કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

મુંબઈ ઈન્ડિયન્સની ટીમના નવા કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનું નામ જાહેર થયા બાદ હવે 2024 IPLએ મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં ખેલાડી તરીકે રોહિત શર્મા માટે છેલ્લી સીઝન હોઈ શકે છે, જો કે હિટમેનની કેપ્ટન્સી હેઠળ ટીમ આ લીગની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી બની છે. રોહિતે 11 સીઝનમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે. અને આટલા સફળ નેતૃત્વ બાદ જ્યારે કેપ્ટન બદલવાનો આ નિર્ણય હિટમેનના ફેન્સ માટે ચોંકાવનારો હતો. જેના કારણે ફેન્સ સોશિયલ મીડિયા પર મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ પણ આ વિશે વાત કરી…

Read More

હરિયાણાની ટીમે વિજય હઝારે ટ્રોફી ૨૦૨૩નું ટાઇટલ જીત્યું છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં હરિયાણાએ રાજસ્થાનને ૩૦ રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હરિયાણાએ ૫૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૨૮૭ રન કર્યા હતા. અંકિત કુમારે સૌથી વધુ ૮૮ રનની ઇનિંગ રમી હતી. જવાબમાં રાજસ્થાનની ટીમ ૨૫૭ રનમાં સમેટાઈ ગઈ હતી. એક સમયે ટીમનો સ્કોર ચાર વિકેટે ૨૦૧ રન હતો અને એવું લાગી રહ્યું હતું કે રાજસ્થાનની ટીમ મેચ જીતી જશે. જો કે, આવું બન્યું ન હતું. ૨૦૧ના સ્કોર પર પાંચમી વિકેટ પડતાની સાથે જ આખી ટીમ ૨૫૭ રનમાં સમેટાઈ ગઈ હતી. રાજસ્થાન તરફથી અભિજીત તોમરે…

Read More

ઘણીવાર સાંભળ્યું છે કે છીંકને રોકવાથી તમારું મગજ બ્લાસ્ટ થઈ શકે છે અથવા તમારી આંખો બહાર નીકળી શકે છે, પરંતુ તાજેતરમાં બનેલી એક ઘટનાએ સાબિત કર્યું છે કે આ કોઈ વાર્તા નથી પરંતુ હકીકત છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં એક કેસ સ્ટડી અનુસાર, એક વ્યક્તિએ છીંકને રોકવાના પ્રયાસમાં તેની વિન્ડપાઈપમાં નાનું કાણું પાડ્યું હતું. રિપોર્ટ અનુસાર, તે વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો જ્યારે તેને છીક આવી, પણ તેણે નાક દબાવી દીધું અને મોં બંધ કરી દીધું. છીંકનું દબાણ એટલું જોરદાર હતું કે તેની વિન્ડપાઈપમાં ૦.૦૮ બાય ૦.૦૮ ઈંચ (૨ બાય ૨ એમએમ)નું કાણું બની ગયું હતું. છીંક આવવી એ એક જૈવિક…

Read More

વ્યક્તિ પોતાના જીવનમાં દરરોજ અનેક પ્રકારની વસ્તુઓ જુએ છે. પરંતુ આ બાબતો પાછળના કારણો વિશે બહુ ઓછી માહિતી છે. આ આપણા માટે એકદમ સામાન્ય છે કારણ કે આપણે આપણા રોજિંદા જીવનમાં આ વસ્તુઓ દરરોજ જોઈએ છીએ. પરંતુ તેની પાછળના કારણો પણ ખૂબ જ રસપ્રદ છે. હવે લગભગ દરેક વ્યક્તિ પોતાના દિવસની શરૂઆત દાંત સાફ કરીને કરે છે. લોકો તેમના બ્રશ પર પેસ્ટ લગાવે છે અને તેમના દાંત સાફ કરે છે. પરંતુ શું તમે ક્યારેય તમારી ટૂથપેસ્ટ ટ્યુબની પાછળનો રંગ તપાસ્યો છે? દરેક ટ્યુબની પાછળ એક ખાસ રંગીન પટ્ટી હોય છે. ઘણા લોકો આ રંગોને જુએ છે પરંતુ તેનો અર્થ શું…

Read More

જાણીતા આભીનેતા સંજય દત્તના બાળકો ઇકરા અને શાહરાનને જોઈને લોકો આશ્ચર્યચકિત થયા, કહ્યું- તેઓ સુનીલ દત્ત અને નરગીસજીની યાદ આવી ગઇ .સંજય દત્તની પત્ની માન્યતા દત્ત ગઈકાલે રાત્રે તેના બાળકો સાથે બહાર ફરવા નીકળી હતી. માન્યતા તેના બાળકો ઇકરા અને શાહરાન સાથે બાંદ્રામાં એક વૈભવી રેસ્ટોરન્ટ ઇઝુમીની બહાર જોવા મળી હતી. લાંબા સમય પછી પાપારાઝી કેમેરા સામે જોવા મળતા આ બાળકોને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. વાસ્તવમાં આ બાળકોને જોઈને લોકોને સુનીલ દત્ત અને નરગીસ યાદ આવી ગયા.માન્યતા દત્ત લાંબા સમય પછી બાળકો સાથે જોવા મળી હતી. માન્યતા દત્ત લાંબા સમય બાદ પોતાના બાળકો સાથે કેમેરા સામે જોવા મળી હતી.…

Read More

ઈબ્રાહિમ અલી ખાનથી લઈને રાશા થડાની સુધીના સ્ટારકિડ્સ રૂપેરી પરદા પર આવવા આતુર આગામી વર્ષ બોલીવુડ માટે મહત્વું સાબિત થશે. આ વર્ષ માં વીતેલા જમાનાના સ્ટારના કિડ્સ ચાહકો ના મનોરંજન માટે આવી રહ્યા છે અને પોતાની અભિનય ક્ષમતા બતાવશે. વર્ષ 2023માં, સની દેઓલના પુત્ર રાજવીર દેઓલથી લઈને શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર સુધી દરેકે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. અને 2024માં કેટલાક સ્ટાર કિડ્સ સિનેમા જગતમાં ડેબ્યૂ કરશે. શનાયા કપૂર – સંજય કપૂરની દીકરી શનાયા કપૂર ડેબ્યૂ માટે તૈયાર છે. ફિલ્મ બેધડક સિવાય શનાયા મોહનલાલ સાથે ફિલ્મ વૃષભામાં જોવા મળશે. રાશા થડાની – રાશા થડાનીના…

Read More

સામંથા રૂથ પ્રભુએ તેના ફેન્સ માટે તેના શેડ્યૂલમાંથી થોડો સમય કાઢ્યો અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સામન્થાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આસ્ક મી એનિથિંગની સ્ટોરી મુકી હતી જ્યાં તેના ચાહકોએ તેના અંગત જીવન વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે અભિનેત્રીને પૂછ્યું, ‘શું તમે ફરીથી લગ્ન કરવાનું વિચારી રહ્યા છો?’ત્યારે તેનો જવાબ આપવાનું ટાળ્યું હતું. સાઉથની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ તેની અંગત અને પ્રોફેશનલ લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. સામંથા તેના તૂટેલા લગ્ન અને માંદગીને કારણે પણ ચર્ચામાં રહી છે, ત્યારે હવે સામંથા રૂથ પ્રભુએ ફરી લગ્ન કરવા પર પ્રતિક્રિયા આપી છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે અભિનેત્રીને…

Read More

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘થલૈવર 171′ ને લોકેશ કનગરાજ ડાયરેક્ટ કરી રહ્યા છે. શાહરુખ ખાને આ ફિલ્મમાં ગેસ્ટ રોલ કરવાની ના પાડી. લોકેશ સાથે અલગ ફિલ્મમાં કામ કરવાની તેમની ઈચ્છા છે.’થલૈવર 171’ નાં હીરો ‘સુપરસ્ટાર રજનીકાંત’છે અને આ ફિલ્મનાં ગેસ્ટ રોલ માટે શાહરુખ ખાને ના પડી દીધી છે તેમજ આ રોલ રણવીર સિંહને ઑફર કરાયો છે. લોકેશ કનગરાજ તમિલ સિનેમાનાં સફળ અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ માંથી એક છે. છેલ્લા બે વર્ષની અંદર તેમને કમલ હસનની સાથે વિક્રમ અને થાલાપતી વિજયની સાથે લીઓ જેવી બ્લોક બસ્તર ફિલ્મો આપી છે. હવે તેઓ સુપરસ્ટાર રજનીકાંતની સાથે કામ કરવા જઇ રહ્યાં છે. આ એક મોટા…

Read More

સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાનના પતિ આયુષ શર્મા વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ આયુષ શર્માની કારનો અકસ્માત થયો હતો. મુંબઈમાં ખાર જિમ ખાના પાસે આ અકસ્માત થયો હતો. તમને જણાવી દઈએ કે ઘટના સમયે આયુષ શર્મા કારમાં હાજર ન હતો, તેનો ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો. બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનના બનેવી આયુષ શર્મા વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ મુંબઈમાં આયુષ શર્માની કારને અકસ્માત નડ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના સમયે આયુષ શર્મા અથવા તેમના પરિવારનો કોઈ સભ્ય કારની અંદર હાજર ન હતું. મુંબઈમાં ખાર જિમ ખાના…

Read More

એનિમલમાં ખૂબ જ નાનો, લગભગ ગેસ્ટ-સ્ટારિંગ રોલમાં પણ તૃપ્તિએ એટલી મોટી છાપ છોડી કે તેને રાતોરાત ‘નેશનલ ક્રશ’નું ટાઈટલ આપવામાં આવ્યું. સંદીપ રેડ્ડી વાંગાએ તેની અપકમિંગ ફિલ્મમાં તેને લીડ હિરોઈનનો રોલ ઓફર કર્યો છે. ફિલ્મ ‘એનિમલ’ લોકોને એક પછી એક સરપ્રાઈઝ આપી રહી છે. પહેલું સરપ્રાઈઝ બોબી દેઓલનું હતું. કોઈને અપેક્ષા ન હતી કે બોલીવુડનો આ હીરો, જે ઓટીટીમાં શિફ્ટ થઈ ગયો હતો, તે આ રીતે સ્ક્રીન પર પાછો ફરશે. ‘એનિમલ’નું બીજું સરપ્રાઈઝ છે તૃપ્તિ ડિમરી. આ ફિલ્મમાં તે ઝોયા નામનું નેગેટિવ પાત્ર ભજવી રહી છે. તૃપ્તિને જાણી જોઈને ફિલ્મના ટીઝર, ટ્રેલર અને પ્રમોશનલ ઈવેન્ટ્સથી દૂર રાખવામાં આવી હતી. ‘એનિમલ’માં…

Read More