કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

એનિમલ સ્ટાર રણબીર કપૂરની ફિલ્મ રિલીઝ થઈ 20 દિવસ પૂરા થઈ ગયા છે, પરંતુ હજુ પણ આ ફિલ્મનું નામ ભૂલાયું નથી. 20 દિવસ પછી ફિલ્મ કરતા પણ તેના ગીતની રિલ્સ જોરદાર વાઈરલ થઈ રહી છે, જ્યારે તેના ડાયલોગ લોકપ્રિય બન્યા છે. તેનું મ્યુઝિક સાથે ગીતની વાત કરીએ તો જમાલ કુડુ રીતસરનું ફેમસ થઈ ગયું છે. મૂળ ઈરાની ગીતને ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યું છે અને ફિલ્મ રિલીઝ થયા પછી દરેક જગ્યાએ છવાઈ ગયું છે. આ ગીત ઈરાની ભાષામાં છે, જ્યારે તેના શરુઆતના શબ્દો કંઈક આવા છે. ‘કાળી આંખોવાળી, મારું દિલ તોડીશ નહીં. મને તે છોડ્યા પછી હું મજનુ બની ગયો છું.’…

Read More

કરીના કપૂર અને શાહિદ કપૂર વચ્ચેના સંબંધો કોઇનાથી અજાણ્યા નથી. બંને સૌથી પહેલા ‘ફિદા’ ફિલ્મમાં એકસાથે દેખાયા હતા. એ પછી પણ તેમણે ઘણી ફિલ્મો સાથે કરી, જેમકે ‘ચુપ ચુપ કે’, ‘જબ વી મેટ’ અને ‘મિલેંગે મિલેંગે’માં જોવા મળ્યો હતો. બંનેની જોડી ચાહકોમાં પણ ઘણી લોકપ્રિય હતી. ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે તેઓ ક્યારે તેમની રિલેશનશીપને લગ્નમાં પરિવર્તિત કરશે. પરંતુ ઓચિંતા જ તેમના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. નિરાશાજનક વાત એ છે કે જ્યારે આ બંને કલાકારો રિલેશનશીપમાં હતા ત્યારે તેમણે જેટલી ફિલ્મો એકસાથે કરી, તેમાંથી તેમની કેમેસ્ટ્રીના સૌથી વધુ વખાણ ‘જબ વી મેટ’માં થયા હતા, પરંતુ ‘જબ વી…

Read More

દક્ષિણના સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ સાલાર સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મના એડવાન્સ બુકિંગમાં પણ એવો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે કે સિનેમા ટિકિટ બુકિંગ વેબસાઇટ બુક માય શો પણ ક્રેશ થઇ ગઇ હતી. સાલાર ફિલ્મની એડવાન્સ બુકિંગે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીને ઘણી પાછળ છોડી દીધી છે. તેલુગુ, મલયાલમ, તમિલ, કન્નડ અને હિન્દી -એમ વિશ્વભરની પાંચ ભાષાઓમાં રિલીઝ થઈ રહેલી સાલાર, ડંકી સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે, જે એડવાન્સ બુકિંગના સંદર્ભમાં ડંકીને ટક્કર આપતી જોવા મળે છે, પરંતુ પ્રભાસની ફિલ્મના મેકર્સનો આરોપ છે કે ઉત્તર ભારતમાં બીજી ઘણી ફિલ્મોની જેમ સાલારનું પ્રમોશન કરવામાં આવી રહ્યું નથી. આવી…

Read More

એનિમલ ફિલ્મ દેશભરના થિયેટરો ગજાવી રહી છે અને રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. અભિનેતા રણબીર કપૂરની કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ રહી છે. એનિમલ ફિલ્મની સફળતા બાદ અભિનેતા રણબીર કપૂર ચિલ મૂડમાં છે. હાલમાં જ તેને એક સ્ટાર કીડ સાથે સ્પોટ કરવામાં આવ્યો હતો. આ સ્ટાર કીડ બીજું કોઇ નહી પણ અભિનેતા સંજય દત્તની દીકરી ત્રિશલા હતા. સંજય દત્તની દીકરી ત્રિશલા ન્યુયોર્કમાં તેના નાના-નાની પાસે રહે છે. હાલમાં ત્રિશલા મુંબઇ આવી છે. તાજેતરમાં જ રણબીર કપૂર ત્રિશલા સાથે જોવામાં આવ્યો હતો. પોતાના મનગમતા સ્ટારને મળીને ત્રિશલા પણ ઘણી ખુશ દેખાઇ રહી હતી. બંનેએ પોશ રેસ્ટોરેન્ટમાં સાથે ડિનર પણ લીધું…

Read More

અભિનેતા શ્રેયસ તલપડેને પાંચ દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેની એન્જિયોપ્લાસ્ટી સર્જરી પણ કરવામાં આવી હતી. ત્યારે શ્રેયસના ફેન્સ અભિનેતાની તબિયતને લઈને ખૂબ જ ચિંતિત હતા અને તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે આ બધાની વચ્ચે શ્રેયસ તલપડેએ હવે પોતાની હેલ્થ અપડેટ જાતે જ આપી હતી. શ્રેયસે કહ્યું હતું કે તે હવે પહેલા કરતા સ્વસ્થ છે પરંતુ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી હાલમાં તે ઓબ્ઝર્વેશનમાં છે. અભિનેતા શ્રેયસ તલપડે પોતાની હેલ્થ અપડેટ આપતાં પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. શ્રેયસે કહ્યું હતું કે તમારા સમર્થન અને પ્રાર્થના માટે આભાર. તમારા બધાના પ્રમ અને લાગણીઓના કારણે…

Read More

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ODI સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ આજે ગુરુવાર, 21 ડિસેમ્બરના રોજ પાર્લના બોલેન્ડ પાર્ક ખાતે રમાશે. હાલ આ 3 મેચની સિરીઝ 1-1 થી બરાબર છે, એવામાં આજની મેચ મહત્વની રહેશે, આ મેચનું પરિણામ સીરિઝ વિજેતા નક્કી કરશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં 8 વિકેટે જીત મેળવી હતી, ત્યારે બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાએ 8 વિકેટે જીત મેળવી હતી. પાર્લમાં મેચ દરમિયાન તાપમાન 36 ડિગ્રી રહેવાની સંભાવના છે. પવન ફૂંકાવાની અપેક્ષા પણ ઘણી ઓછી છે. મેચ દરમિયાન વરસાદ થવાની કોઈ શક્યતા નથી. સેન્ટ જ્યોર્જ ઓવલની જેમ બોલેન્ડ પાર્ક બેટ્સમેન અને બોલરોને સમાન રીતે મદદ કરશે. આ…

Read More

આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે પર્લ ખાતે સીરિઝની ત્રીજી અને અંતિમ વન-ડે મેચ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે સાડા ચાર વાગ્યે શરૂ થશે. સિરીઝની પ્રથમ મેચમાં ભારતે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો જ્યારે બીજી મેચમાં સાઉથ આફ્રિકાએ શાનદાર વાપસી કરી હતી અને આઠ વિકેટે જીત મેળવી હતી. એવામાં સિરીઝની ત્રીજી અને અંતિમ વન-ડે મેચ બન્ને ટીમો માટે નિર્ણાયક રહેશે. આ મેચ જીતનારી ટીમ સિરીઝ પોતાના નામે કરશે. પ્રથમ બે મેચમાં ઓપનિંગ જોડીની નિષ્ફળતા બાદ ભારતીય ટીમ ત્રીજી અને અંતિમ વન-ડેમાં દક્ષિણ આફ્રિકા સામે જીત નોંધાવવા માટે સારી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. ભારતે વન-ડે શ્રેણીમાં માત્ર એક જ…

Read More

ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની મીની હરાજી દુબઈમાં પૂર્ણ થઈ હતી. આ હરાજીમાં ૩૩૨ ખેલાડીઓ પર બોલી લગાવવાની હતી, પરંતુ તમામ ૧૦ ટીમોએ માત્ર ૭૨ ખેલાડીઓ જ ખરીદ્યા હતા જેમાંથી ૩૦ વિદેશી ખેલાડીઓ હતા. તમામ ૧૦ ટીમોએ આ ૭૨ ખેલાડીઓ પર ૨૩૦ કરોડ અને ૪૫ લાખ રૂપિયા ખર્ચ્યા હતા. હરાજીમાં ચેન્નઈએ છ, દિલ્હીએ નવ, ગુજરાતે આઠ, કોલકાતાએ ૧૦, લખનઊએ છ, મુંબઈએ આઠ, પંજાબે આઠ, રાજસ્થાને પાંચ, બેંગલુરુએ છ અને હૈદરાબાદે છ ખેલાડીઓ ખરીદ્યા હતા. ચેન્નઇની આખી ટીમ એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), મોઈન અલી, દીપક ચહર, ડેવોન કોનવે (વિકેટકીપર), તુષાર દેશપાંડે, શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ, રાજવર્ધન હંગરગેકર, રવિન્દ્ર જાડેજા, અજય મંડલ, મુકેશ ચૌધરી,…

Read More

ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ની ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ માટે 20.50 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. સ્ટાર્કનું કોલકાતા નાઈટ રાઈડર્સની તમામ મેચમાં રમવાનું નિશ્ચિત છે. જો તે લીગ રાઉન્ડની તમામ 14 મેચો રમે છે અને દરેક મેચમાં ચાર ઓવર (કુલ 336 બોલ)નો ક્વોટા ફેંકે છે તો તેના એક બોલની કિંમત 7.4 લાખ રૂપિયા થશે. જો કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ફાઈનલમાં પહોંચે છે તો તેને વધુમાં વધુ 17 મેચ રમવાની રહેશે. આવી સ્થિતિમાં સ્ટાર્ક 408 બોલ ફેંકશે. તેના એક બોલની કિંમત 6.1…

Read More

ગઈકાલે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL માટે ખેલાડીઓની નિલામી યોજાઈ ગઈ. દુબઈમાં 10 ટીમોએ 332 ખેલાડીઓ પર બોલી લગાવી. તમામ ટીમ પાસે ખેલાડીઓને ખરીદવા માટે કરોડો રૂપિયા હતા. આ મિની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને સૌથી ઊંચી કિંમતે ખરીદવામાં આવ્યા. ઓસ્ટ્રેલિયાની ટીમના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક ને KKR ટીમે 24.75 કરોડમાં ખરીદ્યું. એ પછી બીજા ક્રમે રહ્યો પેટ કમિન્સ જેને Sunrisers Hyderabad ટીમની માલિકણ કાવ્યા મારને 20.5 કરોડમાં ખરીદ્યો. કાવ્યા IPL માં ખેલાડીઓને ખરીદવા માટે 34 કરોડ રૂપિયા લઇને બેઠા હતા. તેમાંથી તેમણે 3 કરોડ રૂપિયા બચાવ્યા. કાવ્યા મારન સન ટીવીના માલિક કલાનિધી મારનની પુત્રી છે. કાવ્યાની સાથે સાથે તેના માતાપિતા…

Read More