ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે તે જોતાં સરકારે વિધાનસભાનું બજેટ સત્ર બંધ કરવાની વિચારણા શરૂ કરી છે, જેની સાથે રાજ્યસભાની 26મી માર્ચે યોજાનારી ચૂંટણીને પણ રદ કરવા માટે કેન્દ્રના ચૂંટણી પંચને ભલામણ કરવાનું નક્કી કર્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં પાચ નવા પોઝિટીવ કેસ આવ્યા છે જેની સાથે કુલ 18 કેસો થયાં છે. ગાંધીનગરમાં ત્રણ કેસો પોઝિટીવ આવતાં વિધાનસભાનું સત્ર રદ્દ કરવાની સરકારે વિચારણા કરી છે. જો કે તેનો નિર્ણય સોમવારે એટલે કે આવતીકાલે લેવામાં આવશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 253 સેમ્પલોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે જે પૈકી 18 કેસો પોઝિટીવ આવ્યા છે.…
કવિ: Margi Desai
ગુજરાતમાં વધુ એક શહેરમાં લોકડાઉન, રૂપાણીએ આપી સૂચના ગાંધીનગર- કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે ગુજરાત સરકારે હવે ગાંધીનગરમાં પણ લોકડાઉનના આદેશ કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં પણ 25મી માર્ચ સુધી તમામ ધંધા-રોજગાર બંધ રહેશે. દરમ્યાન, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 18 કેસ પોઝિટીવ આવ્યા છે તેથી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં લોકડાઉન કર્યું છે પરંતુ હવે 25મી સુધી ગાંધીનગરના બજારો પણ બંધ રહેશે. આ લોકડાઉનને લંબાવવામાં પણ આવી શકે છે. કોરોના વાયરસનો એક પોઝિટીવ કેસ ગાંધીનગરમાં પણ બન્યો…
ગાંધીનગર- ગુજરાતમાં અત્યારે ચાર મોટા શહેરોમાં લોકડાઉન કરવાથી મોંઘવારી ભડકે બળશે અને ચીજવસ્તુની અછતના કારણે કાળાબજારની દહેશત ફેલાઇ છે. લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુ ખરીદવા માટે બમણાં થી ત્રણ ગણાં દામ આપવા પડશે. ગુજરાતના મુખ્યમંત્રીએ કોરોના રોગચાળાને કાબૂમાં લેવા માટે લોકસંપર્ક બંધ તો કર્યા છે પરંતુ તેની આડમાં ઉત્પાદકો અને સ્થાનિક વ્યાપારીઓ દ્વારા સંગ્રહાખોરી થતાં કાળાબજારની દહેશત વ્યાપેલી છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને જ્યાં સુધી આદેશ નહીં મળે ત્યાં સુધી એવા વ્યાપારીઓ પર પગલાં નહીં લઇ શકે કે જેઓ આવશ્યક ચીજવસ્તુના દામ વધારે પડાવી રહ્યાં છે. રાજ્યના તોલમાપ નિયંત્રણ વિભાગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની સાથે મેડીકલ સ્ટોર, ઉત્પાદકો તેમજ…
ગાંધીનગર- ગુજરાતના ચાર શહેરોને 25મી માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસની સ્થિતિના મુકાબલે માટે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરોમાં દવાની દુકાનો, તબીબી ઉપરકણો, શાકભાજી અને કરિયાણાનું વેચાણ કરતી દુકાનો કે સંસ્થાઓ સિવાની તમામ આવશ્યક સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારની કચેરીઓ-બોર્ડ નિગમો-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વર્ગ-2 થી 4 ના કુલ કર્મચારી ગણના 50 ટકા કર્મચારીઓને 29 માર્ચ-2020 સુધી રોટેશનલ બેજીઝ પ્રમાણે ફરજ પર આવવાનું રહેશે. ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે ચાર શહેરોમાં ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ કોરોના અસરગ્રસ્ત વ્યકિતઓની સારવાર માટે તાત્કાલિક ધોરણે કાર્યરત કરાશે. મુખ્યમંત્રી વિજય…
મેં આપની સાથે 17મી માર્ચે કોરોના વાયરસની પરીસ્થિતિ અંગે વાતચીત કરી હતી. મિત્રો, એ વખતે રાજ્યમાં કોરોનાનો એકપણ પોઝિટીવ કેસ નોંધાયો ન હતો. આજે રાજ્યમાં પાંચ વ્યક્તિઓને કોરોના વાયરસનાં પોઝિટીવ કેસ આપણી વચ્ચે આવ્યા છે. સાથીઓ, જે પાંચ પોઝિટીવ કેસ મળી આવ્યા છે તે તમામ વિદેશથી અહીં આવેલા આપણા ભાઈઓ-બહેનો છે. રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે આ વૈશ્વિક મહામારીને પહોંચી વળવા માટે સક્ષમ અને સંપૂર્ણ સજ્જ છે. આપ સૌ જનતા જનાર્દનનો પણ ખૂબ સક્રિય સહયોગ મળી રહ્યો છે. ભાઈઓ-બહેનો કોરોના વાયરસની બીમારી આપણા સૌની સતર્કતા અને તકેદારી છતાં પણ વધી રહી છે ત્યારે હું રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે આપ સૌને ફરી એકવાર…
ગાંધીનગર- ગુજરાતમાં 13મી વિધાનસભા અને 14મી વિધાનસભા મળીને અઢી વર્ષમાં કોંગ્રેસના કુલ 27 ધારાસભ્યોએ રાજીનામાં આપીને કેન્દ્રીય મોવડીમંડળને ચોંકાવી દીધું છે. કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયેલા આ ધારાસભ્યોએ અંગત કારણોસર પક્ષપલ્ટો કર્યો છે અથવા તો ભાજપમાં ભળી ગયા છે. કોંગ્રેસના ધારાસભ્યો તોડવાની પરંપરા તો 1995થી ચાલતી આવે છે, જે જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર આવી છે. રાજ્યમાં 1995 પછી આવેલી 1998, 2002, 2007, 2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના અનેક ઉમેદવારો ભાજપમાં જતા રહ્યાં છે. કોંગ્રેસે ટિકીટ ના આપી હોય તેવા ઉમેદવારો ભાજપમાં જઇને ચૂંટણી જીતી આવ્યા છે. હાલ કોંગ્રેસના છ થી વધુ ધારાસભ્યો ભાજપની સરકારમાં કીપોસ્ટ ભોગવી રહ્યાં છે. 2017માં…
ગાંધીનગર- વિશ્વ હાલ કોરોના વાઈરસના ભરડામાં સપડાયું છે અને તેનો ફેલાવો ના થાય તેની તકેદારીના ભાગરૂપે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ અને કૉલેજ બંધ કરાવવામાં આવ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં તકલીફ ના પડે, તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા તમામ સંલગ્ન કૉલેજને ઓનલાઈન લેક્ચર્સ શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જીટીયુ સંલગ્ન 402 કૉલેજો દ્વારા આ આદેશનું પાલન કરવામાં આવ્યું છે. જેમાંથી 33 કૉલેજો એસાઈમેન્ટ આપીને વિદ્યાર્થીઓને ભણાવી રહી છે, જ્યારે 205 કૉલેજ દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય ડિજીટલ પ્લેટફોર્મ પર ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. 103 કૉલેજો દ્વારા જે-તે વિષયના લેક્ચર્સ રેકોર્ડ્સ કરીને અપલોડ કરવામાં…
ગાંધીનગર – ગુજરાતમાં તમાકુ અને તેની બનાવટો પર રાજ્યની રૂપાણી સરકાર પ્રતિબંધના આદેશોનું કડક હાથે પાલન કરાવી શકતી નથી પરંતુ રાજ્યના ખેડૂતો ચેતી ગયા છે. તેમણે ધીમે ધીમે તમાકુનું વાવેતર અને ઉત્પાદન ઘટાડી દીધું છે. તમાકુની બનાવટો પર સૌથી ઉંચો જીએસટી અને વિવિધ ટેક્સના કારણે ખેડૂતોએ પાક બદલવાનું શરૂ કર્યું છે. ગુજરાતમાં તમાકુની બનાવટોના વેચાણ અને ખરીદ પર પ્રતિબંધ છે પરંતુ તે મરજીયાત હોય તેમ લાગે છે. રાજ્યમાં છૂટથી તમાકુની બનાવટોનું વેચાણ થાય છે તેથી હાઇ ઓન લાઇફ ફાઉન્ડેશને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી તમાકુની બનાવટોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરી છે. આ સંગઠન તમાકુની બનાવટો…
ગાંધીનગર- કોરોના વાયરસના પગલે એક તરફ વર્ક ફોર હોમ અને ઓનલાઇન એજ્યુકેશનનું ચલણ વધ્યું છે ત્યારે ગાંધીનગરની સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા ઇ-લર્નિંગની પહેલ કરવામાં આવી છે. ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય બંધ છે પરંતુ અધ્યાપકો અને સ્ટાફ મેમ્બર્સ ફરજ પર ઉપસ્થિત છે. આવા સંજોગોમાં આ યુનિવર્સિટી દ્વારા એન્જિનિરીંગ, ડિઝાઇન, આયુર્વેદિક, નર્સિંગ, હોમીયોપેથી, ફિઝિયોથેરાપી, સાયન્સ, બિઝનેસ વિગેરે શાખામાં વિદ્યાર્થીઓને ઇ-લર્નિંગની સુવિધા આપવામાં આવી છે. વિદ્યાર્થીઓનું ભણતર બગડે નહિ અને સમયનો સદુપયોગ થાય તે હેતુસર, અધ્યાપકો પોતાનું લેક્ચર વિડિઓ રેકોર્ડિંગ કરીને વિદ્યાર્થીઓને વોટસસપ ગ્રુપમાં મોકલી આપશે તથા વેબિનાર અને લર્નિંગ લિંક્સ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમ દ્વારા ઘરે બેઠા પણ શૈક્ષણિક કાર્ય શક્ય કરી…
ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસનો એકપણ કેસ પોઝિટીવ આવ્યો નથી છતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લાના પ્રભારીઓની બદલી શરૂ કરી છે. અત્યાર સુધીમાં આઠ જિલ્લાના પ્રભારીઓ બદલાઇ ચૂક્યાં છે અને બીજા રાજ્યોમાં બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોરોનાની તકેદારીના ભાગરૂપે મુખ્યમંત્રી સેક્રેટરીઓને બદલે છે પરંતુ પ્રભારી મંત્રીઓને બદલતા નથી તેથી સચિવાલયમાં હવા ઉડી છે કે રાજકીય નેતાઓ કરતાં અધિકારીઓ સારૂં કામ કરે છે છતાં તેમને કારણ વિના બદલવામાં આવે છે. રાજ્યના કેટલાક જિલ્લામાં પ્રભારીઓ જતાં નથી. પબ્લિક વચ્ચે બેસીને પ્રશ્નોનું નિરાકરણ લાવતા નથી છતાં તેમને બદલવામાં આવતા નથી. કોરોના વાયસરની દહેશત વચ્ચે આઠ જિલ્લાનાં પ્રભારી સેક્રેટરીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં…