વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનારા ટીમ ઈન્ડિયાના ધુરંધર બેટર શુભમન ગિલ અત્યારે તેના મ્યુઝિક વીડિયોમાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના નવોદિત બેટરમાં સૌથી વધુ ચર્ચામાં તેની ફ્રેન્ડ સારા અલી ખાન કે સારા તેંડુલકરને લઈને રહે છે. ગિલ ટૂંક સમયમાં એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે. શુભમન ગિલ લંડનમાં રાઘવ શર્મા, અવનીત કૌર અને અંશુલ ગર્ગની સાથે જોવા મળશે. શુભમનની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે, જ્યારે તેના પર લોકો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ તસવીરમાં ગિલની સાથે રાઘવ શર્મા અને બોલીવૂડની અભિનેત્રી અવનીત કૌર નજરે જોવા મળ્યા હતા. તસવીરો વાઈરલ થયા પછી…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
આર્મી માર્કસમેનશિપ યુનિટના શૂટર નવીને ગુરુવારે ભોપાલમાં આયોજિત પિસ્તોલ સ્પર્ધાઓની નેશનલ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સિંગલ અને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ સાથે બેવડી સફળતા હાંસલ કરી હતી. નવીને એમપી સ્ટેટ શૂટિંગ એકેડેમી રેન્જમાં યોજાયેલી ફાઇનલમાં 246.2 પોઈન્ટ્સ મેળવ્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશના વિવેકને હરાવીને 244.0 પોઈન્ટ્સ મેળવ્યા હતા. નેવીના ઉજ્જવલ મલિક 221.3 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. નવીન, સાગર ડાંગી અને બિશાલ શ્રેષ્ઠની ત્રિપુટીએ ત્યારબાદ ટીમ ઈવેન્ટમાં 1742 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નેવીની ટીમ 1737 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહી હતી જ્યારે હરિયાણાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ક્વોલિફિકેશનમાં આર્મીના શૂટર નિશાંત રાવતે 589 પોઈન્ટ સાથે…
રણબીર કપૂરની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે ભારતમાં પાંચ જ દિવસમાં 292.78 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને જો વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો આ ફિલ્મ ટૂંક સમયમાં જ 500 કરોડના ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. ફિલ્મમાં બોબી દેઓલના વાયોલેન્સ અવતારની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. જ્યાં એક તરફ પિતા ધર્મેન્દ્ર, ભાઈ સની દેઓલ અને બહેન ઈશા દેઓલ સહિત દરેક જણ બોબીની જોરદાર એક્ટિંગના વખાણ કરી રહ્યા છે ત્યાં બીજી બાજું બોબીની માતાનું એકદમ અલગ જ રિએક્શન આવ્યું છે અને આ વાતનો ખુલાસો ખુદ બોબી દેઓલે કર્યો છે. બોબી…
બોલિવૂડનો ફેમસ આર્ટિસ્ટ જુનિયર મેહમૂદ પેટના કેન્સર સાથે પોતાના જીવનની લડાઈ લડી રહ્યો છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન તેણે સુપરસ્ટાર જિતેન્દ્ર અને તેના બાળપણના મિત્ર અભિનેતા સચિન પિલગાંવકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે આ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. આજે જીતેન્દ્ર તેમને મળવા આવ્યા હતા, જોકે પોતાના મિત્રની આ હાલત જોઈ તેમની આંખો ભીની થઈ હતી. મળતી માહિતી અનુસાર ફિલ્મ વિવેચક અને લેખક ખાલિમ મહંમદએ ટ્વીટ કરી હતી જેમાં જૂનિયર મહેમૂદની બીમારી અને તેની હાલત વિશે જણાવવામાં આવ્યું હતું. જૂનિયર મહેમૂદ તેમના બિછાનેથી જૂના મિત્રો અભિનેતા જિતેન્દ્ર અને સચિન પિલગાંવકરને યાદ કરે છે અને તેઓ…
હોલીવુડની જાણીતી પોપસ્ટાર ટેલર સ્વિફ્ટને આ વર્ષની સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તરીકેની યાદીમાં સમાવેશ કર્યો છે. સ્વિફ્ટને નવ ફાઈનાલિસ્ટના એક જૂથે પસંદ કરી હતી, જેમાં બાર્બી, કિંગ ચાર્લ્સ ત્રણ અને ઓપનએચઆઈના મુખ્ય કાર્યકારી સૈમ ઓલ્ટમેન સહિત અન્યનો સમાવેશ થયો હતો. ટાઈમ મેગેઝિન તરફથી પર્સન ઓફ ધ યર તરીકે નામાંકિત કરવામાં આવી છે. પોપસ્ટારને મેગેઝિનના કવરપેજ પર લખ્યું છે પોપસ્ટાર ઓફ ધ યર 2023. ટાઈમ મેગેઝિનના એડિટર-ઈન-ચીફ સેમ જેકોબ્સે એક નિવેદનમાં લખ્યું છે ટેલર સ્વિફ્ટને સીમાઓ પાર કરવાનો અને પ્રકાશનો સ્ત્રોત બનવાનો માર્ગ મળ્યો છે. સ્વિફ્ટ એ દુર્લભ વ્યક્તિ છે, જે પોતાની વાર્તાની લેખિકા અને હીરો બંને છે. સ્વિફ્ટે વર્ષ 2023માં જે…
ભોજપુરી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી રાણી ચેટરજીની એક ઝલક જોવા માટે હવે તેના ચાહકો રીતસરની ઈંતજારી હોય છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ તેના લાખો લોકો ફોલો કરે છે, તેથી જ તેના ફોટોગ્રાફ અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થાય છે. તાજેતરમાં બ્લેક કલરની સાડી પહેરીને સ્ટાઈલિશ તસવીરો જોરદાર વાઈરલ થઈ રહી છે, જ્યારે તેની પ્રશંસા કરવાની તક ચૂકતા નથી. View this post on Instagram A post shared by Rani Chatterjee (@ranichatterjeeofficial) રાણી ચેટરજીએ પણ તસવીરો પોસ્ટ કરી છે, પરંતુ તેના ફોટોગ્રાફમાં એકદમ કિલર પોઝ આપ્યા છે. રાણી ચેટરજીએ તસવીરો શેર કર્યા પછી તેના ચાહકોએ તેની જોરદાર તારીફ કરી…
રણબીર કપુર અને સંદિપ રેડ્ડીની ફિલ્મ એનિમલને પ્રેક્ષકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. હજી તો આ ફિલ્મને રિલિઝ થયાને માત્ર છ દિવસો થયા છે. છતાં ફિલ્મે 2 કરોડની વધુની કમાણી કરી દીધી છે. આ ફિલ્મને પ્રેક્ષકોનો એટલો સારો પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે થિયેટર પાસે પબ્લિક માટે જગ્યા ખાલી નથી. તેથી હવે મુંબઇના થિયેટરમાં આ ફિલ્મનું 24 કલાક સ્ક્રિનીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મે પાંચમાં દિવસે 38.25 કરોડની કમાણી કરી હતી. જો પાચં દિવસની ટોટલ કમાણીની વાચ કરીએ તો આ ફિલ્મે પાંચ દિવસમાં કુલ 283.74 કરોડ કમાવ્યા છે. આ રણબીર કપુરની કારકીર્દીની બીજી એવી ફિલ્મ છે જે…
ટીવીના પ્રખ્યાત ક્વિઝ આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 15’એ અત્યાર સુધી ઘણા લોકોને અમીર બનાવ્યા છે. આ શોમાં અમિતાભ બચ્ચન હોટ સીટ પર બેસીને સ્પર્ધકોને પ્રશ્નો પૂછતા જોવા મળે છે. રમતગમતની સાથે સાથે બિગ બી ઘણીવાર ખેલાડીઓ સાથે અંગત વાતો કરતા પણ જોવા મળ્યા છે. બિગ બીની આ સ્ટાઇલ આ શોને વધુ ખાસ બનાવે છે. શોનો છેલ્લો એપિસોડ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. શોમાં આવેલા એક સ્પર્ધકે અભિનેતાને એક પ્રશ્ન પૂછ્યો જેનો જવાબ કદાચ દરેક જાણવા માંગે છે. સ્પર્ધકે મલ્ટિપ્લેક્સમાં પોપકોર્નની ઊંચી કિંમત અંગે સવાલ કર્યો હતો, જેના પર બિગ બીએ ફની જવાબ આપ્યો હતો. મલ્ટિપ્લેક્સમાં પોપકોર્ન મોંઘા થવા…
ઘણા લોકોને રણબીર કપૂરની ફિલ્મ એનિમલની સામગ્રી વાંધાજનક લાગી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણી નકારાત્મક ટિપ્પણીઓ જોવા મળી રહી છે. દરમિયાન, ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાનની માતાની ભૂમિકા ભજવનાર રિદ્ધિ ડોગરાની ટ્વીટએ ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રિદ્ધિએ આમાં એનિમલના વખાણ કર્યા છે અને કહ્યું છે કે જે લોકો ઉત્તેજિત થઈ રહ્યા છે તેમણે ફિલ્મ ન જોવી જોઈએ. તેના આ ટ્વીટને કેટલાક લોકોએ ટ્રોલ કર્યો છે. રિદ્ધિએ પણ તેને જવાબ આપ્યો. રિદ્ધિએ આ ટ્વિટ કર્યું હતું એનિમલમાં રણબીરના પાત્રમાં ડાર્ક શેડ છે. તે તેની મહિલા ભાગીદારો સાથે હિંસક જોવા મળ્યો છે. રિદ્ધિએ પોસ્ટ કર્યું, શું ફિલ્મ છે. કોઈપણ જે ઉત્તેજિત…
ફિલ્મ એનિમલમાં અબરાર એટલે કે બોબી દેઓલની એન્ટ્રીએ લોકોના દિલ અને દિમાગને પ્રભાવિત કર્યા છે. તેમાં એક ગીત વગાડવામાં આવે છે જે દર્શકોને નશો કરે છે. ગીતની લોકપ્રિયતા જોઈને TSeriesએ તેને YouTube પર રિલીઝ કર્યું છે. તેની ટાઇલ ‘જમલ કુડુ’ છે. રસપ્રદ વાત એ છે કે તેને 19 કલાકમાં 7 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ ગીત પર લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે અને સંદીપ રેડ્ડી વાંગાના વખાણ પણ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ગીત ઈરાનનું લોકગીત છે. જે 10 વર્ષ પહેલા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. અહીં જાણો આ ગીત પર શું છે ચર્ચા.…