શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડેંકી’નું બીજું ગીત ‘નિકલે ધ કભી હમ ઔર સે’ તાજેતરમાં જ રિલીઝ થયું હતું. ફિલ્મને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે અને વર્ષના અંતમાં ચાહકોને ફરી એક ભેટ મળવા જઈ રહી છે. ‘પઠાણ’ હોય, ‘જવાન’ હોય કે હવે ‘ડિંકી’ હોય, શાહરૂખે ફિલ્મ પ્રમોશન માટે Xને મુખ્ય માધ્યમ બનાવ્યું છે. શનિવારે, તેણે #AskSRK સત્ર કર્યું અને પ્રશંસકોના પ્રશ્નોના જવાબ રમૂજી રીતે આપ્યા. આ પ્રશ્નો એસઆરકેમાં પૂછવામાં આવ્યા હતા એક યુઝરે લખ્યું, ‘હિરાણી સરને શીર્ષકની જાહેરાત દરમિયાન તેમના સિગ્નેચર પોઝ ન આપવા કહ્યું હતું પરંતુ તેમણે લૂટ પુટ ગયા ગીતમાં તેનું સંચાલન કર્યું. હાહા. હિરાણી સાહેબે ઠપકો નથી આપ્યો?…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
રણબીર કપૂરની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘એનિમલ’ને માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મે માત્ર દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ બમ્પર ઓપનિંગ કરી છે. એટલું જ નહીં આ ફિલ્મે રજાઓ સિવાયની સૌથી મોટી ઓપનર બનીને ઈતિહાસ રચ્યો છે. ચાલો અહીં જાણીએ કે ‘એનિમલ’ એ પહેલા દિવસે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર કેટલા કરોડનું કલેક્શન કર્યું? પ્રથમ દિવસે વિશ્વભરમાં ‘એનિમલ’એ કેટલું કલેક્ટ કર્યું? આ ફિલ્મને માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ વિદેશી બજારમાં…
જી હા, ટેલવિઝનના સૌથી લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લાં કેટલાય સમયથી દયાબહેનની એન્ટ્રીને લઈને જાત જાતની અટકળો અને ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ હવે શોના પ્રોડ્યુસર આસિતકુમાર મોદીએ જ એક ઈન્ટરવ્યૂમાં આ બાબતને લઈને ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું કહ્યું દયાબેનની એન્ટ્રી પર આસિતકુમાર મોદીએ… અત્રે ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ટીવી પર આવતો સૌથી લોકપ્રિય શો છે અને જ્યારથી શોમાંથી દયાબેન એટલે કે દિશા વાકાણીની એક્ઝિટ થઈ છે ત્યારથી જ લોકો કાગડોળે એમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. દિશાએ ગર્ભાવસ્થાને કારણે શોમાંથી બ્રેક લીધો હતો. પરંતુ ત્યાર બાદ…
છેલ્લા થોડાક દિવસથી “જલસા” બંગલામાંથી આવી રહેલા સમાચારો વાંચીને એવું લાગી રહ્યું છે કે જલસા બિલકુલ જલસામાં નથી. એમાં પણ જ્યારથી બિગ બી એટલે કે અમિતાભ બચ્ચને પ્રતિક્ષા બંગલો શ્વેતા બચ્ચન નંદાના નામે કર્યો છે ત્યારથી તો ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે સબ કુછ ઠીક નથી એવી ચર્ચા બી-ટાઉનમાં ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે. હાલમાં ઐશ્વર્યા પિતાના જન્મદિવસ નિમિત્તે કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા પણ એમાં પણ અભિષેકની ગેરહાજરી પણ આંખે ઉડીને વળગી હતી. આ ઉપરાંત એશ તેની દિકરી આરાધ્યા સાથેના ફોટો પણ શેર કરતી હોય છે પણ એમાંથી પણ અભિષેક ગાયબ જ જોવા મળે છે. હમણાં…
ફિલ્મી કલાકારો તેમની ફિલ્મો અને કામની સાથે સાથે અંગત જીવનને લઇને પણ ઘણા ચર્ચામાં રહેતા હોય છે. કલાકારોના પ્રણયસંબંધો, લગ્ન અને છૂટાછેડા-આ એવા સમાચારો છે જેના વિશે ઘણા વર્ષો સુધી લખાતું-બોલાતું રહે છે. કોવિડના સમયગાળા બાદ વર્ષ 2021માં સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્ય અને ફેમીલી મેન-2ની રાજી એટલે કે સામન્થા રૂથ પ્રભુના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા હતા. આમ તો બંનેએ ક્યારેય ખુલીને આ વિશે વાત કરી નથી પરંતુ જ્યારે બંને તેમના પ્રોજેક્ટને કારણે મીડિયા સાથે વાતચીત કરે ત્યારે હંમેશા કોઇને કોઇ વ્યક્તિ આ સવાલ કરનારું મળી જ જાય છે. નાગા ચૈતન્યએ તાજેતરમાં જ OTT ડેબ્યૂ કર્યું છે. તે તેની આગામી ફિલ્મ…
ફિલ્મ એનિમલ રીલિઝ થઈ છે અને ફિલ્મના રિવ્યુ વાયરલ થયા છે તેમ જ લોકો રણબીર કપૂરના વકાણ કરતા થાકતા નથી, પરંતુ સોશયિલ મીડિયા પર રણબીર અને રશ્મિકાને બદલે રશ્મિકા અને આલિયા ભટ્ટ એટલે કે રણબીરની પત્ની ધૂમ મચાવી રહ્યા છે. જોકે આમા રશ્મિકાનો તો કોઈ રોલ નથી, પણ આલિયા ભારે ટ્રોલ થઈ રહી છે. હવે આ પાછળનું કારણ ગમે તે હોય, પણ આલિયાએ પોતે જ ટ્રોલિંગ નોતર્યું છે. આ વાત છે એનિમલ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રિનિંગની. આલિયા ભટ્ટ રણબીરના એનિમલ લૂકનું ટીશર્ટ પહેરી મમ્મી અને સાસુ સાથે આવી હતી. બીજી બાજુ ફિલ્મની હરોઈન રશ્મિકા પણ સ્ટનિંગ લાગતી હતી. ફિલ્મની સ્ક્રિનિંગ પૂરી…
જીવનના 40-42 વર્ષ પસાર થઈ ચૂક્યા હોય અને એકાદ કામ હાથમાં લઈ લીધું હોય તે બાદ નવા જ ક્ષેત્રમાં પ્રવેશવું અને એ પણ એવા જેમાં કામ મળવાનું કોઈ ઠેકાણું નહીં, કામ મળે તો સફળતાનો કોઈ દાવો નહીં અને સફળતા એકવાર મળી પણ જાય તો તેને ટકાવી રાખવા માટે એટલી જ કસરત કરતા રહેવાનું. જોકે તેમ છતાં આજના સેલિબ્રિટીએ આવા જ ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને શરૂઆતી સંઘર્ષ બાદ સફળતાનો સ્વાદ ચાખી રહ્યા છે. આ સેલિબ્રિટી એટલે મુન્નાભાઈ એમબીબીએસના ડો. અસ્થાના અથવા થ્રી ઈડિયટના વાયરસ એટલે કે આપણા બોમન ઈરાની. બોમન ઈરાની છેલ્લા 20 વર્ષથી પોતાના અભિનયથી ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે. તેણે…
ટવેન્ટી-20 વર્લ્ડ કપ 2024નું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર થવાનું છે. આ વખતે ટી-20 વર્લ્ડ કપમાં 20 ટીમ રમતી જોવા મળશે, પરંતુ હવે ટી-20 વર્લ્ડ કપના આયોજન પર મોટું સંકટ ઉભું થયું છે. ડોમિનિકા ટી-20 વર્લ્ડ કપની યજમાની માટે પસંદ કરાયેલા સાત કેરેબિયન દેશોમાંથી એક છે, પરંતુ હવે ડોમિનિકાએ ટી-20 વર્લ્ડ કપ 2024 દરમિયાન કોઈપણ મેચનું આયોજન કરવાનો ઈનકાર કરી દીધો છે. 2024 ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ડોમિનિકામાં એક પણ મેચ રમાશે નહીં. ડોમિનિકાની સરકારે વર્લ્ડ કપ મેચોની યજમાની કરવામાંથી હટવાનો નિર્ણય લીધો છે. ડોમિનિકાની સરકારનું કહેવું છે કે વર્લ્ડ કપ માટે જરૂરી નિર્માણ કાર્ય નિર્ધારિત સમયમાં પૂર્ણ…
ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) 2024 માટે 19 ડિસેમ્બરે દુબઇમાં ખેલાડીઓની હરાજી થવાની છે. મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, ડેરિલ મિશેલ અને રચિન રવિન્દ્ર, જોશ હેઝલવુડ સહિત 1,166 ખેલાડી આ હરાજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે, ઈંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરે હરાજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. આઈપીએલ 2024ની હરાજી માટે કુલ 1166 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં 830 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 336 વિદેશી ખેલાડીઓ હશે. 212 કેપ્ડ પ્લેયર્સ અને 909 અનકેપ્ડ પ્લેયર્સ છે. આ હરાજીમાં વરુણ એરોન, કેએસ ભરત, કેદાર જાધવ, સિદ્ધાર્થ કૌલ, ધવલ કુલકર્ણી, શિવમ માવી, શાહબાઝ નદીમ, કરુણ નાયર, મનીષ પાંડે, હર્ષલ પટેલ, ચેતન સાકરિયા, મનદીપ સિંહ,…
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમના ત્રણ ભૂતપૂર્વ ખેલાડીઓને નવા પસંદ કરાયેલા મુખ્ય પસંદગીકાર વહાબ રિયાઝના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. વાસ્તવમાં પીસીબીએ ટીમના પૂર્વ ડાબોડી બેટ્સમેન સલમાન બટ્ટ, વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલ અને ઝડપી બોલર રાવ ઈફ્તિખાર અંજુમની વહાબ રિયાઝના સલાહકાર તરીકે નિમણૂક કરી છે. સલમાન બટ્ટ પર આઇસીસીએ ૧૦ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આઈસીસીએ ૨૦૧૧માં સલમાન બટ્ટ પર સ્પોટ ફિક્સિંગનો દોષીત સાબિત થવા પર ૧૦ વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. જો કે ત્યારબાદ તેના પરનો પ્રતિબંધ ઘટાડીને પાંચ વર્ષનો કરવામાં આવ્યો હતો. બટ્ટ ૨૦૧૦માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ફિક્સિંગનો દોષિત સાબિત થયો હતો, જેના માટે તેને ૩૦ મહિનાની જેલની સજા…