IPLના ઓક્શનમાં પહેલા સેટમાં બેટ્સમેનો પર બોલી લાગી રહી છે. ઓસ્ટ્રેલીયાને ODI વર્લ્ડકપના ફાઈનલમાં જીત આપવનાર ખેલાડી ટ્રેવિસ હેડ પર સનરાઇઝર્સ હૈદરાબાદે મોટો દાવ લગાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે હેડ માટે બિડિંગની શરૂઆત કરી હતી. આ પછી ચેન્નાઈ સુપર કિંગ્સે પણ પોતાની કિંમત મૂકી. CSKએ 6.60 કરોડની છેલ્લી બોલી લગાવી હતી. પરંતુ આ પછી તેને સનરાઇઝર્સ હૈદરાબાદે હેડને 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બ્રુકની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. રાજસ્થાન રોયલ્સ પણ બ્રુકને ખરીદવા માંગતી હતી. તેણીએ અંત…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરિલ મિશેલને ચેન્નઈ સુપર કિંગ્સે રૂ. 14 કરોડમાં ખરીદ્યો હતો. મિશેલને ખરીદવા પંજાબ અને ચેન્નઈ વચ્ચે સ્પર્ધા જામી હતી અંતે ચેન્નઈએ બાજી મારી હતી. ડેરીલ મિશેલની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા હતી. પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને રૂ.11.75 કરોડમાં ખરીદ્યો છે. ભારતીય ખેલાડી હર્ષલ પટેલની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. ગુજરાત ટાઇટન્સે તેના પર પ્રથમ બોલી લગાવી હતી. ગુજરાત બાદ પંજાબ કિંગ્સ પણ સ્પર્ધામાં આવી. ગુજરાત અને પંજાબ વચ્ચેનો મુકાબલો અંત સુધી ચાલુ રહ્યો હતો. આ પછી લખનઉ સુપર જાયન્ટ્સે પણ બોલી લગાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ અંતે પંજાબ કિંગ્સે બાજી મારી હર્ષલ પટેલને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો…
ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતને કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો હતો. તેની બેઝ કિંમત 50 લાખ રૂપિયા હતી. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સને દિલ્હી કેપિટલ્સે તેને બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા ખરીદ્યો. ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન જોશ ઈંગ્લિશ અનસોલ્ડ રહ્યો. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. શ્રીલંકાનો ખેલાડી કુસલ મેન્ડિસ પણ અનસોલ્ડ રહ્યો. તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. દરમિયાન સ્ટીવ સ્મિથ પણ અનસોલ્ડ રહ્યો છે. ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન ફિલિપ સોલ્ટ અનસોલ્ડ રહ્યો. તેની બેઝ પ્રાઈઝ 1.50 કરોડ રૂપિયા હતી. ભારતીય ફાસ્ટ બોલર ચેતન સાકરિયા મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે બેઝ પ્રાઈસ પર ખરીદ્યો.…
એક સમય હતો જ્યારે લોકોમાં એવી ચર્ચા હતી કે IPLમાં મહિલા ક્રિકેટ ટીમ હોવી જોઈએ કે નહીં, પરંતુ આજે મહિલાઓ માત્ર આઈપીએલનો હિસ્સો નથી, પરંતુ હરાજીકર્તા બનીને ઈતિહાસ પણ રચી રહી છે. આ દિવસોમાં દરેક વ્યક્તિ મલ્લિકા સાગરના વખાણ કરી રહ્યા છે. તે IPL ઈતિહાસમાં પ્રથમ મહિલા હરાજી કરનાર બની ગઈ છે. નોંધનીય છે કે IPL 2022 ની સિઝનમાં હ્યુ એડમ્સે ખેલાડીઓની હરાજી કરી હતી. હરાજી દરમિયાન બોલી લગાવતી વખતે હાંફતા હાંફતા તેઓ નીચે પડી ગયા હતા. આ પછી ભારતની ચારુ શર્માએ બાકીની હરાજી પૂર્ણ કરી હતી. IPL લીગના છેલ્લા 16 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે વિદેશમાં હરાજીનું આયોજન…
ઓસ્ટ્રેલીયાન ખેલાડીઓ પર IPL હરાજીમાં મોટા દાવ લાગી રહ્યા છે. પેટ કમિન્સને હૈદરાબાદે રૂ.20 કરોડમાં ખરીદ્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલીયન લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે રેકોર્ડ રૂ.24.75 કરોડમાં ખરીદ્યો. સ્ટાર્કની બેઝ પ્રાઈઝ રૂ.2 કરોડ હતી. મિચેલ સ્ટાર્ક અત્યાર સુધીમાં બે આઈપીએલ સીઝન રમી ચૂક્યો છે. તે 2014 અને 2015માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમ્યો હતો. ત્યારથી ટે T20 લીગથી દૂર રહ્યો છે. સ્ટાર્ક 2018 માં તેની IPL વાપસી કરવાનો હતો પરંતુ તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. મિચેલ સ્ટાર્કે આરસીબી માટે સારું પ્રદર્શન કર્યું હતું અને તેણે IPL 2014માં 7.49ના ઈકોનોમી રેટ સાથે 14 વિકેટ…
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી ટીમ પૈકી મુંબઈ ઈન્ડિયન્સે તાજેતરમાં સૌથી મોટું નિવેદન આપ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે રોહિત શર્મા અથવા અન્ય કોઈ સિનિયર ક્રિકેટર પણ ટીમ છોડીને જતા નથી. આઈપીએલ 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સે જ્યારે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાનું નામ કેપ્ટન તરીકે જાહેર કર્યું હતું, તેનાથી મીડિયાના આકરા પ્રત્યાઘાત પડ્યા હતા. હવે એવા સમાચાર જાણવા મળ્યા છે કે મુંબઈ ઈન્ડિયન્સના સિનિયર ક્રિકેટર જેમ કે જસપ્રીત બુમરાહ, સૂર્ય કુમાર યાદવ અને ઈશાન કિશનને કોઈ ફ્રેન્ચાઈઝી ટીમ ટ્રેડ કરી શકે છે. મીડિયાના અહેવાલ પ્રમાણે એક અધિકારીએ કહ્યું હતું કે બધી અફવા ફેલાવવામાં…
સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને ખરીદવા માટે ભારે બોલી લગાવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2024ની હરાજીમાં પેટ કમિન્સને 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પેટ કમિન્સ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલની હરાજીમાં પેટ કમિન્સ માટે બોલી લગાવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા પેટ કમિન્સને 20.50 કરોડ રૂપિયામાં ખરીદવા પર આકાશ ચોપરાએ જિયો સિનેમા શોમાં કહ્યું, “પેટ કમિન્સને આટલું બધું આપવાનો અર્થ એ છે કે કદાચ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ તેને કેપ્ટન તરીકે માની રહી છે.” જો 20 કરોડથી વધુ રૂપિયા આપવામાં આવ્યા હોય તો તેમણે તરત જ…
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી મંગળવારે (19 ડિસેમ્બર) દુબઈમાં શરૂ થઈ ગઈ છે. આઈપીએલના ચેરમેન અરુણ સિંહ ધૂમલના ભાષણ સાથે હરાજીની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ પછી મલ્લિકા સાગરે હરાજીની જવાબદારી સંભાળી હતી. પ્રથમ બોલી વેસ્ટ ઈન્ડિઝના રોવમેન પોવેલ પર લગાવવામાં આવી હતી. તેને રાજસ્થાન રોયલ્સે 7 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે ડેરીલ મિશેલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બીસીસીઆઈની અખબારી યાદી મુજબ, આઈપીએલ મીની હરાજી માટે કુલ 1166 ખેલાડીઓએ તેમના…
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની હરાજી પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદે ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન હેરી બ્રુકને રીલીઝ કર્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2023ની હરાજીમાં આ બેટ્સમેન માટે 13.25 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ આઈપીએલ 2023માં બ્રુક માત્ર એક જ મેચમાં ચમક્યો અને બાકીની મેચોમાં નિરાશ થયો. જે બાદ સનરાઈઝર્સ હૈદરાબાદે હેરી બ્રુકને છોડ્યો હતો. જ્યારે હેરી બ્રુક IPL 2024ની હરાજી માટે આવ્યો ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે પહેલી IPL સુધી 13.25 કરોડ રૂપિયાની કમાણી કરનાર આ ખેલાડી IPL 2024 માટે માત્ર 4 કરોડ રૂપિયામાં વેચાશે. હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હેરી બ્રુકે તેની મૂળ કિંમત…
ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલના ઈતિહાસમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે જ્યારે મીની ઓક્શનમાં ટીમો દ્વારા જંગી બોલી લગાવવામાં આવે છે અને આ લીગની હરાજીના ઈતિહાસમાં રેકોર્ડ તુટી જાય છે. અત્યાર સુધી, ખેલાડી માટે સૌથી મોટી બોલી સેમ કુરન માટે હતી, જ્યારે ગયા વર્ષે તેને પંજાબ કિંગ્સે મિની ઓક્શનમાં 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL 2024ની મિની ઓક્શનમાં સેમ કુરનનો આ રેકોર્ડ તોડી શકાય છે. પંજાબ કિંગ્સે T20 વર્લ્ડ કપ 2022માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહેલા સેમ કુરાન પર મોટી રકમ ખર્ચી હતી, પરંતુ ટુર્નામેન્ટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. તે જ સમયે, IPL ઈતિહાસનો બીજો…