ગાંધીનગર- રાજ્યસભાની ચૂંટણીમાં બીજી બેઠક જીતવા માટે કોંગ્રેસ પાર્ટી હવાતિયાં મારી રહી છે. ભાજપના ધારાસભ્યોમાં એવો ભ્રમ ઉભો કરી રહી છે કે તેમના કેટલાક સભ્યો અમારા સંપર્કમાં છે. ભાજપના સંગઠન અને વિજય રૂપાણી સરકારથી નારાજ થયેલા કેટલાક સભ્યો અમને સંપર્ક કરી રહ્યાં છે તેવો દાવો ખુદ વિપક્ષના નેતા પરેશ ધાનાની કરી રહ્યાં છે. રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓને એવી આશા છે કે ક્રોસવોટીંગથી બન્નેના ઉમેદવારો જીતી જશે. વિપક્ષી નેતા કહે છે કે ભાજપના કેટલાક ધારાસભ્યો ક્રોસવોટીંગ કરશે અને અમારો બીજો ઉમેદવાર ચૂંટણી જીતી જશે, બીજીતરફ પાંચ ધારાસભ્યોના રાજીનામાં અપાવી દેનાર ભાજપના નેતાઓ કહે છે કે કોંગ્રેસમાંથી હજી…
કવિ: Margi Desai
ગાંધીનગર- ગુજરાતના સૌ ભાઈ-બહેનો, અત્યંત શરમપૂર્વક હું આ પત્ર લખી રહ્યો છું. શરમ એ વાતની છે કે હું ગુજરાતની જે વિધાનસભામાં વડગામ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું એ વિધાનસભાના કેટલાક ધારાસભ્યો એ હદે ઉતરી ગયા છે કે કોઈપણ પક્ષ એમની સામે રૂપિયાનો ઢગલો કરે તો પોતે જાણે બજારમાં વેચાવા ઉભેલી પ્રોડકટ હોય એમ પોતાની જાતને વેચવા તૈયાર થઈ ગયા છે. રાજ્યસભાની ચૂંટણી ટાણે જે ધારાસભ્યોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાં આપ્યા છે એ લોકોએ સોદાબાજી વિના કે રૂપિયા ખાધા વિના રાજીનામા દીધા હોય એવું હું માનતો નથી. જોકે, શરમ એ વાતની પણ છે કે રાષ્ટ્રવાદની વાતો કરનારા રાજકીય પક્ષો પણ આવા ધારાસભ્યોને મોં…
ગાંધીનગર- ગુજરાતમાં પીવાના પાણીના પ્રદૂષણને નિવારવા માટે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક દરખાસ્ત તૈયાર કરી રહ્યું છે. આ દરખાસ્તમાં પીવાના પાણીની પાંચ રૂપિયાની નાની બોટલને બંધ કરવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી છે એ સાથે પાણીની તૈયાર બોટલોના જથ્થાને ખુલ્લા તડકામાં નહીં મૂકવાની ભલામણ કરી છે. જો રાજ્ય સરકાર આ દરખાસ્તને સ્વિકારશે તો પીવાના પાણીની નાની બોટલોને બંધ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. ગુજરાતમાં હાલ પાંચ રૂપિયા, દસ રૂપિયા, પંદર રૂપિયા અને વીસ રૂપિયામાં પીવાના પાણીની બોટલો મળે છે. પાંચ રૂપિયાની બોટલનું પ્રોડક્શન શંકાસ્પદ હોવાનું માલૂમ પડતાં અને તેમાં પ્લાસ્ટીકની ક્વોલિટી હલકી હોવાથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સરકારને આવી બોટવો…
ગાંધીનગર- કોરોના વાઇરસને પગલે પ્રવાસન ઉદ્યોગને ફટકો પડ્યો છે ત્યારે હોટેલ ઉદ્યોગ સ્થાનિક તેમજ વિદેશી પ્રવાસીઓને લઈને ચોકસાઈ વર્તી રહી છે. અમદાવાદની હોટલો દ્વારા તેમના તમામ મહેમાનોને આરોગ્ય સુવિધા મળે અને સ્ટાફ ચોખ્ખાઈ અંગે વધુ સતર્કતા રાખે તે માટે તાકીદ કરવામાં આવી રહી છે. અમદાવાદની હોટલોમાં ગયા અઠવાડિયા સુધી વિદેશી પ્રવાસીઓની સંખ્યા મોટી હતી, જો કે હાલમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. હોટલ સંચાલકો તમામ પ્રકારની સતર્કતા રાખી રહ્યા છે. હોટલના રિસેપ્શન પર સેનિટાઇઝર અને માસ્ક મળે તેવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ગુજરાત સરકારે હોટલો અને રેસ્ટોરન્ટમાં તકેદારી રાખવાની ગાઇડલાઇન પણ જાહેર કરી છે. કાસા બ્લાન્કા રિસોર્ટના ડિરેક્ટર મિલિન્દ…
ગાંધીનગર- એનસીપીની બેઠક પરથી ચૂંટણી લડેલા ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટીનીવિરૂદ્ધમાં જવાનો નિર્ણય કર્યો છે. તેણે પાર્ટીના સુપ્રિમોને એવું કહ્યું કે તે સાંભળીને બે ટોચનાનેતાઓ ડઘાઇ ગયા છે. કાંધલ જાડેજાની મનમાની સામે હાઇકમાન્ડ લાચાર બન્યું છે. આજે વિધાનસભાની બેઠકદરમ્યાન કાંધલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંત્રણા કરી હતી. રૂપાણીએ તેમનેભાજપના ઉમેદવારને મત આપવા માટે વિનંતી કરી છે. અગાઉની 2017ની ચૂંટણીમાં પણ કાંધલે પાર્ટીની વિરૂદ્ધ જઇને પાર્ટીના સિનિયર નેતાઓનેચોંકાવી દીધા હતા. હવે 2020માં તો કોંગ્રેસને આશ્ચર્ય થતું નથી, કારણ કે કાંધલે તેમનો મતફિક્સ કરી દીધો છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવે છે ત્યારે અપક્ષો અને અન્ય પક્ષોના ધારાસભ્યોનેજલસા પડી જતા હોય છે. બીટીપીના…
ગાંધીનગર- રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જતાં રહેતા કોંગ્રેસે બીટીપીના ત્રણ ધારાસભ્યો અને એનસીપીના એક ધારાસભ્ય તરફ નજર દોડાવી છે. જો કે કોંગ્રેસનો પનો ટૂંકો પડે છે, કારણ કે આ ચાર પૈકી ત્રણ ધારાસભ્યો ભાજપને સમર્થન આપી ચૂક્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ એક એવો દાવ ફેંક્યો છે કે જેનાથી ભાજપ ચિંતિત તો નથી પરંતુ ટેન્શનમાં આવી ગયું છે. કારણ કે કોંગ્રેસના ધારાસભ્યોમાં જેટલી નારાજગી છે તેનાથી ચાર ગણી નારાજગી ભાજપના ધારાસભ્યોમાં એટલા માટે છે કે તેમની પાર્ટી સત્તામાં હોવા છતાં તેમના કામો થતાં નથી. લલિત કગથરાએ કહ્યું હતું કે ભાજપના ત્રણ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, જે ક્રોસ વોટિંગ…
ગાંધીનગર- ગુજરાતનું ધોલેરા સ્માર્ટ સિટી એક એવું સિટી બનશે કે જેની રચના જોવા માટે આખા દેશના લોકો આવશે તેવા બણગાં ફૂંકનારી રાજ્ય ભાજપની સરકારને હવે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જવાની જરૂર છે, કારણ કે ગુજરાતે તો ધોલેરાને સ્માર્ટ સિટી બનાવવાના વાયદા કર્યા હતા પરંતુ મહારાષ્ટ્રનું ઔરંગાબાદ સ્માર્ટ સિટી તેનો પાલવ પહોળો કરતું જાય છે. ગુજરાતના ધોલેરા સિટીમાં 2020 સુધીમાં 10 લાખ લોકો વસવાટ કરતા હશે તેવા વાયદા કરવામાં આવ્યા હતા પરંતુ આ સિટીમાં ખાનગી મૂડીરોકાણકારો હજી તૈયાર થતાં નથી. ધોલેરામાં અત્યારે 50 હજાર લોકોનો પણ વસવાટ નથી. ગુજરાતમાં ખેડૂતોની હજારો હેક્ટર જમીન બરબાદ થઇ ચૂકી છે છતાં આ સ્માર્ટ સિટીમાં વિકાસના…
ગાંધીનગર- ગુજરાતમાં સહકારી સંસ્થાઓની સંખ્યામાં વધારો થયો છે. આ વધારો થવા પાછળ ભાજપનું રાજકારણ છે. સહકારી સંસ્થાઓમાં ભાજપનું વર્ચસ્વ જળવાઇ રહે તે માટે આ નવી સંસ્થાઓ ખૂલતી જાય છે. સહકારી મંડળીઓની સંખ્યામાં એક વર્ષમાં 4.5 ટકાનો સીધો વધારો થયો છે, જેની સાથે બિન ધિરાણ મંડળીઓની સંખ્યામાં તો 35 ટકા જેટલો વધારો છે. છેલ્લા એક વર્ષમાં 3428 મંડળીઓ વધી છે. ગુજરાતમાં જ્યારે ભાજપના શાસનની શરૂઆત થઇ ત્યારે સહકારી માળખામાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું પરંતુ મોદીના આવ્યા પછી તે પણ તોડી નાંખવામાં આવ્યું છે. ભાજપના તે સમયના મોદીના મિત્ર અમિત શાહે એક પછી એક સહકારી સંસ્થાઓમાં ભાજપનો પગપેસારો કરાવ્યો હતો. ધીમે ધીમે કોંગ્રેસના…
ગાંધીનગર- ગુજરાતના પોપ્યુલેશન પ્રોજકશન એટલે કે વસતી અનુમાન ના આંકડા ઘણાં ચોંકાવનારા છે. તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટમાં ગુજરાતની વસતી 6 કરોડ 61 લાખ થઇ ચૂકી છે, જે 2011ના છેલ્લા સેન્સસ સર્વે પ્રમાણે 6 કરોડ 3 લાખ નોંધાયેલી હતી. દેશ અને રાજ્યમાં 2020માં વસતી ગણતરી થવાની છે અને તેના આંકડા 2021માં આવવાના ત્યાં સુધીમાં તો ગુજરાતની વસતી 6.70 કરોડ આસપાસ હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. પોપ્યુલેશન પ્રોજકશનના રિપોર્ટ પ્રમાણે 2014માં રાજયની વસતી છ કરોડ 38 લાખ હતી તેથી એનો અર્થ એવો થયો કે એક વર્ષમાં 13 લાખનો વસતી વધારો થયો છે. સાડા છ કરોડની વસતી સાથે ગુજરાત વસતી વધારા સાથે ભારતનું…
ગાંધીનગર – ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે રાજકીય વ્યૂહ અપનાવી રાજ્યના આઠ મોટા શહેરો કે જ્યાં મહાનગરપાલિકાઓ આવેલી છે તેની હદ વધારવાની વિચારણા કરી છે. ટૂંક સમયમાં ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે તમામ આઠ મહાનગરપાલિકાને પત્ર લખી નગરપાલિકા અને ગ્રામપંચાયતોના વિલયનો પ્રસ્તાવ મોકલવાની સૂચના આપી છે. રાજ્ય સરકારનું લક્ષ્ય 2020ની સ્થાનિક ચૂંટણી જીતવાનું છે. સ્થાનિક સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે આ કાર્યવાહી ઝડપથી પૂર્ણ થવી જોઇએ, કેમ કે 2020માં આવનારી સ્થાનિક ચૂંટણીમાં તેનો સમાવેશ કરી શકાય. શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે તમામ નગરપાલિકા, ગ્રામ પંચાયત…