થોડા દિવસો પહેલા બોબી દેઓલે કહ્યું હતું કે ફિલ્મમાં તેનો અને રણબીરનો કિસિંગ સીન હતો, પરંતુ એડિટમાં હટાવી દેવામાં આવ્યો, હવે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ આ પાછળનું કારણ સમજાવ્યું છે. રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર અને બોબી દેઓલ સ્ટારર એનિમલ આ મહિને રિલીઝ થઈ હતી અને ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મને માત્ર દર્શકો તરફથી સારો પ્રતિસાદ જ નથી મળી રહ્યો પરંતુ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ જોરદાર કમાણી કરી છે. થોડા દિવસો પહેલા બોબીએ કહ્યું હતું કે ફિલ્મમાં તેનો અને રણબીરનો કિસિંગ સીન હતો, પરંતુ છેલ્લી ક્ષણે તેને હટાવી દેવામાં આવ્યો હતો. બોબીએ કહ્યું હતું કે…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
ગઈકાલે જ બોલીવૂડના ફેમસ ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની બર્થડે પાર્ટીમાં બોલીવૂડના સ્ટાર્સનો મેળો જામ્યો હતો અને આ પાર્ટીમાં બી-ટાઉનના અનેક મોટા મોટા કલાકારોએ હાજરી આપી હતી, જેમાં અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, શાહરૂખ ખાન, સોનુ નિગમ, સલમાન ખાનનો સમાવેશ થાય છે. હવે આ જ બર્થડે પાર્ટીમાંથી એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેની સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. આવો જોઈએ એવું તે શું ખાસ છે આ વીડિયોમાં. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને સલમાન ખાન એક સાથે જોવા મળે છે. આ ત્રણે એક જ મંચ એક સાતે જોવા મળ્યા હતા. એ સમયે સોનુ નિગમ પણ સ્ટેજ પર…
એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે શુક્રવારે ઓસ્કર 2024 માટે તેની ફિલ્મોની શોર્ટલિસ્ટ જાહેર કરી છે, જેમાં મલયાલમ ફિલ્મ ‘2018’ ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ હોવાનું જાણવા મળતા ભારતીય દર્શકો નિરાશ થયા છે. મલયાલમ ફિલ્મ ‘2018: એવરીવન ઈઝ અ હીરો’ એ ઓસ્કાર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ કેટેગરીમાં ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી મેળવી હતી, પરંતુ હવે આ ફિલ્મ એકેડમી એવોર્ડની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ફિલ્મ ‘2018’ એકેડેમી એવોર્ડ માટે શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવી શકી નથી. એકેડમીએ ઓરિજિનલ સોંગ, ડોક્યુમેન્ટરી ફીચર, ઇન્ટરનેશનલ ફીચર, ઓરિજિનલ સ્કોર સહિત 10 કેટેગરીમાં શોર્ટલિસ્ટેડ ફિલ્મોની જાહેરાત કરી છે. ‘બાર્બી’, ‘ઓપેનહેઇમર’ અને ‘કિલર્સ ઑફ ધ ફ્લાવર…
દિશા પટની અને મૌની રોય ક્લોઝ ફ્રેન્ડ છે તેની સાથે સારો અભિનય પણ કરે છે, જ્યારે સોશિયલ મીડિયા સ્ટાર પણ છે. વર્ષોથી બંને એકબીજાની આસપાસ તો જોવા મળે છે, જ્યારે ક્વોલિટી ટાઈમ સાથે સ્પેન્ડ કરતા જોવા મળે છે. તાજેતરમાં વિદેશની ટૂરમાં બંનેએ બીચ પર મોજ કરતા જોવા મળ્યા હતા. બંનેની બિકિનીમાં મોજ-મસ્તી તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થવાને કારણે લોકો ચર્ચામાં આવી ગયા છે. કહેવાય છે કે દિશા અને મૌની વચ્ચે આ વર્ષના આરંભમાં અક્ષય કુમારના ધ એન્ટટેનર્સ નોર્થ અમેરિકાની ટૂર વખતે વધુ નજીક આવ્યા હતા, ત્યારબાદ બંને મોટા ભાગના પ્રસંગ યા કાર્યક્રમોમાં પણ સાથે જોવા મળે છે. બંને…
રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સર્કસ’ બોક્સ ઓફિસ પર સદંતર ફ્લોપ રહી હતી. આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી. વર્ષ 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રણવીર સિંહ, પૂજા હેગડે, જેક્વેલીન ફર્નાન્ડીઝ અને અન્ય ઘણા કલાકારો જોવા મળ્યા હતા. જો કે રિલીઝ બાદ તેને જોનારા દર્શકોએ પણ આ ફિલ્મની ખૂબ ટીકા કરી હતી. હવે રોહિત શેટ્ટીએ ફિલ્મની નિષ્ફળતા પર પોતાનું મૌન તોડ્યું છે, અને પોતાની ભૂલ હતી તેમ સ્વીકાર્યું છે. હાલમાં જ અજય દેવગન અને રોહિત શેટ્ટી કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ-8’માં જોવા મળ્યા હતા. શોમાં કરણ જોહર સાથેની વાતચીત દરમિયાન, જ્યારે રોહિત શેટ્ટીને ‘સર્કસ’ વિશે પૂછવામાં…
ના, અમે બોલીવુડના મોસ્ટ એલિજીબલ બેચલર સલમાન ખાન નહિ, પરંતુ તેના મોટાભાઇ અરબાઝ ખાનની વાત કરી રહ્યા છીએ. મલાઈકા અરોરા સાથેના છૂટાછેડા અને જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથેના બ્રેકઅપ બાદ 56 વર્ષના અરબાઝ ખાનને ફરી પ્રેમ મળ્યો છે. અરબાઝ તેની ગર્લફ્રેન્ડ શોરા ખાન સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. લગ્નની તારીખ કન્ફર્મ થઈ ગઈ છે. અરબાઝ ખાને 6 વર્ષ પહેલા અભિનેત્રી મલાઈકા અરોરાથી છૂટાછેડા લીધા હતા. અરબાઝના લગ્નના સમાચારે ચાહકોને ખૂબ જ ઉત્સાહિત કરી દીધા છે. દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક છે કે તેની દુલ્હન કોણ છે? તમને જણાવી દઈએ કે અરબાઝની પ્રેમિકાનું નામ શૌરા ખાન છે. શૌરા એક પ્રોફેશનલ સેલિબ્રિટી મેકઅપ…
ટીમ ઈન્ડિયા હાલમાં સાઉથ આફ્રિકાની ટૂર પર છે અને બંને ટીમ વચ્ચે ટી-20 અને વન-ડે મેચ રમાઈ ચૂકી છે અને હજી ટેસ્ટ મેચ રમાવવાની બાકી છે. પરંતુ આ ટેસ્ટ સિરીઝ પહેલાં જ ટીમ ઈન્ડિયા પર ખતરો મંડરાઈ રહ્યો છે કારણ કે ટીમ ઈન્ડિયાને એક પછી એક એમ બે ઉપરા ઉપરી બે આંચકા લાગ્યા છે. ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન ઋુતુરાજ ગાયકવાડ ઈજાને કારણે બે મેચની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે અને હવે એની પાછળ પાછળ જ ટીમ ઈન્ડિયાનો બીજો એક ખેલાડી પણ ફેમિલી ઈમર્જન્સીને કારણે ભારત પાછો આવી ગયો છે. મળી રહેલાં રિપોર્ટ અનુસાર ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર વિરાટ કોહલી…
ઝિમ્બાબ્વે ક્રિકેટે તેના બે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા છે. વેસ્લે મધવીરે અને બ્રેન્ડન માવુતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ પ્રતિબંધિત દવાઓનું સેવન કરતા હતા. ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટે તેમના કેસની સુનાવણી સુધી સસ્પેન્ડ કરી દીધા છે. આ બંને ખેલાડીઓને ડોપિંગ વિરોધી નિયમોના ભંગ બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે જ્યાં સુધી સમગ્ર કેસની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી આ બંને ખેલાડીઓ ક્રિકેટ મેચ રમી શકશે નહીં. વેસ્લે મધવીરે અને બ્રેન્ડન માવુતા પર ઝિમ્બાબ્વે ક્રિકેટની આચાર સંહિતાનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બોર્ડે આ મામલે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે…
વેસ્ટ ઈન્ડિઝની ટીમ જાન્યુઆરી ૨૦૨૪માં ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. પ્રથમ બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે જેના માટે વેસ્ટ ઈન્ડિઝે ૧૫ સભ્યોની ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. ૧૫ ખેલાડીઓની બનેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સાત નવા ખેલાડીઓ (જેમણે કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી)નો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેસન હોલ્ડર, આન્દ્રે રસેલ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ અને શિમરોન હેટમાયર જેવા સ્ટાર ખેલાડીઓને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ફરી એકવાર ટેસ્ટ ટીમની કમાન ક્રેગ બ્રેથવેટને સોંપી છે. આ સિવાય ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં સામેલ સાત અનકેપ્ડ ખેલાડીઓમાં ઝકેરી મેકકાસ્કી, ટેવિન ઇમલાચ,…
બંંગલાદેશ સામેની બીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડનો સાત વિકેટે વિજય થયો હતો. હેનરી નિકોલ્સ (૯૫) અને વિલ યંગ (૮૯) સદી ચૂકી ગયા પરંતુ તેમની વચ્ચે બીજી વિકેટ માટે ૧૨૮ રનની ભાગીદારીથી ન્યૂઝીલેન્ડે બીજી વન-ડેમાં બંગલાદેશને સાત વિકેટથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણી ૨-૦થી કબજે કરી હતી. ઓપનર સૌમ્ય સરકારની ૧૬૯ રનની મદદથી બંગલાદેશે ૪૯.૫ ઓવરમાં ૨૯૧ રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડે ૪૬.૨ ઓવરમાં ત્રણ વિકેટે ૨૯૬ રન કરીને મેચ જીતી લીધી હતી. વિલ યંગે રચિન રવિન્દ્ર (૩૩ બોલમાં ૪૫ રન) સાથે પ્રથમ વિકેટ માટે ૭૬ રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. તેણે ૯૪ બોલની ઈનિંગમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગા…