આઈપીએલની મિનિ ઓક્શનમાં મિશેલ સ્ટાર્ક માટે ફ્રેન્ચાઈઝી દ્વારા ઐતિહાસિક બોલી લગાવવાના નિર્ણયને યોગ્ય હતો. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર એક્સ ફેક્ટર સાબિત થશે અને આક્રમક બોલિંગ માટે પણ લીડર બનશે, એમ કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ના મેન્ટોર ગૌતમ ગંભીરે જણાવ્યું હતું. આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ડીલ થવાના અહેવાલ સાથે મિશેલના અગાઉના પ્રદર્શનને લઈને સવાલો કરવા મુદ્દે ગંભીર મોટું નિવેદન આપ્યું હતું. ગૌતમ ગંભીર પણ ઓક્શનમાં હાજર રહ્યા હતા. સ્ટાર્ક એક આક્રમક બોલર છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. નવા બોલથી પણ બોલિંગ કરવા સાથે ડેથ ઓવરમાં બોલિંગ કરી શકે છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે આક્રમક બોલિંગ માટે લીડ…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની મિનિ ઓક્શનમાં ઓસ્ટ્રેલિયન મિશેલ સ્ટાર્ક 24.75 કરોડમાં ખરીદવામાં આવ્યા પછી સ્ટાર્ક ક્રિકેટ વર્લ્ડમાં છવાઈ ગયો છે, ત્યારે આ મુદ્દે પત્ની એલિશા હીલીએ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની કેપ્ટન એલિસા હીલીએ બુધવારે કહ્યું હતું કે તેના પતિ અને ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક વર્ષોથી કરેલી સખત મહેનતને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં તેના પર રેકોર્ડ બોલી લાગી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે મંગળવારે દુબઈમાં યોજાયેલી હરાજીમાં સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો, જેનાથી તે આઇપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. એપ્રિલ 2016માં સ્ટાર્ક સાથે લગ્ન કરનાર એલિસા ગુરુવારથી અહીં ભારત સામે ટેસ્ટ રમશે.…
કેન્દ્રીય રમત મંત્રાલયે બુધવારે 20 ડિસેમ્બરે રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત કરી છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ ભારતના બે યુવા બેડમિન્ટન સ્ટાર્સને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વર્ષનો ખેલ રત્ન પુરસ્કાર ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રાંકી રેડ્ડીને આપવામાં આવશે. આ બંનેએ વિશ્વભરમાં બેડમિન્ટન ડબલ્સમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. ખેલ મંત્રાલયે આ તમામ નામોની પુષ્ટિ કરી છે. આ સન્માન જાન્યુઆરીમાં આપવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તે ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આ માટે 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.…
ગુજરાત ટાઈટન્સના સુકાની હાર્દિક પંડ્યાને ટ્રેડ કરીને મુંબઈ ઈન્ડિયન્સે લીધા પછી અમુક ક્રિકેટરની નારાજગીમાં વધારો થયો હતો, ત્યારબાદ એકાએક રોહિતના નામની એક્ઝિટને કારણે આઈપીએલને બદલે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ અને મેનેજમેન્ટ લાઈમલાઈટમાં આવી ગયું છે. ગઈકાલે ઓક્શન વખતે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા અને ટીમ અંગે સ્પષ્ટતા હતી. ત્યાર પછી ટીમના માલિક અને અંબાણી પરિવારના દીકરાએ આ મુદ્દે ફોડ પાડ્યો હતો. ઓક્શન વખતે એક ફેને રોહિત અંગે ફ્રેન્ચાઈઝીની યોજના અંગે સવાલ કર્યો હતો ત્યારે એમઆઈના માલિક આકાશ અંબાણીએ શાનદાર જવાબ આપીને વિવાદ પર પૂર્ણ વિરામ મૂક્યો હતો, હવે આકાશ અંબાણીનો જવાબ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. આકાશ અંબાણીએ ફેનને…
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે મિની હરાજી મંગળવારે દુબઈમાં થઈ હતી. એક તરફ ઓસ્ટ્રેલિયાની ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્સ પર મોટા દાવ લગાવવામાં આવ્યા હતા.તો, બીજી તરફ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટરો પર પણ રૂપિયાનો વરસાદ થયો હતો જેમાં શુભમ દુબે, શાહરૂખ ખાન સહિત ઘણા ખેલાડીઓ સામેલ છે. પરંતુ ઉત્તર પ્રદેશના સમીર રિઝવીને જેકપોટ લાગ્યો હતો. IPLની હરાજીમાં સમીરને ખરીદવા માટે ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે સ્પર્ધા થઇ હતી. ચેન્નઈએ સમીરને રૂ. 20 લાખની બેઝ પ્રાઈઝ સાથે ખરીદવાની પહેલી બોલી લગાવી હતી. આ પછી ગુજરાત ટાઇટન્સે બોલી લગાવી હતી. ગુજરાતે 7.40 કરોડની…
કસરત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો ફાયદો માત્ર શારીરિક જ નહીં માનસિક પણ છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે દરરોજ કસરત અથવા વ્યાયામ કરવાથી હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ મળે છે. આ સિવાય વજન ઘટાડવા અને હૃદયને સ્વસ્થ રાખવામાં પણ ફાયદાકારક છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ઓફિસમાં પણ દોડવાના ફાયદા મળે છે? ચીનની એક કંપનીએ પોતાના કર્મચારીઓને આવી જ એક ઓફર આપી છે. અહેવાલ મુજબ, ગુઆંગડોંગ પ્રાંતમાં સ્થિત ડોંગપો પેપર કંપની તાજેતરમાં તેના કર્મચારીઓ માટે બોનસ સિસ્ટમ લઈને આવી છે, જે કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કસરતની માત્રા પર આધારિત છે, એટલે કે કર્મચારીઓ જેટલી વધુ કસરત…
દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, કારણ કે દૂધ પીવાથી આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ નથી થતી. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, ફોસ્ફરસ, આયોડિન, આયર્ન, પોટેશિયમ, ફોલેટ્સ, વિટામિન એ, વિટામિન ડી, રિબોફ્લેવિન, વિટામિન બી12, પ્રોટીન અને ચરબી મળી આવે છે, જે આપણા શરીરને સંપૂર્ણ પોષણ પ્રદાન કરે છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના મોટાભાગના દેશોમાં લોકો દૂધ પીવે છે. ડૉક્ટરો પણ દરરોજ એક ગ્લાસ દૂધ પીવાની સલાહ આપે છે. પરંતુ કેટલાક દેશો એવા છે જ્યાં દૂધ પીવું સારું માનવામાં આવતું નથી. અહીંના મોટાભાગના લોકો દૂધ પીતા નથી કે ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરતા નથી. તેમ છતાં, તેઓ ખૂબ જ મહેનતુ અને બુદ્ધિશાળી છે.…
IPL 2024 માટે દુબઈમાં એક મીની હરાજી યોજાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક સૌથી મોંઘો વેચાયો હતો. સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. જો કે વિશ્વના મહાન બેટ્સમેનોમાં ગણવામાં આવતા વિરાટ કોહલીને RCBએ IPL 2024 માટે 15 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. વિરાટ કોહલી IPL 2008ની શરૂઆતથી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ છે. જો વિરાટ કોહલીની હરાજીમાં બોલી લગાવવામાં આવે છે તો ટીમો તેને કેટલી કિંમતે ખરીદવા માંગશે? આનો જવાબ પૂર્વ ભારતીય બેટ્સમેન આકાશ ચોપરાએ આપ્યો છે. આકાશ ચોપરાએ કોહલીની કિંમત આ પ્રમાણે ટાંકી છે, જે હાલમાં…
વર્ષ ૨૦૨૩માં બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનનો દબદબો રહ્યો છે. બોલીવુડના કિંગખાને બોક્સ ઓફિસ પર આ વર્ષે રાજ કર્યું છે. આ વર્ષે તેની બે ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’ રિલીઝ થઈ હતી અને આ બંને ફિલ્મો વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની રહી. હવે ફેન્સ સાથે વર્ષ ૨૦૨૩ને અલવિદા કહેવા માટે શાહરૂખ ખાન ફરી એકવાર ‘ડંકી’ સાથે ત્રીજી વખત મોટા પડદા પર પાછો ફર્યો છે. રાજકુમાર હિરાણી દ્વારા દિગ્દર્શિત તેમની ફિલ્મ ‘ડંકી’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને પ્રથમ શો સાથે જ આ ફિલ્મે થિયેટરોમાં ધૂમ મચાવી દીધી છે. મુંબઈના એક થિયેટરમાં ‘ડંકી’નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા આવેલા પ્રેક્ષકોએ ઉજવણીનો…
બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસની મુશ્કેલીઓ વધી રહી છે. એકવાર ફરી સુકેશ ચંદ્રશેખરનાં લેટર અને મેસેજથી કંટાળીને એક્ટ્રેસ કોર્ટનાં રસ્તે વળી છે.બોલીવુડ એક્ટ્રેસ જેકલીને કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે અને કોર્ટમાં કહ્યું મારી ઈમેજ બગડી રહી છે. બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસની મુશ્કેલીઓ સતત વધી રહી છે. થોડા દિવસો પહેલાં એક્ટ્રેસ 200 કરોડ રૂપિયાનાં મની લોન્ડેરિંગ કેસમાં હાઈકોર્ટ પહોંચી હતી. આ વચ્ચે હવે જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરનાં આપત્તિજનક લેટર અને મેસેજથી કંટાળીને જેકલીને કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. કોર્ટમાં જેકલીન ફર્નાંડિસે પોતાની સિક્યોરિટીને ધ્યાનમાં રાખતાં રાહતની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 18 જૂલાઈનાં કોર્ટમાં સુનાવણી દરમિયાન સુકેશે વીડિયો કોન્ફેરેન્સ થકી જેકલીન સાથે…