સાઉથ આફ્રિકાનો આશ્ચર્યજનક નિર્ણય, આ અનકેપ્ડ ખેલાડીને બનાવ્યો ટેસ્ટ કેપ્ટન જોહાનિસબર્ગ: તાજેતરમાં સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતને માત્ર ત્રણ દિવસમાં એક ઇનિંગ્સ અને 32 રનથી હરાવ્યા બાદ દક્ષિણ આફ્રિકા(South Africa)ની ટીમમાં આશ્ચર્યજનક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની અગામી બે ટેસ્ટ મેચ (Test Cricket)ની શ્રેણી માટે 14 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે. આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે નીલ બ્રાન્ડ (Neil Brand) નામના યુવા ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જેણે પોતાની કારકિર્દીની હજુ એક પણ આંતરરાષ્ટ્રીય નથી રમી, હવે તે કેપ્ટન તરીકે ડેબ્યુ કરશે. નીલ બ્રાન્ડ ટેસ્ટ ઈતિહાસના એવા ખેલાડીઓમાં સામેલ થશે જેમણે કેપ્ટન તરીકે…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
નેપાળના ક્રિકેટર સંદીપ લામિછાને બળાત્કારના કેસમાં દોષિત સાબિત થયો છે. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે બળાત્કાર વખતે પીડિતા સગીર નહોતી. લામિછા આગામી સુનાવણીમાં સજા આપવામાં આવશે. કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે શુક્રવારે નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછા બળાત્કારના કેસમાં દોષી ઠેરવ્યો હતો. જસ્ટિસ શિશિર રાજ ઢકાલની સિંગલ બેન્ચે રવિવારે શરૂ થયેલી અંતિમ સુનાવણીના આદેશ આપ્યો હતો. કોર્ટે તારણ કાઢ્યું હતું કે ઘટના સમયે પીડિતા સગીર નહોતી. નેપાળના પૂર્વ કેપ્ટન પર ઑગસ્ટ ૨૦૨૨માં કાઠમંડુની એક હોટેલમાં ૧૮ વર્ષની છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ હતો, જે હવે સાબિત થઈ ગયો છે. આગામી સુનાવણીમાં સંદીપની સજાનો નિર્ણય કરવામાં આવશે. હાલ…
પરિવાર અને મિત્રો સાથે ફરવા માટે વિવિધ સ્થળોએ જવાનું મન સૌ કોઇને થતું હોય છે. પરંતુ કેટલાક લોકો મુસાફરી કરવાથી દૂર રહે છે. કારણ કે બનવાજોગ છે કે કયારેક પ્રવાસનો અનુભાવ સારો ન પણ થયો હોય. મુસાફરી દરમિયાન કે પરત ફર્યા બાદ બિમારી થવાથી પ્રવાસ કરવાની બાબતે ચિંતા સતાવા લાગે છે. કેટલીક વખત મુસાફરી કરતી વેળા માથાનો દુખાવો થવો, પેટમાં દુખાવો થવો કે બેચેની અનુભવવી સહિતની સમસ્યા સતાવતી હોય છે. તો કેટલીક વખત મુસાફરી કર્યા બાદ સ્વાસ્થ્ય લથડી જતું હોય છે. આથી, મુસાફરીને ધ્યાનમાં રાખી અમે આપને કેટલીક બાબતો જણાવીશું જેને ધ્યાનમાં રાખવી હિતાવહ બની રહે છે. ખોરાકની કાળજી જો…
દુનિયાની સૌથી મોંઘી કોફીની વાત કરીએ તો તેના એક કપ માટે તમારે હજારો રૂપિયા ખર્ચવા પડશે, આ કોફીનું નામ છે કોપી લુવાક. આ કોફી શા માટે ખાસ છે? આના એક નહીં પણ ઘણા કારણો છે. કોફી આજના જીવનનો આવશ્યક ભાગ બની ગઈ છે. આ જ કારણ છે કે તે હંમેશા લોકોમાં પ્રિય પીણું રહે છે. લોકો ઓફિસમાં આળસને દૂર કરવા માટે કોફી પીવે છે અને કેટલીકવાર એનર્જી માટે પ્રી-વર્કઆઉટ તરીકે પણ પીવે છે. વિશ્વભરમાં કોફી પ્રેમીઓની કોઈ કમી નથી. લોકો મોંઘા કાફેમાં જાય છે અને કોફી માટે ૫૦૦ થી ૬૦૦ રૂપિયા ચૂકવે છે. શું તમે જાણો છો કે દુનિયાની સૌથી…
આજના સમયમાં દરેક માતા પિતાને તેમના સંતાનના અભ્યાસની ચિંતા સતાવતી હોય છે. કેમ કે, લાંબેગાળે તેનો આધાર ભવિષ્ય સાથે સંકળાયેલો હોય છે. આથી, બાળકને સારી શાળા કોલેજમાં અભ્યાસ કરાવવા હંમેશા માતા પિતા આગ્રહ રાખતા હોય છે. પરંતુ બાળક નાનું હોય, શાળામાં અભ્યાસ કરતું હોય ત્યારે તે મોબાઇલ, વિડિયો ગેમ્સ કે ટીવી જોવામાં સમય વધુ વિતાવે તો આવી સ્થિતિમાં માતાપિતાની ચિંતા વધી જતી હોય છે. બાળકો પર અભ્યાસ કરવા અર્થે તેઓ દબાણ પણ કરી બેસતા હોય છે. જો કે, આ દબાણ ક્યારેક બાળકોને માનસિક રીતે પરેશાન કરી શકે છે. આવી સ્થિતિમાં બાળકોને પ્રેમપૂર્વક અને પ્રોત્સાહન સાથે અભ્યાસ પ્રત્યે ગંભીર બનાવવા જોઇએ.…
શિયાળાના હળવા સૂર્યપ્રકાશમાં બેસવાનો આનંદ જ કઈ ઓર હોય છે. શિયાળાનો કુણો કુણો તડકો તમને શરદીથી તો રાહત આપે જ છે સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. જ્યાં એક તરફ ઉનાળાનો તડકો તમને ટેનિંગ અને સનબર્નનો શિકાર બનાવે છે, તો બીજી તરફ શિયાળાનો તડકો અનેક ફાયદાઓ લઈને આવે છે. આ ઋતુમાં સ્વસ્થ રહેવા માટે યોગ્ય ખાનપાન અને કપડાંનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત લોકો શિયાળામાં તડકાની મજા લેતા જોવા મળે છે. કડકડતી શિયાળાની ઠંડીમાં હળવા તડકામાં બેસવાનો પોતાનો જ આનંદ છે. શિયાળામાં વિટામીન ડી થી ભરપુર સૂર્યપ્રકાશ તમારા શરીરને ગરમ અને સ્વસ્થ રાખવામાં મદદરૂપ…
હાલ મોટાભાગના લોકોનું માનવું છે કે વાળ ખરવાનું કારણ સંપૂર્ણપણે કોસ્મેટિક છે. પરંતુ શું તમે જાણો છો કે શરીરની અંદરની સમસ્યાઓને કારણે વાળ પણ નબળા થવા લાગે અથવા તો વિશેષ માત્રામાં ખરવા લાગે છે. જીહા,શરીરમાં વિટામિન્સની ઉણપ પણ વાળ ખરવાનું એક કારણ હોઈ શકે છે. સાંપ્રત સમયમાં ઝડપથી ખરતા વાળની સારવાર માટે લોકો ખાસ ટ્રીટમેન્ટ, શેમ્પૂ કે કન્ડિશનરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કેટલીક વખત વાળ ખરવાનું કારણ આપણા શરીરમાં થયેલી વિટામીનની ઉણપ પણ હોઇ શકે છે. જીહા, આપણા શરીરના કેટલાક ખાસ લક્ષણો વિટામિનની ઉણપ સૂચવતા હોય છે તેના માટે આપણે આવશ્યક કાળજી રાખી વિટામિનની પૂર્તિ કરી આપણા વાળને ખરતા…
ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે અને ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે આવા સંજોગોમાં અનેક રોગો થઈ શકે છે. ખાસ કરીને વાયરલ ફીવર અને હાર્ટ એટેકનું સૌથી વધુ જોખમ રહેલું છે. આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે આવી સ્થિતિમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. વાસ્તવમાં આ માટે બજારમાં અનેક પ્રકારની દવાઓ પણ ઉપલબ્ધ છે. પરંતુ આ માટે પ્રાકૃતિક અને ઘરેલું પદ્ધતિઓ અપનાવવી જોઈએ. તમે તમારા આહારમાં થોડો ફેરફાર કરીને આ ખતરાને ટાળી શકો છો. ઠંડીની સિઝનમાં ફળોની સૌથી મોટી વિવિધતા ઉપલબ્ધ છે. આવો અમે તમને જણાવીએ કે હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે તમે…
શિયાળો આવતાની સાથે જ આપણી જીવનશૈલીમાં બદલાવ આવતો હોય છે. કેમકે, આ સિઝનમાં તાપમાનમાં ઘટાડો આપણા સ્વાસ્થ્ય પર અસરકર્તા બની રહે છે. આથી, લોકો પોતાને સ્વસ્થ બનાવવા માટે તેમની ખાનપાન અને કપડાંમાં આવશ્યકતામાં બદલાવ લાવે છે. શિયાળામાં સ્વસ્થ રહેવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તમારી જાતને ઠંડીથી બચાવવી જોઇએ અને શરીરમાં ગરમી જાળવી રાખવી જોઇએ. ત્યારે શિયાળામાં મધનું સેવન આપના માટે ખૂબ જ હિતકારી બની રહેશે. મધ તે માત્ર તેના મીઠા સ્વાદ માટે જ નહીં પરંતુ તેના ઔષધીય ગુણધર્મો માટે પણ જાણીતું છે. ખાસ કરીને શિયાળામાં મધ સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. પ્રાચીન કાળથી આયુર્વેદમાં ઘણી સમસ્યાઓના ઉપચાર…
આમલીનું નામ સાંભળતા જ બાળપણની યાદો તાજી થઈ જાય છે. આપણે બધાએ બાળપણમાં મીઠી અને ખાટી આમલીનો સ્વાદ ચાખ્યો જ હશે. આમલીની કેન્ડી હોય કે આમલીની ચટણી, તેનો સ્વાદ આજે પણ આપણને બાળપણમાં લઈ જાય છે. તેના સ્વાદને કારણે, તેનો ઉપયોગ ભારતીય રસોડામાં ઘણી વાનગીઓ બનાવવા માટે થાય છે. એટલું જ નહીં તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આમલી વજન ઘટાડવાની સાથે સાથે પાચનક્રિયાને સુધારવામાં પણ ખૂબ મદદરૂપ છે. જો તમે પણ તેના સ્વાદ અને ગુણધર્મોને કારણે તેને તમારા આહારનો ભાગ બનાવવા માંગો છો તો તમે આ પાંચ રીતે તમારા આહારમાં આમલીનો સમાવેશ કરી શકો છો. આમલીનું શરબત…