ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના કેસો અન્ય રાજ્યો જેવાં કે મહારાષ્ટ્ર અને કેરાલા રાજ્યની સરખામણીએ ઓછા છે પરંતુ મૃત્યુદર ગુજરાતમાં ઉંચો આવ્યો છે. આમ થવાનું કારણ સારવારમાં કંઇ ખામી છે કે કેમ તે સમજાતું નથી. ગુજરાતમાં 24 કલાકમાં નવા છ પોઝિટીવ કેસો સાથે કોરોના વાયરસનો સંક્રમિત આંકડો 69 થયો છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 23 કેસો નોંધાયા છે પરંતુ હવે ભાવનગરની હાલત કથળતી જાય છે. ભાવનગરમાં મૃત્યુઆંક બે થયો છે અને કેસોની સંખ્યા પણ વધતી જાય છે. બીજી તરફ ગાંધીનગર, વડોદરા, સુરત, સોમનાથ, કચ્છ અને મહેસાણામાં પોઝિટીવનો આંકડો સ્થિર જોવા મળ્યો છે. રાજ્યમાં કુલ છ વ્યક્તિના મોત થયાં છે, જે પૈકી…
કવિ: Margi Desai
ગાંધીનગર- કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અગમચેતીના નિર્ણયો લેવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે. ▪ મુખ્યમંત્રીએ થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે સુચના આપેલ જેને ધ્યાને લઇ ઇન્ડિયન રેડક્રોસની મદદથી જીલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલો ખાતેઆવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ▪ કોરોના વાયરસ રોગ અટકાયત અંગે કરવામાં આવતી કામગીરીના મોનીટરીંગ હેતુ સિનીયર IAS અધિકારીઓને વિવિધ જીલ્લા ફાળવવામાં આવ્યા છે. જેમાં જે.પી.ગુપ્તા, મુખ્ય રાજયકર કમિશ્નરને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મળી કુલ-13 જીલ્લાઓ અને મુકેશકુમાર, વાઇસ ચેરમેન…
કોરોના માટે કેટલા સેમ્પલ લીધા, કેટલા નેગેટીવ આવ્યા, જાણો જ્યંતિ રવિ શું કહે છે? ગાંધીનગર- દેશ પ્રવાસ કરીને ગુજરાતમાં આવ્યા હોય તેવા નાગરિકોએ રાજ્ય તંત્ર કેસ્થાનિકતંત્રને જાણ કરવાની રહેશે તેવી અપીલ કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવડૉ.રવિએ કહ્યું હતું કે, આવા નાગરિકો જેના-જેના સંપર્કમાં આવ્યા હોય તે અંગે સ્થાનિક તંત્રદ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેમાં પોલીસ તંત્રનો પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે. રાજ્યમાં પાંચ કોવિડ હોસ્પિટલ તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આજેદિલ્હીખાતે યોજાયેલી હાઈ પાવર બેઠકમાં પણ ગુજરાત રાજ્યની આ કોવિડ હોસ્પિટલનોઉલ્લેખથયો હતો અને આ કોવિડ હોસ્પિટલ ઊભી કરવાના નિર્ણયની વિશેષ નોંધ લેવામાંઆવી હતી. તે ઉપરાંત તકેદારીના ભાગરૂપે…
ગુજરાતમાં 5.75 કરોડ લોકોનો સર્વે, જાણો કોરોનાના કેટલા નવા કેસ નોંધાયા ગાંધીનગર- ગુજરાતમાં આજે દિવસ દરમિયાન વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે સાંજે વિગતો આપતાં જણાવ્યું હતુંકે, આજે દિવસ દરમિયાન અમદાવાદ, સુરત, રાજકોટ, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લામાંએક-એક કેસ નોંધાયા છે. આજે દિવસ દરમિયાન એક વ્યક્તિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણકરવામાં આવ્યા છે. ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આજે અમદાવાદમાં 30 વર્ષના એક પુરુષને કોરોના પોઝિટિવજણાયો છે, જેમની દુબઈની ટ્રાવેલ હિસ્ટ્રી હતી. આ ઉપરાંત સુરતમાં પણ 26 વર્ષના એક પુરુષનેકોરોના પોઝિટિવ જણાયો છે. જેની ટ્રાવેલ હિસ્ટ્રી પણ દુબઈની છે. રાજકોટમાં 37 વર્ષના એકપુરુષને પોઝિટિવ…
ગાંધીનગર- ગુજરાતના શહેરી વિસ્તારોમાં પોલીસનું સર્વેલન્સ મજબૂત બનાવ્યા પછી હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ સર્વેલન્સ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પોલીસ હવે ગામડાઓમાં જઇને ચેકીંગ શરૂ કરશે. એવું જણાયું છે કે શહેરો બંધ છે પરંતુ ગામડાં ખુલ્લા છે. પોલીસને હવે ગામડાં દેખાયા છે. સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સથી અત્યાર સુધીમાં પોલીસે 14 ગુના દાખલ કર્યા છે તેવું રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ કહ્યું છે. સોશ્યલ મિડીયાના દુરપયોગ અંગે પોલીસે 46 ગુના નોંધ્યા છે. તેમણે કહ્યું છે કે હોમ ક્વોરન્ટાઇન કરાયેલી કોઇ વ્યક્તિ ઘરની બહાર નિકળે તો તાત્કાલિક 100 નંબર પર પોલીસને જાણ કરવી. લોકડાઉનના અમલ માટે રાજ્યની 80 ટકા પોલીસ…
ગાંધીનગર- ગુજરાતમાં જેલના કેદીઓ માટે અચ્છે દિન આવ્યા છે. સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ પ્રમાણે રાજ્યની જેલોમાં રહેલા 1200 જેટલા કેદીઓને બે માસ માટે પેરોલ કે ઇન્ટ્રીમ બેલ પર મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે કોરોના વાયરસ અને લોકડાઉનની સ્થિતિમાં જેલોમાં કેદીઓનો ભરાવો રોકવા માટે નિયમ પ્રમાણે 1200 જેટલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ જેલોમાં કેદીઓને ના થાય તે હેતુથી કાચા અને પાકા કેદીઓને મુક્ત કરાશે. આ કેદીઓને કાયમ માટે નહીં પરંતુ બે મહિના માટે મુક્ત કરાશે. જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને…
ગાંધીનગર- ગુજરાતના વિવિધ શહેરોમાંથી પોતાના વતન ગયેલા રાજસ્થાનના મજૂરો અને તેમના પરિવારોને રાજસ્થાન બોર્ડર પર અટકાવાયા હતા.બોર્ડર પર મેડીકલની ટીમ સાથે તેમનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જે લોકો સ્વસ્થ હતા તેમને બોર્ડર પાર કરીને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોરોનાના કારણે ગુજરાતના શહેરોમાં રોજીરોટી નહીં હોવાથી આ મજૂર પરિવારો તેમના વતન તરફ નિકળી ગયા હતા. તેઓ પદયાત્રા કરીને જતા હતા પરંતુ સરકારના ધ્યાને આવતાં તેમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરી આપવામાં આવી હતી. કોરોનાના કહેરને પગલે રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સરહદો સીલ કરતા ગુજરાતમાંથી અંદાજે દોઢ લાખથી વધુ લોકો રાજસ્થાનમાં પ્રવેશતા સરહદ પર અટવાતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતા રાજસ્થાનના મુખ્ય પ્રધાન…
ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સંક્રમિત થયેલા દર્દીઓ માટે રાજ્યભરના તમામ જિલ્લાઓમાં કાલે 100 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને આજે 33 જિલ્લામાં 3300 બેડની હોસ્પિટલો તૈયાર કરી દેવામાં આવી હોવાનો દાવો આરોગ્ય વિભાગે કર્યો છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા 58 થઇ છે અને કુલ પાંચના મોત થયાં છે. લોકડાઉનની સ્થિતિની સમીક્ષા કરીને વધુ પોલીસ પહેરો રાખી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં હાલ ઇન્ક્યુબેશન સ્ટેજમાં હોવાથી કોરોનાના કેસો વધવાની સંભાવના જોતાં સરકારે જિલ્લાઓના મથકોએ હોસ્પિટલો બનાવી દીધી છે. ગુજરાતમાં આજે કુલ ત્રણ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો, દુર્ભાગ્યવશ આજે આ…
ગાંધીનગર- ગુજરાતમાં આવશ્યક ચીજવસ્તુની તંગી ના સર્જાય તે માટે રાજ્ય સરકારે પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવી રહી છે. આ જથ્થો લઇને આવતા વાહનોને હવે પોલીસની કોઇ કનડગત નથી, કેમ કે તમામને પાસ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 90 હજાર લોકોને પાસ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 72 જેટલા હોલસેલ શાકમાર્કેટ કાર્યરત કરવામાં આવ્યા છે. 42.40 લાખ લીટર દૂધનું વિતરણ કરવામાં આવ્યું છે. 1.29 લાખ ક્વિન્ટર શાકભાજીનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો છે. ગરીબ અને નિરાધાર લોકો માટે 2.82 લાખ ફૂડપેકેટ્સ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું હતું કે આવશ્યક ચીજવસ્તુ લોકો સુધી પહોંચાડવા માટે 96158 લોકોને પાસ ઇસ્યુ…
ગાંધીનગર- ગુજરાતમાં પ્રત્યેક જિલ્લામાં હોસ્પિટલ બનાવવાની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રીએ કરી છે. આ હોસ્પિટલમાં 100 બેડની સુવિધા રહેશે, જે માત્ર કોરોના વાયરસના દર્દીઓ માટે અનામત હશે. આજે સાંજે મુખ્યમંત્રીએ કુલ ત્રણ મહત્વની જાહેરાતો કરી હતી જે પૈકી હોસ્પિટલ ઉભી કરવાની જાહેરાતનો તેમાં સમાવેશ થાય છે. આ નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે. વિશ્વવ્યાપી કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં ગુજરાતમાં સર્જાયેલી પરિસ્થિતીની નિયમીત સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કોરોનાની અસરથી જાન ગુમાવવાનો વારો આવે તેવા વિપરિત સંજોગોમાં રાજ્ય સરકાર પોલીસ-સુરક્ષાકર્મીને 25 લાખની સહાય આપશે તેવી બીજી…