કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

શાહરૂખ ખાન અને આમિર ખાનથી લઈને સંજય દત્ત સુધી દરેક સાથે સુપરહિટ ફિલ્મો આપનાર ફેમસ ડિરેક્ટર રાજકુમાર હિરાણી હાલ તો ‘ડંકી’ની સફળતાથી ખૂબ જ ખુશ થઇ ગયા છે. પણ જાણીને નવાઇ લાગશે કે તેમની સૌથી ફેવરીટ ફિલ્મમાં ડંકીનું નામ સામેલ નથી. એક વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે તેમણે બનાવેલી ફિલ્મોમાં ડંકી ફિલ્મ તેમની પંસદગીની ફિલ્મોના કયા રેન્ક પર આવે છે. આ સવાલનો તેમણે રસપ્રદ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, સાચું કહું તો આમિર ખાને મને એક વાત કહી હતી. આમિરે કહ્યું હતું કે તમે તમારી ફિલ્મોને રિલીઝના ચાર-પાંચ વર્ષ પછી જ નંબર આપી શકો છો. રાજકુમાર હિરાણીએ એમ…

Read More

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી’ 2018માં રિલીઝ થઈ હતી અને સુપરહિટ રહી હતી. ફિલ્મની સફળતાને કારણે, વધુ હોરર-કોમેડીઓ બનવા લાગી, જેમાંથી કેટલીક સફળ રહી અને કેટલીક ન થઈ. પ્રથમ ફિલ્મની સફળતા પછી, મેકર્સ ‘સ્ત્રી 2’ લઈને આવી રહ્યા છે, જે વધુ રોમાંચક હોવાનો દાવો કરે છે. આ ફિલ્મ 30 ઓગસ્ટ, 2024ના રોજ રિલીઝ થશે. અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ ‘પુષ્પા’ વર્ષ 2021માં ખૂબ જ સફળ રહી હતી. ફિલ્મની સિક્વલની જાહેરાત થતાં જ ચાહકો આનંદથી ઉમટી પડ્યા હતા. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર પુષ્પાની સિક્વલ ‘પુષ્પા 2’ આ વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થશે. જાહેરાત મુજબ, આ ફિલ્મ 15…

Read More

દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ એક લોકપ્રિય કપલ છે. દીપિકા પ્રેગ્નન્સીથી બ્રેક પર છે. તે પોતાની રોજિંદી જિંદગીને વ્લોગમાં બતાવતી રહે છે. આ દિવસોમાં તે ઘણીવાર ‘ઝલક દિખલા જા’ ના સેટ પર જોવા મળે છે જેમાં શોએબ સ્પર્ધક છે. 2024ની શરૂઆત પહેલા દીપિકાએ ફેમિલી ફોટો શેર કરીને ગયા વર્ષની કેટલીક યાદો શેર કરી હતી. 2023 તેના માટે ખૂબ જ ખાસ હતું કારણ કે તે માતા બની હતી. તેણે શોએબનો આભાર માન્યો જે દરેક ક્ષણે તેની સાથે હતા. 2023ની સુંદર યાદો શેર કરો દીપિકાએ લખ્યું, ‘2023ની સૌથી સુંદર સવાર… પહેલી સવારે જ્યારે અમારો રુહાન પહેલીવાર અમે બંને સાથે વોર્ડમાં હતો… આ…

Read More

અમેરિકા આવ્યા પછી અનુપમા માટે શરૂઆતના થોડા સમય ખૂબ જ મુશ્કેલ હતા, પરંતુ હવે લાગે છે કે તેનું જીવન સારું થવા લાગ્યું છે. સોમવારના એપિસોડમાં અનુપમા રેસ્ટોરન્ટના માલિકની માતા સાથે મુલાકાત કરે છે. તેને અનુપમા ગમે છે અને બંને વાતો કરે છે. બીજી તરફ અનુજ કાપડિયાએ શ્રુતિ સાથે લગ્ન માટે હા પાડી દીધી છે. 1 જાન્યુઆરી, 2024 ના એપિસોડ પર જાહેર પ્રતિક્રિયા જાણો. આ સીન સોમવારના એપિસોડથી હિટ રહ્યો હતો રેસ્ટોરન્ટના માલિકની માતાને ચા પીરસવાનું દ્રશ્ય શેર કરતા એક યુઝરે લખ્યું, “અન્નપૂર્ણા જ્યાં પણ હોય છે, તે હંમેશા રસોડામાં પહોંચે છે. તેની માતાએ કેટલી અજોડ રીતે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો.…

Read More

એક થા ટાઇગર અને બજરંગી ભાઇજાન પછી કબીર ખાન અને સલમાન ખાન નવી ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છે. હાલમાં કબીર ખાન કાર્તિક આર્યન સ્ટારર ચંદુ ચેમ્પિયન ફિલ્મના દિગ્દર્શનમાં વ્યસ્ત છે. એ પછી તેઓ સલમાનને લઇને ‘બબ્બર શેર’ ફિલ્મ બનાવશે. સલમાન અને કબીરની જોડી વધુ એક બ્લોક બસ્ટર ફિલ્મને લઇને આવી રહી છે. એ પહેલા કબીર ‘ચંદુ ચેમ્પિયન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જે જૂન-2024માં રજૂ થઇ શકે છે. એક મીડિયા અહેવાલ અનુસાર આ ફિલ્મ પછી કબીર એક લાર્જર ધેન લાઇફ ફિલ્મ શરૂ કરશે જે તેના હૃદયની નજીક હશે. સુમિત અરોરા સાથે મળીને તે આ ફિલ્મ લખી રહ્યો છે. સ્ક્રિપ્ટને લોક કરી દેવામાં…

Read More

શાહીર શેખ આમતો જોકે આ અભિનેતાને સહુ કોઈ અર્જુનના નામથી વધારે ઓળખે છે કારણકે જ્યારથી મહાભારતમાં શાહીરે અર્જુનનું પાત્ર ભજવ્યું ત્યારથી તે ઘરે ઘરે અર્જુનના નામથી જ જાણીતો થયો છે. એ સિવાય પણ તેણે ઘણી સિરિયલોમાં પોતાની એક્ટિંગનો જાદુ બતાવ્યો છે. ત્યારે હાલમાં શાહિર એટલા માટે ચર્ચામાં છે કારણકે તે એકવાર ફરી પિતા બન્યો છે. શાહિરની પત્ની રૂચિકાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. રુચિકાએ એક ફોટો શેર કરીને તેની દીકરીનું નામ પણ ચાહકોને જણાવ્યું હતું. ઋચિકા કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો આ ફોટોમાં તેની પહેલી દીકરી અનાયા તેની નાની બહેનને લાડ કરતી જોવા મળી રહી…

Read More

અમુક નેતાઓ સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ હોય છે, તેઓ અવનવા ફોટો-વીડિયો પણ શેર કરતા હોય છે, સ્મૃતિ ઇરાની પણ એમાંના એક છે, આ વખતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘ટોમ ક્રૂઝ’નો એક વીડિયો શેર કરીને તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝનો ફિલ્મ ‘મિશન ઇમ્પોસીબલ’ માટેના સ્ટંટસીનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો હતો. અત્યંત જોખમી આ સ્ટંટમાં તેણે ઝડપથી બાઇક ચલાવીને ખાઇમાંથી કૂદવાનું હતું, અને પેરાશૂટ વડે ઉતરાણ કરવાનું હતું. જો કે એકદમ પ્રોફેશનલ અભિનેતાની જેમ પોતાના જીવની પરવા કર્યા વિના ટોમ ક્રૂઝે જાતે જ તેની અભિનય કારકિર્દીનો સૌથી પડકારજનક સ્ટંટ કરી બતાવ્યો હતો, અને…

Read More

બોલીવુડ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીની લેટેસ્ટ નેટફ્લિક્સ રિલીઝ ‘ખો ગયે હમ કહાં’ના ભરપૂર વખાણ થઇ રહ્યા છે. ફિલ્મમાં તેમના પાત્રની પણ ખૂબ પ્રશંસા થઇ રહી છે. ત્યારે એક ઇન્ટરવ્યુમાં સિદ્ધાંતે અભિનયકળા અંગેના પોતાના વિચારો રજૂ કર્યા હતા. ‘ગલીબોય’, ‘બંટી ઓર બબલી-2’, ‘ફોન બૂથ’, ‘ગહેરાઇયાં’ જેવી ફિલ્મોમાં કામ કરીને સિદ્ધાંતે બોલીવુડમાં નામના મેળવી છે. સિદ્ધાંત ચતુર્વેદીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લોકોએ સૌથી વધુ તેના વખાણ ‘ગહેરાઇયાં’માં કર્યા હતા. એ પછી લોકોએ તેને દગાખોર પણ ગણાવ્યો હતો. “મેં એક મહિના સુધી ગહેરાઇયાંનું શૂટિંગ કર્યું હતું, તે દરમિયાન હું જાણે કોઇ અલગ જ વ્યક્તિ બની ગયો હતો. મારી આસપાસ જે લોકો ઉપસ્થિત હતા તેમણે…

Read More

બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા શાહરૂખ ખાનની દોસ્તી ઘણી વખણાય છે. હંમેશા એના વ્યવહારની પ્રશંસા કરવામાં આવે છે. એમ કહેવાય છએ કે શાહરૂખ ક્યારેય કોઇને નિરાશ નથી કરતો. તે બધા સાથે રિસ્પેક્ટથી વાતો કરે છે. એ કોઇને અપસેટ થવાનો મોકો નથી આપતો.વગેરે વગેરે, પણ હાલમાં જ એવું કંઇક થયું કે કટરિના કૈફ એનાથી ઘણી નારાજ થઇ ગઇ હતી. ચાલો તમને વિગતે આ બાબત જણાવીએ. કટરિનાએ એક ઇન્ટવ્યુમાં જણાવ્યું હતું કે એક વાર તેણે મારા એકદમ સૌમ્ય રીતે વખામ કર્યા હતા અને તે જ સમયે એન્ય અભિનેત્રી વિશે તારીઓના પુલ બાંધ્યા હતા, જેના કારણે મને ઘણું જ દુઃખ થયું હતું. કેટરીનાએ યશ…

Read More

વર્ષ 2023 પૂરું થઈ રહ્યું છે, જ્યારે 2024ના વર્ષને લોકો વધાવવા માટે તૈયાર છે, પરંતુ 2024માં વિરાટ કોહલીએ તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું. કોહલી અને ગિલ સિવાય મહોમ્મદ શમીએ લોકોને વિચારવા માટે મજબૂર કરી દીધા હતા. 2024માં ક્યા ક્રિકેટર ધમાલ મચાવી સકે છે એ બાબતે તાજેતરમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની અને જાણીતા કોમેન્ટ્રીમેન નાસિર હુસૈને સૌથી મોટી ભવિષ્યવાણી કરી હતી. નાસિરે આઈસીસી સાથે વાત કરતા કહ્યું હતું કે આ બે ખેલાડી 2024માં શાનદાર પ્રદર્શન કરશે. ભૂતપૂર્વ કેપ્ટન નાસિરે કહ્યું હતું કે મારા માટે સૌથી પહેલો મેગાસ્ટાર છે વિરાટ કોહલી. એમ કહેવામાં હું કોઈ અતિશ્યોક્તિ કરીશ નહીં. એક વાત સ્પષ્ટ છે…

Read More