દિગ્ગજ અભિનેતા પંકજ ત્રિપાઠી ફરી એકવાર સિનેમાઘરોમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. પંકજ ત્રિપાઠી હવે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકનું નેતૃત્વ કરતા જોવા મળશે. ‘મેં અટલ હૂં’ ફિલ્મના શાનદાર ટીઝર બાદ હવે ધમાકેદાર ટ્રેલર પણ રિલીઝ થયુ છે. પંકજ ત્રિપાઠી સહિતના સ્ટાર્સ પોતાના પાત્રમાં ફિટ જોવા મળી રહ્યા છે. ત્રણ વાર ભારતના વડાપ્રધાન બની ચૂકેલા સ્વ. અટલ બિહારી વાજપેયીને આજે દરેક ભારતીય સમ્માન સાથે યાદ કરે છે. હવે તેમનુ આદર્શ નેતા તરીકેનું જીવન સિનેમાઘરોમાં જોવા મળશે. પંજર ત્રિપાઠી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. તેનુ શાનદાર ટ્રેલર હાલમાં લોન્ચ થયુ છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
સાઉથ સ્ટાર રામ ચરણ ફરી એકવાર કામ માટે મુંબઈ પહોંચી ગયા છે. તે પત્ની ઉપાસના અને પુત્રી ક્લીન કારા સાથે મુંબઈ આવ્યો છે.સૌથી રસપ્રદ વાત એ હતી કે તૈમૂરની નૈની પણ રામ ચરણ સાથે જોવા મળી હતી. જેને જોઈને ચાહકો દરેક પ્રકારના સવાલો પૂછવા લાગ્યા છે. રામ ચરણ અને ઉપાસનાના લગ્નના 11 વર્ષ બાદ એટલે કે, 20 જૂન, 2023ના રોજ એક પુત્રીનું સ્વાગત કર્યું. કલિન કારા કોનિડેલા પરિવારની લાડલી છે. રામચરણ અને તેની પત્ની આજે મુંબઈના મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવા પુત્રી સાથે જોવા મળ્યા હતા. ગ્લોબલ સ્ટાર રામ ચરણ, તેમની પત્ની ઉપાસના અને તેમની પુત્રી ક્લિન કારા સાથે આજે મુંબઈના…
રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝના 20 દિવસ બાદ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. પરંતુ આ ફિલ્મની સફળતાની જેટલી વાત થઈ રહી છે એટલી જ ફિલ્મને લઈને વિવાદ પણ થયો છે. હાલમાં જ ફિલ્મના વખાણ કરતા અરશદ વારસીએ એનિમલ વિશે એક એવી વાત કરી નાખી કે તેમનું નિવેદન ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ ગયું. જો કે ત્યારબાદ ફટાફટ અરશદ વારસીએ સફાઈ પણ આપી. તેમને કહ્યું કે મારો દ્રષ્ટિકોણ અલગ છે. અરશદ વારસીએ આપેલા ઈન્ટરવ્યુમાં સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ અંગે ખુલીને વાત કરી. ફિલ્મ પર વાત કરતા અભિનેતાએ કહ્યું કે, “બધા સીરિયસ કલાકારો આ ફિલ્મને નફરત કરે છે. પરંતુ…
સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ અને બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કેટરિના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. બોક્સ ઓફિસ પર વર્ષ 2024ની ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે. કારણ કે પહેલીવાર સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી કેટરિના કૈફ મોટા પડદા પર સાથે જોવા જઈ રહ્યા છે. હા, કેટરીના અને વિજય ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં સાથે જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે માત્ર 23 દિવસ પછી આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 12 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું ટ્રેલર પણ બુધવારે રિલીઝ…
સલમાન ખાન હાલમાં જ તેના નાના ભાઈ સોહેલ ખાનના જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો. આ દરમિયાન વેન્યૂની બહાર નીકળતી વખતે તે ત્યાં હાજર પાપારાઝી પર ગુસ્સે થઈ ગયો. સલમાનનો ગુસ્સાવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં તે પાપારાઝી પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોયા બાદ ભાઈજાનના ફેન્સ તેને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા સલમાન ખાન એક એવો બોલિવુડ સ્ટાર છે જેને ચર્ચામાં રહેવા માટે કોઈ કારણની જરૂર નથી. તે જ્યાં પણ જાય છે, કેમેરા તેની સાથે આવી જાય છે. ભાઈજાનના નાના ભાઈ સોહેલ ખાનનાં જન્મદિવસ પર તે સોહેલની બર્થડે પાર્ટીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન…
બંગાળી ફિલ્મ અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાં દેશની સૌથી બોલ્ડ સેલિબ્રિટીઓમાંની એક છે. તેણી તેની બોલ્ડનેસ માટે પણ જાણીતી છે.નુસરત જહાં ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.નુસરત જહાંની સુંદરતા ઘણી મોટી હિરોઈનોને પણ ટક્કર મારી દે તેવી છે. View this post on Instagram A post shared by Nussrat Jahan (@nusratchirps) નુસરત જહાં પોતાના ગ્લેમરથી લોકોના હોશ ઉડાડવા માટે ફેમસ છે અને આ વખતે પણ તેણે આવું જ કર્યું છે.નુસરતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે જે હવે ખૂબ જ વાયરલ થઈ રહી છે.નુસરતે આ ફોટોશૂટમાં પોતાના…
22મી ડિસેમ્બરે શાહરૂખ ખાનની ‘ડંકી’ અને પ્રભાસની ‘સાલાર’ વચ્ચે ક્લેશ થવાનો છે. જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ક્લેશ પહેલા જ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. ‘સાલાર’ના મેકર્સે તેમની ફિલ્મ પીવીઆર આઈનોક્સ અને સાઉથની મિરાજ મલ્ટીપ્લેક્સ ચેનમાં રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે. શાહરૂખ ખાનની ‘ડંકી’ અને પ્રભાસની ‘સાલાર’ વચ્ચે 22 ડિસેમ્બરે સૌથી મોટી ક્લેશ થવાની છે. જ્યારે ઓડિયન્સ રાહ જોઈ રહ્યા છે ત્યારે કિંગ ખાને પણ પોતાની તમામ તૈયારીઓ કરી લીધી છે. થોડા કલાકો પછી શાહરૂખ ખાન ‘ડંકી’ સાથે પહેલું પગલું ભરશે, પરંતુ પ્રભાસની ‘સાલાર’નું શું થશે? પ્રભાસ હજુ હાથ અજમાવવા માટે થિયેટર્સમાં પણ પ્રવેશ્યો નથી અને…
16મી ડિસેમ્બરથી 19મી ડિસેમ્બર વચ્ચે ડંકીનું જબરદસ્ત એડવાન્સ બુકિંગ થયું છે. બીજી તરફ પ્રભાસની સાલર પણ રિલીઝ થઈ રહી છે. દક્ષિણમાં તેનું એડવાન્સ બુકિંગ જબરદસ્ત છે. આવી સ્થિતિમાં પીવીઆરના શેરમાં નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાતોનો અંદાજ છે કે ગુરુવાર અને શુક્રવારે પણ કંપનીના શેરમાં વધારો જોવા મળી શકે છે.શાહરૂખની ડિંકી બઝ પણ સતત હાઈપ થઈ રહી છે. જ્યારથી ડંકીના એડવાન્સ બુકિંગના આંકડા બહાર આવ્યા છે ત્યારથી પીવીઆર આઈનોક્સના શેરમાં લગભગ 3 ટકાનો વધારો જોવા મળ્યો છે. પીવીઆર આઈનોક્સ એ સોમવારથી અત્યાર સુધીમાં રૂ. 493 કરોડથી વધુનો નફો કર્યો છે. 16મી ડિસેમ્બરથી 19મી ડિસેમ્બર વચ્ચે ડંકીનું જબરદસ્ત એડવાન્સ બુકિંગ થયું છે.…
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ ગેકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાશે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરશે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ફેહલુકવાયો અને તબરેઝ શમ્સીને પડતા મૂકવામાં આવ્યા છે અને બ્યુરાન હેન્ડ્રીક્સ અને લિઝાદ વિલિયમ્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમમાં શ્રેયસ અય્યરની જગ્યાએ રિંકુ સિંહને તક મળી છે. ભારત પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (w/c), રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુધરસન, તિલક વર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર દક્ષિણ…
IPLના ઈતિહાસમાં એક જ દિવસમાં બે મોટા ઈતિહાસ રચાયા છે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે માત્ર બે કલાકમાં પોતાના કેપ્ટન પેટ કમિન્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મિચેલ સ્ટાર્ક હવે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે મિશેલ સ્ટાર્કને 24 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. મિચેલ સ્ટાર્કને ખરીદવા માટે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે સ્પર્ધા હતી. મિચેલ સ્ટાર્ક આઠ વર્ષ બાદ IPLમાં વાપસી કરી રહ્યો છે. મિશેલ સ્ટાર્કની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સે પ્રથમ બોલી લગાવી હતી. શરૂઆતમાં બિડિંગ રૂ. 6 કરોડ સુધી પહોંચી હતી. આ પછી કોલકાતા…