ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના ડાબા ઘૂંટણની સર્જરી કરવામાં આવી છે જે સફળ રહી છે. સ્ટોક્સ ઇચ્છે છે કે ભારતમાં આયોજિત થનારી ટેસ્ટ સીરિઝ પહેલા તે ફિટ થઈ જાય જેથી તે બેટિંગની સાથે પોતાની ઝડપી બોલિંગ કૌશલ્ય બતાવીને ટીમને મદદ કરી શકે. ઘૂંટણની આ ઈજા આ વર્ષની શરૂઆતથી 32 વર્ષીય ઓલરાઉન્ડરને પરેશાન કરી રહી હતી. તે લાંબા સમયથી બોલિંગથી દૂર હતો અને ટીમમાં માત્ર બેટ્સમેન તરીકે જ રમી શક્યો હતો. ઘૂંટણની સમસ્યાને કારણે સ્ટોક્સ IPLની છેલ્લી સિઝનમાં સતત બેન્ચ પર બેઠો રહ્યો હતો. આ પછી તેણે એશિઝ ટેસ્ટમાં થોડી બોલિંગ કરી હતી, પણ તેણે છેલ્લી 3 ટેસ્ટમાં…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
શાહરૂખ ખાનની દીકરી સુહાના ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સુહાના અને તેના કો-સ્ટાર્સ ફિલ્મના પ્રમોશન માટે કોઈ તક છોડતા નથી. દરરોજ તે કોઈને કોઈ ઈવેન્ટમાં જોવા મળે છે અને હવે સુહાનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેના પછી તે ઘણી ટ્રોલ થવા લાગી છે. સુહાના ખાનની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ આવતા મહિને રિલીઝ થઈ રહી છે અને આ ફિલ્મના પ્રમોશન માટે સુહાના અને તેના કો-સ્ટાર્સ ખૂબ મહેનત કરી રહ્યા છે. હાલમાં જ સુહાનાએ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો અને વાતચીત દરમિયાન તેણે કંઈક એવું કહ્યું હતું કે લોકો હવે તેને ટ્રોલ કરવા લાગ્યા છે. સુહાનાનો જે વીડિયો સામે આવ્યો…
ચોરી છૂપે ઈશ્ક ફરમાવી રહ્યા છે આ બોલીવુડના ઉગતા સિતારાઓ, પણ ‘મગનું નામ મરી’ પડવા તૈયાર નથી. બોલીવુડ માં આ જોડી ઓ ચર્ચાનું કેન્દ્ર છે. એવું કહે છે કે પ્રેમ કોઈના છૂપાવવાથી છૂપાતો નથી. પરંતુ આમ છતાં કેટલાક બોલીવુડ કપલ્સ છે જે મોઢું એકદમ બંધ કરીને બેઠા છે પરંતુ તેમની આંખો બધુ જણાવી દે છે. આ જમાનો એવો છે કે છૂપાવો તો પણ કોઈ વાત છૂપાવી શકાતી નથી. અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર આ લિસ્ટમાં સૌથી પહેલું નામ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરનું જ આવશે. થોડા સમય પહેલા બંને લોંગ વેકેશન પર ગયા હતા. જ્યાં ખુલીને સાથે મસ્તી…
‘છોટી સરદારની’ ફેમ એક્ટર અવનીશ રેખીએ વજન 10 કિલો વધાર્યું હતું. તેને કહ્યું કે હું મારી કારકિર્દીથી ખૂબ જ સંતુષ્ટ છું. મેં ટીવીમાંથી જે પણ હાંસલ કર્યું છે તેને હું શ્રેષ્ઠ માનું છું. ટીવીએ મને બધું આપ્યું છે. તેણે જ મને બ્રેક અને પૈસા આપ્યા હતા. તેમણે જ મને લોકપ્રિયતા આપી છે. જો કોઈ વ્યક્તિ તેના કામ સાથે આગળ વધે છે, તો તેનો અર્થ તેના માટે બધું જ છે.પંજાબની ધરતી પર જન્મેલા અવનીશ રેઠીને ટીવી શો ‘છોટી સરદારની’ બાદ ફરીથી સરદાર બનવાનો મોકો મળ્યો. જો કે, તેણે શોના પાત્ર સરબજીત સિંહ ગિલથી અલગ દેખાવા માટે અને અઘરા કુસ્તીબાજ જેવા દેખાવા…
ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ પર આધારિત ફિલ્મ સામ બહાદુર 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં વિકી કૌશલે ફિલ્ડ માર્શલ સેમની ભૂમિકા ભજવી છે. સામ બહાદુરની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. રેખા, જાવેદ અખ્તર, સોની રાઝદાન તેમજ કેટરિના કૈફ, અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર સહિતના ઘણા સ્ટાર્સે સામ બહાદુરની ફિલ્મની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. સામ બહાદુરની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં વિકી કૌશલનો આખો પરિવાર પહોંચ્યો હતો. વિકીની માતા, પિતા અને ભાઈ સની કૌશલે તેમની સરળ શૈલી માટે ઘણી તાળીઓ જીતી હતી. જ્યારે વિકીએ કેટરિના સાથે ગ્લેમરસ એન્ટ્રી કરી ત્યારે બધાની નજર…
રાખી સાવંત સામે દાખલ કેસમાં તેને મુંબઈની કોર્ટમાંથી 7 ડિસેમ્બર સુધી ધરપકડમાંથી વચગાળાની રાહત મળી છે. રાખીના પૂર્વ પતિ આદિલ દુર્રાનીએ રાખી પર તેના અંગત વીડિયો જાહેર કરીને તેને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.દિંડોશી સેશન્સ કોર્ટે રાખી સાવંતને કામચલાઉ રાહત આપી છે.રાખી સાવંતને હાલમાં તેની ધરપકડમાંથી રાહત મળી હોવાના અહેવાલ છે. મુંબઈની એક કોર્ટે બુધવારે અભિનેત્રી અને મોડલ રાખી સાવંતને તેના વિખૂટા પડી ગયેલા પતિ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં 7 ડિસેમ્બર સુધી ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું છે. રાખી સાવંતના પતિ આદિલ દુર્રાનીએ રાખી સામે તેમનો અંગત વીડિયો લીક કરવાનો કેસ દાખલ કર્યો હતો.આદિલ દુર્રાનીએ તેની આગોતરા જામીન અરજીમાં હસ્તક્ષેપની…
જીવનચરિત્રાત્મક ઐતિહાસિક વિષયની ફિલ્મ ઈમર્જન્સીમાં અભિનેત્રી કંગના રણોતે ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. કંગનાએ હાલમાં જ અત્રેના પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અને ત્યાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી દ્વારા નિર્મિત ઈન્દિરા ગાંધીની આવૃત્તિ સાથે પોતાની તસવીર પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરમાં ઈન્દિરા ગાંધીની AI-નિર્મિત આવૃત્તિની બાજુમાં એક ખુરશી પર બેઠી છે. તેની કેપ્શનમાં કંગનાએ લખ્યું છે: ‘IG સાથે મસ્ત ચેટિંગ કર્યું… હાહાહા… (હું શ્રીમતી ગાંધી વિશે એક ફિલ્મ બનાવી રહી છું અને એમાં અમારું ક્રૂ કોડ નેમ IG છે).’ View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) કંગનાએ…
બોક્સ ઓફિસ પર બહુ મોટો કલેશ થવાનો છે. બોલીવૂડ એક્ટર વિક્કી કૌશલ અને મેઘના ગુલઝારની ‘સેમ બહાદૂર’ રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ‘એનિમલ’ની સાથે ટક્કર થવા માટે તૈયાર છે. આ બંને ફિલ્મો પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાથી છે. બીજી બાજુ સલમાન ખાનની ‘ટાઇગર 3’ પણ દર્શકોને આકર્ષી રહી છે. અપેક્ષા હતી કે ફિલ્મ હિટ થશે, પરંતુ 12 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર આટલી સફળ થશે, એ કોઈએ વિચાર્યું નહોતું. હવે બોક્સઓફિસ પર ત્રણ મોટી ફિલ્મો વચ્ચે લડાઈ થવાની છે, આ ફિલ્મોમાં સારા ડિરેક્ટરો અને સ્ટાર કાસ્ટ કાસ્ટ છે. ‘ટાઇગર 3’ પહેલેથી સફળ થયેલી ફિલ્મ છે. જ્યારે ‘એનિમલ’ અને ‘સેમ…
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી હાલમાં દિવસોમાં ઘણી હિટ ફિલ્મો આવી છે અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે અને આવનારી ફિલ્મો ધમાલ માચાવવા તૈયાર છે. હવે નજીકના ભવિષ્યમાં બે બ્લોકબસ્ટર ફિલ્મો આવી રહી છે. આ ઉપરાંત દક્ષિણની છ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે એવી શક્યતા છે અને આ ફિલ્મો પર રૂ. 2135 કરોડ દાવ પર લાગ્યા છે. આ ફિલ્મોના ટીઝર જોઈને ફેન્સ ઘણા એક્સાઇટેડ છે. કાંતારા એ લીજેન્ડ ચેપ્ટર 1 સાઉથની ફિલ્મ ‘કાંતારા’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને હવે ‘કાંતારા એ લીજેન્ડ ચેપ્ટર 1’નું ટીઝર મેકર્સે બહાર પાડ્યું છે. જે જોઈને લોકોમાં એક્સાઇટમેન્ટ છે. ‘કાંતારા’ રૂ. 15 કરોડમાં બની હતી…
હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢમાં 8મા ધોરણમાં ભણતા છોકરા મયંકે અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત ક્વિઝ-આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ જૂનિયર’માં રૂ. એક કરોડનું ઈનામ જીત્યું છે. આ ગેમ શોમાં આટલું મોટું ઈનામ જીતનાર મયંક સૌથી યુવાન વયનો બાળક બન્યો છે. મયંક 12 વર્ષનો છે. હન્ડાઈ કંપની તરફથી મયંકને એક કાર પણ ઈનામ રૂપે આપવામાં આવી છે. શો દરમિયાન મયંકની બુદ્ધિપ્રતિભાથી અમિતાભ ખૂબ જ પ્રભાવિત થયા હતા. રૂ. એક કરોડની રકમના ઈનામ માટે અમિતાભે મયંકને સવાલ પૂછ્યો હતોઃ ‘નવા શોધાયેલા ખંડ, જેને ‘અમેરિકા’ નામ આપવામાં આવ્યું હતું, તેના સમાવેશવાળો વિશ્વનો નકશો તૈયાર કરવાની સિદ્ધિ કયા યૂરોપીયન કાર્ટોગ્રાફર (નકશાકાર)ના નામે લખાઈ છે?’ અમિતાભે…