આ વર્ષે શાહરૂખ ખાનની બે ફિલ્મો પઠાણ અને જવાન રિલીઝ થઈ છે બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી છે ત્યારે હવે કિંગ ખાન આગામી ફિલ્મ ડંકી 21મી ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે આ ફિલ્મના સોંગ્સ અને ટ્રેલરને ફેન્સ પસંદ કરી રહ્યા છે ત્યારે હવે વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગેલ ડંકી ફિલ્મના સોંગ લુટ પુટ ગયા પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે આ વીડિયો પર કિંગ ખાન પ્રતિક્રિયા સામે આવી છે શાહરૂખ ખાનના એક ફેન ક્લબ દ્વારા ક્રિસ ગેલ વીડિયો શેર કરવામાં આવ્યો છે શાહરૂખ ખાને ક્રિસ…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડાએ આ વર્ષે સપ્ટેમ્બરમાં આપના નેતા રાઘવ ચડ્ઢા સાથે ડ્રીમ વેડિંગ કર્યા હતા. આ કપલ અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતું રહે છે. તાજેતરમાં એક વાતચીત દરમિયાન જ્યારે પરિણીતીને લગ્ન બાદ રાજકારણમાં આવવાની શક્યતા વિશે પૂછવામાં આવ્યું તો અભિનેત્રીએ રસપ્રદ જવાબ આપ્યો. તેણે લગ્ન જીવનને પણ ઉત્તમ ગણાવ્યું હતું. પરિણીતી ચોપડાએ રાઘવ ચડ્ઢા સાથે લગ્ન કર્યા બાદ રાજનીતિમાં આવવા વિશે ખુલીને વાત કરી હતી. તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂમાં પરિણીતી ચોપરાને તેના પતિ રાઘવ ચડ્ઢાની રાજકીય હલચલને ધ્યાનમાં રાખીને રાજકારણમાં એન્ટ્રી કરવા વિશે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં પરિણીતીએ કહ્યું, તે બૉલીવુડ વિશે કશું જાણતા નથી…
અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા અને લારા દત્તાની ૨૦૦૩માં આવેલી હિટ ફિલ્મ અંદાઝની હવે રિમેક બની રહી છે અને તેમાં આ ત્રણેયના સ્થાને નવા કલાકારોની પસંદગી કરવામાં આવી છે. સુનિલ દર્શને હવે જાહેર કર્યા અનુસાર અંદાઝ ટૂમાં નતાશા ફર્નાન્ડિઝ, આયુષ કુમાર તથા અકૈશાની નવી ત્રિપુટી જોવા મળશે. નતાશા અગાઉ સુનિલ દર્શનની જ ૨૦૧૭માં રીલીઝ થયેલી ફિલ્મ ઈક હસીના થી ઈક દિવાના થા માં કામ કરી ચૂકી છે. આયુષ અભિષેક બચ્ચનની દસવી ફિલ્મમાં એક નાનકડી ભૂમિકામાં હતો. નિર્માતા સુનિલ દર્શને અગાઉ જ જાહેર કર્યુ હતું કે પોતે આ રિમેકમાં સદંતર નવા કલાકારને સ્થાન આપી શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મૂળ અંદાઝ…
રણબીર કપૂરને ભગવાન શ્રી રામ તથા સાઈ પલ્લવીને સીતા માતાની ભૂમિકામાં દર્શાવતી ફિલ્મ રામાયણનું શૂટિંગ આવતા જૂન માસથી શરુ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં રાવણની ભૂમિકા માટે સાઉથના સ્ટાર યશનું નામ ચર્ચાઈ રહ્યું છે. આ ફિલ્મનો મૂળ કન્સેપ્ટ નિર્માતા મધુ મન્ટેનાનો હતો. જોકે, કાસ્ટિંગ બાબતે મતભેદોના કારણે મધુ મન્ટેના હવે આ પ્રોજેક્ટ છોડી ચૂક્યા હોવાનું કહેવાય છે. વાસ્તવમાં નિર્માતાઓ વચ્ચેની તકરારના કારણે આ ફિલ્મનું ભાવિ અનિશ્ચિત હોવાનું પણ એક તબક્કે ચર્ચાયું હતું. રણબીરના એક ચાહકે સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો હતો કે તાજેતરમાં તેને એરપોર્ટ પર રણબીર સાથે વાત કરવાનો ચાન્સ મળ્યો હતો. તેમાં તેણે તેને…
નવી મુંબઈમાં ડૉ.ડી.વાય.પાટીલ સ્પોર્ટ્સ એકેડમી ગ્રાઉન્ડ ખાતે ભારત વિમેન્સ અને ઈંગ્લેન્ડ મહિલા વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતે પ્રથમ દાવમાં 428 રન બનાવ્યા હતા અને જવાબમાં ઈંગ્લેન્ડની આખી ટીમ 136 રન પર જ સિમિત થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે સર્વશ્રેષ્ઠ સ્કોરર નેટ સાયવર બ્રન્ટ હતો, જેણે 59 રનની ઈનિંગ રમી હતી. દીપ્તિ શર્માએ પાંચ વિકેટ લીધી હતી. જ્યારે સ્નેહ રાણાએ બે વિકેટ લીધી હતી. ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ફોલોઓન ન આપવાનો નિર્ણય લીધો છે અને બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરી છે. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ભારતને શાનદાર શરૂઆત અપાવી છે. સમાચાર અપડેટ થાય ત્યાં સુધી, ભારતે બીજા દાવમાં…
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની અરજી પર મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે પોલીસ અધિકારીને સજા સંભળાવી છે. ધોનીએ અધિકારી વિરુદ્ધ કોર્ટની અવમાનનાની અરજી કરી હતી. વાસ્તવમાં આ મામલો ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLમાં સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગના આરોપો સાથે જોડાયેલો છે. આ પહેલા પણ ધોની માનહાનિનો કેસ કરી ચૂક્યો છે. ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો કેપ્ટન છે. શુક્રવારે જસ્ટિસ એસએસ સુંદર અને જસ્ટિસ સુંદર મોહનની બેંચે ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારી સંપત કુમારને 15 દિવસની જેલની સજા સંભળાવી હતી. આ પહેલા ધોનીએ ઝી મીડિયા, કુમાર અને અન્ય સામે હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ભૂતપૂર્વ ક્રિકેટરે આરોપ મૂક્યો…
ઈંગ્લેન્ડ vs વેસ્ટ ઈન્ડિઝ પાંચ મેચોની શ્રેણીની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 10 રને જીત મેળવી હતી. આ જીતમાં બ્રાન્ડોન કિંગ અને રોવમેન પોવેલ હીરો હતા. આન્દ્રે રસેલે આ મેચમાં 10 બોલમાં 14 રન અને બે સિક્સર ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની છેલ્લી ઓવરમાં આન્દ્રે રસેલે ફટકારેલી સિક્સે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. આન્દ્રે રસેલ જેવો પાવર હિટર જ નીચે પડી શકે છે અને આવી સિક્સ મારી શકે છે. આન્દ્રે રસેલે છેલ્લી ઓવરના ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી. આ સિક્સ મારવાનો પ્રયાસ કરતી વખતે રસેલે પોતાનું સંતુલન સંપૂર્ણપણે ગુમાવી દીધું અને મેદાન પર ઊંધો પડી ગયો. બેલેન્સ…
પર્થ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે પ્રથમ દાવમાં 487 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર આમિર જમાલે પાકિસ્તાન માટે ડેબ્યૂ ટેસ્ટ મેચ રમીને છ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. જમાલે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં પાકિસ્તાન માટે છઠ્ઠું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું, જ્યારે ઝડપી બોલરોની વાત કરીએ તો તે ત્રીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. જમાલે ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને નાથન લિયોનની વિકેટ લીધી હતી. પર્થ ટેસ્ટ મેચમાં ડેવિડ વોર્નરે 164 રન બનાવ્યા હતા જ્યારે મિચેલ માર્શ 90 રન બનાવીને આઉટ થયો હતો. જમાલ ઉપરાંત ખુર્રમ શહઝાદે પણ આ મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને બે વિકેટ લીધી…
ICC વર્લ્ડ કપ 2023 દરમિયાન ટીમ ઈન્ડિયાની દરેક મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ ટી દિલીપ મેચમાં શ્રેષ્ઠ ફિલ્ડિંગ કરનાર ખેલાડીને મેડલ આપતા હતા. વર્લ્ડકપ 2023ની ફાઈનલ બાદ આ રિવાજ ખતમ થઈ રહ્યો હોય તેવું લાગતું હતું, પરંતુ ભારત vs દક્ષિણ આફ્રિકા T20 ઈન્ટરનેશનલ સીરિઝ બાદ ફરી એકવાર તેને શરૂ કરવામાં આવી છે, જોકે ટી દિલીપે હવે તેનો પાયો પહેલા કરતા થોડો અલગ કરી લીધો છે. વર્લ્ડ કપ 2023 દરમિયાન, દરેક મેચ પછી શ્રેષ્ઠ ફિલ્ડરની પસંદગી કરવામાં આવે છે, જ્યારે હવેથી, દરેક શ્રેણી પછી શ્રેણીના ઇમ્પેક્ટ ફિલ્ડરની પસંદગી કરવામાં આવશે. ભારત વિરુદ્ધ…
રવિ બિશ્નોઈને પણ ભારત vs દક્ષિણ આફ્રિકા T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં મેચ રમવાની તક મળી નથી. રવિ બિશ્નોઈ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સીરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને ગૌતમ ગંભીર તેને દક્ષિણ આફ્રિકામાં એક પણ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવાથી બિલકુલ ખુશ જણાતો ન હતો. ગંભીરનું માનવું છે કે રવિ બિશ્નોઈને કુલદીપ યાદવની સાથે જોહાનિસબર્ગ T20 ઈન્ટરનેશનલ મેચમાં સામેલ કરવો જોઈતો હતો અને ત્રણ ફાસ્ટ બોલરોમાંથી કોઈ એકને પડતો મૂકવામાં આવ્યો હોત. ભારતે શ્રેણીની છેલ્લી મેચ 106 રને જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. શ્રેણીની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી જ્યારે બીજી…