વિશ્વના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમો સઉદી અરેબિયામાં પહેલી ફેબ્રુઆરીના રોજ આમને સામને ટકરાશે. વિશ્વભરના ફૂટબોલ ચાહકો આ મેચની રાહ જોઇ રહ્યા છે. મેસ્સીની ટીમ ઈન્ટર મિયામીએ સોમવારે પુષ્ટી કરી હતી કે તે સાઉદી અરેબિયામાં રિયાદ સીઝન કપ રમશે. તેની મેચ 29 જાન્યુઆરીએ અલ હિલાલ અને 1 ફેબ્રુઆરીએ રોનાલ્ડોની ટીમ અલ નાસર સામે રમાશે. આ બંને ક્લબ સાઉદી પ્રો લીગમાં ટોચ પર છે અને રોનાલ્ડોએ લીગમાં સૌથી વધુ ગોલ કર્યા છે. ઇન્ટર મિયામીના સ્પોર્ટિંગ ડિરેક્ટર ક્રિસ હેન્ડરસને કહ્યું હતું કે આ મેચો અમને નવી સીઝનની તૈયારી કરવામાં મદદ કરશે. અમને અલ હિલાલ અને અલ નાસર જેવી મજબૂત…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
સર્ચ એન્જિન ‘ગૂગલ’ એ તેના સમગ્ર ૨૫ વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ સર્ચ થયેલા વિષયોની યાદી બહાર પાડી છે. તેમાં ક્રિકેટરોમાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીનું નામ સૌથી ઉપર છે. એટલે કે જ્યારથી ગૂગલ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી ઘણા મહાન ક્રિકેટરો આવ્યા છે પરંતુ વિરાટ કોહલી ગૂગલના ઇતિહાસમાં સૌથી વધુ સર્ચ થનાર ક્રિકેટર બન્યો હતો. સચિન તેંડુલકર, શેન વોર્ન, મુથૈયા મુરલીધરન, રિકી પોન્ટિંગ, એમએસ ધોની, રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓ આ યાદીમાં સામેલ છે. આ યાદીમાં સૌથી વધુ સર્ચ કરાયેલા એથ્લેટ્સની વાત કરવામાં આવે તો કોહલી તેમાં ટોચ પર નથી. રિયલ મેડ્રિડ અને માન્ચેસ્ટર યુનાઈટેડના ભૂતપૂર્વ દિગ્ગજ અને પોર્ટુગલ ફૂટબોલ ટીમના વર્તમાન…
ભારતીય મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂની વાપસીમાં વધુ વિલંબ થશે. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા વેઈટલિફ્ટર મીરાબાઇ ચાનૂ ઇજાના કારણે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપમાં રમી શકશે નહીં. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ચાનૂ હજુ પણ ઓક્ટોબરમાં એશિયન ગેમ્સ દરમિયાન થયેલી ઈજામાંથી સ્વસ્થ થઈ રહી છે. ૪૯ કિગ્રા વેઇટ કેટેગરીમાં રમનારી ચાનૂએ આઇડબલ્યૂએફ ગ્રાન્ડ પ્રિકસ ૨ માં કોઈ વજન ઉપાડ્યું ન હતું. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તે તાશ્કંદ, ઉઝબેકિસ્તાનમાં ૩ થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી એશિયન ચેમ્પિયનશિપ માટે ફિટ થશે. પરંતુ ચાનુએ મંગળવારે પીટીઆઈને કહ્યું હતું કે હું આ વખતે એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લઈશ નહીં. હું વર્લ્ડ કપમાં ભાગ લેવાનું…
બાંગ્લાદેશના મહાન ઓલરાઉન્ડર અને કેપ્ટન શાકિબ અલ હસન હવે આઇપીએલ અને પીએસએલ જેવી ફ્રેન્ચાઇઝી ટી-૨૦ લીગમાં રમતો જોવા મળશે નહીં. તેણે વધુ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ નહીં રમવાનો નિર્ણય કર્યો છે. હવે તે પોતાનું ધ્યાન માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર જ રાખવા માગે છે. તેણે પોતે આ વાત કરી હતી. શાકિબે કહ્યું હતું કે મેં આઈપીએલ માટે મારું નામ આપ્યું ન હતું. પછી જ્યારે મારા મેનેજરે પીએસએલ માટે મારું નામ મોકલ્યું ત્યારે મેં તેને લીગમાંથી મારું નામ પાછું ખેંચવા કહ્યું હતું. તેથી હવે મારું નામ પીએસએલમાં પણ જોવા મળશે નહીં. મારી યોજના હવે મારો બધો સમય રાષ્ટ્રીય ટીમ માટે ફાળવવાની છે. વધુમાં શાકિબે…
દુબઇમાં રમાઇ રહેલા અંડર-૧૯ એશિયા કપમાં નેપાળ સામે ભારતનો ૧૦ વિકેટે વિજય થયો હતો. આ જીત સાથે ભારતે અંડર-૧૯ એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતની જીતનો હિરો બરોડા ક્રિકેટ ટીમ તરફથી રમનાર ફાસ્ટ બોલર રાજ લિંબાણીએ ૧૩ રન આપીને સાત વિકેટ ઝડપી હતી. નેપાળને ૨૨. ૧ ઓવરમાં માત્ર ૫૨ રનમાં આઉટ કર્યા બાદ ભારતે અર્શિન કુલકર્ણી (૪૩ અણનમ)ની શાનદાર ઇનિંગની મદદથી ૭.૧ ઓવરમાં મેચ જીતી લીધી હતી. છેલ્લી મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે આઠ વિકેટે હારેલી ભારતીય ટીમે નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા માટે કોઈપણ ભોગે છેલ્લી લીગ મેચ જીતવી જરૂરી હતી. નેપાળ પ્રથમ બે મેચ હાર્યા બાદ રેસમાંથી…
દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ગક્બેરહા સ્થિત સેન્ટર જ્યોર્જ પાર્કમાં રમાયેલી બીજી ટવેન્ટી-20 મેચમાં ભારતીય નવોદિત ક્રિકેટરોની ટીમે શાનદાર પ્રદર્શન કરવા છતાં હારી ગઈ હતી. દક્ષિણ આફ્રિકા ટોસ જીતીને બોલિંગ લીધી હતી અને પહેલી બેટિંગમાં વરસાદના વિઘ્ન વચ્ચે આ મેચમાં ભારત હાર્યું હતું, પરંતુ મેચમાં આક્રમક બેટિંગને કારણે રિંકુ સિંહ યાદ રહી ગયો હતો. ભારતીય ટીમવતીથી સુકાની સૂર્યકુમાર યાદવ સિવાય રિંકુ સિંહે આક્રમક બેટિંગ કરી હતી, જેમાં ઉપરાઉપરી સિક્સર માર્યા પછી રિંકુ સિંહે એક સિક્સરમાં મીડિયા બોક્સનો ગ્લાસ તોડી નાખ્યો હતો. રિંકુ સિંહે 39 બોલમાં 68 રન બનાવ્યા હતા, જેમાં બે સિક્સર અને નવ ચોગ્ગા માર્યા હતા. રિંકુ સિંહની બે…
ગઈકાલે પોર્ટ એલિઝાબેથમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20I સિરીઝની બીજી મેચ રમાઈ હતી અને આ મેચમાં ભલે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હોય પણ તેમ છતાં આ મેચમાં ટીમનું સુકાન સંભાળી રહેલાં સૂર્યકુમાર યાદવે કંઈક એવું કારનામું કરી દેખાડ્યું હતું કે જેમાં તેણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ મૂકી દીધા હતા. આવો જોઈએ શું છે આ કારનામું… ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એક વખત ધૂઆંધાર બેટિંગ કરીને હાફ સેન્ચ્યુરી ફટકારી હતી, જોકે સૂર્યકુમારની આ ફેબ્લ્યુલસ ફિફ્ટી પર ત્યારે પાણી ફરી વળ્યું હતું જ્યારે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે હારી ગઈ હતી. પરંતુ તેમ…
ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ કરોડો ભારતીયના દિલ તૂટી ગયા હતા. ટુર્નામેન્ટ ખતમ થયા બાદથી જ કેપ્ટન રોહિત શર્મા મીડિયા કવરેજથી દુર રહ્યો હતો. ફાઈનલ મેચ બાદ પ્રથમ વખત કેપ્ટન રોહિત શર્માનું નિવેદન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને તેને ભાવના વ્યક્ત કરી છે, કેપ્ટને રોહિતે કહ્યું કે હાર પછી ખબર ન હતી પડતી કે આ દર્દ કેવી રીતે દૂર કરવું. સોશિયલ મીડિયા પર એક વિડીયોમાં તેણે કહ્યું કે વર્લ્ડ કપ ફાઇનલમાં હારમાંથી કેવી રીતે બહાર નીકળવું એની ખબર નથી પડી રહી. તેણે કહ્યું, શરૂઆતના થોડા દિવસોમાં મને…
BCCIએ અંડર-19 વર્લ્ડ કપ 2024 અને ટ્રાઇ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. 15 ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. યુવા ઉદય સહારનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ICC અંડર-19 વર્લ્ડ કપ 2024નું આયોજન દક્ષિણ આફ્રિકાની ધરતી પર થવાનું છે. અગાઉ અંડર-19 વર્લ્ડ કપનું આયોજન શ્રીલંકામાં થવાનું હતું, પરંતુ ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને બરતરફ કરી દીધું હતું. આ કારણથી દક્ષિણ આફ્રિકાને હોસ્ટિંગ અધિકારો મળ્યા છે. હવે પસંદગીકારોએ અંડર-19 વર્લ્ડ કપ 2024 અને ટ્રાઇ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. જે ટીમ અંડર-19 વર્લ્ડ કપમાં રમશે. આ જ ટીમ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે ત્રિકોણીય શ્રેણીમાં રમશે, જેથી વર્લ્ડ…
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ ગકેબેરહાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બંને ઓપનર ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી સૂર્યકુમાર યાદવ ટીમની ઇનિંગ્સને સંભાળવાનું કામ કર્યું હતુ. કેપ્ટન સૂર્યાએ આ મેચમાં 15 રન બનાવીને T-20 ઈન્ટરનેશનલમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી વાસ્તવમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2000 હજાર રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની…