દર્શકોને ભરપૂર હસાવવા માટે ફૂલેરાના ગ્રામજનો સાથે ‘સચિવજી’ અભિષેક ત્રિપાઠી ફરીવાર આવી પહોંચ્યા છે. એમેઝોન પ્રાઇમ વીડિયોની સુપરહીટ વેબ સિરીઝ ‘પંચાયત’નો ત્રીજો ભાગ ટૂંક સમયમાં જ રિલીઝ થશે. પંચાયત સીઝન-3ના ફર્સ્ટ લુકમાં જીતેન્દ્ર કુમાર એટલે કે ‘સચિવ જી’ અભિષેક ત્રિપાઠી બાઇક ચલાવી રહ્યા છે અને તેની પાછળ ટ્રોલી બેગ છે. જેના પરથી કહી શકાય કે તેઓ ફૂલેરા ગામમાં પાછો ફર્યો છે. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) આ સિવાય અન્ય એક ફર્સ્ટ લુક પોસ્ટરમાં સિરીઝના કલાકારો દુર્ગેશ કુમાર, અશોક પાઠક અને બુલો કુમાર બેન્ચ પર બેઠા છે. તેની પાછળની દીવાલ પર લખેલુ છે…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર અને બોબી દેઓલ બાદ સૌથી વધારે કોઇ ચર્ચા થઇ રહી હોય તો તે છે તૃપ્તિના રોલની. એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તૃપ્તિએ હાલમાં જ જણાવ્યું હતું કે તેના માતાપિતા એનિમલમાં તેની ભૂમિકા જોઇને હેરાન થઇ ગયા હતા. તેમણે કહ્યું હતું કે તૃપ્તિએ ‘આવું નહોતું કરવું જોઇતું..’ એનિમલમાં તેના ઈન્ટીમેટ સીન પર તેના માતા-પિતાની પ્રતિક્રિયા વિશે વાત કરતા તૃપ્તિએ કહ્યું, “મારા માતા-પિતા થોડા આશ્ચર્યચકિત થયા હતા. તેમણે કહ્યું, ‘અમે ક્યારેય તારી ફિલ્મોમાં આવું જોયું નથી અને તે આ કર્યું.’ આ દ્રશ્ય જોયા પછી તેણે મને કહ્યું, ‘તારે આવું નહોતું કરવું જોઈતું… પણ ઠીક છે.’ તૃપ્તિએ જણાવ્યું હતું…
બોલીવૂડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટી (આપ)ના વિધાનસભ્ય રાઘવ ચઢ્ઢાએ આ વર્ષે લગ્ન કરી લીધા હતા. રાઘવ અને પરિણીતીની પ્રિ-વેડિંગ સેરેમની દિલ્હીના એક ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થઈ હતી અને ત્યાર બાદ બીજી સેરેમની યોજવામાં ઉદેપુરના એક પેલેસમાં બંને લગ્નના તાંતણે બંધાયા હતા. રાઘવ અને પરિણીતીના લગ્ન થતાં પરિણીતી ચોપરાની એક્ટિંગ કારકિર્દીને લઈને તેના ચાહકોમાં ચર્ચા શરૂ થઈ હતી, જેમાં શું પરિણીતી ફિલ્મો છોડી રાજકારણમાં પ્રવેશ કરશે? એ વાત સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ વાતનો ખુલાસો પોતે પરિણીતીએ કર્યો છે. પરિણીતીએ પોતાના સફળ લગ્નના સિક્રેટ અને ફિલ્મમાં કામ કરવાના બાબતે મોટી વાત જણાવી છે.…
ભારતના પ્રથમ ચેસ ગ્રાન્ડમાસ્ટર, વિશ્વનાથન આનંદ, 11 ડિસેમ્બરના રોજ તેમનો 53મો જન્મદિવસ ઉજવે છે. તેમનો જન્મ 11 ડિસેમ્બર 1969ના રોજ મદ્રાસ અને હવે ચેન્નાઈમાં થયો હતો. છ વર્ષની ઉંમરે તેમની માતા સાથે ચેસની રમત રમીને વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ વિજેતા બનનારા વિશ્વનાથ આનંદે લાંબી મજલ કાપી છે. આજે તેમના જન્મ દિવસે આપણે તેમની સફર પર એક નજર નાખીએ. વિશ્વનાથન આનંદ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી હતા. ખાસ વાત એ છે કે આ પછી પદ્મશ્રી પણ મેળવનાર વિશ્વનાથન આનંદ પહેલા ખેલાડી હતા. ત્યારથી, દરેક રમત સાથે સંકળાયેલા ખેલાડીઓને સતત આ એવોર્ડ મળી રહ્યો છે. જોકે, વિશ્વનાથ આનંદ એક ચેમ્પિયન…
ઘણા એવા કલાકારો છે, જેમનો પરિચય આપવાની જરૂર જ નથી અને પ્રશંસા માટે પણ શબ્દો ખૂટે. આજે એવા જ એક હિન્દી ફિલ્મના બેતાજ બાદશાહનો જન્મદિવસ છે, જેમણે લગભગ પાંચેક દસકા સુધી હિન્દી ફિલ્મજગતને મનોરંજન કરાવ્યું અને ખાસ કરીને રડાવ્યા. રડાવ્યા એટલા માટે કે તેમને ટ્રેજેડી કીંગ તરીકે જ ઓળખવામાં આવતા હતા. હા, આજે પીઢ અભિનેતા દિલીપ કુમારનો જન્મદિવસ છે. તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમના જીવનની ઘણી અંતરંગ વાતો છે જે યાદ કરી આપણે તેમને સ્મણાંજલિ આપી શકીએ. દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. તેમનું અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન હતું પરંતુ ફિલ્મો આવ્યા પછી…
ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝા પર બે મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેના કારણે તે આયરલેન્ડ સામે ચાલી રહેલી ટી૨૦ શ્રેણીની બાકીની મેચમાંથી બહાર થઇ ગયો છે. રઝાને તેની મેચ ફીના ૫૦ ટકા દંડ અને બે ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યા હતા. ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝા પર બે મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે છેલ્લા ૨૪ મહિનામાં તેના ડિમેરિટ પોઈન્ટ વધીને ૪ થઈ ગયા છે. સિકંદર રઝા ઉપરાંત આયરલેન્ડના જોશ લિટલ અને કર્ટિસ કેમ્પરને પણ ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન એક-એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો હતો. આ બંને ખેલાડીઓને મેચ ફીના ૧૫ ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આઈસીસીએ ત્રણેય…
ઓસ્ટ્રેલિયાની ટી-૨૦ ફ્રેન્ચાઇઝ લીગમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં રમાઈ રહેલી બિગ બેશ લીગમાં ખરાબ પિચના કારણે મેચ રદ્દ કરવી પડી હતી. ખરાબ પિચના કારણે મેચની પ્રથમ ૬ ઓવર બાદ મેચ રોકવી પડી હતી. ચર્ચા વિચારણા કર્યા બાદ મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બિગ બેશ લીગની નવી સિઝન ૭ ડિસેમ્બરથી શરૂ થઈ છે. મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ સિઝનની આ માત્ર ચોથી મેચ હતી. મેલબોર્ન રેનેગેડ્સના કેપ્ટન નિક મેડિન્સને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પિચની હાલત એટલી ખરાબ હતી કે બેટ્સમેનો માટે રન બનાવવા મુશ્કેલ હતા. પર્થ…
ગોલકીપર માધુરી કિંડોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે સડન ડેથમાં અમેરિકાને ૩-૨થી હરાવ્યું અને જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપમાં નવમું સ્થાન મેળવ્યું હતું. મેચમાં ભારત અને અમેરિકાએ નિર્ધારિત સમયમાં બે-બે ગોલ કર્યા હતા. આ પછી મેચ સડન ડેથ સુધી પહોંચી હતી જેમાં માધુરીએ શાનદાર બચાવ કર્યો હતો જ્યારે રૂતજા દાદાસો પિસાલે ગોલ કરીને ભારતને જીત અપાવી હતી. નિર્ધારિત સમયમાં મંજુ ચૌરસિયા (૧૧મી) અને સુનિલિતા ટોપ્પોએ એક-એક ગોલ કર્યો હતો. જ્યારે અમેરિકા માટે બંને ગોલ કિર્સ્ટન થોમસે (૨૭મા અને ૫૩મા) કર્યા હતા. પેનલ્ટી શૂટઆઉટમાં બંને ટીમોએ પોતાનું સંપૂર્ણ કૌશલ્ય બતાવ્યું હતું. ભારત માટે મુમતાઝ અને રૂતાઝાએ પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કર્યા હતા. રૂતાજા…
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શનિવારે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીની બીજી મેચ હારી ગઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડે આ મેચ ચાર વિકેટથી જીતી લીધી હતી અને શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. ઈંગ્લેન્ડની કેપ્ટન હીથર નાઈટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા ૧૬.૨ ઓવરમાં ૮૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇગ્લેન્ડે ૧૧.૨ ઓવરમાં ૮૨ રન કરીને મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે સતત છઠ્ઠી ટી-૨૦ સીરિઝ હારી છે. મહિલા ટીમ ક્યારેય ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી જીતી શકી નથી. ૨૦૦૬માં ભારતે એકમાત્ર મેચમાં…
શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન બોલિવૂડના ટોચના કલાકારોમાં સામેલ છે. પોતાના અભિનય ઉપરાંત, અભિનેતા ઘણા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સાથે પણ સંકળાયેલા છે. જો કે, ત્રણેયે તમાકુની જાહેરાતના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે પણ સાથે કામ કર્યું હતું, જેના પગલે અલ્હાબાદ કોર્ટે ગુટખા કંપનીઓ માટે કરવામાં આવેલી જાહેરાતો અંગે અભિનેતાઓને નોટિસ ફટકારી છે. અહેવાલો અનુસાર, તમાકુની જાહેરાતોમાં ભાગ લેનાર સેલિબ્રિટીઓ વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. ડેપ્યુટી સોલિસિટર જનરલ એસબી પાંડેએ અલ્હાબાદ કોર્ટની લખનૌ બેંચને માહિતી આપી છે કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ 20 ઓક્ટોબરે અભિનેતા અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને તમાકુ…