હોલીવૂડનો જાણીતો અભિનેતા વિન ડીઝલ મુશ્કેલીમાં આવી ગયો છે. ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ ફિલ્મના અભિનેતા વિન ડીઝલ પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે અને આ આરોપ અન્ય કોઇએ નહીં, પણ અભિનેતાની એક્સ આસિસ્ટન્ટ એસ્ટ્રા જોનાસને લગાવ્યો છે. જોનાસને જણાવ્યું હતું કે 2010માં તેના માટે કામ કરતી વખતે તે જાતીય સતામણીનો શિકાર બની હતી. એસ્ટ્રા જોનાસને ગુરુવારે લોસ એન્જલસમાં મુકદ્દમો દાખલ કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે વિન ડીઝલે એટલાન્ટા હોટલના રૂમમાં તેની જાતીય સતામણી કરી હતી. હોલીવુડના જાણીતા સ્ટાર અભિનેતા વિન ડીઝલે દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું છે. જોનાસન ઘણા વર્ષોથી વિન ડીઝલની ફિલ્મ કંપનીમાં કામ કરતી હતી. જોનાસન તેના…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી બિપાશા બાસુ હાલ તેના માતૃત્વનો ભરપૂર આનંદ માણી રહી છે. અભિનેત્રી વારંવાર તેની પુત્રી દેવીની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. પોતાની નાનકડી પરી સાથે વિતાવેલી દરેક પળોને તે કેમેરામાં કંડારે છે ત્યારે થોડા દિવસો પહેલા તેણે દેવીના જન્મને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેનો એક વીડિયો મુક્યો હતો, જે વાઇરલ થયો હતો. દેવીના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બિપાશાએ એક સુંદર પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ફક્ત તેના નજીકના લોકો અને અંગત મિત્રો જ ઉપસ્થિત હતા. તેનો પતિ કરણ સિંહ ગ્રોવર દિપીકા પાદુકોણ અને ઋતિક રોશનની ફિલ્મ ‘ફાઇટર’માં એક ખાસ ભૂમિકામાં જોવા…
છેલ્લાં કેટલાક દિવસથી બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચેના સંબંધોમાં આવેલા ખટરાગની વાતોથી બી-ટાઉનની ગલીઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વોલ્સ ઉભરાઈ રહી છે. દરમિયાન અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન છૂટા પડી રહ્યા છે. પરંતુ આ આખા મામલામાં ઐશ્વર્યા-અભિષેકે મૌન સેવ્યું છે. હવે આ બાબતમાં મહત્ત્વની માહિતી સામે આવી રહી છે અને આ માહિતી આ કપલના નજીકની વ્યક્તિ પાસેથી આવી રહી છે અને આ માહિતી જાણીને ફેન્સને પણ મોટો આંચકો લાગ્યો છે. પરંતુ આ બધું તો ચાલ્યા કરશે પણ આજે આપણે અહીં ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની કુંડળીમાં બની રહેલાં યોગ વિશે વાત કરીશું કે શું ખરેખર ઐશ્વર્યાની કુંડળીમાં છુટાછેડાનો…
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડકપની શરૂઆતની મેચથી જ ઈજાને કારણે બહાર થઈ ગયો હતો અને હવે આ હાર્દિકની હેલ્થને લઈને ખૂબ જ મહત્ત્વનું અપડેટ સામે આવી રહ્યું છે. આ સમાચાર જાણીને કદાચ હાર્દિકના ફેન્સ નિરાશ થઈ શકે છે. વર્લ્ડકપ-2023 બાદ હાર્દિક ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T-20i સિરીઝથી અને ફરી સાઉથ આફ્રિકાની ટૂરમાંથી પણ હાર્દિક પંડ્યા બહાર રહ્યો હતો અને હવે ફરી એક વખત હાર્દિક પંડ્યાની હેલ્થને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે અને આ અપડેટ થોડું ડરામણું છે. હવે મળી રહેલી તાજી માહિતી અનુસાર IPL-2024 સુધી પણ તેનું કમબેક અઘરું લાગી રહ્યું છે અને એવી શક્યતા વ્યક્ત કરાઈ…
સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાંથી ઓપનર ઋતુરાજ ગાયકવાડને બહાર કરી દેવામાં આવ્યો છે. તેના સ્થાને ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાના બેટથી લોકોને પ્રભાવિત કરનાર અભિમન્યુ ઇશ્વરન ટીમમાં સામેલ થયો છે. પ. બંગાળ માટે રમતા ડોમેસ્ટિક ક્રિકેટમાં આગ લગાવનાર અભિમન્યુએ અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. રુતુરાજ ગાયકવાડને વનડે સીરીઝ દરમિયાન આંગળીમાં ઈજાના કારણે ટીમથી અલગ કરવામાં આવ્યો હતો. અભિમન્યુ ઇશ્વરનનો ભારતીય ટીમમાં બે વખત સમાવેશ કરવામાં આવ્યો છે. અભિમન્યુ ભારત A ટીમ સાથે દક્ષિણ આફ્રિકા A ટીમ સામે રમવા ગયો હતો, પરંતુ હવે તે ઈન્ડિયા A છોડીને સિનિયર ટીમ ઈન્ડિયા સાથે રહેશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર…
ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ જે WFI પ્રમુખ બન્યા તેના વિરોધમાં કુસ્તીબાજ સાક્ષી મલિકે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. તેમજ ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય કર્યો હતો. સાક્ષી મલિક અને બજરંગ પુનિયા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને પણ મળ્યા હતા. જ્યારે સાક્ષીને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા વિશે પૂછ્યું તો તેણે હજુ સુધી કંઇ નક્કી નથી એવો જવાબ આપ્યો હતો. સાક્ષી મલિકે જણાવ્યું હતું કે કુસ્તીબાજોની લડાઈ બ્રિજ ભૂષણ સામે હતી. અમે ઇચ્છીએ છીએ કે ફેડરેશન પર તેમનું જે શાસન ચાલે છે તેને ખતમ કરવામાં આવે. અમે સરકાર સાથે પણ ચર્ચા કરી…
ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પૂનિયાએ પીએમ મોદીને એક લાંબો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે તેમની માગણીઓ ન સાંભળવાને કારણે પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી હતી. આ વર્ષની શરૂઆતથી ભારતીય કુસ્તીબાજોનો એક વર્ગ ભારતીય કુસ્તી મહાસંઘમાં બ્રિજભૂષણ શરણ સિંહની ચાલી રહેલી મનમાની અને તાનાશાહીનો વિરોધ કરી રહ્યો છે. બ્રિજભૂષણ પર મહિલા રેસલર્સનું યૌન શોષણ કરવાનો પણ આરોપ છે. બ્રિજભૂષણ શરણ સિંહ ભાજપના સાંસદ છે અને લાંબા સમયથી ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ છે. તાજેતરમાં કુસ્તીબાજોના લાંબા આંદોલન બાદ તેમને પ્રમુખ પદ છોડવું પડ્યું હતું. જો કે જે નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે તે પણ બ્રિજભૂષણના નજીકના સાથી…
આઠ વર્ષની બ્રિટિશ-ભારતીય સ્કૂલ વિદ્યાર્થિની બોધના શિવાનંદને ચેસની રમતમાં ઈતિહાસ સર્જ્યો છે. તે એક યૂરોપીયન ચેસ સ્પર્ધામાં સુપર ટેલેન્ટેડ સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે ઘોષિત કરાઈ છે. બોધના લંડનના હેરો ઉપનગરમાં રહે છે. તેણે ક્રોએશિયાના ઝેગ્રેબ શહેરમાં રમાઈ ગયેલી યૂરોપીયન બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં વિજેતાપદ હાંસલ કર્યું છે. આ સ્પર્ધામાં તે દુનિયાના કેટલાક બેસ્ટ ખેલાડીઓ સાથે વ્યક્તિગત સ્તરે ચેસ રમી હતી અને એ બધાને તેણે હરાવી દીધા હતા. એક ઈન્ટરનેશનલ માસ્ટર ખેલાડીને હરાવીને તેણે સ્પર્ધાનું વિજેતાપદ પ્રાપ્ત કર્યું હતું. બોધનાએ 8.5/13 હાંસલ કર્યા હતા અને પ્રથમ ઈનામ જીત્યું હતું. બોધનાએ બાદમાં બીબીસી ચેનલને જણાવ્યું હતું કે, ‘હું હંમેશાં જીતવા માટે મારાં શ્રેષ્ઠ…
હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં વધુ બે સ્ટાર-સંતાનોએ પ્રવેશ કર્યો છે. ફિલ્મ નિર્માતા બોની કપૂર અને સ્વ. શ્રીદેવીની નાની પુત્રી ખુશી અને શાહરૂખ ખાનની પુત્રી સુહાના હાલમાં જ રિલીઝ કરાયેલી ફિલ્મ ‘ધ આર્ચીસ’માં ચમકી હતી. હવે સૌની નજર ફિલ્મી દંપતી કાજોલ અને અજય દેવગનની પુત્રી નિસા ફિલ્મજગતમાં ક્યારે પ્રવેશ કરે છે તેની પર છે. નિર્માતા કરણ જોહરને પણ મનમાં આ સવાલ સતાવતો હતો અને એટલે એમણે પોતાના ટીવી શો ‘કોફી વિથ કરણ’માં હાજર રહેલા અજય દેવગનને તે સવાલ પૂછી લીધો હતો. કરણે જ્યારે પૂછ્યું કે, ‘નિસા બોલીવુડમાં ક્યારે પદાર્પણ કરશે?’ ત્યારે અજયે કહ્યું, ‘ફિલ્મલાઈનમાં આવવાની હાલ એને કોઈ ઈચ્છા નથી, પણ ભવિષ્યમાં…
ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીમાં 2-1થી જીત મેળવ્યા બાદ ઘણો ખુશ છે. કેએલ રાહુલે કહ્યું કે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં નિરાશાજનક હાર બાદ આ સિરીઝ જીતીને સારું લાગે છે. શ્રેણીની નિર્ણાયક મેચમાં સંજુ સેમસને ત્રીજા નંબરે બેટિંગ કરી અને સદી ફટકારી હતી. વન ડે ઈન્ટરનેશનલમાં સંજુની આ પ્રથમ સદી હતી. સેમસનને આ સદીની ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. મેચ પછી, કેપ્ટન કેએલએ સેમસનની ભરપૂર પ્રશંસા કરી, પરંતુ તેને એક કડવી સત્યથી પણ વાકેફ કર્યા. રાહુલે મેચ બાદ કહ્યું, ‘હું સંજુ માટે ખુશ છું. તેણે આટલા વર્ષોથી…