બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગણ ગંભીર રીતે ઘાયલ થતાં સિંઘમ થ્રી ફિલ્મનું શૂટિંગ અટકી ગયું. અજય દેવગણની આંખમાં ભારે ઈજા થઈ છે. તેની આંખ બચશે કે નહીં એવી ચર્ચાએ જોર પકડ્યું છે, તેવામાં અભિનેતાને હજુ વધુ આરામની જરૂર હોઇ તબીબો એ આરામ કરવા સલાહ આપી છે જેથી શુટિંગનું બધું જ શિડ્યૂલ કેન્સલ કરી દેવાયું છે. બોલીવુડના કરોડો ચાહકો માટે માઠા સમાચાર છે. ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સાથી કલાકરો સહિત આખુ સિનેજગત પણ ચિંતામાં ગરકાવ બન્યા છે સિંઘમ થ્રીનું શૂટિંગ ચાલી રહ્યું હતું એવામાં એક એવી ઘટના બની જેને કારણે અજય દેવગણ સંકટમાં મુકાઈ ગયો. અને જોત જોતામાં આ સમચાર સાંભળીને કરોડો ચાહકો…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે સોમવારે પોતાની દીકરીની એક ઝલક દેખાડી હતી અને પરિવાર સાથે ક્રિસમસની ઊજવણી પણ કરી હતી. સોશિયલ મીડિયા પર તેજસ્વીનો નવ મહિનાની દીકરી કાત્યાયની સાથેનો ડાન્સ કરતો વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેજસ્વતી સાથે એમની પત્ની રાજશ્રી યાદવ અને માતા અને બિહારનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી પણ જોવા મળી રહ્યા છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક સરસ મજાનો શણગારેલો ક્રિસમસ ટ્રી પણ દેખાઈ રહ્યો છે અને એની બાજુમાં જ એક સાંતાક્લોઝનું સ્ટેચ્યુ પણ રાખવામાં આવ્યું છે જે સેક્સોફોન વગાડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર…
આજકાલ ફિલ્મજગતમાં બે ફિલ્મની જ બોલબાલા છે. એક દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસની સલાર અને બીજી બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ડંકી. આ બન્ને ફિલ્મો ક્રિસમસ વીકમાં રિલિઝ થઈ અને બન્ને બોક્સ ઓફિસ છલકાવી રહી છે. ભારતમાં ડંકીએ રૂ. 100 કરોડનો આંકડો પાર કરી નાખ્યો છે, પરંતુ સલાર રૂ. 400 કરોડનો આંકડો પાર કરી આગળ નીકળી ગઈ છે. બન્ને ફિલ્મને સારા રિવ્યુ મળ્યા છે, પરંતુ એસઆરકેની ફિલ્મ ઈમોશનલ ટચવાળી છે જ્યારે પ્રભાસની ફિલ્મ મનોરંજનથી ભરપૂર હોવાથી વધારે કમાણી કરી રહી છે. આ બન્ને ફિલ્મ વર્લ્ડવાઈડ રીલિઝ થઈ છે. એસઆરકેના ફેન્સનો વિશ્વભરમાં છે જ જ્યારે બાહુબલી બાદ પ્રભાસે પણ સારા ચાહકો મેળવ્યા છે. જોકે…
એક્ટર અને ફિલ્મ મેકર કમાલ ખાનની મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ખુદ એક્ટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ધરપકડ થઈ હોવાની માહિતી આપી છે. 2016ના એક કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો એક્ટરે પોતાની પોસ્ટમાં કર્યો છે. મળી રહેલી માહિતી પ્રમાણે કમાલ ખાન દુબઈ જઈ રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી છે. કમાલ ખાને સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં એવો દાવો કર્યો છે કે હું છેલ્લાં એક વર્ષથી મુંબઈમાં છું અને કોર્ટની તારીખ પ્રમાણે હું હાજરી પણ આપું છું. આજે હું નવું વર્ષ સેલિબ્રેટ કરવા માટે દુબઈ જઈ રહ્યો હતો, પણ મુંબઈ પોલીસે એરપોર્ટ પર…
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમનો ટોપ ઓર્ડર આફ્રિકાની ફાસ્ટ બોલિંગ સામે ઝૂકી ગયો છે. ભારતે 12મી ઓવર સુધી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સાઉથ આફ્રિકા પાસે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરને વહેલા આઉટ કરવાનો મોકો હતો પરંતુ ખરાબ ફિલ્ડિંગના કારણે બંને ખેલાડીઓ બચી ગયા હતા. ભારતને ત્રીજો ઝટકો 12મી ઓવરમાં શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો. આ પછી 13મી ઓવરમાં શ્રેયસ અય્યરનો કેચ ચુકી ગયો હતો. રબાડાની…
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્માને જો કોઈ બોલરે સૌથી વધુ પરેશાન કર્યા હોય તો તે દક્ષિણ આફ્રિકાના કાગીસો રબાડા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્મા સૌથી વધુ વખત આઉટ થયો છે તે કાગિસો રબાડા સામે છે. રબાડાએ ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી વખત રોહિત શર્માને આઉટ કર્યો છે, જ્યારે એકંદરે કાગિસો રબાડાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13 વખત રોહિત શર્માની વિકેટ લીધી છે. અત્યાર સુધી, રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત ટિમ સાઉથી દ્વારા આઉટ થયો હતો, પરંતુ હવે કાગિસો રબાડા તેને પાછળ છોડી ગયો છે. રબાડા અને સાઉદી બંને સંયુક્ત રીતે નંબર વન હતા, પરંતુ હવે રબાડા નંબર વન છે. કાગિસો…
સેન્ચુરિયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર આજથી આ મેચ શરૂ થઈ છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ટોસ હારવા છતાં હસતો જોવા મળ્યો અને તેણે બધાને તેનું કારણ પણ જણાવ્યું. રોહિતે કહ્યું કે તે નથી જાણતો કે આનાથી સારો નિર્ણય શું હોત, પહેલા બેટિંગ કરવી કે પહેલા બોલિંગ, આવી સ્થિતિમાં ટોસ હારવું વધુ સારું હતું. ટેસ્ટમાં પદાર્પણ કરી રહેલા પ્રસિદ્ધ કૃષ્ણાને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. પ્લેઈંગ ઈલેવનમાં રવિન્દ્ર જાડેજાની જગ્યાએ આર અશ્વિન છે. રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ…
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બોક્સિંગ ડે પર પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ હતી. પ્રથમ દિવસે માત્ર 66 ઓવર જ રમાઈ શકી હતી અને વરસાદને કારણે સ્ટમ્પ નિર્ધારિત સમય પહેલા જાહેર કરવામાં આવ્યા હતા. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે 187 રન બનાવી લીધા હતા. માર્નસ લાબુશેન 44 અને ટ્રેવિસ હેડ 9 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવની 48મી ઓવરમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક રસપ્રદ બાબત જોવા મળી હતી. ઘણા કબૂતરોએ એકસાથે MCG પર હુમલો કર્યો, માર્નસ લાબુશેન અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ મળીને આ કબૂતરોથી છુટકારો…
ભારતીય ક્રિકેટર શિખર ધવનના પુત્ર જોરાવરનો આજે જન્મદિવસ છે, પરંતુ તે એક વર્ષથી પુત્રને મળ્યો નથી. શિખર ધવન અને આયેશા મુખર્જીના છૂટાછેડા થઈ ગયા છે અને પુત્રીની કસ્ટડી અંગે હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી, કારણ કે આયેશા ઓસ્ટ્રેલિયાની નાગરિક છે અને આ મામલે કોઈ કાયદો શિખર ધવનને પુત્રની કસ્ટડી આપવા સક્ષમ નથી. પોતાના પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા શિખરે દિલથી લખ્યું છે કે તે તેને ખૂબ જ યાદ કરે છે. શિખર ધવને ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “મેં તને રૂબરૂ જોયાને એક વર્ષ થઈ ગયું છે, અને લગભગ ત્રણ મહિનાથી મને દરેક જગ્યાએથી બ્લોક કરી દેવામાં આવ્યો છે. તેથી મારા પુત્ર,…
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લાબુશેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી, જો કે લાબુશેન પોતાનો ગુસ્સો ગુમાવ્યો ન હતો અને ક્રીઝ પર રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ઝઘડો 33મી ઓવરમાં શરૂ થયો જ્યારે શાહીન શાહ આફ્રિદી તેનો આગલો સ્પેલ લઈને આવ્યો. મેદાન પર હાજર પ્રશંસકોને થોડી ઓવરો સુધી આ કપરી સ્પર્ધા જોવા મળી. દર્શકોએ આ મેચને ખૂબ જ એન્જોય કરી હતી. તમે…