ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ પુષ્ટિ કરી છે કે IPL 2024 ની હરાજી કોણ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી વિદેશી હરાજી IPLમાં ખેલાડીઓ માટે બોલી લગાવતા હતા, પરંતુ આ વખતે એક ભારતીય આવું કરવા જઈ રહ્યો છે. તેનાથી પણ વધુ મહત્ત્વની વાત એ છે કે તે એક મહિલા છે. બીસીસીઆઈએ પુષ્ટિ કરી છે કે દુબઈમાં 19 ડિસેમ્બરે યોજાનારી ઈવેન્ટ માટે એક નવો હરાજી કરનાર હશે, જે મલ્લિકા સાગર છે. “સ્વતંત્ર વ્યાવસાયિક હરાજી કરનાર, મલ્લિકા સાગર, હરાજીનું સંચાલન કરશે અને હરાજીના તમામ પાસાઓ માટે એકમાત્ર મધ્યસ્થી હશે,” બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝીસને જાણ કરી છે, ક્રિકબઝ અહેવાલ આપે છે. સાગરે…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
ભારતના ડાબા હાથના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે રવિવારે ખુલાસો કર્યો હતો કે તે અને તેનો સાથી ખેલાડી અવેશ ખાન ખરેખર આક્રમક દક્ષિણ આફ્રિકાના બેટિંગ યુનિટને 400 રનથી ઓછા સુધી કેવી રીતે રોકી શકાય તેની યોજના બનાવી રહ્યા હતા. જો કે, અર્શદીપ અને અવેશે પ્રથમ વન-ડેમાં પોતાની વચ્ચે નવ વિકેટની ભાગીદારી કરી, જેનાથી દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સ માત્ર 116 રનમાં સમેટાઈ ગઈ. વનડેમાં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકાનો આ સૌથી ઓછો સ્કોર છે. પાંચ વિકેટ લઈને પોતાની ODI કારકિર્દીમાં પ્રથમ વખત મેન ઓફ ધ મેચ બનેલા અર્શદીપે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “અક્ષર (પટેલ), અવેશ અને હું ગઈકાલે રાત્રે ડિનર પર ચર્ચા કરી રહ્યા હતા કે…
એનિમલ સાથે જ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી વિકી કૌશલની સેમ બહાદુર ધારી સફળતા મેળવી શકી નથી અને તેને સ્ક્રીન પણ ઓછા મળ્યા છે છતાં વિકી કૌશલના જોરદાર અભિનય અને ફિલ્મના મજબૂત કન્ટેન્ટને લીધે તે સો કરોડના ક્લબમાં પહોંચી ગઈ છે. વિકી કૌશલને હંમેશા એક મજબૂત અભિનેતા માનવામાં આવે છે. પરંતુ ‘ઉરી’ સિવાય તેની પાસે લીડ રોલમાં એવી ફિલ્મો ઓછી છે જે તેના દમ પર ચાલી હોય. સેમ બહાદુર બાદ વિકી પોતાના જોરે વધારે મજબૂતાઈથી ઊભો રહી શકશે. આમ પણ વર્ષ 2023 વિકી માટે યાદગાર વર્ષ બની રહેશે. કારણ કે વિકીની ફિલ્મ જરા હટકે જરા બચકે અપેક્ષા કરતા વધારે હીટ સાબિત થઈ…
જાણીતી મોડલ કમ અભિનેત્રી રુમા શર્મા સોશિયલ મીડિયા પર વિશેષ એક્ટિવ રહે છે જેમાં તાજેતરમાં એક મેગેઝિનના કવરપેજની સાથે પર્સનલ ફોટોગ્રાફને કારણે સેન્સેશન સ્ટાર બની ગઈ છે. જોકે, રુમા સ્ટાઈલિશ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે, પરંતુ તાજેતરમાં એકદમ બોલ્ડ ફોટોશૂટને લઈ ફરી ઈન્ટરનેટ પર આગ લગાવી છે. તાજેતરમાં એક મેગેઝિનના ક્વર પેજ પર ચમકવાની સાથે અન્ય બોલ્ડ ફોટોશૂટ પોસ્ટ કર્યું હતું, જેમાં ફક્ત બ્રામાં જોવા મળી હતી, જ્યારે બ્રાઉન પેન્ટ પહેર્યું હતું. ફોટોગ્રાફ પોસ્ટ કરીને કેપ્શન પણ લખ્યું છે કે આઈ એમ નોટ વન ઈન અ મિલિયન કિન્દા ગર્લ. આઈએમ વન ઈન અ લાઈફટાઈમ. ગણતરીના કલાકોમાં તેના…
અનુપમ ખેરએ તેમની કરિયરની શરૂઆત સારાંશથી કરી હતી જેમાં તેઓ લગભગ 65ની ઉંમર વટાવી ચૂકેલા ગૃહસ્થ હતા. કોઈ મેલ આર્ટિસ્ટ માટે પણ આ અઘરું હોય છે કારણ કે તે પછી આ પ્રકારે જ રોલ મળવા લાગે તેવી બને ત્યારે ફિમેલ આર્ટિસ્ટ માટે તો વધારે પડકારજનક બને છે. જોકે આજની બર્થ ડે સેલિબ્રિટીએ આવો રોલ સ્વીકાર્યો અને તે માટે એવોર્ડ્ પણ જીત્યો. વાત છે રિચા ચઢ્ઢાની. રિચા ચઢ્ઢાએ બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેણી હંમેશા આઉટ ઓફ ધ બોક્સ ભૂમિકાઓ ભજવવાનું પસંદ કરે છે. ગેંગ્સ ઓફ વસેપુરમાં નવાઝુદ્દીનની મા નગ્મા ખાતૂન, ફુકરેમાં ભોળી પંજાબણ તો મસાનમાં નાનકડા ગામની એક…
અભિનેતા અમિતાભ બચ્ચને સોમવારે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)માં મુંબઈની ટીમના માલિક બનવાની જાહેરાત કરી હતી. એક અખબારી યાદી અનુસાર, ISPL એ ભારતની પ્રથમ ટેનિસ બોલ T10 ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે સ્ટેડિયમની અંદર રમાશે. દેશમાં આ પ્રકારની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન મુંબઈમાં 2 થી 9 માર્ચ દરમિયાન કરવામાં આવશે. ટૂર્નામેન્ટમાં 19 મેચો રમાશે. ISPLમાં છ ટીમો હૈદરાબાદ, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા અને શ્રીનગર છે. બચ્ચને (81) કહ્યું હતું કે આ લીગનો ભાગ બનવું એ તેમના માટે એક નવી શરૂઆત છે. સુપરસ્ટાર બચ્ચને તેમના અંગત બ્લોગ પર લખ્યું હતું કે, ‘એક નવો દિવસ અને નવી નોકરી… મુંબઈ ટીમમાં માલિક તરીકે જોડાવું મારા…
ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચ્યો હતો. તેણે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં તરખાટ મચાવ્યો હતો. જ્હોનિસબર્ગમાં રમાયેલી આ મેચમાં અર્શદીપે ૩૭ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તે દક્ષિણ આફ્રિકામાં વન-ડેમાં પાંચ વિકેટ ઝડપનાર ભારતનો પ્રથમ ઝડપી બોલર બન્યો હતો. આ સિવાય તેણે બીજા ઘણા રેકોર્ડ પણ બનાવ્યા હતા. ભારતીય ઝડપી બોલરોએ ઘાતક બોલિંગ કરીને આફ્રિકાની ટીમને ૧૧૬ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. અર્શદીપે પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે અવેશ ખાનને ચાર સફળતા મળી હતી. એક વિકેટ કુલદીપ યાદવને મળી હતી. અર્શદીપે રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી જ્યોર્ગી, રાસી વાન ડેર ડ્યુસેન, હેનરિક ક્લાસેન અને એન્ડીલે…
દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી ઓપનર સાઇ સુદર્શને વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ચેન્નઈના આ ૨૨ વર્ષીય બેટ્સમેનને પ્રથમ વખત ભારતીય વનડે ટીમમાં સ્થાન મળ્યું હતું. સંજુ સેમસનને આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો જ્યારે રિંકુ સિંહને આ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. જો કે, કેએલ રાહુલે કહ્યું હતું કે જો રિંકુ સિંહ વન-ડે સિરિઝમાં રમશે તો શક્ય છે કે ભવિષ્યની મેચોમાં તેને વધુ તક મળી શકે છે. સાઈ સુદર્શનને પ્રથમ વનડેમાં કેપ્ટન કેએલ રાહુલે ડેબ્યૂ કેપ આપી હતી. સાઈ સુદર્શને દક્ષિણ આફ્રિકા સામેની આ વન-ડે મેચથી તેની વન-ડે…
દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ટીમમાંથી વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનના સ્થાને કેએસ ભરતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈશાન કિશને આ ટેસ્ટ સિરીઝમાંથી બ્રેક માગ્યો હતો. તેથી બીસીસીઆઈએ આ ફેરફાર કરવો પડ્યો હતો. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને અંગત કારણોસર ટીમ ઈન્ડિયામાંથી બ્રેક માગ્યો હતો. તેથી તેને દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાંથી બહાર કરવામાં આવી રહ્યો છે. તેની જગ્યાએ વિકેટકીપર કેએસ ભરતનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે કેએલ રાહુલની સાથે વિકેટકીપિંગ વિકલ્પ હશે.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિન બોલર નાથન લિયોને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૫૦૦ વિકેટ પૂરી કરી હતી. લિયોન વિશ્ર્વ ક્રિકેટમાં ૫૦૦ ટેસ્ટ વિકેટ લેનારો વિશ્ર્વનો ૮મો અને ઓસ્ટ્રેલિયાનો ત્રીજો બોલર બન્યો હતો. તેણે આ રેકોર્ડ પાકિસ્તાન સામે ચાલી રહેલી ટેસ્ટ સિરિઝની પ્રથમ મેચમાં બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે પર્થના મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ફહીમ અશરફની વિકેટ નાથન લિયોનની ટેસ્ટ કારકિર્દીની ૫૦૦મી વિકેટ હતી. આ વર્ષે ઈંગ્લેન્ડમાં આયોજિત એશિઝ શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થતા પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનરે ૪૯૬ ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. નાથન લિયોને પણ પાકિસ્તાન સામેની આ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ૩ વિકેટ ઝડપી હતી ત્યારબાદ ટેસ્ટ…