‘કોફી વિથ કરણ 8’નો દરેક એપિસોડ ચર્ચામાં રહે છે. જ્યાં શોના હોસ્ટને પહેલા જ એપિસોડને લઈને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. તો કેટલાક એપિસોડ ખૂબ ફની પણ રહ્યા છે. કરણ જોહરે આ શોનો પ્રોમો શેર કર્યો છે. અપકમિંગ એપિસોડમાં ‘સિંઘમ અગેન’ની જોડી ઘણા ખુલાસા કરતી જોવા મળશે. ‘કોફી વિથ કરણ’ની 8મી સીઝન ધૂમ મચાવી રહી છે. આદિત્ય રોય કપૂર અને અર્જુન કપૂર સાથેના એપિસોડ પછી આ અઠવાડિયે કરણ જોહરના શોમાં નવા મહેમાનોએ એન્ટ્રી કરી છે. દર વખતની જેમ આ એપિસોડમાં પણ ઘણા મોટા ખુલાસા જોવા મળશે. શોના હોસ્ટ કરણ જોહરે તાજેતરમાં એક પ્રોમો શેર કર્યો છે. જ્યાં અજય દેવગન અને…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
ફિલ્મ એનિમલને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે પરંતુ આવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કરવા છતાં આ અભિનેતા આગળ કામ નથી મળી રહ્યું, કહ્યું ‘હું હાલ કામ શોધી રહ્યો છું..’મને આશા છે કે એનિમલ જોયા પછી ફિલ્મમેકર મને ફોન કરશે. મને કહેવામાં કોઈ સંકોચ નથી કે હું હાલ કામ શોધી રહ્યો છું. આ શબ્દો છે અભિનેતા સિદ્ધાંત કર્ણિકના. રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરીની એનિમલ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, એવામાં હવે ત્રીજા સપ્તાહના અંતે ભારતમાં ફિલ્મની કમાણી રૂ. 500 કરોડને વટાવી ગઈ છે, જે રેકોર્ડ બ્રેકિંગ છે. ફિલ્મને દર્શકો તરફથી અપાર…
ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ફંક્શનના અનેક વિડીયો હાલમાં વાયરલ થઇ રહ્યા છે. આમ વાત કરવામાં આવે તો આરાધ્યા અને અબરામનો એક વિડીયો હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઇને તમને જોશ ફિલ્મની યાદ આવી જશે. ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાલમાં એન્યુઅલ ડે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મોટાભાગની સેલિબ્રિટીઝ અને એમના બાળકો પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. શાહરુખ ખાનના દિકરા અબરામ અને ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા સહિત અનેક સ્ટાર્સકિડ્સે લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ તસવીરો અને વિડીયો હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યા છે. જો કે હાલમાં આરાધ્યા અને અબરામનો એક વિડીયો…
બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને એક્ટર અભિષેક બચ્ચન અલગ થઈ રહ્યા છે કે નહીં તે ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યું છે. બોલિવૂડમાં વધુ એક છૂટાછેડા થશે કે નહીં તેના પર લોકોની નજર છે. નજીકના વ્યક્તિએ આના પર મોટો ખુલાસો કર્યો છે. આ સમયે ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચનના સંબંધોની બધે ચર્ચા થઈ રહી છે. આજ સુધી બોલિવૂડમાં અનેક સેલિબ્રિટીઓએ ડિવોર્સ લઈને નવું જીવન શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે છૂટાછેડાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. ઐશ્વર્યા-અભિષેકના સંબંધોની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયા પર અને ચાહકોમાં થઈ રહી છે. આ દરમિયાન અભિષેકે તેની ચાઈનીઝ વીંટી…
બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને દુબઈની એક ઈવેન્ટમાં મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે કયા કારણોથી તે પોતાની જ ફિલ્મો નથી જોતા.હાલ ફિલ્મ ‘ડંકી’ને લઈને વ્યસ્ત છે શાહરૂખ ખાન, તેના પ્રમોશન માટે અવનવા પ્રયત્નો કરી રહ્યો છે. અભિનેતા શાહરૂખ ખાન હાલ પોતાની ફિલ્મ ‘ડંકી’ને લઈને સતત ચર્ચામાં છે. અભિનેતા પઠાણ અને જવાનની ભારે બ્લોકબસ્ટર સફળતા વર્ષની પોતાની ત્રીજી રિલીઝ ‘ડંકી’ને લઈને તૈયાર છે. ફિલ્મ ‘ડંકી’ના પ્રમોશન માટે શાહરૂખ ખાને દુબઈના એક ઈવેન્ટમાં હાજરી આપી. આ ઈવેન્ટમાં ‘ડંકી’ અભિનેતાએ પોતાની ફિલ્મોને જોવાને લઈને એવું કંઈક કહી નાખ્યું કે જેના કારણે તે ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે. પોતાની ફિલ્મો જોવી લાગે…
ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ગુજરાત ટાઈટન્સે 5.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઉમેશની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. શરૂઆતમાં તેને ખરીદવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સ્પર્ધા હતી. આ પછી દિલ્હી કેપિટલ્સે પણ બોલી લગાવી હતી. પરંતુ ગુજરાતે દાવ માર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી અલ્ઝારી જોસેફને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા હતી. લખનૌ સુપર જાયન્ટ્સે જોસેફને ખરીદવા માટે 11.25 કરોડ રૂપિયા સુધી ચૂકવ્યા હતા. પરંતુ અંતે આરસીબીનો વિજય થયો હતો. 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ ધરાવતા શિવમ માવીને લખનઉ સુપર જાયન્ટ્સે 6.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સ મંગળવારે દુબઈમાં ચાલી રહેલી હરાજી દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઈતિહાસમાં ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. ચાર ફ્રેન્ચાઈઝીઓએ ઓસી ફાસ્ટ બોલર માટે બોલી લગાવી હતી પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સને હરાવી રૂ.20.50 કરોડમાં કમિન્સને ટીમમાં સામેલ કરવામાં સફળતા મેળવી હતી. આ રકમ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરન દ્વારા બનાવવામાં આવેલા અગાઉના રેકોર્ડને વટાવી ગઈ છે, જેને ભારતમાં આઈપીએલની હરાજીમાં પંજાબ કિંગ્સને ₹18.50 કરોડમાં વેચવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સને ખરીદવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદે બધા રેકોર્ડ તોડી નાખતા સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર…
ટીવીની દુનિયાથી શરૂ કરનારા ઘણા કલાકારો ફિલ્મોમાં પણ સારી નામના મેળવે છે. વર્ષો પહેલા આવતી સિરિયલ પવિત્ર રિશ્તાના બે મુખ્ય કલાકારો સુશાંતસિંહ રાજપૂત અને અંકિતા લોખંડે આનું ઉદાહરણ છે. કમનસીબે સુશાંત આપણી વચ્ચે રહ્યો નથી. અંકિતા જીવનમાં આગળ વધી ગઈ છે અને હાલમાં બિગ બૉસમાં પતિ સાથે ભાગ લઈ રહી છે. આજે તેનો જન્મદિવસ છે અને તે બિગ બૉસના ઘરમાં જ ઉજવશે. અભિનેત્રી અંકિતા લોખંડે આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. આ વખતે અભિનેત્રી બિગ બોસના ઘરમાં જ પતિ વિકી જૈન સાથે પોતાનો જન્મદિવસ ઉજવતી જોવા મળશે.અભિનેત્રી ઘણા શાનદાર ટીવી શો અને ફિલ્મોમાં જોવા મળી છે. એકતા કપૂરના શો…
ઈન્ટરનેશનલ લીગ ટવેન્ટી-20ના કોન્ટ્રાક્ટના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકને મોટો ફટકો પડ્યો છે. અફઘાનિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર નવીન ઉલ હક પર ઈન્ટરનેશનલ લીગ ટી-20 દ્વારા કોન્ટ્રાક્ટના ઉલ્લંઘન બદલ 20 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નવીન શાહજાહ ઇન્ટરનેશનલ લીગ ટી-20માં વોરિયર્સનો ભાગ હતો, જેની સાથે તેણે કરારનું ઉલ્લંઘન કર્યું હતું. નવીન પ્રથમ સીઝનમાં ઈન્ટરનેશનલ લીગ ટી-20 રમતા જોવા મળ્યો હતો, પરંતુ હવે લીગે તેના પર 20 મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રથમ સીઝનમાં નવીને શારજાહ વોરિયર્સ માટે 9 મેચમાં 24.36ની એવરેજથી 11 વિકેટ ઝડપી હતી. ફ્રેન્ચાઇઝીએ નવીન સાથે એક વર્ષનો કરાર કર્યો હતો જેને ટીમ લંબાવવા…
મેલબોર્ન: ઓસ્ટે્રલિયાએ મેલબોર્નમાં પાકિસ્તાન વિદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટ માટે તેની 13 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા ટીમે રવિવારે પર્થમાં 360 રનની શાનદાર જીત નોંધાવનાર તેની ટીમમાં વધુ ફેરફાર કર્યા નથી. આ વખતે 14 ખેલાડીઓની ટીમ જાહેર કરવાને બદલે ઓસ્ટે્રલિયાએ એક ખેલાડી ઓછો એટલે કે 13 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે. અનકેપ્ડ ફાસ્ટ બોલર લાન્સ મોરિસને ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં વાપસી કરવા માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં બીજી ટેસ્ટમાં પણ અનુભવી બોલર મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને કેપ્ટન પેટ કમિન્સ ઝડપી બોલિંગ સંભાળશે. આ સાથે જ ટીમ પાસે સ્કોટ બોલેન્ડના રૂપમાં બીજો વિકલ્પ પણ છે. જો…