કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગાંધીનગર- રાજ્યના ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે ટુંકી મુદ્દતના પાક ધિરાણની રકમ પરત ભરવાની મુદ્દત 31મી મે કરી છે. ખેડૂતોને આ વધારાના સમય માટે કેન્દ્ર સરકાર 3 ટકા તેમજ રાજ્ય સરકાર 4 ટકા વ્યાજ રાહત આપશે. ગુજરાતના 24 લાખથી વધુ ખેડૂતો વતી 160 કરોડનું રૂપિયાનું ભારણ રાજ્ય સરકાર ભોગવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતોના તૈયાર પાકનું વેચાણ હાલ બંધ છે તેથી ખેડૂતો રોકડ રકમના અભાવના કારણે બેંકમાંથી લીધેલ ધિરાણ પરત ભરી શકતા નથી. અને બેંકો દ્વારા ખેડૂતોને નોટીસ મળે છે. તેને મદદરૂપ થવા માટે ખેડૂતોએ રાષ્ટ્રીયકૃત અને જિલ્લા સહકારી બેંકો દ્વારા જે ટુંકી મુદ્દતનું…

Read More

ગાંધીનગર- કોરોના સંક્રમણના સમયમાં ભય અને ઉચાટના માહોલ વચ્ચે માનસિક સંતુલન રાખવા માટે યોગા અને ફિટનેસની પ્રત્યેક વ્યક્તિને જરૂર પડે છે. સામાન્ય સંજોગોમાં યોગા અને ફિટનેસના રૂપિયા ચૂકવવા પડતા હોય છે પરંતુ જો કોઇ વિનામૂલ્યે આ તમને શિખવે તો તેનો અવશ્ય લાભ લેવો જોઇએ. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)એ આ કોર્સ શરૂ કર્યા છે. આ કોર્સમાં તમારે કોઇ જગ્યાએ એકત્ર થવાનું નથી પરંતુ તમને ઘેરબેઠાં જ નિષ્ણાંતો શિખવશે. જીટીયુના સ્પોટ્સ અને મીડિયા વિભાગ દ્વારા ઓનલાઈન ફિટનેસ ક્લાસ આગામી તારીખ 2 એપ્રિલથી સવારે 8 કલાકે પ્રથમ ફેઝમાં ચલાવવામાં આવશે. જેનાથી લોકો ઘરે રહીને ફિટનેસ બાબતે માર્ગદર્શન અને જરૂરી માહિતી મેળવી શકશે. જીટીયુના…

Read More

ગાંધીનગર- ગુજરાત સરકારે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહીં તે માટે લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા માટે મુસ્લિમ ટ્રસ્ટને પણ આદેશ આપ્યાં છે. રાજ્ય વકફ બોર્ડના ટ્રસ્ટીઓ તેમજ સંસ્થાઓ અને સામાજીક તેમજ શૈક્ષણિક સંસ્થાઓને રાજ્ય સરકારે અપીલ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ અને આરોગ્ય વિભાગને લોકડાઉન માટે કેટલાક કડક આદેશ આપવામાં આવ્યા છે. રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોક ડાઉનના સમયમાં અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને અન્ય ને પણ ઘરની બહાર ન નીકળવા દેવા તેમજ આપવામાં આવતી દરેક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા 100 ટ્રસ્ટીઓ અને મુતવલ્લીઓને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષ અને સમગ્ર સદસ્યો…

Read More

ગાંધીનગર- ગુજરાતમાં હાહાકાર ફેલાય તેવી માહિતી કેન્દ્રએ આપી છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં ગુજરાતમાંથી કેટલા લોકો ગયા છે તેની યાદી આપ્યા પછી ગુજરાત સરકારે તેવા વ્યક્તિઓને શોધવાનું શરૂ કર્યું છે. કેન્દ્રની યાદી પ્રમાણે 1500 લોકો ગુજરાતમાંથી દિલ્હી ગયા હતા. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું છે કે, નોવેલ કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન છે જેનો રાજ્યમાં અસરકારક અમલ થઈ રહ્યો છે ત્યારે નાગરિકો પણ સ્વયં સંયમ રાખીને ચુસ્ત અમલ કરે એ જરૂરી છે. એ આપણા સૌની જવાબદારી અને સૌની ફરજ છે, તો જ સંક્રમણની સાંકળને આપણે આગળ વધતી અટકાવી શકીશું. રાજ્યમાં આજે નવા આઠ પોઝેટીવ કેસ નોંધાયા છે.…

Read More

ગાંધીનગર- ગુજરાત સરકારે રાજ્યની મેડીકલ કોલેજો તેમજ હોસ્પિટલોમાં ખાલી પડેલી બેઠકો પર કરાર આધારિત નિયુક્તિ કરવાનો પ્લાન બનાવ્યો છે. આ પ્લાન પ્રમાણે તબીબી શિક્ષકોને વિવિધ કક્ષાના પગાર આપીને નિયુક્ત કરાશે. આ ભરતીમાં તબીબી શિક્ષકો તેમની પ્રેક્ટિસ કરી શકશે અને પ્રેક્ટિસ વિના પણ નિયુક્તિ મેળવી શકશે. રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલોમાં તબીબી શિક્ષકોની અછત પ્રવર્તી રહી છે જેના કારણે દર્દીઓની સારવાર અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક કાર્ય પર વિપરીત અસર પડે છે. મેડીકલ કોલેજોમાં યુજી તેમજ પીજીની બેઠક માટે જરૂરી માન્યતાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આવી ખાલી જગ્યાઓ નિયમિત ધોરણે ના ભરાય ત્યાં સુધી એડહોક નિમણૂક તેમજ કરાર આધારિત નિમણૂક જેવી…

Read More

ગુજરાતમાં સવા ત્રણ કરોડ લોકોને કાલથી વિનામૂલ્યે શું મળશે? ગાંધીનગર — રાજ્યના અંત્યોદય અને P.H.H રેશન કાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોના ૩.રપકરોડ લોકોને આવતીકાલ, ૧ એપ્રિલથી ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોપરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાંઆવશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, આ અનાજ વિતરણવ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભિગમ નાગરિકોની આરોગ્ય સલામતિ હેતુસરજાળવવાની તાકીદ સસ્તા અનાજના દુકાનધારકોને અને તંત્રવાહકોને મુખ્યમંત્રીશ્રીએ કરી છે. આ અનાજ વિતરણ સુચારૂં અને સરળતાથી થઇ શકે તેમજ ભીડભાડ ન થાય તે માટેમુખ્યમંત્રીએ ગ્રામીણ વિસ્તારોમાં ૪ લોકોની અને શહેરી ક્ષેત્રોમાં ૩ લોકોની કમિટી બનાવવાસૂચન કર્યુ…

Read More

ગાંધીનગર- કોરોના વાયરસને અટકાવવા માટે વિવિધ ગ્રુપ અલગ અલગ રીતે કામ કરી રહ્યાં છે ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સંશોધકો પણ અનેક શોધ કરી રહ્યાં છે, જે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા મદદરૂપ થઇ રહી છે. આ યુનિવર્સિટીના સંશોધકોએ એક ડ્રોન વિકસાવ્યું છે જેનો અનેકરીતે ઉપયોગ થઇ શકે તેમ છે. આ યુનિવર્સિટીના કુલપતિએ સંશોધકોને અભિનંદન પણ આપ્યા છે. જીટીયુ ઇનોવેશન કાઉન્સિલના રિસર્ચર્સ તથા ડ્રોન લેબના ફાઉન્ડર નિખિલ મેઠીયા અને મેમ્બર કેવલ કેલાવાલા દ્વારા અતિ આધુનિક ડ્રોનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ, માહિતી પ્રસારણ, સોશિયલ મોનીટરીંગ, મેડિકલ ડીલીવરી જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે. ગુજરાત ડ્રોન સ્ટાર્ટઅપ અંતર્ગત ગુજરાત ડ્રોન…

Read More

ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના વધતા જતાં કેસો વચ્ચે અમદાવાદને કેન્દ્ર સરકારે હોટસ્પોટ તરીકે જાહેર કર્યું છે, એટલે કે અમદાવાદમાં તકેદારીના વધુ પગલાં લેવામાં આવી રહ્યાં છે. એ સાથે રાજ્યમાં જ્યાં પોઝિટીવ કેસ થયાં છે તેવા વિસ્તારોમાં કલસ્ટર કન્ટેન્ટ પ્રોટોકોલ પ્રમાણે સર્વેક્ષણની કામગીરી ચાલી રહી છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે રાજ્યના નાગરિકો લોક ડાઉનનો ચુસ્તપણે અમલ કરે અને સૌ સંયમ રાખીને ઘરમાં જ રહે તે અત્યંત અનિવાર્ય છે. રાજ્ય સરકારે પ્રો-એક્ટિવ થઈને ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરના ક્લસ્ટરમાં જે કેસો નોંધાયા છે ત્યાં ક્લસ્ટર કન્ટેન્ટ પ્રોટોકોલ મુજબ સર્વેલન્સની કામગીરી…

Read More

ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના ડર તેમજ લોકડાઉનના કારણે અજીબોગરીબ વિચારો આવતા હોય છે. સતત વાયરસના સમાચારો જોતાં લોકો ડિપ્રેશનમાં આવી જાય છે. મને કોરોના પોઝિટીવ થશે તો.. મને દાખલ કરવામાં આવશે તો… લોકો મારા અંગે શું વિચારશે… આવા સવાલો મનમાં ઘુમરાયા કરે છે તેથી તેવા લોકોને ઓનલાઇન માર્ગદર્શન આપવા માટે મનોચિકિત્સકોએ સુવિધા શરૂ કરી છે. કોરોના વાયરસ વધુ ફેલાય નહીં તે માટે લોકડાઉન કરવામાં આવેલું છે તેથી લોકો અર્ધપાગલની જેમ બિહેવિયર કરતા થયાં છે ત્યારે મનોચિકિત્સકોનું કામ વધી રહ્યું છે. અમદાવાદ જેવા શહેરમાં મનોચિકિત્સકો ઓનલાઇન કન્સલ્ટીંગ કરી રહ્યાં છે. એક મનોચિકિત્સકના જણાવ્યા પ્રમાણે લોકડાઉનના આઠ દિવસ પછી અમદાવાદમાં માનસિક રોગી…

Read More

ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસો ક્યારે અટકશે તેવા પ્રશ્નના જવાબમાં રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે પોઝિટીવ કેસો કાબૂમાં રહે તેના માટે ઉત્તમ ઉપાય અત્યારે લોકડાઉન છે. લોકો તેમના ઘરમાં જ રહેશે તો પોઝિટીવ કેસોને અમે નિયંત્રણમાં લાવી શકીશું, કારણ કે હવે લોકલ ટ્રાન્સમિશન શરૂ થયેલું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 1284 સેમ્પલો લેવામાં આવ્યા હતા જે પૈકી 1275નું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. આ કેસો પૈકી 69 પોઝિટીવ આવ્યા છે અને 1206 નેગેટીવ છે. હાલ નવ કેસો પેન્ડીંગ છે. કેન્દ્ર દ્વારા સેન્ટ્રલાઇઝ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાની પીપીઇ કીટ, માસ્ક અને દવાઓનો જથ્થો તમામ રાજ્યોની…

Read More