કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ખૂબજ જોર-શોર ચાલી રહી છે. ત્યારે શેમારુ ચેનલે ‘અબ હર ઘર હોગા અયોધ્યા, હર ઘરમે પ્રગટ હોંગે રામ’ના નારા સાથે 1 જાન્યુઆરી 2024 થી સાંજના 7 વાગ્યે રામાનંદ સાગરની રામાયણનું પ્રસારણનો નિર્ણય કર્યો છે. ચેનલ જણાવ્યું હતું કે પ્રભુ રામ સાથે રામની લીલાઓનાં દર્શન દરેક ભક્તને થઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પૌરાણિક ધારાવાહિકમાં રામ, લક્ષ્મણ અને સીતાની મહત્વની ભૂમિકાઓ અરુણ ગોવિલ, સુનીલ લહેરી અને દીપિકા ચિખલિયામાં જોવા મળી હતી. આ ધારાવાહિકને પહેલા પણ દર્શકો દ્વારા ખૂબ જ પ્રેમ મળ્યો છે. ત્યારે…

Read More

અરબાઝ ખાન હાલમાં તેના બીજા લગ્નને કારણે ચર્ચામાં છે, પણ આ બીજા લગ્ન બાદ હવે અરબાઝ ખાને પોતાના અસલી તેવર બતાવતા પહેલી પત્ની મલાઈકા અરોરા સાથે કંઈક એવું કર્યું છે કે જેની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે આખરે માંઝરો છે શું… વાત જાણે એમ છે કે બીજા લગ્ન બાદ તરત જ અરબાઝે તેની એક્સ વાઈફ મલાઈકા અરોરાને ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધી છે અને એને કારણે સોશિયલ મીડિયા પર અરબાઝ ખાનના આવા વર્તનની જ ચર્ચા ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરબાઝે 24મી ડિસેમ્બર, 2023ના મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા…

Read More

નવા વર્ષમાં ઘણા બોલીવુડ સેલેબ્રિટીઝના ઘરે લગ્નની શરણાઇઓ ગૂંજવાની છે. આમિરપુત્રી ઇરા ખાન, રકુલપ્રીત બાદ હવે વધુ એક પોપ્યુલર અભિનેત્રી પ્રભુતામાં પગલા માંડવા જઇ રહી છે. આ અભિનેત્રી છે અદિતી રાવ હૈદરી. બોલીવુડ અભિનેત્રી અદિતી રાવ હૈદરી પોતાનાથી સાત વર્ષ મોટા સાઉથના અભિનેતા સિદ્ધાર્થને ડેટ કરી રહી છે. જો કે બંનેએ લગ્નની વાતને સમર્થન તો આપ્યું નથી, પરંતુ બંનેના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ બંનેનો સંબંધ ઘણો આગળ વધી ગયો છે. અદિતિ રાવ હૈદરીના સંબંધોની ચર્ચા તેના સ્ટેટસને કારણે શરૂ થઈ હતી. જેના કારણે તે ઘણી ચર્ચામાં છે. આ સ્ટેટસને જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અદિતિ રાવ હૈદરી…

Read More

દરેક વ્યક્તિની જેમ બોલીવુડ સ્ટાર્સે પણ નવા વર્ષનું અવનવી પોસ્ટ મુકીને સ્વાગત કર્યું છે. અનેક સ્ટાર્સ માટે 2023 અપાર આનંદ આપનારું રહ્યું, તો અનેક સ્ટાર્સ માટે તે એક અનુભવ સમાન રહ્યું. ત્યારે બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરે પણ તેનો વર્ષ 2023 કેવું ગયું તે અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હતી, જેમાં જીવનમાં આવેલા અનેક ઉતાર-ચઢાવની સાથે પતિ આનંદ આહુજા એક બીમારીથી પીડાઇ રહ્યા હોવાનો પણ ખુલાસો કર્યો હતો. સોનમે એક લાંબી પોસ્ટ મુકી જેમાં તેણે વર્ષ 2023માં તેને થયેલા સકારાત્મક તથા નકારાત્મક અનુભવોને શેર કર્યા હતા, તેણે કહ્યું હતું કે મારા પતિ 2023માં ખૂબ બીમાર થઇ ગયા. ડોક્ટરો પણ અંદાજ લગાવી…

Read More

પવિત્ર રિશ્તા ફેમ ટીવીની સંસ્કારી બહુ Ankita Lokhande હાલમાં સલમાન ખાનના રિયાલિટી ટીવી શો Bigg Boss-17ને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે પછી એ ઐશ્ચર્યા સાથેની કેટફાઈટને કારણે હોય કે મનારા ચોપ્રા સાથેની મૂડી નોકઝોકને કારણે હોય કે પતિ વિકી જૈન સાથેના મતભેદને કારણે હોય. આ સિવાય Ankita Lokhande તેના એક્સ બોયફ્રેન્ડ અને બી-ટાઉનના દિવંગત Sushantsingh Rajput સાથેના રિલેશનશિપ વિશે પણ અનેક ચોંકાવાનારા ખુલાસા કરી ચૂકી છે. હવે ફરી એક વખત Ankita Lokhandeએ Sushantsingh Rajput સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી હતી. જોકે અંકિતા લોખંડેની આ હરકતને કારણે લોકો સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું અને…

Read More

સાઉથ આફ્રિકાએ ભારત સામેની સેન્ચુરિયનની પ્રથમ ટેસ્ટ એક દાવ અને 32 રનથી જીતી લીધી હતી અને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી હતી, પરંતુ કેપ ટાઉનમાં શરૂ થયેલી બીજી ટેસ્ટમાં પહેલા દિવસે પ્રથમ સેશનમાં જ એનો અભૂતપૂર્વ ધબડકો થયો હતો અને પેસ બોલર મોહમ્મદ સિરાજ આ પતનનો સૂત્રધાર હતો. સાઉથ આફ્રિકાની ટીમ લંચના બ્રેક પહેલાં ફક્ત 23.2 ઓવરમાં પંચાવન રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. દસમાંથી છ વિકેટ તેણે લીધી હતી. જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારે બે-બે વિકેટ લીધી હતી. નવાઈની વાત એ છે કે ટીમના કમબૅક સ્પિનર રવીન્દ્ર જાડેજાને બોલિંગ આપવાની જરૂર જ નહોતી પડી. કેપ ટાઉનમાં ભારત ક્યારેય ટેસ્ટ નથી જીત્યું,…

Read More

હરમનપ્રીત કૌરના સુકાનમાં આપણી મહિલા ટીમનો આ અઠવાડિયે વાનખેડે સ્ટેડિયમમાં ખાસ કરીને ઑસ્ટ્રેલિયાની 20 વર્ષની લેફ્ટ-હૅન્ડ બૅટર ફૉબે લિચફીલ્ડને કારણે જ 0-3થી વ્હાઇટ વૉશ થયો, પરંતુ લખી રાખજો, આ જ સ્ટાઇલિશ બૅટરની બે મહિના પછી આપણી જ ધરતી પર વાહ-વાહ થતી હશે. વાત એવી છે કે મંગળવારે વાનખેડેમાં પ્લેયર ઑફ ધ મૅચ લિચફીલ્ડના 119 રનને કારણે આપણી ટીમ ત્રીજી અને છેલ્લી વન-ડે હારી ગઈ એટલું જ નહીં, આખી સિરીઝમાં બનાવેલા કુલ 260 રન બદલ તે પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ પણ જીતી હતી. 2024ની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ) માટે લિચફીલ્ડને ગુજરાત જાયન્ટ્સે એક કરોડ રૂપિયામાં મેળવી છે અને હાલનું તેનું…

Read More

સામાન્ય રીતે સ્ટેડિયમમાં મૅચના દિવસે ક્રિકેટરને મળવાનો તો શું તેની નજીક જવાનો મોકો પણ ચાહકોને મળતો નથી હોતો એટલે ક્યારેક કોઈક ક્રિકેટપ્રેમીઓ મૅચ પહેલાંની પ્રૅક્ટિસ વખતે તેમને મળી લેવાની તક ઝડપી લેતા હોય છે. તાજેતરમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે ત્યારે પ્રેક્ટિસ સેશન દરમિયાન બાબર આઝમની એક હરકતને કારણે ક્રિકેટના ચાહકોનું પણ દિલ જીત લીધું હતું. સિડનીમાં બુધવારે ઑસ્ટ્રેલિયા સામેની જે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ શરૂ થઈ એ માટે મંગળવારે પ્રૅક્ટિસ કરવા પાકિસ્તાનના ખેલાડીઓ એસસીજી (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ) પર ગયા હતા. ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમ ખૂબ બૅટિંગ કરીને થાકીને લોથપોથ થઈ ગયો હતો, પરંતુ બાઉન્ડરી લાઇનની…

Read More

ઘર આંગણે રમાયેલ ODI વર્લ્ડકપનાં ફાઈનલમાં હાર બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમની નજર આ વર્ષે જુન મહિનામાં યોજાનારા T20 વર્લ્ડકપ પર છે. કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ બાદ, ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની તૈયારી શરુ કરશે. યુવા ભારતીય ટીમે ગત નવેમ્બર મહિનામાં ઘર આંગણે T20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું હતું, ત્યાર બાદ ગત મહીને દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝ 1-1થી ડ્રો રહી હતી. હવે ભારતીય ટીમ 11 થી 17 જાન્યુઆરી વચ્ચે અફઘાનિસ્તાન સામે ત્રણ T20 મેચ રમવાની છે. T20 કેપ્ટન હાર્દિક પંડ્યા ફિટ નથી. આથી અજીત અગરકરની આગેવાની હેઠળની BCCIની પસંદગી સમિતિ માટે મોટો પ્રશ્ન ઉભો…

Read More

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન(AUS vs PAK) વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ સિડની(Sydney)માં શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર(David Warner) પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આ મેચ બાદ વોર્નર ફરી ક્યારેય સફેદ જર્સીમાં જોવા નહીં મળે. તેની ફેરવેલ ટેસ્ટ મેચમાં ડેવિડ વોર્નરની મેદાનમાં એન્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા. મેચ શરુ થતા પહેલા જ્યારે ડેવિડ વોર્નર રાષ્ટ્રગીત માટે મેદાનમાં આવ્યો ત્યારે તેની સાથે તેની ત્રણ દીકરીઓ હાજર હતી. આ જોઈને આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાજર દર્શકો ઉપરાંત ક્રિકેટરો અને કોમેન્ટેટરો સુધી બધાએ તેને તાળીઓથી વધાવી લીધો. ડેવિડ વોર્નરે…

Read More