કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ એએમ ખાનવિલકર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન, અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કારોની ૧૨ સભ્યોની પસંદગી સમિતિની અધ્યક્ષતા કરશે. રમત મંત્રાલયે રવિવારે આ જાહેરાત કરી હતી. આ સમિતિમાં ભૂતપૂર્વ ભારતીય હોકી કેપ્ટન ધનરાજ પિલ્લે, ઓલિમ્પિયન બોક્સર અખિલ કુમાર, શૂટર શુમા શિરુર, ટેબલ ટેનિસમાં આઠ વખતના રાષ્ટ્રીય ચેમ્પિયન કમલેશ મહેતા સહિત છ અગ્રણી ખેલ હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. મહેતા ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશનનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરા, બેડમિન્ટન ખેલાડી અને મિશન ઓલિમ્પિક યુનિટના સભ્ય તૃપ્તિ મુરગુંડે અને પાવરલિફ્ટિંગ ફેડરેશનના ફરમાન બાશા પણ આ સમિતિમાં સામેલ છે.

Read More

પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમાવાની છે. તેની પ્રથમ મેચ પર્થમાં ૧૪ ડિસેમ્બરે રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, સ્કોટ બોલેન્ડ અને જોશ હેઝલવુડને ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમે બેટિંગ માટે ખૂબ જ અનુભવી ખેલાડીઓની પસંદગી કરી છે. ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને તક આપવામાં આવી છે. ઓલરાઉન્ડર ખેલાડી કેમરૂન ગ્રીન અને મિશેલ માર્શ પણ ટીમનો ભાગ છે. વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી પાકિસ્તાન સામેની પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ માટે…

Read More

બીસીસીઆઇના અધિકારીઓએ વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હારના ૧૧ દિવસ બાદ દિલ્હીમાં એક બેઠક યોજી હતી. ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને કેપ્ટન રોહિત શર્મા વીડિયો કોલ મારફતે બેઠકમાં સામેલ થયો હતો. એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો હતો. રોહિત શર્માએ હાલમાં વન-ડે અને ટી-૨૦માંથી બ્રેક લીધો છે. તે લંડનમાં રજાઓ માણી રહ્યો છે. આ બેઠકમાં વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમની હાર અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ટીમ સિલેક્શન અને ભવિષ્ય માટે કેપ્ટન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ જ બેઠકમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની પસંદગી અંગે…

Read More

આજે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરનો જન્મદિવસ છે. આજે અગરકર 46 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 4 ડિસેમ્બર 1977ના રોજ થયો હતો. ODI હોય, ટેસ્ટ હોય કે T20, અજીત અગરકરે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે યોગદાન આપ્યું છે. એક એવું કામ છે જે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પણ ન કરી શક્યા, પરંતુ અગરકરે કરી બતાવ્યું જોકે આ જણાવતા પહેલા થોડું જાણીએ અગરકર વિશે. એકવડો બાંધો, ભૂરી આંખો ધરાવતા અગરકરની બોલિંગએ એક સમયે ભલભલા બેટરના છક્કા છોડાવી દીધા હતા. અગરકરે ભારત માટે કુલ 26 ટેસ્ટ મેચ રમી, જેમાં તેણે 58 વિકેટ લીધી હતી.…

Read More

ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામેની T-20ની પાંચમી અને છેલ્લી મેચમાં જીત હાંસિલ કરીને 4-1થી સિરીઝ પોતાના નામે કરી દીી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની આ પહેલી T-20 સિરીઝ હતી અને આ સિરીઝમાં પણ ટ્રોફી મળ્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કંઈક એવું કર્યું હતું કે જેને કારણે તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો અને એટલું જ નહીં પણ તેણે લોકોને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કૂલ એમ. એસ. ધોનીની યાદ આવી ગઈ હતી. લોકો સોશિયલ મીડિયા પર પેટભરીને ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમારના વખાણ પણ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે સિરીઝ જિત્યા બાદ જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટ્રોફી આપવામાં આવી…

Read More

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કોંગ્રેસ પાર્ટીના ઘા પર મીઠું છાંટ્યું હોય તેવી ટિપ્પણી કરી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના ચૂંટણી પરિણામોને જોતા, પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર એક રમૂજી ટિપ્પણી કરી છે. દાનિશ કનેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખ્યું, ‘ પનોતી કોણ છે?’ આ સવાલ પૂછીને દાનિશ કનેરિયાએ એક રીતે કોંગ્રેસને આડે હાથ લીધી છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ વિધાનસભા ચૂંટણી દરમિયાન રમાઈ હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ…

Read More

સલમાન ખાનથી લઈને વરુણ ધવન સુધીના આ બોલિવૂડ સ્ટાર્સને ગંભીર બીમારી ભોગવી રહ્યા છે અને તેની સામે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે.બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે પોતાની એક્ટિંગથી સારી ફેન ફોલોઈંગ બનાવી છે. પરંતુ, શું તમે જાણો છો કે ગ્લેમરની આ ચમક પાછળ તેના જીવનમાં કેટલી સમસ્યાઓ છુપાયેલી છે. કેટલાક બોલિવુડ સ્ટાર વિચિત્ર બીમારીઓથી પીડિત છે. આ લિસ્ટમાં ઘણા સ્ટાર્સ સામેલ છે. જો કે ક્યારેય તેમને પોતાની યાતનાના ગાણા નથી ગાયા. મોટા પડદા પર બોલિવુડ સ્ટાર પોતાની એક્ટિંગની લોકોના દિલમાં સ્થાન બનાવે છે. પરંતુ તેના ચાહકોને એ જાણ હોતી નથી કે, ચાહકોને ખુશ કરવા માટે આ સ્ટાર હંમેશા…

Read More

વિક્કી કૌશલની ફિલ્મ સેમ બહાદૂર સિનેમાઘરોમાં રીલિઝ થઈ ચુકી છે. એવામાં સચિન તેંડુલકરે ફિલ્મ જોયા બાદ તેને ઐતિહાસિક ગણાવી છે.સેમ બહાદુર ફિલ્મ ઈન્ડિયન આર્મીના ફીલ્ડ માર્શલ રહી ચુકેલા સેમ માનેર્ક્શોના જીવન પર બેસ્ડ છે. આ બોયોપિકમાં વિક્કીએ સંપૂર્ણ ડેડિકેશનની સાથે સેમનું પાત્ર નિભાવ્યું છે. તેમની એક્ટિંગ જોઈને દરેક લોકો તેમના ફેન થઈ ગયા છે. ત્યાં જ હવે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ વિક્કીના ફેન થઈ ગયા છે. ક્રિકેટર તેમની એક્ટિંગથી ખૂબ જ ઈમ્પ્રેસ જોવા મળી રહ્યા છે. વિક્કીએ હાલમાં જ એક પોસ્ટ કરી સચિનને ધન્યવાદ પાઠવ્યો છે. એક્ટરે ક્રિકેટરની સાથે એક ફોટો શેર કર્યો છે. વિક્કીએ લખ્યું- મારા બાળપણના હીરોએ…

Read More

સીઆઈડી શૉનાં એક્ટર ફેડરિક્સને 2 દિવસ પહેલાં હાર્ટઅટેક આવ્યો હતો અને ત્યારથી તેમની હાલત નાજુક બની રહી છે. હાલમાં વેંટિલેટર સપોર્ટ પર છે.સીઆઈડી શૉમાં ફેડરિક્સનું પાત્ર ભજવતાં દિનેશ હાલમાં મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે.સોની ટીવીનાં ફેમસ શૉ સીઆઈડીમાં ઈંસ્પેક્ટર ફેડરિક્સનો રોલ પ્લે કરનારા એક્ટર દિનેશ ફડનિસને શુક્રવારે એટલે કે 1 ડિસેમ્બરનાં હાર્ટઅટેક આવ્યો હતો. સાંજનાં સમયે તેમને હાર્ટ અટેક આવ્યો હતો જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમાચારને તેમના કો-સ્ટાર દયાનંદ શેટ્ટીએ કન્ફર્મ કર્યું છે. દયાનંદ શેટ્ટીએ આપી માહિતી મીડિયા રિપોર્ટ અનુસાર દિનેશ ફડનિસનાં મિત્ર અને કો-સ્ટાર દયાનંદ શેટ્ટીએ, હાર્ટ અટેક આવ્યાની માહિતી આપી હતી. દયાનંદ શેટ્ટીએ સીઆઈડી…

Read More

સાઉથનો સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા 2-ધ રૂલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન, અભિનેતા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જે સાંભળીને તેના ચાહકો નિરાશ થઈ શકે છે. ‘પુષ્પા 2’ના સેટ પર અલ્લુ અર્જુનની તબિયત બગડી કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ હાલ પૂરતું સ્થગિત કરી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં, અલ્લુ અર્જુન ફિલ્મની એક મહત્વપૂર્ણ સિક્વન્સના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. આ કારણે મેકર્સે શૂટિંગ થોડા દિવસો માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. અલ્લુ અર્જુનની ટીમે આ માહિતી આપી છે. આ દિવસથી શૂટિંગ શરૂ થશે અહેવાલો અનુસાર, અલ્લુ અર્જુનને ફાઈટ સિક્વન્સના શૂટિંગ…

Read More