વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ આ વર્ષનો ટીબી અંગેનો વૈશ્વિક રિપોર્ટ જાહેર કર્યો છે. ભારત માટે સારા અને ખરાબ બંને સમાચાર છે. દર વર્ષે ભારત ટીબીના કેસ કાબૂમાં લેવામાં સફળ રહ્યું છે, પરંતુ આ રોગ સામેની રેસમાં તે હજુ પણ વિશ્વ કરતાં પાછળ છે. વિશ્વમાં ભારતમાં ટીબીના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ગયા વર્ષે વિશ્વભરમાં ૭૫ લાખ લોકો ટીબીથી પીડિત હતા. તેમાંથી ૪ લાખ લોકો એવા છે જેમને એમડીઆર ટીબી એટલે કે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી થયો છે. આ દર્દીઓ પર ટીબીની કોઈ દવા કામ કરતી નથી. આ સામાન્ય રીતે દવાઓને વારંવાર છોડી દેવાને કારણે થાય છે અને આ ટીબી…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
વાયુ પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઇ રહી છે. માત્ર મૃત્યુ આંક નથી વધ્યો પરંતુ સગર્ભા સ્ત્રીઓ અને તેમના ગર્ભમાં રહેલા બાળકોને પણ પ્રદુષણ અસર કરે છે. વધતા પ્રદૂષણને કારણે, હવા હાનિકારક વાયુઓ અને કણોથી ભરેલી છે, જે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે સીધા આપણા શરીરમાં પ્રવેશ કરે છે. આ કણો માત્ર સામાન્ય લોકો માટે જ હાનિકારક નથી પરંતુ સગર્ભા સ્ત્રીઓ અને તેમના ગર્ભસ્થ બાળકો માટે પણ અત્યંત જોખમી છે. પ્રદૂષણને કારણે પ્રિમેચ્યોર બાળકોની સંખ્યા વધી રહી છે. તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે વધુ પ્રદૂષિત વિસ્તારોમાં રહેતી મહિલાઓને પ્રસૂતિની પીડા વહેલા થવા લાગે છે. આવી સ્થિતિમાં ૯…
દિવાળી પ્રકાશના તહેવાર છે, અને ભારતીયોના મનગમતા તહેવાર આડે બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આમ તો દિવાળીના તહેવાર પહેલા જ ઘરની સાફ સફાઈ થી લઇ મીઠાઈ, ગીફ્ટસ અને ઘરને નવી રીતે સુશોભિત કરવામાં આવે છે. ત્યારે બસ આ ઇઝી ટીપ્સથી ઘરને કરો સુશોભીત…. રંગોળી: રંગોળી એ પરંપરાગત ભારતીય કલા સ્વરૂપોમાંથી એક છે જેમાં રંગીન પાવડર, ચોખા અથવા ફૂલની પાંખડીઓથી સુંદર પેટર્ન બનાવવામાં આવે છે. કોઈપણ ઘરના પ્રવેશદ્વારને સુંદર અને પરંપરાગત રંગોળી બનાવીને આકર્ષક બનાવી શકાય છે. ફેરી લાઇટ્સ: આરામદાયક વાતાવરણ માટે તમારી બારીઓ, બાલ્કનીઓ અને તમારા ફર્નિચર પર પણ ફેરી લાઇટ્સ લટકાવો. આ ઉપરાંત, તમે ઘરના અન્ય હિસ્સો…
ભારતીય ક્રિકેટ ટીમનો ટી-૨૦નો કેપ્ટન હાર્દિક પંડ્યા ૨૩ નવેમ્બરથી શરૂ થનારી ઑસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ સીરિઝ ગુમાવે તેવી સંભાવના છે. સ્ટાર ઓલરાઉન્ડરને વર્લ્ડ કપની મેચ દરમિયાન તેના ડાબા પગમાં ઇજા પહોંચી હતી જેના કારણે હાર્દિક વર્લ્ડ કપમાંથી પણ બહાર થઇ ગયો હતો. એવું માનવામાં આવે છે કે ઑસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટી-૨૦ સીરિઝ માટેની ટીમની જાહેરાત ભારતના વર્લ્ડ કપ સેમિફાઇનલ પછી જ કરવામાં આવશે. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૦ ડિસેમ્બરથી ડરબનમાં સાઉથ આફ્રિકા ટી-૨૦ સીરિઝ શરૂ થશે ત્યાં સુધીમાં હાર્દિક ફિટ થાય તેવી શક્યતા છે. નામ ન આપવાની શરતે બીસીસીઆઇના એક સૂત્રએ પીટીઆઇને કહ્યું હતું કે હાર્દિકને ફિટ જાહેર કરવામાં અને…
તાજેતરમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ ફરી એકવાર વન-ડેમાં નંબર વન બોલર બન્યો હતો. વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં તેના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય ફાસ્ટ બોલરે નંબર વન રેન્કિંગ કબજે કર્યું હતું. પરંતુ આ દરમિયાન સિરાજે કહ્યું કે, નંબર વન રેન્કિંગથી તેને કોઈ ફરક નથી પડતો. બે નવેમ્બરે શ્રીલંકા સામે રમાયેલી મેચમાં ભારતીય ઝડપી બોલર સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી, જેના કારણે તેને નંબર વન રેન્કિંગ મેળવવામાં મદદ મળી હતી. પરંતુ સિરાજના નિવેદન વિશે વાત કરતા ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું હતું, કે, તેને નંબર વન રેન્કિંગથી કોઈ ફરક નથી પડતો કારણ કે તેનું લક્ષ્ય ૨૦૨૩ વર્લ્ડ કપ જીતવાનું છે. ટીમ ઈન્ડિયા…
વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. હવે તમામ ટીમો તેમની છેલ્લી લીગ મેચ રમી રહી છે અને આવતા અઠવાડિયે સેેમિફાઈનલ અને ફાઈનલ મેચો યોજાવાની છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈએ સેમિફાઈનલ અને ફાઈનલ મેચ માટે પણ ટિકિટ જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. આ ટૂર્નામેન્ટનું આયોજન કરી રહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે નવ નવેમ્બરના રોજ ટિકિટ ખરીદવાની છેલ્લી તક આપવામાં આવી હતી. બોર્ડે નોકઆઉટ મેચોની ટિકિટ આપતા પહેલા તમામને જાણ કરી હતી. બીસીસીઆઈએ તેની મીડિયા રિલીઝમાં લખ્યું હતું કે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ તેના સમાપનની નજીક છે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ગુરુવારે…
ICC વન ડે વર્લ્ડ કપ 2023માં ગુરુવારે શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની મોટી જીતને કારણે પાકિસ્તાનની સેમિફાઇનલ રમવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. બંને ટીમોના નેટ રન રેટમાં એટલો મોટો તફાવત છે કે તેને પાર પાડવાનું હવે પાકિસ્તાનની ટીમ માટે શક્ય નથી. હવે માત્ર એક અભૂતપૂર્વ ચમત્કાર જ પાકિસ્તાનને પોઈન્ટ ટેબલમાં પ્રથમ ચારમાં સ્થાન અપાવી શકે છે. જોકે તેની શક્યતા પણ લગભગ શૂન્ય છે. પાકિસ્તાને ઈંગ્લેન્ડને 287 રનના વિશાળ અંતરથી હરાવવું પડશે, તો જ પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચી શકશે. જો ઈંગ્લેન્ડની ટીમ પહેલા બેટીગ કરે તો પાકિસ્તાનને જે પણ ટાર્ગેટ મળે એ 3 ઓવરની અંદર પાર કરવાનો રહેશે, જે અશક્ય છે. પાકિસ્તાનને…
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અત્યાર સુધી ODI વર્લ્ડ કપ 2023ની 8 લીગ મેચોમાં માત્ર એક જ સદી ફટકારવામાં સફળ રહ્યો છે, પરંતુ તેમણે મોટાભાગની મેચોમાં ટીમને સારી શરૂઆત આપવામાં સફળ રહ્યો છે જેને કારણે ભારતીય ટીમની સતત 8 જીત જીતી શકી છે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી રોહિત શર્માએ પાવરપ્લે દરમિયાન પોતાની જબરદસ્ત પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધી 1 થી 10 ઓવરની વચ્ચે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાં પ્રથમ પાવરપ્લેમાં એટલે કે 1-10 ઓવરની વચ્ચે 203 બોલમાં 265 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 88.3…
સેમી ફાઈનલમાં પહેલાં જ ચોથા નંબર પર આવનારી ન્યુઝીલેન્ડની ટીમને મોટો આંચકો લાગી શકે એમ છે, કારણ કે ટીમ તેના સ્ટાર બેટ્સમેન હેનરી નિકોલ્સને કારણે મુશ્કેલીમાં મુકાય એવી શકયતા વ્યક્ત કરાઈ રહી છે. હેનરી પર બોલ ટેમ્પરિંગનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ડોમેસ્ટિક ફર્સ્ટ ક્લાસ મેચમાં અમ્પાયર દ્વારા તેની સામે બોલ ટેમ્પરિંગનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. નિકોલ્સ પર ન્યુ ઝીલેન્ડ ક્રિકેટની આચાર સંહિતાનો ભંગ કરવાનો આરોપ છે. કેન્ટરબરી અને ઓકલેન્ડ વચ્ચે રમાયેલી પ્લંકેટ શિલ્ડ મેચના ફૂટેજમાં નિકોલ્સ બોલને તેના હેલ્મેટ પર બોલ ઘસતો જોવા મળ્યો હતો અને તેની આ હરકતને કારણે જ તે હવે મુશ્કેલીમાં મુકાઈ શક્યતા છે. ન્યુ ઝીલેન્ડ દ્વારા…
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો અને બી-ટાઉનમાં પણ ડેબ્યુ કરનારી એક્ટેસ નેશનલ ક્રશ રશ્મિકા મંદાના હાલમાં જ તેના ડીપફેક વિડીયોને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં આવી ગઈ છે. આ ઘટનાને કારણે એક્ટ્રેસ ભયંકર ડરી ગઈ હતી. રશ્મિકાએ આ વીડિયો બાબતે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે હું ખૂબ જ ડરી ગઈ છું. બી-ટાઉનના મહાનાયક અમિતાભ બચ્ચન અને ફેન્સે પણ આ ઘટના અંગે રોષ વ્યક્ત કરીને લીગલ એક્શનની માગણી કરી છે. પરંતુ આપણે અહીં વાત કરી રહ્યા છે ડીપફેક વિડીયો વાયરલ થયા બાદ એક્ટ્રેસના પહેલાં પબ્લિક અપિયરન્સ વિશે. મળી રહેલી માહિતી પ્રમાણે રશ્મિકા મંદાના આ ઘટના બાદ પહેલી જ વખત જાહેરાતમાં…