જીવનમાં ક્યારેક ક્યારેક આપણે એવા નિર્ણયો લઈ લઈએ છીએ કે જેના પર આપણને આખું જીવનભર પસ્તાવો થાય છે. આવું જ બોલીવૂડના સેલેબ્સ સાથે પણ ઘણી વખત બનતું હોય છે કે તેઓ કોઈ સારી ઓફર ઠુકરાવી બેસે છે અને પછીથી એ ફિલ્મ બોક્સઓફિસ પર ધૂમ કમાણી કરે છે ત્યારે ફિલ્મ ઠુકરાવવાનો પસ્તાનો થઈ જાય છે. આજે આપણે અહીં આવી જ એક ફિલ્મ અને એક્ટ્રેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ એક્ટ્રેસ બીજી કોઈ નહીં પણ આપણા બધાની ફેવરિટ દિપીકા પદૂકોણ છે અને ફિલ્મ હતી ધૂમ થ્રી. વાત જાણે એમ છે કે પહેલાં ધૂમ થ્રીના મેકર્સ દ્વારા ફિલ્મમાં આમિર ખાનની સાતે…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનું ચલણ વધી રહ્યું છે, જેમાં મુંબઈના રેલવે સ્ટેશન અને લોકલ ટ્રેનનું ચલણ વધ્યું છે. હવે રેલવે સ્ટેશન યા ટ્રેનમાં અશ્લીલ હરકતો સાથે રીલ્સ બનાવનારા સામે રેલવે પ્રશાસન સતર્ક બન્યું છે, જેમાં તાજેતરમાં એક યુવતીએ સીએસએમટી સ્ટેશન ખાતે વીડિયો બનાવ્યા પછી પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. સીમા કનોજિયા નામની એક યુવતીએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર અભદ્ર ડાન્સ કરવાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા પછી લોકોએ તેની ટીકા પણ કરી હતી. આ વીડિયો પોલીસના ધ્યાનમાં આવ્યા પછી યુવતી સામે રેલવેના નિયમોનું ઉલ્લંઘન…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર છેલ્લાં કેટલાય સમયથી પરિવારમાં ચાલી રહેલાં વિખવાદને કારણે ચર્ચામાં છે પણ હેડિંગ વાંચીને જો તમે સમજી રહ્યા હોવ કે આ વિખવાદ વકર્યો છે અને એને પરિણામે બિગ બી બચ્ચન પરિવારના કોઈ સદસ્યથી નારાજ થયા છે તો એવું કશું જ નથી. વાત જાણે એમ છે કે શ્વેતા નંદાનો દીકરો અને બિગ બીનો દોહિત્ર અગસ્ત્ય નંદા ધ આર્ચિઝ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી ચૂક્યો છે અને ફિલ્મના પ્રમોશન માટે જ તે નાનાજીના મોસ્ટ પોપ્યુલર ટીવી શો કૌન બનેગા કરોડપતિમાં પહોંચ્યો હતો અને એ સમયે બનેલા ઈન્સિડેન્ટની વાત છે. ફિલ્મ રીલિઝ થયા બાદ અગસ્ત્ય અમિતાભ બચ્ચનના કૌન…
ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને દરેક ક્ષેત્રના મહાનુભવો આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારે બી-ટાઉનના સેલેબ્સ આમાંથી કઈ રીતે બાકાત રહી શકે? મળી રહેલી માહિતી પ્રમાણે એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી અનેક સેલેબ્સના નામની યાદી સામે આવી છે કે જેઓ 22મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે. આ યાદીમાં અમિતાભ બચ્ચનથી લઈને માધુરી દિક્ષીત, અનુપમ ખેર, અક્ષય કુમાર સહિતના સેલેબ્સ આ કાર્યક્રમમાં હાજરી આપવા જશો. આ સિવાય બોલીવૂડના ફેમસ ડિરેક્ટર રાજકુમાર હિરાણી. સંજયલીલા ભણસાલી, રોહિત શેટ્ટી અને મહાવીર જૈન જેવી હસ્તીઓના નામોનો સમાવેશ થાય…
દક્ષિણ આફ્રિકમાં ભારતની ટેસ્ટ શ્રેણી માટે અવગણવામાં આવેલા અનુભવી બેટ્સમેન ચેતેશ્ર્વર પૂજારાએ ફરી એકવાર ૨૦૨૪ કાઉન્ટી સીઝન માટે ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ક્લબ સસેક્સ સાથે કરાર કર્યો છે. આ ક્લબ સાથે તેની ત્રીજી સીધી સીઝન હશે. તેણે ૨૦૨૨માં પ્રથમ હસ્તાક્ષર કર્યા હતા. ૨૦૨૪ સીઝનની વાત કરીએ તો તે કાઉન્ટી ચેમ્પિયનશિપની શરૂઆતની સાત મેચ માટે ઉપલબ્ધ રહેશે. પૂજારાએ ક્લબ સાથે પુન:હસ્તાક્ષર કર્યા પછી સસેક્સને જણાવ્યું હતું કે, મેં છેલ્લી બે સીઝનમાં હોવમાં મારો સમય માણ્યો છે અને સસેક્સ પરિવાર સાથે ફરી પાછા જોડાવાથી વધુ આનંદ થયો નથી. હું ટીમમાં જોડાવા અને તેની સફળતામાં યોગદાન આપવા માટે ઉત્સુક છું, એમ પુજારાએ જણાવ્યું હતું.…
આઈપીએલની આગામી સીઝન માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેલાડીઓની હરાજી ૧૯મી ડિસેમ્બરે દુબઈમાં થવાની છે. તે પહેલા બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાના કેપ્ટનના નામની જાહેરાત કરી છે. શ્રેયસ ઐય્યર આગામી સીઝનમાં ટીમની કેપ્ટનશિપ સંભાળશે. ઈજાના કારણે તે ૨૦૨૩ની સીઝનમાં રમી શક્યો નહોતો. તેના સ્થાને નીતીશ રાણાએ કેપ્ટનશિપ સંભાળી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના મેનેજમેન્ટે શ્રેયસને ફરીથી કેપ્ટનશિપ સોંપવાની જાહેરાત કરી હતી. નીતીશ રાણા આ સીઝનમાં વાઇસ કેપ્ટન હશે. ઈજાના કારણે શ્રેયસે લંડનમાં સર્જરી કરાવી હતી. ફ્રેન્ચાઇઝીના સીઇઓ વેંકી મૈસૂરે કહ્યું કે તેઓ ખુશ છે કે શ્રેયસ પાછો ફર્યો છે અને કેપ્ટનશિપ સંભાળવા માટે તૈયાર છે. તેણે…
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે નવી મુંબઈમાં ડી. વાય. પાટિલ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ ચાલી રહી છે. પ્રથમ દિવસે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 410 રન બનાવીને રેકોર્ડ બનાવ્યો છે. તો નવી મુંબઈમાં રહેતી બ્રિન્દા રાઠીએ પણ એક રેકોર્ડ બનાવ્યો છે. બ્રિન્દા ટેસ્ટ મેચમાં પ્રથમ ભારતીય મહિલા અમ્પાયર બની હતી. બ્રિન્દા રાઠીએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત 2014ની અમ્પાયર્સ પરીક્ષા આપી હતી. ચાર વર્ષ પછી, તેણે બીસીસીઆઈ દ્વારા આયોજિત અમ્પાયરિંગ પરીક્ષા પાસ કરી હતી. ત્યારથી, 34 વર્ષીય વૃંદાએ 13 ODI અને 43 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે. તેને 2020 માં ICC ડેવલપમેન્ટ પેનલ ઓફ અમ્પાયર્સમાં…
સોનુ નિગમે ચોરીનું ગીત ગાયા બાદ હવે પાકિસ્તાની સિંગર ઓમર નદીમની માફી માગી લીધી છે. સોનુએ એવો દાવો કર્યો છે કે પોતાને આ ગીત ચોરાયેલું છે તેવી ગાતાં પહેલાં ખબર જ ન હતી. સોનુએ તાજેતરમાં ટી સીરીઝના ભૂષણ કુમાર સાથેની તેની પાછલી તકરારને ભૂલી જઈ ફરી ટી સીરીઝ માટે કામ કર્યું હતું. તેનું ગીત સુન ઝરા આ મહિને જ રીલીઝ થયું હતું. જોકે, આ ગીત રીલીઝ થતાં જ તે અંગે વિવાદ સર્જાયો હતો. પાકિસ્તાની ગાયક ઓમર નદીમે આક્ષેપ કર્યો હતો કે સોનુંનું સુન ઝરા ગીત તેનાં ઓરિજિનલ ગીત ઓયે ખુદાની બેઠી નકલ છે. ઓમર નદીમે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાને…
શ્રીયા પિલગાંવકરને વધુ એક ફિલ્મ ડ્રાય ડે મળી છે. આ ફિલ્મ નિખિલ અડવાણી અને મધુ ભોજવાણી બનાવી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન સૌરભ શુકલા કરવાના છે. ફિલ્મના અન્ય કલાકારોમાં અનુ કપૂરનો સમાવેશ થાય છે. શ્રીયા ઓટીટીની જાણીતી સ્ટાર છે. ઓટીટી પર મિર્ઝાપુર સહિતના શો ઉપરાંત બીજી કેટલીય ફિલ્મોમાં તે કામ કરી ચૂકી છે. આ ફિલ્મમાં તે નિર્મલા નામની યુવતીનો રોલ કરવાની છે. શ્રીયાએ જોકે, ફિલ્મની સ્ટોરી વિશે વધારે વિગતો આપી ન હતી. શ્રીયાને સચિન પિલગાંવકરની દીકરી તરીકે મનોરંજનની દુનિયામાં આસાન એન્ટ્રી મળી હતી. જોકે, અન્ય નેપોકિડઝની સરખામણીએ તે એક એક્ટ્રેસ તરીકે સ્થાપિત થઈ ચુકી છે અને હવે પોતાની અલાયદી ઓળખ બનાવી…
કાર્તિક આર્યનની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ભૂલભૂલૈયા થ્રી માટે હવે હિરોઈન તરીકે ટીવી એકટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીનું નામ વહેતું થયું છે. ભૂલભૂલૈયા ટૂમાં કિયારા અડવાણી કાતકની હિરોઈન હતી.જોકે, પાર્ટ થ્રી માટે કિયારાના સ્થાને સારા અલી ખાનની પસંદગી કરવામાં આવી છે તેવી વાત ફેલાઈ હતી. કાતક અને સારા જૂનાં પ્રેમીઓ છે. બ્રેક અપ પછી તેમની વચ્ચે ખટાશ આવી હતી. પરંતુ, થોડા સમય પહેલાં સારાએ યોજેલી પાર્ટીમાં કાતકે હાજરી આપી પેચ અપ કરી લીધું હતું. આથી, સારા અને કાતક એક જોડી તરીકે સાહજિક પસંદગી હોઈ શકે તેમ મનાતું હતું. પરંતુ, હવે આ હોડમાં પલક તિવારીનું નામ ઉમેરાયું છે. પલકે સલમાન…