લ્ડ કપ માટે કુલ ૧૯ સ્થાન નિશ્ર્ચિત થઈ ગયા છે અને માત્ર એક જ જગ્યા ખાલી રહી છે. એક સ્થાન ઝિમ્બાબ્વે, કેન્યા અને યુગાન્ડામાંથી કોઇ એક ટીમને મળશે. રિચાર્ડ ઇરાસ્મસની કેપ્ટનશિપ હેઠળના નામિબિયાએ ક્વોલિફાયર્સની છેલ્લી મેચમાં તાન્ઝાનિયાને ૫૮ રને હરાવીને ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં સ્થાન હાંસલ કર્યું હતું. નામિબિયા સમગ્ર ક્વોલિફાયરમાં ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળ્યું હતું. ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે…

Read More

ICC ODI વર્લ્ડ કપ 2023માં ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની હાર સાથે કરોડો ભારતીય ચાહકોનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. પરંતુ ICC ODI વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. હવે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર વિરાટ કોહલીએ પોતાના નિર્ણયથી ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે. કિંગ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર સફેદ બોલ (ODI-T20)ની ક્રિકેટ શ્રેણી રમવાનો ઇનકાર કરી દીધો છે. રિપોર્ટ અનુસાર કોહલીએ ODI-T20થી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે અને તેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને જાણ કરી છે. પૂર્વ ભારતીય કેપ્ટન કિંગ કોહલી સફેદ બોલની ક્રિકેટ રમતા…

Read More