આજે આમિરની લાડલી આયરા ખાને નુપૂર શિખરે સાથે કોર્ટ મેરેજ કરી લગ્ન રજીસ્ટર કરાવી લીધા છે, અને હવે તેઓ 8 જાન્યુઆરીએ મહારાષ્ટ્રીયન રીતરિવાજો સાથે તેઓ ઉદયપુરમાં ડેસ્ટીનેશન વેડિંગ કરશે. આ કોર્ટ મેરેજ બપોરના સમયે યોજાયા હતા. જો કે આજે કોર્ટ મેરેજમાં વરરાજાનો અનોખો અંદાજ જોવા મળ્યો. એક તરફ આયરાની મહેંદી સેરેમની ચાલી રહી હતી અને બીજી તરફ નુપૂર સૂટબૂટ-શેરવાનીને બદલે જીમના કપડામાં કોર્ટમાં જતો જોવા મળ્યો હતો. નુપુર શિખરે તેમની દુલ્હનને લેવા તો નીકળી પડ્યો હતો. પરંતુ તેની સ્ટાઈલ જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું. તે કોઈ સૂટ, શેરવાની કે કોઈ પરંપરાગત ડ્રેસ પહેરીને નહિ પરંતુ જીમના કપડા પહેરીને વરઘોડો જોવા…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ ભરેલું પાર્સલ પકડ્યું હોવાનું જુઠ્ઠાણું ચલાવી બોલિવૂડની અભિનેત્રી અંજલિ પાટીલ પાસેથી સાયબર ઠગોએ 5.80 લાખ રૂપિયા કથિત રીતે પડાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ચક્રવ્યૂહ, ન્યૂટન અને રજનીકાંતની કાલા ફિલ્મમાં અભિનય કરનારી અંજલિ પાટીલે નોંધાવેલી ફરિયાદને આધારે ડી. એન. નગર પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. અંધેરી પશ્ર્ચિમમાં ગિલ્બર્ટ હિલ રોડ પરિસરમાં રહેતી અભિનેત્રીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે 28 ડિસેમ્બર, 2023ની સવારે દીપક શર્મા નામના શખસે તેને કૉલ કર્યો હતો. તાઈવાન મોકલવામાં આવી રહેલું તમારા નામનું પાર્સલ મુંબઈ કસ્ટમ્સના અધિકારીઓએ પકડ્યું છે. આ પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે અને…
બોલીવુડના સ્ટાર કિડ્ઝ ફિલ્મો કરી રહ્યા હોય કે ન કરી રહ્યા હોય, કેમેરાની નજરો સતત તેમના પર મંડાયેલી રહે છે. તેઓ કોની સાથે ક્યાં જાય છે, એ ઘટનાઓ સતત એન્ટરટેઇનમેન્ટ બિઝનેસમાં હોટ ટોપિક બની રહે છે. તાજેતરમાં મલાઇકા અરોરાનો દીકરો અરહાન ખાન અને રવિના ટંડનની પુત્રી રાશા થડાની એક સાથે કારમાં બેસીને ક્યાંક જતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ તેમની વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની વાતો વાયુવેગે ફેલાઇ રહી છે. View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) આ બંનેનો એક વીડિયો સામે આવ્યો…
સોશિયલ મીડિયા યુવાનો સુધી પહોંચવાનું સૌથી મજબૂત માધ્યમ છે અને ખાસ કરીને ફિલ્મજગત હવે આ માધ્યમથી જ ફેન્સ સુધી પહોંચે છે. આથી સોશિયલ મીડિયામાં આવતી કોઈ પણ પોસ્ટ જલદીથી ચર્ચાનો વિષય બની જાય છે. આવું જ બન્યુ છે કે ફિલ્મનિર્માતા કરણ જોહરે એક પોસ્ટ તેના ઈન્સ્ટા અકાઉટ પર કરી અને પછી ફેન્સને વિચારતા કરી મૂક્યા. આ પોસ્ટ તેની હીટ ફિલ્મ વેક અપ સિડ રિલેટેડ છે. આ વીડિયોમાં ફિલ્મનો અભિનેતા રણબીર કપૂર સૂતેલો દેખાય છે અને કોંકણા તેને વેક અપ સિડ કહીને ઉઠાડતી જોવા મળે છે. આથી ફેન્સ આને વેક અપ સિડની સિક્વલ ગણી રહ્યા છે. અગાઉ આ બન્ને એક્ટર્સનો એક…
ટેસ્ટ-મૅચમાં ત્રણથી સાડાત્રણ દિવસની રમત માત્ર એક દિવસમાં રમાઈ જાય એટલે સ્વાભાવિક રીતે કોઈને પણ સૌથી પહેલાં તો એ મૅચની પિચ પર શંકા જાય. કેપ ટાઉનમાં બુધવારે જે કંઈ બની ગયું એની નોંધ આઇસીસીએ તેમ જ બન્ને દેશના ક્રિકેટ બોર્ડે તો લીધી જ હશે, ભૂતપૂર્વ ખેલાડીઓના વિશ્લેષણ પણ આ તબક્કે ખૂબ મહત્ત્વના બની જતા હોય છે. ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર રવિ શાસ્ત્રી અને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ પેસ બોલર શૉન પોલૉકે કેપ ટાઉનની પિચના રકાસ વિશે સ્ટાર સ્પોર્ટસને મંતવ્યો આપ્યા હતા. કેપ ટાઉનમાં બુધવારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે અધધધ…23 વિકેટ પડી હતી જે રેકૉર્ડ-બુકમાં બીજા નંબરે છે.…
ઘણાને ખબર નહીં હોય કે અમેરિકાની જેમ ઇંગ્લૅન્ડમાં પણ વૉશિંગ્ટન નામનું શહેર છે. બ્રિટિશ લૅન્ડ પર ટેઇન ઍન્ડ વિયર નામના જિલ્લામાં આવેલા વૉશિંગ્ટન નામના નગરમાં 2022ની 7મી મેએ એક ફુટબોલરને સાંકળી લેતી એક કથિત ઘટના બની ગઈ હતી જે ફરી ચર્ચાના ચકડોળે ચડી છે. એક મહિલાએ આક્ષેપ કર્યો છે કે સન્ડરલૅન્ડ ફુટબૉલ ક્લબના 23 વર્ષના જૅક ડાયમંડ નામના ખેલાડીએ તેની મારપીટ કરી હતી અને તેના પર બળાત્કાર પણ કર્યો હતો. મહિલાએ આક્ષેપમાં કહ્યું છે કે તેણે ટિન્ડર નામની ડૅટિંગ વેબસાઇટ પર જૅકનો પહેલી વાર સંપર્ક કર્યો હતો. જૅક ડાયમંડે ન્યુકૅસલ ક્રાઉન કોર્ટમાં મહિલાના આક્ષેપ નકારતા કહ્યું છે કે મહિલા સાથે…
અગાઉના વર્ષોમાં ટીવી અમ્પાયર એટલે કે થર્ડ અમ્પાયર જેવું કંઈ હતું જ નહીં એમ છતાં ઑન-ફીલ્ડ અમ્પાયરોના મોટા ભાગના નિર્ણયો સાચા જ રહેતા હતા અને ભાગ્યે જ કોઈક ડિસિઝન પર વિવાદ થતો હતો. થર્ડ અમ્પાયરની પ્રથા આવી ત્યારથી મેદાન પરના અમ્પાયરો પરનો બોજ થોડો હળવો થઈ ગયો. જુઓને, હવે તો થર્ડ અમ્પાયર પર પણ ભાર વધી ગયો છે. એટલે જ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ એક મોટો ફેરફાર કર્યો છે. હવેથી જ્યારે પણ ઑન-ફીલ્ડ અમ્પાયરો સ્ટમ્પિંગને લગતી અપીલ પર નિર્ણય આપવા થર્ડ અમ્પાયરની મદદ લેશે ત્યારે થર્ડ અમ્પાયર કૉટ-બિહાઇન્ડ વિશે કંઈ જ ચકાસણી નહીં કરે. નિયમમાં આ ફેરફાર 2023ની 12મી ડિેસેમ્બરે…
ગત વર્ષ 2023માં ODI વર્લ્ડ કપ જીતવાનું ભારતીય ટીમ અને ક્રિકેટ ચાહકોનું સપનું રોળાઈ ગયું હતું. આ વર્ષે ભારતીય ટીમ માટે ICC ટ્રોફી જીતવાની સુવર્ણ તક છે. આ વર્ષે ICC T20 વર્લ્ડ કપ જૂનમાં મહિનામાં રમાશે, T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. આ માટેનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એક ન્યુઝ પોર્ટલના અહેવાલમાં સૂત્રોના હવાલાથી ભારતીય ટીમના શેડ્યૂલ અંગે જાણકારી આપવામાં આવી છે. અહેવાલ મુજબ ભારતીય ટીમની પ્રથમ મેચ 5 જૂનના રોજ આયર્લેન્ડ સામે રમાવાની છે. જ્યારે બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે રમાશે. ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે રમાશે. આ ત્રણેય મેચ ન્યૂયોર્કમાં…
ભારતે લીડ લીધા પછી બૅટિંગમાં શરમજનક પર્ફોર્મ કર્યું ક ૧૧ બૉલમાં છેલ્લી ૬ વિકેટ પડતાં રચાયો વિશ્ર્વવિક્રમ ક ૧૫૩ રન પર ૪ વિકેટ અને ૧૫૩ રન પર જ પડી ૧૦મી વિકેટ ક ૬ ભારતીય બૅટર્સના ઝીરો બોલર ઑફ ધ ડે મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, મુકેશ કુમાર કેપ ટાઉન : ભારતે અહીં સિરીઝની બીજી અને નિર્ણાયક ટેસ્ટના પહેલા દિવસે યજમાન સાઉથ આફ્રિકાને પંચાવન રનમાં ઑલઆઉટ કરી નાખ્યું ત્યારે ભારતીય ટીમ અને કરોડો ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓના આનંદનો પાર નહોતો. જોકે ત્યાર પછી જે બન્યું એનાથી ભારતીય ટીમે પોરસાવા જેવું તો ખરું, પણ સાથે-સાથે નામોશી પણ થઈ. સાઉથ આફ્રિકાની ટીમ પંચાવન રનના સ્કોર પર…
જેન્ટલમેન્સ ગેમ’ તરીકે ઓળખાતી ક્રિકેટની રમતને ક્યારેક કલંકિત કરી મૂકતી ઘટના બનતી હોય છે. ક્યારેક કોઈક સ્ટેન્ડમાં બે જૂથના પ્રેક્ષકો મારામારી પર ઉતરી પડતા હોય છે તો ક્યારેક સ્ટ્રીકર નગ્ન કે અર્ધનગ્ન અવસ્થામાં મેદાન પર દોડી આવતો હોય છે. ક્યારેક એવું પણ બને છે કે બહારની દુનિયામાં કોઈક દેશમાં કંઈક અઘટિત બન્યું હોય તો એનો વિરોધ ક્રિકેટના સ્ટેડિયમમાં જોવા મળતો હોય છે. કેપ ટાઉનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શરૂ થયેલી બીજી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે કંઈક એવું જ બન્યું હતું. સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે ડેવિડ ટીગરને સાઉથ આફ્રિકાની અન્ડર-૧૯ ટીમના કેપ્ટનપદે જાળવી રાખ્યો એ સામે વિરોધ વ્યક્ત કરવા…