કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણ ઘણો ફેમસ છે. આમતો આ શોમાં ફક્ત બોલીવુડના કલાકારોની પંચાત જ થતી હોય છે. હાલમાં આ શોની આઠમી સીઝન ચાલી રહી છે. આ ચેટ શોમાં અત્યાર સુધી ઘણા સેલેબ્સ જોહરના એકદમ અંગત કહી શકાય તેવા પ્રશ્ર્નો ના જવાબ આપતા હોય છે. જો કે તે કેમ આપતા હોય છે એ સમજાતું નથી કાંતો તેમને હજુ વધારે ફેમસ થવું હોય છે કે પછી કોન્ટ્રોવર્સી વગરની લાઈફ નથી ગમતી તે તો હવે તે જ જાણે. હાલમાં જ આ શોમાં અર્જુન કપૂર અને આદિત્ય રોય કપૂરે ભાગ લીધો હતો. આ દરમિયાન કરણ જોહરે અર્જુન કપૂર સાથે તેના…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
અહમદનગરમાં બોલિવૂડ એક્ટર સદાશિવ અમરાપુરકરના ઘરમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે તેમના ચારેય ફ્લેટમાં આગ લાગી હતી. જો કે, આગ લાગી ત્યારે ઘરમાં હાજર લોકો તાત્કાલિક બહાર આવી ગયા હતા. આ આગને કારણે એક મહિલાને સામાન્ય ઈજા થઈ છે. ફ્લેટમાં આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ફ્લેટની તમામ સામગ્રી બળીને રાખ થઈ ગઈ છે. આ ફ્લેટ દિવંગત એક્ટર સદાશિવ અમરાપુરકરની પત્ની સુનંદા સદાશિવના નામે છે અને તેણે તેને ભાડા પર આપ્યો છે. અહેમદનગરના સુમન એપાર્ટમેન્ટમાં સ્વર્ગીય અભિનેતા સદાશિવ અમરાપુરકરનું…
આમતો સ્મૃતિ ઈરાની મિડીયાની પણ એક જાણીતી હસ્તી રહી ચૂકી છે પરંતુ જ્યારથી તે રાજકારણમાં સક્રીય થઇ છે ત્યારથી તેના ચાહકોની સંખ્યા ઘણી વધી ગઇ છે આથી. સ્મૃતિ ઈરાનીની કોઇપણ બાબત લોકોથી છૂપી નથી રહેતી. વર્તમાન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મિડીયા પર એક ઈવેન્ટની તસવીરો શેર કરી હતી જ્યાં તે જેકી શ્રોફ અને જેડી મજેઠિયા સાથે બેઠેલી જોવા મળે છે. તેમજ આ બંનેની કંપનીમાં એન્જોય કરતી જોવા મળે છે. જો કે આ પોસ્ટમાં મહત્વની બાબત સ્મૃતિ ઈરાનીનું ફની કેપ્શન હતું. આ કેપ્શને સ્મૃતિના ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. સ્મૃતિ ઈરાની એ એકદમ અનોખા અંદાજમાં લખ્યું હતું કે ડાયચની સલાહના બે…
વર્ષ 2023 બોલીવૂડ માટે સરવાળે સારું જ રહ્યું અને ખાસ કરીને એ અભિનેતાઓને ફાયદો થયો જેમની ઘણા સમયથી ફિલ્મ આવી ન હતી કે હીટ ફિલ્મ આવી ન હતી. જેમાં શાહરૂખ ખાન અને સન્ની દેઓલનો સમાવેશ થાય છે. શાહરૂખને ચારેક વર્ષ બાદ આ વર્ષમાં બે હીટ ફિલ્મ મળી છે અને સન્ની દેઓલે પણ ગદર-ટુમાં ધોમ કમાણી કરી છે. આ ત્રણેય ફિલ્મો સુપરહીટ રહી અને બૉક્સઓફિસને છલકાવી દીધી, પણ તેમ છતાં દક્ષિણ ભારતના અભિનેતાએ આ બન્નેને પાછળ છોડી દીધા અને તે પણ પોતાની ફલૉપ અને વિવાદીત ફિલ્મથી. પ્રભાસની ફિલ્મ આદિપુરુષ પીટાઈ ગઈ. તેના કરતા પણ વધારે ભારે વિવાદ થયો અને ફિલ્મ સાથે…
બચ્ચન પરિવારમાં ચાલી રહેલી બબાલ કંઈ શાંત પડવાનું નામ નથી લઈ રહી. દરરોજ કોઈક નવા નવા કારણો અને વાતો સામે આવી રહી છે. એક તરફ જ્યાં અમિતાભ બચ્ચનના દોહિત્ર અગત્સ્ય નંદાએ જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી ફિલ્મ ઈન્ડસ્ડ્રીમાં ડેબ્યુ કર્યું છે ત્યાં બીજી બાજું બચ્ચન પરિવારમાં ચાલી રહેલાં ક્લેશને કારણે પણ પરિવારમાં લાઈમલાઈટમાં રહે છે. હવે આ જ અનુસંધાનમાં મહત્ત્વના માહિતી સામે આવી રહી છે અને આ માહિતી છે કે ટૂંક સમયમાં જ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન છુટાછેડા લઈ શકે છે. અંદર કી બાત પર વિશ્વાસ કરીએ બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાય દિવસથી વિવાદો અને ખટપટ તચાલી રહી છે…
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) એ આ વર્ષના અર્જુન એવોર્ડ માટે વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ઝડપી બોલર મોહમ્મદ શમીના નામની ભલામણ કરી છે. આ 33 વર્ષીય ફાસ્ટ બોલરે તાજેતરમાં પૂરા થયેલા વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. રમતગમત મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, બીસીસીઆઇએ મોહમ્મદ શમીનું નામ યાદીમાં સામેલ કરવા માટે ખાસ વિનંતી કરી હતી. અગાઉ તેનું નામ દેશના બીજા સર્વોચ્ચ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નોમિનેટ થયેલા ખેલાડીઓની યાદીમાં સામેલ નહોતું.શમીએ વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે માત્ર સાત મેચમાં 24 વિકેટ ઝડપી હતી. રમતગમત મંત્રાલયે આ…
આઇસીસી વન ડે વર્લ્ડ કપ 2023માં ભારતીય બોલર મોહમ્મદ શમી તોફાની રમત રમ્યો હતો. શમી શરુઆતની ચાર મેચ રમી નહતાં શક્યા. ત્યાર બાદ મોકો મળતાં જ તેમણ ટુર્નામેન્ટની બાકીની 7 મેચોમાં કહર મચાવી દીધો હતો. આ સમય દરમીયાન શમીએ 5.26ના રનરેટથી સૌથી વધુ વિકેટ લીધી હતી. હાલમાં જ શમીનો એક વિડીયો ખૂબ વાઇરલ થયો હતો આ વિડીયોને લઇને પાકિસ્તાની લોકોએ શમી ભારતીયોથી ગભારાય છે અને એટલે સજદા ના કરી શક્યો એવી ટીકા કરી હતી. જેની સામે હવે શમીએ દીલખોલીને જવાબ આપ્યો છે. શમીએ કહ્યું હતું કે હું ગર્વથી કહું છું કે હું મુસલમાન છુ, મને જ્યારે ઇબાદત કરવી હશે ત્યારે…
જોહાનિસબર્ગ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે ગુરુવારના રોજ જોહાનિસબર્ગના ન્યૂ વન્ડરર્સ મેદાનમાં રમાશે. સિરીઝની પહેલી મેચ વરસાદને કારણે રદ થયા બાદ બીજી મેચમાં આફ્રિકાએ જીત મેળવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ત્રીજી મેચ જીતીને ટીમ ઈન્ડિયા સિરીઝને 1-1થી બરાબર કરવા ઈચ્છશે, જ્યારે આફ્રિકાની નજર સિરીઝ જીતવા પર રહેશે. જોહાનિસબર્ગના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમની પીચ બેટિંગ માટે યોગ્ય માનવામાં આવે છે. આ પિચ પર T20 અને ODIમાં કેટલાક મોટા સ્કોર બન્યા છે. અ મેદાન પર ડોમેસ્ટિક સિઝન હમણાં જ શરૂ થઈ છે, માટે પિચ તાજી હશે, જે બેટ્સમેનોને વધુ મદદ કરશે. અહીં અત્યાર સુધીમાં…
ટીમ ઈન્ડિયાનો એક્સ કેપ્ટન અને સ્ટાર પ્લેયર વિરાટ કોહલી કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો જ રહે છે અને તેની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતી જ હોય છે. પરંતુ ગઈકાલે વિરાટ કોહલી તેણે ખાધેલી વાનગીને કારણે વાઈરલ થઈ ગયો હતો. ગઈકાલે કોહલીએ ઈન્સ્ટા સ્ટોરી પર એક વાનગીનો ફોટો શેર કર્યો હતો અને એ ફોટો જોઈને તેના ફેન્સ એકદમ ગૂંચવાઈ ગયા હતા. હવે તમને થશે ને કે ભાઈ આખો મામલો શું છે અને વિરાટ કોહલીએ એવું તે શું કર્યું કે તેના ફેન્સ ગૂંચવાઈ ગયા? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ- વાત જાણે એમ છે કે વિરાટ કોહલી ખાસ્સા એવા લાંબા…
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની તૈયારીઓ ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહી છે. આ સિઝન મારે પ્લેયર્સની હરાજી 19મી ડિસેમ્બરના રોજ દુબઈમાં થશે. IPL 2024 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટીમે શ્રેયસ અય્યરને ફરીથી કેપ્ટન બનાવ્યો છે. ઈજાના કારણે ઐયર ગત સિઝનમાં રમી શક્યો ન હતો. તેમની ગેરહાજરીમાં નીતિશ રાણાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. KKR એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી શેર કરી છે. ટીમે નીતિશ રાણાના સ્થાને અય્યરને ફરીથી કેપ્ટન બનાવ્યો છે. ઈજાના કારણે ઐયર ગત સિઝનમાં રમી શક્યો ન હતો. આ કારણે નીતીશે આખી સિઝનમાં કેપ્ટનશિપ કરી હતી. હવે ઐયરની વાપસી સાથે તેને સુકાનીપદ સોંપવામાં…