ટીમ ઈન્ડિયાના વિકેટકિપર અને બેટ્સમેન રિષભ પંત એક્સિડન્ટ બાદ મેદાન પર પાછો પરવા માટે સંપૂર્ણપણે ફિટ એન્ડ ફાઈન છે અને તે એ માટે પૂરતી તૈયારી પણ કરી રહ્યો છે. ડિસેમ્બર, 2022માં કાર એક્સિડન્ટનો ભોગ બન્યા બાદથી જ રિષભ પંત મેદાનથી પર ગાયબ થઈ ગયો હતો અને એવી માહિતી સામે આવી રહી છે કે 2024માં આઈપીએલથી મેદાન પર પાછો ફરી શકે છે. હાલમાં જ રિષભ પંતે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે જીમમાં પુષ્કળ મહેનત કરતો જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે જ રિષભ પંતની એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પણ વાઈરલ થઈ રહી છે જેમાં તેણે…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
ભારતના ઘરઆંગણે રમાયેલા વર્લ્ડ કપ 2023 ઓસ્ટ્રેલિયા જીતીને છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું હતું, જેમાં કાંગારુઓને વર્લ્ડ કપ જીતાડવા માટે ગ્લેન મેક્સવેલનું મોટું પ્રદાન રહ્યું હતું. ગ્લેન મેક્સવેલે તાજેતરમાં તેની રિટાયરમેન્ટથી લઈને અન્ય મુદ્દે સૌથી મોટું નિવેદન આપ્યું હતું. સ્ટાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલે કહ્યું હતું કે જ્યાં સુધી તે ચાલવામાં સમર્થ રહેશે ત્યાં સુધી આઈપીએલમાં રમવાનું ચાલુ રાખશે. આગામી વર્ષે ફરીથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમનાર મેક્સવેલે આજે કહ્યું હતું કે આઈપીએલ કદાચ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે, પરંતુ તે રમતો રહેશે, કારણ કે હું જ્યાં સુધી રમવા માટે સમર્થ રહેશે ત્યાં સુધી આઈપીએલ રમશે. મારી સમગ્ર કારકિર્દી દરમિયાન આઈપીએલની રમત મારા…
ટીમ ઈન્ડિયાના નવોદિત બેટ્સમેન શુભમન ગિલ માટે વેસ્ટ ઈન્ડિઝનના સુપરસ્ટાર બેટરે સૌથી મોટું નિવેદન આપ્યું છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારાનું માનવું છે કે ટેસ્ટમાં એક જ ઇનિંગમાં તેના 400 રનનો રેકોર્ડ તોડી શકાય છે. વેસ્ટ ઈન્ડિઝના આ દિગ્ગજ બેટ્સમેનનું માનવું છે કે ભારતનો સ્ટાર યુવા બેટ્સમેન શુભમન ગિલ ટેસ્ટની એક ઈનિંગમાં 400થી વધુ રન કરી શકે છે. લારા વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે ટેસ્ટ ઇનિંગ્સમાં 400 રન કર્યા છે. તેણે 2004માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પણ તેના નામે છે. આ ડાબા હાથના બેટ્સમેને 1994માં વોરવિકશાયર તરફથી રમતી…
ગૌતમ ગંભીર તેના તેમના આક્રમક સ્વભાવને કારણે ચર્ચામાં રહે છે. તે ઘણીવાર મેદાન પર અન્ય ખેલાડીઓ સાથે ઝઘડી પડે, પછી ભલે તે મેચ રમી રહ્યો હોય કે પછી ટીમ સ્ટાફનો ભાગ હોય. IPL 2023 માં લખનઉ સુપર જાયન્ટ્સ માટે મેંટરની ભૂમિકા નિભાવતા ગૌતમ ગંભીરની RCBના વિરાટ કોહલી સાથે મેદાન બોલાચાલી થઇ હતી. હાલમાં રમાઈ રહેલી લેજેન્ડ્સ લીગમાં ગૌતમ ગંભીરનો પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંત સાથે ઝઘડો થયો હતો. ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચેની અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગંભીર ટુર્નામેન્ટમાં ઇન્ડિયા કેપિટલ્સની આગેવાની કરી રહ્યો છે, જ્યારે એસ શ્રીસંત ગુજરાત જાયન્ટ્સનો ભાગ છે. વાયરલ…
પાકિસ્તાન ટેસ્ટ ટીમના નવા કેપ્ટન શાન મસૂદે ઓસ્ટ્રેલિયામાં બેવડી સદી ફટકારી છે. શાન મસૂદની કેપ્ટનશિપ હેઠળ પાકિસ્તાનની ટીમ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. 14મી ડિસેમ્બરે શરુ થનારી પહેલી ટેસ્ટ મેચ પહેલા પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલીયાની પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે વોર્મ-અપ મેચ રમી રહી છે, જેમાં પાકિસ્તાન ટીમનો નવનિયુક્ત કેપ્ટન શાન મસૂદ બેવડી સદી ફટકારીને અણનમ રહ્યો હતો. પાકિસ્તાનના કેપ્ટને 201* રનની ઇનિંગ રમી જેમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. ચાર દિવસીય પ્રેક્ટિસ મેચના બીજા દિવસે મસૂદે બેવડી સદી પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર, જ્યાં પાકિસ્તાનના બાકીના બેટ્સમેનો લગભગ ફ્લોપ રહ્યા હતા, ત્યાં શાન…
પીરિયડ્સ દરમિયાન મોટાભાગની છોકરીઓનો મૂડ ઘણો બદલાય છે. ક્યારેક તેઓ ખૂબ ખુશ હોય છે તો ક્યારેક તેઓ કોઈ કારણ વગર ગુસ્સે થઈ જાય છે. આ બધું શરીરમાં હોર્મોનલ ફેરફારોને કારણે થાય છે. પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન નામના હોર્મોન્સ માસિક સ્રાવ દરમિયાન મૂડને અસર કરે છે. તેથી જ છોકરીઓનો મૂડ વારંવાર બદલાતો રહે છે. પીરિયડ્સ દરમિયાન, આ હોર્મોન્સનું સ્તર અસ્થિર થઈ જાય છે, જેના કારણે છોકરીઓ વધુ ગુસ્સે થાય છે. તેથી, પીરિયડ્સ દરમિયાન મૂડમાં બદલાવ અને ગુસ્સા માટે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન હોર્મોન્સ જવાબદાર છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓને વધુ ગુસ્સો આવવાના ઘણા કારણો છે. પહેલું કારણ એ છે કે આ સમયગાળા દરમિયાન હોર્મોન્સમાં…
સામાન્ય રીતે ઘી આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે. જો તે ફાયદાકારક હોય તો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. ભારતીય રસોડામાં ઘીનું વિશેષ મહત્વ છે. પૂજા હોય, બીમારી હોય કે રોજિંદા આહારમાં ઘીનો ભરપૂર ઉપયોગ થાય છે. આયુર્વેદ અનુસાર ઘીનું પોતાનું વિશેષ મહત્વ છે. તેને રોજ ખાવાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર રહે છે. દેશી ઘી ન માત્ર પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ કબજિયાત જેવી સમસ્યામાં પણ રાહત આપે છે. ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ઘી કેટલાક લોકો માટે ખૂબ જ ખતરનાક હોય છે. ખાસ કરીને રોગોથી પીડિત લોકો માટે ઘી ખૂબ…
શાહરૂખ ખાન બાદ હવે અભિજિત ભટ્ટાચાર્યએ સલમાન ખાન પર પ્રહારો કર્યા છે.અભિજીતે કહ્યું કે સલમાન તેની નફરતને પણ લાયક નથી, તે પોતાને ભગવાન માને છે.અભિજીતે કહ્યું કે સલમાને દુશ્મન દેશના કલાકારોને તક આપી અને વફાદારી બતાવી.સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ થોડા દિવસ પહેલા જ શાહરૂખ ખાન પર નિશાન સાધ્યું હતું અને હવે તેણે સલમાન ખાન પર હુમલો કર્યો છે. જ્યારે અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખને ‘સ્ટારડમ માટે અન્યનો ઉપયોગ’ કરતો ગણાવ્યો હતો, ત્યારે તેણે સલમાન વિશે કહ્યું હતું કે તે તેમની નફરતને પણ લાયક નથી. અભિજીત ભટ્ટાચાર્ય સમજાવે છે કે શા માટે તેને હજુ પણ સલમાન પ્રત્યે કડવાશ છે અને તે શા માટે તેને…
અભિનેતા સલમાન ખાને અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓને ડેટ કરી છે. પરંતુ કોઈની સાથે અભિનેતાના સંબંધો લગ્ન સુધી પહોંચ્યા ન હતા. અભિનેત્રી કેટરીના કૈફની સાથે સલમાનના નામની પણ ચર્ચા થઈ હતી. પરંતુ બંનેએ હંમેશા પોતાના સંબંધો અંગે મૌન સેવ્યું હતું. હવે કેટરીનાએ સલમાન ખાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેને કહ્યું કે સલમાન આજે પણ મારા માટે ખાસ છે.મારા માટે સલમાન ખાન સાથે એક સીન શૂટ કરતી વખતે તેની સાથે હોવું ખૂબ જ ખાસ હોય છે. હું તેમનું સન્માન કરું છું. અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી કેટરીના કૈફ સ્ટારર ‘ટાઈગર 3’એ દર્શકોનું મનોરંજન કર્યું હતું. ચાહકોએ સલમાન-કેટરિનાની જોડીને પણ આવકારી હતી.તાજેતરમાં…
ફેમસ રેપર હની સિંહને 10 વર્ષ જૂના વિવાદિત ગીતના કેસમાંથી મોટી રાહત મળી છે. વાસ્તવમાં ‘મૈં હૂં બલાત્કારી’ ગીતને લઈને હોબાળો મચી ગયો હતો અને એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. પરંતુ હવે રાજ્ય સરકારે ગાયક સામેની આ ફરિયાદ રદ કરવાનો નિર્ણય લીધો છે. થોડા સમય પહેલા આ રેપરે પણ આ મામલે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હની સિંહનુ એક ગીત ‘મૈં હૂં બલાત્કારી’ માટે હની સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ હંગામો ગીતના વિવાદાસ્પદ બોલના કારણે થયો હતો. જે બાદ હની સિંહે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જે બાદ કોર્ટે પંજાબ સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. કોર્ટે કહ્યું…