વર્લ્ડ કપ 2023 દરમિયાન કમેન્ટેટર્સ સાથે વાત કરવા દરમિયાન સલમાન ખાને ટાઈગર-4 બાબતે કમેન્ટ કરી છે. સલમાન ખાનની કમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.સલમાન ખાન ફિલ્મ ‘ટાઈગર 3’ને કારણે ખૂબ જ ચર્ચામાં છે. ભાઈજાને ટાઈગર-4 બાબતે હિંટ આપી.સલમાન ખાનની વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયી છે. બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન ફિલ્મ ‘ટાઈગર 3’ને કારણે ખૂબ જ ચર્ચામાં છે. યશરાજ ફિલ્મ્સની સ્પાઈ થ્રિલર ફ્રેન્ચાઈઝી ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ ‘ટાઈગર 3’ સક્સેસ થવાની સાથે સલમાન ખાને સ્પાઈ થ્રિલર ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મની હિંટ આપી છે.વર્લ્ડ કપ 2023 દરમિયાન કમેન્ટેટર્સ સાથે વાત કરવા દરમિયાન સલમાન ખાને…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
પ્રખ્યાત સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ 2023માં બેસ્ટ યુનિક કોમેડી માટે ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો. નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થતા શો ‘વીર દાસ લેન્ડિંગ’ માટે વીર દાસને એમી ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે. ‘વીર દાસ લેન્ડિંગ’ની સાથે ‘ડેરી ગર્લ્સ સીઝન 3’ને કોમેડી માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા છે. ન્યૂયોર્કમાં 51મો એમી ઈન્ટરનેશનલ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ પહેલા 2021માં પણ વીર દાસને તેના કોમેડી શો ‘ટુ ઈન્ડિયા’ માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો પરંતુ તે પછી તે આ એવોર્ડ જીતી શક્યો ન હતો. આ વર્ષે, ‘દિલ્હી ક્રાઈમ 2’…
સફરજન વિશે આ બહુ જૂની કહેવત છે અને સાચી પણ છે. ઘરના વડીલો હંમેશા દરરોજ એક સફરજન ખાવાનું કહે છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે. આ ફળ પોષક તત્વોથી ભરપૂર છે. તે પાચનથી લઈને ત્વચાથી લઈને વાળ સુધી દરેક વસ્તુ માટે ખૂબ જ ફાયદાકારક છે. આજકાલ ડાયેટિશિયન હેલ્થ એક્સપર્ટ્સ ખાલી પેટે ઘણી વસ્તુઓ ખાવાની સલાહ આપે છે. સફરજન પેટ માટે ઘણું સારું છે. સફરજન ફાઈબરનો ખૂબ જ સારો સ્ત્રોત છે. આ ઉપરાંત તે ઝડપથી પચી જાય છે. સફરજન તમને કબજિયાતથી રાહત આપે છે અને પાચનમાં સુધારો કરે છે. સફરજન હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા…
ભારતમાં સ્ટ્રોક એ ખૂબ જ ગંભીર આરોગ્ય સમસ્યા બની રહી છે. દેશમાં દર વર્ષે સ્ટ્રોકના ૧૫ લાખ નવા કેસ નોંધાય છે, એટલે કે સરેરાશ દરરોજ લગભગ ૪ હજાર કેસ. આ દર ઘણા ચેપી રોગો કરતા વધારે છે જે લાંબા સમયથી હેડલાઇન્સમાં છે. જો મોટી હોસ્પિટલોના એકમોમાં જોવામાં આવે તો, સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા હાર્ટ એટેકના દર્દીઓ કરતા વધુ છે. દેશમાં થયેલા તમામ મૃત્યુમાં સ્ટ્રોકનો હિસ્સો ૮% છે, જે ટીબી, એઇડ્સ અને મેલેરિયાના કારણે થતા મૃત્યુની સંખ્યા કરતાં વધુ છે. સ્ટ્રોકમાં ૧૦ વર્ષમાં ૧૦૦% વૃદ્ધિ નોંધાઈ છે. ગતરોજ વિશ્વ સ્ટ્રોક ડે નિમિત્તે અમદાવાદના ન્યુરોલોજિસ્ટ અને ઈન્ડિયન સ્ટ્રોક એસોસિએશનના સેક્રેટરી ડો.અરવિંદ શર્માએ જણાવ્યું…
શિયાળાના દિવસોની શરૂઆત થઇ રહી છે. સામાન્ય દિવસોની સરખામણીએ શિયાળામાં લોકો વધુ મગફળી ખાય છે. મગફળીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. પરંતુ શું કેટલાક લોકોએ મગફળી બિલકુલ ન ખાવી જોઈએ. મગફળી સ્વાસ્થ્ય માટે સારી છે તો કેટલાક લોકોના સ્વાસ્થ્યને નુકસાન પણ કરી શકે છે. મોટાભાગે લોકો નવરાશના સમયમાં ટાઇમપાસ તરીકે પણ મગફળી ખાય છે. આમ તો તેના ઘણા ફાયદા છે. મગફળીમાં ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો હોય છે, પરંતુ જો તેની માત્રા વધી જાય તો તે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જે લોકોના શરીરમાં કેટલીક સમસ્યા હોય તેમણે ભૂલથી પણ મગફળી ન ખાવી જોઈએ, નહીં તો તેઓ…
મોટાભાગની સ્ત્રીઓ તેમની આંખોને વધુ સુંદર બનાવવા માટે કાજલ અથવા સુરમા લગાવે છે. પરંતુ આંખોમાં કાજલનો ઉપયોગ સૌથી વધુ થાય છે. કાજલ એક એવો મેકઅપ છે જેને તમે ગમે ત્યારે અને ગમે ત્યાં લગાવી શકો છો. લગ્ન હોય કે ઓફિસ, તમે દરેક જગ્યાએ જતા પહેલા કાજલ લગાવી શકો છો. કાજલ કે સુરમા લગાવ્યા પછી આંખ એકદમ અલગ લાગે છે અને તેની સુંદરતા વધુ વધે છે. ઘણા લોકો દરરોજ તેમની આંખો પર કાજલ અથવા સુરમા લગાવે છે, તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભો પણ મળે છે અને આંખો સુંદર દેખાય છે. બજારમાં અનેક પ્રકારની કાજલ ઉપલબ્ધ છે. કાજલ જેલ, પેન્સિલ, સ્ટિક વગેરેમાં ઉપલબ્ધ…
ઈન્ટરનેટ પર ફેલાયેલા દક્ષિણ તેમજ હિન્દી ભાષી ફિલ્મોની અભિનેત્રી રશ્મિકા મંદાનાનાં ડીપફેક વીડિયો વિશેના મીડિયા અહેવાલોને સ્વયં લક્ષમાં લઈને દિલ્હી મહિલા પંચે દિલ્હી પોલીસને આદેશ આપ્યો છે કે તે આ ઘટના અંગેનો ‘એક્શન ટેકન રિપોર્ટ’ તેને આપે. મહિલા પંચે દિલ્હી પોલીસને આપેલી નોટિસમાં જણાવાયું છે કે, અહેવાલો અનુસાર, અભિનેત્રીએ પણ આ મામલે પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે કોઈકે વીડિયોમાં પોતાની તસવીર સાથે ગેરકાયદેસર રીતે છેડછાડ કરી છે. પંચને જાણવા મળ્યું છે કે આ કેસમાં આજની તારીખ સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. આ ખૂબ જ ગંભીર બાબર છે. પંચે આદેશ આપ્યો છે કે દિલ્હી પોલીસ…
તહેવારોની સીઝન બોલિવૂડ સેલિબ્રિટીઝ માટે એટલી જ ખાસ હોય છે જેટલી સામાન્ય લોકો માટે હોય છે. બોલિવૂડ સેલેબ્સ પણ હોળી અને દિવાળી જેવા તહેવારો ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે. સેલેબ્રિટીઝના ચાહકો પણ દિવાલી પાર્ટીની તસવીરો જોવા માટે ઉત્સુક હોય છે. જો કે એક બોલીવુડ સેલેબ્રિટી એવા છે જેમના માટે દિવાળીનો તહેવાર એક ટ્રોમાને યાદ કરવા જેવું છે. અમે વાત કરી રહ્યા છીએ ધક ધક ગર્લ માધુરી દીક્ષિતની. માધુરી દીક્ષિત પાસે તેના પ્રિય તહેવાર દિવાળીની ખૂબ જ ડરામણી યાદ છે, જેના વિશે જાણીને તેમના ચાહકોને પણ આઘાત લાગશે. આ એક એવી ઘટના છે જેના કારણે માધુરી દીક્ષિતને પોતાના વાળ ગુમાવવા…
મનસે દ્વારા દર વર્ષે શિવાજી પાર્કમાં દિપોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દિપોત્સવમાં અનેક સેલિબ્રિટી પણ હાજર રહે છે. આ વખતે વિકી કૌશલ, રાજકુમાર હિરાણી, અભિજીત જોશી, સાજિદ નડિયાદવાલા, આશુતોષ ગોવારીકર દેવા સેલિબ્રિટી હાજર રહ્યાં હતાં. ત્યારે આ કાર્યક્રમમાં વિકી કૌશલ આગામી ફિલ્મમાં છત્રપિત સંભાજી મહારાજની ભૂમિકા ભજવશે તેવી જાહેરાત મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ કરી હતી. મનસેના દિપકોત્સવમાં રાજ ઠાકરેએ વિકી કૌશલની પ્રશંસા કરી હતી. તે વખતે વિકીના લૂક બાબતે વાત કરતાં રાજ ઠાકરેએ કહ્યું કે, વિકીની એક નવી ફિલ્મ જલ્દી જ પ્રેક્ષકો સામે આવશે. આ ફિલ્મમાં વિકી કૌશલ ધર્મવીર સંભાજી મહારાજના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ માટે તે વિકી…
ICC પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ થયેલા રચિન રવીન્દ્રન ભારતીય મૂળના ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના બાહોશ ખેલાડી છે. વર્લ્ડકપ-2023 માટે તેઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે હાલમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે જેમાં રચિનના દાદી તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે. રચિન રવિન્દ્રને તેમના બેંગલુરુના ઘરમાં તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે કઇ રીતે રચિનના દાદી તેની નજર ઉતારી રહ્યા છે. રચિન રવિન્દ્રનના પિતા આર.કૃષ્ણમૂર્તિ 90ના દાયકામાં ભારત છોડીને ન્યુઝીલેન્ડ સ્થાયી થયા હતા. રચિનનો જન્મ પણ ન્યુઝીલેન્ડમાં જ થયો હતો. રચિનના પિતાને ક્રિકેટમાં ભારે રસ હોવાને કારણે તેમણે…