કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગાંધીનગર- કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઇન ફિટનેસ કાર્યક્રમને દેશમાં તો ઠીક વિદેશમાં પણ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. ભારતના 15 રાજ્યો ઉપરાંત વિદેશના 3500થી વધુ લોકોએ તેનો લાભ લીધો છે. લોકડાઉનની સ્થિતિમાં લોકો ઘરમાં રહીને તેમની તંદુરસ્તી વધારી શકે તેમજ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે જીટીયુ દ્વારા તજજ્ઞોના સહકારથી ઓનલાઇન ફિટનેસના વિનામૂલ્યે ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જીટીયુના સ્પોટ્સ અને મીડિયા વિભાગ દ્વારા ઓનલાઈન ફિટનેસ ક્લાસ પ્રથમ ફેઝમાં શરૂ કરવામાં આવ્યા છે. જેનાથી લોકો ઘરે રહીને ફિટનેસ બાબતે માર્ગદર્શન અને જરૂરી માહિતી મેળવી શકે છે. જીટીયુ દ્વારા ચલાવવામાં આવતા આ…

Read More

ગાંધીનગર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના આદેશ પછી ગુજરાત સરકારે પણ તેના તમામ અભ્યારણ્યોમાં જંગલી પ્રાણીઓની સુરક્ષા માટે હાઇએલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને સાસણ ગીરના સિંહોની સુરક્ષા વધારવામાં આવી છે. એનિમલ તબીબી સ્ટાફને સિંહોની હિલચાલ પર નજર રાખવા કહેવામાં આવ્યું છે. રાજ્યના વન વિભાગે અભ્યારણ્યો ઉપરાંત પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ પર તકેદારી રાખવા પણ કહ્યું છે. અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા અભ્યારણ્યમાં વાઘનું તબીબી પરીક્ષણ કરતાં તેને કોરોના વાયરસનું સંક્રમણ થયું હોવાનું સામે આવ્યું છે. આવી કોઇ ઘટના સાસણ ગીરના સિંહોમાં બને નહીં તે માટે સાસણ ગીર અભ્યારણ્યના તમામ સ્ટાફ તેમજ મેડીકલ સ્ટાફને એલર્ટ આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટના સચિવ એસપી યાદવે કહ્યું…

Read More

ગાંધીનગર- ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોરોના વાયરસ સંદર્ભે ચાલી રહેલા લોકડાઉનમાં બે મહત્વના નિર્ણય લીધા છે. એક નિર્ણય એવો છે કે સિંગતેલ અને કપાસિયા તેલના વધતા ભાવ અને અછત દૂર કરવા ઓઇલ મીલો ચાલુ રાખવાનો છે, જ્યારે પોલીસની જેમ સફાઇ, મહેસૂલી તેમજ પુરવઠા સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે પણ 25 લાખ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે. કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિમાં જામ અને આરોગ્યને જોખમમાં મૂકીને ફરજ બજાવતા પોલીસના સેવા અધિકારીઓ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ એવો નિર્ણય લીધો હતો કે ફરજ દરમ્યાન પોલીસ કર્મચારીનું અવસાન થાય તો પરિવારને 25 લાખ રૂપિયાની સહાય અપાશે. હવે આવી સહાય તેમણે રાજ્યની પાલિકા કે મહાનગરપાલિકાના…

Read More

ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 122 થઇ છે. આજે વધુ 14 નવા કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં સૌથી વધુ 8 કેસો અમદાવાદમાં થયાં છે. જો કે આજે વધુ ચાર વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નવા કેસોમાં અમદાવાદમાં સાત પુરૂષ અને એક મહિલા છે. બે કેસો ભાવનગર, એક કેસ છોટાઉદેપુર, એક વડોદરા અને બે કેસ સુરતમાં થયાં છે. રાજ્યમાં નવા છ કેસ દિલ્હી કનેક્શનના છે, બાકીના કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. સુરમાં 61 વર્ષની એક મહિલાનું મોત થયું છે, જે અગાઉ ડાયાબિટીશથી પિડીત હતી. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું…

Read More

ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વ્યક્તિઓ પૈકી કુલ 108 વ્યક્તિના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. આજે દિવસ દરમ્યાન વધુ ત્રણ કેસો સામે આવ્યા છે. આરોગ્ય વિભાગે વિવિધ હોસ્પિટલોમાં 2276 વ્યક્તિઓના ટેસ્ટ કર્યા હતા જે પૈકી 2159 ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. જ્યંતિ રવિએ કહ્યું હતું કે કોરોના વાયરસમાં હવે લોકલ ટ્રાન્સમિશનના આંકડા વધી રહ્યાં છે. ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણથી બચવા તેમજ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગરમ પાણી અને ગોલ્ડન મિલ્ક (ગરમ પાણીમાં હળદર નાંખીને) પીવું જોઇએ. તેમણે આજે કોરોના કેસોની અપડેટ્સ આપી હતી. તેમણે કહ્યું હતું કે દિવસ દરમ્યાન કોરોના…

Read More

ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે નવ કલાકે ઘરની લાઇટો બંધ કરી દીપ પ્રગટાવવાની કરેલી અપીલ પછી રાજ્ય સરકારે લોકોને ચેતવણી આપી છે કે રાત્રે દીપ જલાવ્યા પછી માર્ગો પર કોઇએ રેલી કાઢી તો તેમની સામે લોકડાઉનના કાયદાની કલમો પ્રમાણે ગુનો નોંધી કાર્યવાહી કરાશે. રાજ્યની પોલીસે પણ લોકોને ચેતવણી આપી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે લોકડાઉનનો અમલ કરીને નાગરિકોએ ઘરના આંગણે કે બાલ્કનીમાં રહીને સોશ્યલ ડિસ્ટન્સ સાથે દીપ પ્રગટાવવાનો છે. સરઘસ કે રેલી કાઢીને બહાર નહીં નિકળવાની તેમણે લોકોને અપીલ કરી છે. નીતિન પટેલે કહ્યું હતું કે આવતીકાલ (રવિવાર) એ રાત્રીના નવ કલાકથી નવ મિનિટ માટે…

Read More

ગાંધીનગર- કેન્દ્રની સૂચના પછી ગુજરાત સરકારે પોલીસને એવા આદેશ આપ્યાં છે કે લોકડાઉનના સમયમાં બિનજરૂરી બહાર નિકળતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરો. પોલીસે હવે માર્ગો પર વારંવાર દેખાતા વાહનોને સોફ્ટવેરની મદદથી શોધવાનું શરૂ કર્યું છે અને ગુના દાખલ કરવાની તૈયારી કરી છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ કહ્યું છે કે દિલ્હીના નિઝામુદ્દીન મરકઝથી ગુજરાતમાં આવેલા 110 વ્યક્તિને શોધી કાઢવામાં આવ્યા છે. આજે ઓળખ થયેલા સાત વ્યક્તિ નવસારીના હતા. લોકડાઉન બાદ મરકઝથી ગુજરાતમાં આવેલા 10 વ્યક્તિ સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં પોલીસે આજે રાજ્યમાં 2724 વ્યક્તિની ધરપકડ કરી છે અને તે સાથે 8142 વાહનો જપ્ત કર્યા…

Read More

1 લાખમાં વેન્ટીલેટર? હોય નહીં… રૂપાણીએ શું કહ્યું? રાજકોટનો ડંકો વાગ્યો… ગાંધીનગર- મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતન શહેર-રાજકોટની એક ખાનગી ઉત્પાદન કંપનીએમાત્ર ૧૦ દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-૧’ની સફળતાનું નિરીક્ષણ અમદાવાદસિવીલ હોસ્પિટલ સંકુલની કોરોના કોવિડ હોસ્પિટલમા કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ધમણ-૧ વેન્ટીલેટરનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું કે, પ્રવર્તમાન કોરોના વાયરસની બિમારીના દરદીઓની સારવાર માટે જરૂરી એવા વેન્ટીલેટરનીમાંગ વિશ્વભરમાં વધી છે અને આની પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધિ માટે સૌ ચિંતીત છે.  એટલું જનહિ, અનેક જગ્યાઓએ વેન્ટીલેટર, પ્રોટકશન કિટ, N-95 માસ્ક વગેરેની અછત છે ત્યારેગુજરાતે જનઆરોગ્ય રક્ષામાં એક નવી સિદ્ધિ મેળવી છે. રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં રાજકોટની ખાનગી કંપની જ્યોતિ…

Read More

ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણથી કુલ નવ વ્યક્તિના મોત થયાં છે. આ આંકડો સમગ્ર દેશમાં ત્રીજાક્રમે આવ્યો છે. દેશમાં સૌથી વધુ 26 મોત મહારાષ્ટ્રમાં થયાં છે. બીજાક્રમે 11 મોત સાથે તેલંગાણા આવે છે. મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા સૌથી વધુ છે. આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે કે સંક્રમણના ત્રીજાતબક્કામાં દેશભરમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા 100ના આંકડાને પાર જઇ રહી છે અને કુલ નવ વ્યક્તિના મોત થયાં છે. રાજ્યના પડોશી મધ્યપ્રદેશમાં કુલ આઠના મોત થયાં છે, જ્યારે પશ્ચિમબંગાળમાં છ, દિલ્હીમાં છ, પંજાબમાં પાંચ, કર્ણાટકામાં ચાર, હિમાચલ, જમ્મુ-કાશ્મિર, ઉત્તરપ્રદેશ અને કેરાલામાં બે-બે તેમજ બિહાર, તામિલનાડુ…

Read More

ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી એકવાર વધી ગયા છે. આજે વધુ 10 કેસ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 10ના મોત થયાં છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે આજે જે મોત થયું છે તે 67 વર્ષની અમદાવાદની વ્યક્તિ છે અને તેને અસ્થમા તેમજ ફેફસાની બિમારી હતી. સામાન્ય રીતે મોતના કેસોમાં જોવામાં આવ્યું છે કે ભૂતકાળમાં થયેલી ગંભીર બિમારીના કારણે તેઓ સર્વાઇવલ થઇ શકતા નથી. રાજ્યની હોસ્પિટલોમાંથી ચાર વ્યક્તિને રજા આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે નવા નોંધાયેલા કેસમાં એક મુંબઇનો કેસ છે જ્યારે નવ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. નવા કેસોમાં ભાવનગરના બે,…

Read More