સિનેમાઘરોમાં રિલીઝ થયેલી એનિમલ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે, આ ફિલ્મ છેલ્લા 26 દિવસથી બોક્સ ઓફિસ પર ચાલી રહી છે અને તેણે વિશ્વભરમાં 850 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે તેવી વાત સામે આવી છે ત્યારે ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે તેમને કહ્યું કે આજકાલ કોર્પોરેટ બુકિંગનું કલ્ચર શરૂ થઈ ગયું છે.આથી મીડિયામાં બોક્સ ઓફિસના જે પણ આંકડા બતાવવામાં આવે છે તે સાચા હોતા નથી. રણબીર કપૂરની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મ છેલ્લા…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
વીતેલું વર્ષ 2023 કે જે હીરો કરતા વિલાનો માટે વધુ સફળ રહ્યું હતું, જે દમદાર રોલ નિભાવીને અભિનેતા ઓ એ વધુ તાલી ઓ મેળવી હતી. આ યાદી માં એક બોલિવુડ અભિનેત્રી પણ સામેલ છે.બોલિવુડની ફિલ્મોમાં એક વિલન એટલો જ જરુરી હોય છે જેટલો ફિલ્મમાં એક હીરો હોય છે. કારણ કે જો ફિલ્મમાં વિલનને ખતરનાક બતાવવામાં ન આવે તો હીરોનું કામ કાંઈ કહી ન શકાય, એટલા માટે કોઈ પણ ફિલ્મમાં હીરોને ટક્કર આપવા માટે એક વિલન જરુરી હોય છે. બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોપ્યુલર વિલનના એક રોલ કરવા માટે સ્ટારે મસમોટી ફી લેતા હોય છે. ત્યારે આ વર્ષે એવી કેટલીક ફિલ્મો રહી કે,…
ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનના મોટા ભાઇ ચિરાગ સેન આખરે સિનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ ટાઇટલ જીતવામાં સફળ થયો અને તેણે કહ્યું કે આ સિદ્ધિ તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર સફળતા હાંસલ કરવામાં પ્રેરણા આપશે. લક્ષ્ય સેન ક્યારેય રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી શક્યો નથી પરંતુ તેના મોટા ભાઈ ચિરાગે ગુવાહાટીમાં રવિવારે ફાઇનલમાં ચોથા ક્રમના ખેલાડી એમ થારુનને 21-14 13-21 21-9થી હરાવીને રાષ્ટ્રીય ટાઇટલ જીત્યું હતું. કીનિયા ઇન્ટરનેશનલ ચેલેન્જ 2020 ટાઇટલ જીતનાર ચિરાગે પીટીઆઇને કહ્યું હતું કે આ (નેશનલ ચેમ્પિયનશિપ)નું ટાઇટલ થોડું મોડું મળ્યું છે, પરંતુ અંતે હું આ જીતથી ખૂબ જ ખુશ છું. હું છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સારું પ્રદર્શન કરી રહ્યો…
પાકિસ્તાન હોકી ફેડરેશન (પીએચએફ)ને ઈન્ટરનેશનલ હોકી સસ્પેન્ડ કરી શકે છે એવી અટકળોને લઈ ઈન્ટરનેશનલ હોકી ક્ષેત્રે સૌથી મોટી હિલચાલના સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. પાકિસ્તાન હૉકી ફેડરેશનને આંતરરાષ્ટ્રીય હૉકી ફેડરેશન સસ્પેન્ડ કરી શકે છે કારણ કે કાર્યવાહક વડા પ્રધાન અનવર ઉલ હક કાકર દ્વારા નવા પીએચએફ પ્રમુખની નિમણૂકને તેમના પુરોગામી ખાલિદ સજ્જાદ ખોકર દ્વારા પડકારવામાં આવ્યો છે. ખોકર 2015થી પાકિસ્તાન હૉકી ફેડરેશનના પ્રમુખ છે. તેમણે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેઓ તેમની બરતરફી અને નવા પ્રમુખ તરીકે મીર તારિક હુસૈન બુગાટીની નિમણૂકને પડકારશે. ખોકરે કહ્યું હતું કે હું કોર્ટનો સંપર્ક કરીશ અને જ્યાં સુધી આ ગેરબંધારણીય અને…
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ ઈંગ્લેન્ડને ટી-20 વર્લ્ડ કપ 2024 જીતવામાં મદદ કરશે. વાસ્તવમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વર્લ્ડકપ 2024 માટે પોલાર્ડને ટીમનો સહાયક કોચ બનાવ્યો છે. કોચિંગ સ્ટાફમાં પોલાર્ડને સામેલ કરવાથી ઈંગ્લેન્ડની ટીમને સ્થાનિક પરિસ્થિતિઓનો વધુ સારો ફાયદો ઉઠાવવામાં મદદ મળશે. વાસ્તવમાં આગામી ટી-20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાવાનો છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડે તેના કોચિંગ સ્ટાફમાં ટી-20 નિષ્ણાતને સ્થાન આપ્યું છે. જે અહીંની સ્થાનિક પરિસ્થિતિઓથી પરિચિત છે.પોલાર્ડ 2012માં ટી-20 વર્લ્ડકપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ભાગ હતો. તેણે ટી-20 વર્લ્ડ કપ 2021માં વેસ્ટ ઈન્ડિઝની ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. તેણે વેસ્ટ ઇન્ડિઝ માટે કુલ 101 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ…
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ આજથી શરૂ થશે. મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ટીમ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં હાર પછી અમારો ઉદ્દેશ્ય આ શ્રેણી જીતવાનો છે. ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે અને અમે ફાઈનલમાં મળેલી હારમાંથી આગળ વધ્યા છીએ. રોહિત શર્મા ઓસ્ટે્રલિયા સામેની ટી-20 શ્રેણીમાં રમ્યો ન હતો. તે દક્ષિણ આફ્રિકામાં ટી-20 અને વનડે શ્રેણીથી પણ દૂર રહ્યો હતો. રોહિત શર્માએ કહ્યું હતું કે અમે મેચ માટે તૈયાર છીએ. અહીંની સ્થિતિ બોલરોને મદદ કરે છે. અહીં પાંચ દિવસ સુધી બેટિગ કરવી સરળ નથી. અમને…
આવતા વર્ષના પ્રથમ મહિનામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝ રમાવાની છે. એ પહેલા ગ્વાલિયર-ચંબલ અને સરહદી રાજ્યો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ક્રિકેટ રસિકોને મોટો ઝટકો લાગ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 14 જાન્યુઆરીએ ગ્વાલિયરમાં પ્રસ્તાવિત T-20 મેચ હવે ઈન્દોર શિફ્ટ કરી દેવમાં આવી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય T-20 મેચ ગ્વાલિયરમાં નવનિર્મિત શંકરપુર સ્ટેડિયમમાં યોજવાની હતી. આ સ્ટેડિયમ જીડીસીએ દ્વારા જૂના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં શંકરપુરમાં 60 વીઘા જમીન પર બનાવવામાં આવી રહ્યું છે, જે હાલમાં નિર્માણાધીન છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ અહીં યોજાશે તેવા સંકેતો મળ્યા બાદ જીડીસીએએ તેનું બાંધકામ વહેલી તકે પૂર્ણ…
ઐશ્વર્યા શર્માને હાલમાં જ રિયાલિટી શો બિગ બોસ 17માંથી બહાર કરવામાં આવી છે. જયારથી આ ટીવી અભિનેત્રીની શો માંથી હકાલપટ્ટી થઇ છે ત્યાર બાદથી તે સતત કહેતી રહી છે કે તેની હકાલપટ્ટી અન્યાયી રહી હતી. ત્યારે ઐશ્વર્યાએ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવી તેની હકાલપટ્ટી અંગે હૈયાવરાળ ઠાલવી છે. ઐશ્વર્યા શર્માની બિગ બોસને વિનંતી હાલમાં જ ઐશ્વર્યા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને ચાહકો અને બિગ બોસને કહ્યું કે, ‘તમે મારી હકાલપટ્ટી જોઈ હશે, આ હકાલપટ્ટી ખૂબ જ અન્યાયી હતી, બિગ બોસે સ્પષ્ટ કહ્યું હતું કે માત્ર નિયમ તોડવાના આધારે જ તમારે તમારો નિર્ણય લેવાનો રહેશે. પરંતુ ઈશાએ તો માત્ર દુશ્મનાવટ જ…
હિના ખાને ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આજે પણ લોકો તેને હિના ખાનના નામથી નહીં પરંતુ અક્ષરાના નામથી ઓળખે છે. આ સિરીયલમાં તેને એક સંસ્કારી વહુનો રોલ પ્લે કર્યો હતો. View this post on Instagram A post shared by Hina Khan (@realhinakhan) હિના ખાને હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે અને તેમાં તેણે પર્પલ કલરનો ખૂબ જ સુંદર ઓફ શોલ્ડર ટાઈટ ડ્રેસ પહેર્યો છેહિના ખાને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને તમને જણાવી દઈએ કે તેણે કાનમાં ખૂબ જ સુંદર ઈયરિંગ્સ…
બોલિવૂડ ડિરેક્ટર દિબાકર બેનર્જી છેલ્લા દોઢ દાયકાથી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. તેઓ એક પ્રખ્યાત નિર્દેશક છે અને તેમના કામની માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રશંસા થાય છે. દિબાકરે તેની કારકિર્દીમાં ઓછી ફિલ્મો કરી છે પરંતુ ચાહકો તેની ફિલ્મોને ખૂબ સપોર્ટ કરે છે. દિબાકરની દિશાસૂચક શૈલી અને વિષયવસ્તુની હંમેશા પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ દિગ્દર્શક હાલમાં તેમની આગામી ફિલ્મ ટીઝને લઈ ખૂબ જ નિરાશ છે. આ ફિલ્મને રિલીઝ કરવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. એક ઈન્ટરવ્યુમાં દિબાકર બેનર્જીએ આ અંગે તેમનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું કે, ડિજિટલ પ્લેટફોર્મ આ ફિલ્મને રિલીઝ કરવામાં ખચકાટ અનુભવે છે…