ઉત્તરાખંડની સિલક્યારા ટનલમાં બે અઠવાડિયાથી વધુ સમય સુધી અટકી પડેલાં મજૂરો આખરે મંગળવારે બહાર આવ્યા હતા અને એની સાથે જ દેશભરમાં જશ્નનો માહોલ છવાઈ ગયો હતો. આ સાથે જ કેટલાક ફિલ્મ નિર્માતાઓએ આ ઘટના પર ફિલ્મ બનાવવા માટે ટાઈટલ રજિસ્ટર કરાવવા માટે રીતસરની દોટ મૂકી હતી. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એવી વાતો પણ વહેતી થઈ છે કે બોલીવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર આ વિષય પર ફિલ્મ બનાવી રહ્યો છે, એટલું જ નહીં ફિલ્મમાં તે કઈ ભૂમિકામાં જોવા મળશે, એ વિશે પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. આવો જોઈએ શું છે આખી ઘટના. Breaking : Akshay Kumar to play…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
પ્રખ્યાત બોલીવુડ અભિનેતા જિતેન્દ્રએ પોતાની સાથે બનેલી એક ભયાનક ઘટના અને તેમાંથી કઇરીતે પોતાનો જીવ બચ્યો તેનું વર્ણન એક ઇન્ટરવ્યુમાં કર્યું હતું. અભિનેતાએ કહ્યું હતું કે આજે પણ એ ઘટનાને યાદ કરતા જ તેઓ આઘાતમાં સરી પડે છે અને પોતે સલામત રહ્યા એ માટે ઇશ્વરનો આભાર માને છે. કરવાચૌથનો તહેવાર આપણા દેશના હિન્દી રાજ્યોમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે, બોલીવુડ અભિનેતા જિતેન્દ્રની પત્નીએ પણ એ દિવસે કરવા ચૌથનું વ્રત રાખ્યું હતું, પરંતુ જિતેન્દ્રને શૂટિંગ માટે ચેન્નઇ જવાનું હતું. પત્ની શોભા કપૂરે ભારે જીદ કરી કે તેઓ શૂટિંગ કેન્સલ કરે અને પત્ની સાથે તહેવાર ઉજવે, કારણકે તેઓ રાત્રે પૂજા કરવાના હતા. પરંતુ…
ફિલ્મ ‘કબીર સિંહ’ શાહિદ કપૂરની બોલીવુડ કારકિર્દી માટે ઘણી ફાયદાકારક રહી હતી, આ ફિલ્મ વડે અભિનેતાએ ફરીવાર બોલીવુડમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. જો કે એ જાણીને ઘણાને નવાઇ લાગશે કે શાહિદ નહિ પણ કોઇ બીજો જ અભિનેતા છે જેને લઇને દિગ્દર્શક સંદીપ વાંગા ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતું, પરંતુ એ અભિનેતાએ ‘ઇટ્સ ટુ ડાર્ક’ એટલે કે ‘ઘણી જ નકારાત્મક’ કહીને ફિલ્મ ઠુકરાવી દીધી હતી. આ અભિનેતા છે રણવીર સિંહ. જી હાં, રણવીર સિંહ સંદીપ રેડ્ડી વાંગાની પહેલી પસંદ હતો. સંદીપે પહેલા તેલુગુમાં અભિનેતા વિજય દેવરાકોન્ડાને લઇને ‘અર્જુન રેડ્ડી’ નામથી આ ફિલ્મ બનાવી હતી. તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં આ ફિલ્મ સુપરહીટ થઇ હતી…
આજે અભિનેતા રણદીપ હુડા અને તેની ગર્લફ્રેન્ડ લિન લેશરામ ઈમ્ફાલ ખાતે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. આ કપલ આજે મેતઈ રિવાજ મુજબ લગ્ન કરી રહ્યા છે. તેમના લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે. બન્ને મણિપુરી પહેરવેશમાં ખૂબ જ સુંદર લાગે છે. લિનનો પહેરવેશ અને ઘરેણા એકદમ અલગ છે. તસવીરો અને વીડિયોમાં તે તેના પરિવાર અને સંબંધીઓથી ઘેરાયેલો જોવા મળ્યો હતો. લગ્ન સમારોહના અન્ય એક વિડિયો અને તસવીરોમાં લિનને પરંપરાગત મણિપુરી દુલ્હનના પોશાકમાં જોઈ શકાય છે. મણિપુરી વરરાજાના પરંપરાગત પોશાકમાં સફેદ સુતરાઉ ધોતી અથવા રોલ્ડ અપ પેન્ટ, કુર્તા અને પાઘડી, જેને સ્થાનિક રીતે કોકિત તરીકે ઓળખાય છેનો સમાવેશ થાય છે. ટિપિકલ…
રાણી મુખરજી અને કાજોલ બન્ને પિતરાઈ બહેનો છે અને બે ફિલ્મોમાં સાથે દેખાઈ ચૂકી છે. કરણ જોહરની ફિલ્મ કુછ કુછ હોતા હૈથી કરિયરની શરૂઆત કરનારી રાણી અને આ જ ફિલ્મમાં હીરોઈનની ભૂમિકા ભજવનારી કાજોલ કરણના શૉ કોફી વિથ કરણની સિઝન 8માં આજે દેખાવાના છે ત્યારે ઘણા સિક્રેટ બહાર આવશે. જોકે એક સિક્રેટ અડધુપડધુ તો બહાર આવી ગયું છે. જેમાં મીડિયા રિપોટ્સ અનુસાર રાણીને પૂછે છે કે વર્ષ 2000માં તે કઈ અભિનેત્રી સાથે વાતચીત બહુ ઓછી કરી હતી ત્યારે રાણી કાજોલનું નામ લે છે. જોકે તેનું કારણ હજુ જાણવા મળ્યું નથી. તો બીજા એક સવાલમાં કરણ કાજોલને પૂછે છે કે તારી…
આમિર ખાન અને સલમાન ખાનની ફિલ્મ ‘અંદાઝ અપના અપના’ કોમેડીમાં કલ્ટ ક્લાસિક ગણાય છે. જ્યારે પણ આ ફિલ્મ જોઇએ ત્યારે પેટ પકડીને હસાવવામાં સફળ થાય છે. આમિર ખાન અને સલમાન ખાન ઉપરાંત ફિલ્મના તમામ કલાકારો રવિના ટંડન, કરિશ્મા કપૂર અને પરેશ રાવલની કોમિક ટાઈમિંગને કારણે આ ફિલ્મે દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન મેળવ્યું છે. હવે આ ફિલ્મનો એક સીન વાયરલ થઈ રહ્યો છે, અને એ સીન પાછળની બેકગ્રાઉન્ડ સ્ટોરી પણ એક X યુઝરે તેના સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જો તમે ફિલ્મ જોઈ હશે તો તમને પણ આ સીન ચોક્કસ યાદ હશે. વિવાદો ગમે તે હોય પણ ગોવિંદાની કોમિક ટાઇમિંગનો હજુસુધી…
બોલીવુડ જ નહીં, હોલીવુડમાં નામ કમાવનાર દેશી ગર્લ વિદેશમાં સ્થાયી થયા પછી પણ હજુ પણ ચર્ચામાં રહે છે. પ્રિયંકા ચોપરા ઉર્ફે પીસી તાજેતરમાં અબુ ધાબીમાં પહોંચ્યા પછી લાઈમલાઈટમાં આવી ગઈ છે. પ્રિયંકા ચોપરા અબુ ધાબીમાં આયોજિત એફવન ગ્રાન્ડ પ્રિક્સ ઈવેન્ટમાં પહોંચી હતી, જેમાં તેના બોલ્ડ અવતારને જોઈને લોકો દંગ રહી ગયા હતા. દેશી ગર્લનો બોલ્ડ અવતાર પણ સોશિયલ મીડિયા પર જોરદાર વા્ઈરલ થયા પછી લોકોએ તેના પર અવનવી પ્રતિક્રિયા આપી હતી. દુનિયામાં દેશી ગર્લ નહીં, પણ હવે ગ્લોબલ સ્ટાર તરીકે નામ કમાવનારી પ્રિયંકા અબુ ધાબીમાં આયોજિત એફવન ગ્રાન્ડ પ્રિક્સ ઈવેન્ટમાં પહોંચી ત્યારે તેના લૂકને જોઈ લોકો દંગ રહી ગયા હતા,…
હાલમાં ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની હોમ T20 શ્રેણી રમી રહી છે, જેમાં ગઈકાલે ત્રીજી મેચ જીતી ઓસ્ટ્રેલિયાએ સિરિઝ જિવંત રાખી છે. ભારત તેની પ્રથમ 3 મેચમાં 2-1થી આગળ છે. હવે આ શ્રેણી બાદ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે પણ તે પહેલા નવી એક સિરિઝની જાહેરાત આજે કરવામા આવી છે. આ સિરીઝ આવતા વર્ષે જુલાઈમાં શ્રીલંકા સામે રમાવાની છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે બુધવારે (29 નવેમ્બર) આ મોટી જાહેરાત કરી છે. આ મુજબ ભારતીય ટીમ જુલાઈ 2024માં શ્રીલંકાના પ્રવાસે જશે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 ODI અને 3 T20 મેચોની શ્રેણી રમાશે. T20 વર્લ્ડ કપ…
ગયા અઠવાડિયા દરમિયાન ભારતના ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ લગ્ન કર્યા પછી ગઈકાલે બીજા એક ફાસ્ટ બોલર મુકેશ કુમારે લગ્ન કરી લીધા હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટવેન્ટી-ટવેન્ટીની સિરીઝ ચાલી રહી છે ત્યારે આ મેચની સિરીઝ વચ્ચે ભારતના સ્ટાર બોલર મુકેશ કુમારે બ્રેક લઈને લગ્ન કરી લીધા છે. ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરિઝમાંથી રજા લઇને તેણે ગોરખપુરમાં દિવ્યા સિંહ સાથે સાત ફેરા લીધા હતા. મુકેશના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. લગ્ન કરવા માટે મુકેશ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં રમ્યો નહોતો. તે ચોથી પહેલા ટીમ સાથે જોડાશે. મુકેશના લગ્ન ગોરખપુરના એક રિસોર્ટમાં થયા હતા. મુકેશની પત્ની…
વર્લ્ડ કપ પૂરો થયા પછી હજુ પણ હાર અને જીત માટેની પ્રતિક્રિયાઓનો દોર ચાલુ જ છે, જેમાં ભારતીય સુકાની રોહિત શર્માનું નિવેદન હવે ચર્ચામાં છે. રોહિત શર્માના નિવેદન મુદ્દે નારાજગી વ્યક્ત કરીને પૂર્વ ભારતીય ઓપનર કમ રાજકારણી ગૌતમ ગંભીરે જોરદાર નિશાન સાધ્યું હતું. રોહિતે વર્લ્ડ કપ ફાઈનલ પહેલા કહ્યું હતું કે ટીમ કોચ રાહુલ દ્રવિડ માટે વર્લ્ડ કપ જીતવા માંગે છે. દ્રવિડ 2003માં ફાઇનલમાં હારી ગયેલી ટીમનો સભ્ય હતો. આ પછી તેમની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા 2007 વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ. આવી સ્થિતિમાં રોહિત શર્મા તેમના સપના પૂરા કરવા માંગતો હતો. રોહિતે ફાઈનલ પહેલા દ્રવિડના ખૂબ વખાણ કર્યા…