કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

નસીબનો સિતારો ક્યારે ચમકે તે કોઈ જાણતું નથી. ફિલ્મજગતમાં કેટલાંય એવા કલાકારો છે જે આવી એક તકની જ રાહ જોતા હોય છે જે તેમને આસમાન પર પહોંચાડી દે. જોકે સૌને નથી મળતી પણ તાજેતરમાં એક અભિનેત્રીને મળી છે અને હવે તેના સિતારા બુલંદ થઈ ગયા છે. આ અભિનેત્રી છે એનિમલ ફિલ્મમાં ઝોયાનો રોલ કરનારી તૃપ્તી ડમરી. રણબીર કપૂર પછી જો કોઈએ દર્શકો સહિત ઈન્ડસ્ટ્રીનું ધ્યાન ખેંચ્યું હોય તો તે તૃપ્તી છે. મેઈન હીરોઈન હોવા છતાં નેશનલ ક્રશ રશ્મિકા મંદાના પણ તેની સામે ઝાંખી પડી ગઈ છે. તૃપ્તીને હવે કેટલી અને કેવી ફિલ્મો અને કેવા રોલ મળશે તે ખબર નથી, પરંતુ…

Read More

સલમાન ખાનની વાત આવે ત્યારે સૌ પ્રથમ એકજ પ્રશ્ર્ન થાય કે તે લગ્ન ક્યારે કરશે. જો કે સલમાને કહ્યું હતું કે હવે લગ્ન કરવાની ઉંમર જતી રહી છે. પરંતુ આજે પણ તેનો ભૂતકાળ હંમેશા તેની સાથે જોડાયેલો રહે છે. હું અહી વાત કરી રહી છું ટાઈગર 3આ એક જૂનો વીડિયો જે આજે સોશિયલ મીડિયા પર ખૂબજ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે તેની એક્સ ગર્લફ્રેન્ડ વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે જો કે તે કોઈ નામ નથી બોલતો પરંતુ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે સલમાન અહીં ઐશ્વર્યા રાય બચ્ચન વિશે વાત કરી રહ્યો છે. કરણ જોહરના શો…

Read More

ટીવી સિરિયલની જાણીતી અભિનેત્રીના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજને સૌ કોઈ જાણે છે. ક્યારેક ટ્રેડિશનલ ડ્રેસ તો ક્યારેક બોલ્ડ ડ્રેસને લઈ ચર્ચામાં રહે છે. તાજેતરમાં સ્લિવલેસ બ્લાઉઝ સાથે સાડીમાં ફોટોશૂટ કરાવ્યા પછી સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે. View this post on Instagram A post shared by Hina Khan (@realhinakhan) ટ્રેડિશનલ આઉટફીટમાં જોવા મળતી હીના ખાને સ્લિવલેસ બ્લાઉઝ સાથે સિલ્વર કલારની સાડી પહેરી છે, જ્યારે ફક્ત હેન્ડ વિંગ્સ પહેરી છે. જોકે, એક જ કલરના આઉટફીટને લઈ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. જાણીતી અભિનેત્રીએ તેના ટ્રેડિશનલ લૂકની પ્રશંસા કરી હતી, જ્યારે લાખો લોકોએ તેના પર લાઈક આપી હતી. હોટ…

Read More

બોલીવૂડના સુપરસ્ટાર ફેમિલીમાં ખટરાગ ચાલી રહ્યા હોવાની વિવિધ અટકળો વચ્ચે હવે એક ન્યૂઝ જોરદાર વાઈરલ થઈ રહહ્યા છે કે અભિષેક અને ઐશ્વર્યાની વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. હવે એવું કહેવાય રહ્યું છે ઐશ્વર્યાએ સાસુમાની સાથે બધું બરાબર રહ્યું નથી. હવે એક મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ઐશ્વર્યા રાયે અને અમિતાભ બચ્ચનના જંલસા બંગલો છોડી દીધો છે, તેનાથી ફિલ્મી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. મીડિયાના અહેવાલ અનુસાર પરિવાર સાથે સંકળાયેલો લોકોએ કહ્યું હતું કે ઐશ્વર્યા અને અભિષેક અત્યાર સુધીમાં દીકરી આરાધ્યાને કારણે સાથે હતા. નહીં તો બંને વચ્ચે અનેક બાબતોને લઈ વિવાદો ચાલી રહ્યા છે, પરંતુ હવે બંને વચ્ચેના…

Read More

મધુ ચોપરાએ તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં એક ખુલાસો કર્યો હતો કે પ્રિયંકા ચોપરાના ઉછેરમાં તેણે અમુક એવા નિર્ણયો લીધા છે જેનો તેને ખૂબ પસ્તાવો છે. ક્યારેક એ સમયગાળાને યાદ કરીને તે રડવા લાગે છે અને જો તેને એ સમયમાં પરત જઇને તેને બદલવાનો મોકો મળે તો તે ચોક્કસપણે તેવું કરશે. પ્રિયંકા ચોપરા તેના પરિવારની ખૂબ જ નજીક છે. ખાસ કરીને તેની માતા મધુ ચોપરા સાથે તેનું બોન્ડિંગ ઘણું સારું છે. કારકિર્દીની શરૂઆતમાં પ્રિયંકા ચોપરાએ તેની માતાને જ પોતાની મેનેજર બનાવી હતી. આજે પણ અભિનેત્રી તેની માતા સાથે અનેક ઈવેન્ટ્સમાં જોવા મળે છે. મધુ ચોપરાએ ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાની પ્રશંસા કરી હતી અને…

Read More

મુંબઈ ઇન્ડિયન્સે ગઈ કાલે શુક્રવારે જાહેરાત કરી હતી કે IPL 2024માં રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા ટીમની આગેવાની કરશે. ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સને પસંદ પડ્યો નથી. રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સના હાર્ડકોર ફેન્સ સોશિયલ મીડિયા પર નારજગી વ્યકત કરી રહ્યા છે. હાર્દિકને કેપ્ટન્સશીપ સોંપવા અંગે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જાહેરાત થયા બાદ તુરંત જ ચાહકોએ કમેન્ટ્સ કરવાનું શરુ કરી દીધું હતું. કેટલાક ચાહકોએ કહ્યું કે તેઓ મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક નારાજ ચાહકોએ કહ્યું કે હાર્દિકે પૈસા માટે ગુજરાતની ટીમ છોડી અને હવે તે મુંબઈની ટીમ સાથે જોડાઈ ગયો છે, આ…

Read More

સાઉથ આફ્રિકા પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાએ ત્રણ T20મેચની સિરીઝ 1-1થી બરાબર કરી હતી. આવતી કાલે રવિવારે જોહાનિસબર્ગમાં વનડે સિરીઝની પહેલી મેચ રમાશે એ પહેલા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડ આ વનડે સિરીઝ માટે કોચિંગ નહીં કરે. આ જવાબદારી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) સાથે જોડાયેલ સિતાંશુ કોટકને સોંપવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફોર્મેટ પ્રમાણે બદલાઈ રહ્યા છે, તે જ રીતે કોચિંગ સ્ટાફ પણ બદલાઈ રહ્યો છેતાજેતરમાં ઘર આંગણે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં કોચિંગની જવાબદારી સંભાળનાર વીવીએસ લક્ષ્મણની સાથે સાઈરાજ બહુતુલે બોલિંગના કોચિંગની જવાબદારી સંભાળી હતી. એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કોટક સિવાય…

Read More

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની આગામી સિઝન માટેની હરાજી 19 ડિસેમ્બરે યોજાવાની છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ મોટી જાહેરાત કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાની નિમણૂક કરી છે, જેને ગુજરાત ટાઇટન્સ પાસેથી તમામ રોકડ સોદામાં હસ્તગત કરવામાં આવ્યો છે, તેને IPL 2024 માટે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર મુંબઈ ફ્રેન્ચાઈઝીએ પોતાના કેપ્ટનને હટાવી દીધો છે. રોહિત શર્મા હવે આગામી સિઝનમાં ખેલાડી તરીકે રમશે, પરંતુ કોઈએ વિચાર્યું નહીં હોય કે એમએસ ધોની આઈપીએલમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી કરતાં વધુ કેપ્ટનશિપ કરશે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ 2021માં જ IPLની કેપ્ટન્સી છોડવાનો…

Read More

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સિમોન કેટિચે પાકિસ્તાનના ઓપનર અબ્દુલ્લા શફીકના વખાણ કરતા કહ્યું છે કે તેને સ્પિન સામે બેટ્સમેનની આક્રમકતા પસંદ છે અને તે તેના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન બાબર આઝમ કરતા વધુ સારો ખેલાડી બનવા જઈ રહ્યો છે. કેટિચ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન કોમેન્ટ્રી કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે અબ્દુલ્લા શફીકને આઝમ કરતા સારા ગણાવ્યા. કેટિચે કોમેન્ટ્રી દરમિયાન કહ્યું, “તે એક સારો યુવા ખેલાડી છે અને તેણે તેની ટેસ્ટ કારકિર્દીની સારી શરૂઆત કરી છે. મને તેના વિશે સૌથી વધુ ગમે છે તે સ્પિનરો સામે તેની આક્રમકતા છે. અમે તેને ગયા વર્ષે પાકિસ્તાનમાં ઓસ્ટ્રેલિયા સામે…

Read More

રોહિત શર્મા બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે શુક્રવારે 15 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા જવા રવાના થયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023 ની ફાઇનલમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયાના લગભગ એક મહિના પછી 36 વર્ષીય ખેલાડી રાષ્ટ્રીય ફરજ ફરીથી શરૂ કરવા માટે તૈયાર છે. રોહિત શર્માને આ પ્રવાસ પર રમાઈ રહેલી સફેદ બોલની શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો હતો. ટેસ્ટ શ્રેણી 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં શરૂ થશે. જમણા હાથના બેટ્સમેન રોહિત શર્મા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાનારી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટનશિપ કરવા જઈ રહ્યો છે. જો કે તેની પાસેથી મુંબઈ…

Read More