કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગાંધીનગર – ગુજરાતના મેટ્રોસિટી અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોમાં ઉછાળો આવ્યો છે. આરોગ્ય વિભાગ માને છે કે શિલ્ડ કરાયેલા કોટ વિસ્તારમાં વિવિધ મેડીકલ ટીમો દ્વારા સર્વેલન્સ અને મેડીકલ ચેકઅપ તેજ બનાવતાં પોઝિટીવ કેસો વધ્યાં છે. અત્યંત ભયજનક બાબત એવી સામે આવી છે કે કેટલાક કેસોમાં લક્ષણો નહીં હોવા છતાં પોઝિટીવ આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 241 થઇ છે. આજે વધુ 55 કેસો નોંધાયા છે જે પૈકી 50 કેસો અમદાવાદના છે. અમદાવાદના આસ્ટોડીયા, દાણીલીમડા અને ઘોડાસર વિસ્તારમાંથી આ તમામ કેસો સામે આવ્યા છે. એ ઉપરાંત સુરતમાં બે, દાહોદમાં એક, આણંદમાં એખ અને છોટાઉદેપુરમાં એક કેસ સામે આવ્યો…

Read More

ગાંધીનગર- કોરોના વાયરસ અને લોકડાઉનના સમયમાં રાજ્યના કેટલાક પરિવારોને ગુજરાત સરકાર મફત અનાજ વિતરણ કરશે. રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અનાજ અને અન્ય ચીજવસ્તુઓ 60 લાખથી વધુ મધ્યમવર્ગીય પરિવારોને આપવામાં આવશે. રાજ્યના 60 લાખ એપીએલ-1 કાર્ડધારકો એટલે કે 2.50 થી 3 કરોડ લોકોને આ મહિને પરિવારદીઠ 10 કિલોગ્રામ ઘઉં, ત્રણ કિલો ચોખા, એક કિલો દાળ અને એક કિલો ખાંડ વિનામૂલ્યે આપવામાં આવશે. રાજ્ય સરકાર અત્યાર સુધી અંત્યોદય યોજના અને બીપીએલ કાર્ડધારકોને અનાજ અને અન્ય ચીજવસ્તુઓ વિનામૂલ્યે આપતી હતી પરંતુ હવે એપીએલ-1 કાર્ડધારકો માટે વિનામૂલ્યે અનાજ અને અન્ય ચીજો આપવાનું શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય…

Read More

ગાંધીનગર- કોરોનાનો કહેર વધતો રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ સામે તૈયારી રાખવા રાજ્ય સરકારે 26 જિલ્લામાં 31 કોવિડ હોસ્પિટલો બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં કુલ 9464 બેડની ક્ષમતા ઉભી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-19 અસરગ્રસ્તોની સઘન સારવાર સુશ્રુષા માટે રાજ્યના ર૬ જિલ્લાઓમાં ૩૧ જેટલી હોસ્પિટલોને ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ હોસ્પિટલો એપીડેમિક એકટ ૧૮૯૭ અને ધી ગુજરાત એપીડેમિક કોવિડ-19 રેગ્યુલેશન…

Read More

ગાંધીનગર- રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ કહ્યું હતું કે ગુજરાતમાં લોકો કાયદો હાથમાં લેશે તો પોલીસ બળપ્રયોગ કરતાં પણ ખચકાશે નહીં. એવું ધ્યાને આવ્યું છે કે બેન્કો તેમજ ગ્રોસરી સંસ્થાઓમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી. હવે જો એવું જણાશે તો વ્યવસ્થાપકોની જવાબદારી ગણાશે અને તેમની સામે પગલાં લેવાશે. વ્યવસ્થાપકને કોઇ તકલીફ હોય તો તેમણે પોલીસને જાણ કરવાની રહેશે. તેમણે કહ્યું કે નિઝામુદ્દીન મરકજમાં હવે વધુ લોકો બાકી રહ્યાં નથી પરંતુ અમદાવાદમાં એક બીજું ગ્રુપ છે તેની તપાસ ચાલી રહી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ શહેરના અમુક વિસ્તારો બંધ કરવામાં આવ્યા છે અને લોકોનું થર્મલ સ્કેનિંગ પણ કરાઈ રહ્યું છે. સોશિયલ…

Read More

ગાંધીનગર – ભારતમાં 21 દિવસના લોકડાઉનનો 14મી એપ્રિલે છેલ્લો દિવસ છે પરંતુ જો કેન્દ્ર સરકાર આ લોકડાઉનને લંબાવશે તો યથાવત પરિસ્થિતિ રહેશે પરંતુ જો લોકડાઉન ઉઠાવી લેશે તો દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ત્રણ મહત્વની બાબતો ફરજીયાત રહેશે અને તેના ભંગ બદલા દંડ કે સજા થઇ શકે છે. માની લઇએ કે લોકડાઉન લંબાવવામાં આવે છે તો સરકાર કેટલીક બીજી મહત્વની બાબતો જેવી કે ચશ્માની દુકાન, મોબાઇલની દુકાનો, સલૂન, ફરસાણની દુકાન, નાની મોટી બીજી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લઇ શકે છે. સરકાર મોલ્સ, સિનેમાગૃહો, શોપિંગ સેન્ટરો, બાગ-બગીચા અને જાહેર સ્થળોને ખુલ્લા કરવાનો નિર્ણય જૂન મહિના સુધી કરી શકે તેવી સ્થિતિમાં…

Read More

ગાંધીનગર- ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિમાં લોકોને કડકાઇથી પાલન કરવાની વિનંતી કરી રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે ફરજીયાત મેડીકલ ચેકઅપ કરવું પડે તેવું પગલું કોઇએ ભરવું જોઇએ નહીં. લોકડાઉનના નિયમોનું પાલન કરીને પ્રત્યેક વ્યક્તિએ તેમના ઘરમાં સુરક્ષિત રહેવું જોઇએ, કે જેથી રાજ્યમાં ઝડપથી કોરોનાના વધતા કેસોમાં નિયંત્રણ આવી શકે. તેમણે રાજ્યના નાગરિકોને ફરીથી અપીલ કરી છે કે ઘરમાં રહીને બે ટાઇમ ગરમ પાણી પીવો. ગરમ દૂધમાં હળદર મેળવીને બે વખત ગોલ્ડન મિલ્ક પીવું જોઇએ. એ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના ઘરગથ્થું પ્રયોગો કરવા જોઇએ, કે જેથી કોરોનાના સંક્રમણથી બચી શકાશે. અમદાવાદમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા વધતી…

Read More

ગાંધીનગર- ગુજરાતના ખેડૂતોને રાજ્ય સરકારે સહાય કરી છે. કોરોના સંક્રમણના સમયે ખેડૂતોને મુશ્કેલી ના પડે તે હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 40 લાખ ખેડૂતોને તેમના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 800 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધતા જાય છે. હાલ લોડડાઉનની સ્થિતિ વચ્ચે સરકારે ખેડૂતોને સહાય કરવાનો નિર્ણય લીધો અને તેમના બેન્ક ખાતામાં રૂપિયા જમા કરાવ્યા છે. મુખ્યમંત્રીએ બીજો એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં કોરોના સબંધિત ફરજ પર રાજ્યના કોઇપણ કર્મચારીનું મૃત્યુ થશે તો સરકાર તેમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય ચૂકવશે. અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં કોરોનાનો કહેર શરૂ થયો છે અને અમદાવાદની સ્થિતિ ગંભીર બની રહી છે. ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે રાજ્યના ગ્રામ્ય વિસ્તારો પણ હવે ઝપટમાં આવતા જાય છે. રાજ્યના ચાર મેટ્રોસિટી ઉપરાંત હવે રાજ્યના 33 જિલ્લા પૈકી 17 જિલ્લામાં કોરોના ફેલાયો છે. રાજ્યમાં વિક્રમી 19 પોઝિટીવ કેસ સાથે કુલ કેસનો આંકડો 165 પહોંચી ગયો છે. અમદાવાદમાં આજે વધુ 13 કેસો સામે આવ્યા છે. પાટણ, ભાવનગર, આણંદ અને સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયો છે. આ તમામ કેસો લોકલ ટ્રાન્સમિશનના છે. રાજ્યમાં મોતનો આંકડો 12 ઉપર સ્થિત છે અને રાજકોટમાં વધુ એક દર્દીને રજા આપવામાં આવી છે. ચાર વ્યક્તિને વેન્ટીલેટર…

Read More

ચારેય શહેરોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા સરકારની સૂચના ગાંધીનગર — રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોના વાયરસનું વધતુંજતું સંક્રમણ જોતાં રાજ્યમાં લોકડાઉનની કડક અમલવારી અને સોશ્યિલ ડિસ્ટન્સીંગનીજાળવણીનો ચુસ્ત અમલ કરવો જરૂરી છે અને એ માટે નાગરિકોએ પણ પૂરતો સહયોગઆપવાનો રહેશે. આ માટે પોલીસતંત્રને કડક અમલ કરાવવા સૂચના આપી દેવાઈ છે. લોકડાઉનના કડક અમલ અંગે પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાઈ રહેલ કામગીરીની વિગતોમીડિયાને આપતાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણનેઅટકાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકડાઉનનો વધુ કડક અમલ કરવા સુચના આપીછે તે મુજબ ચારેય મહાનગરોમાં વધુ ચુસ્ત અમલ થાય તે માટે પોલીસકર્મીઓને યોગ્ય દિશા-નિર્દેશો આપી દેવાયા…

Read More

ગાંધીનગર- ગુજરાતમાં વેન્ટીલેટર પછી હવે કોરોના સામે લડવા માટે શેનું ઉત્પાદન શરૂ થયું છે તેવો પ્રશ્ન કોઇ પૂછે તો તેના જવાબમાં પર્સલન પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ અને એન-95 માસ્ક કહી શકાય તેમ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિનંતી પછી કેટલીક કંપનીઓ ઉત્પાદન કરવા સામે આવી છે. વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસની સારવાર માટે આવશ્યક વેન્ટીલેટરના રાજકોટની જ્યોતિ CNC દ્વારા ઉત્પાદનની સફળતાને પગલે ગુજરાતમાં વધુ બે ઉપકરણો-સાધનોનું નિર્માણ ખાનગી કંપનીઓ કરી રહી છે. આ કંપનીઓ માસ્કની સાથે સાથે મેડીકલ સ્ટાફ માટેના મેડીકલ સાધનો બનાવી રહી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, કોરોનાના રોગગ્રસ્તોની સારવારમાં રોકાયેલા તબીબો, મેડીકલ સ્ટાફને પર્સનલ પ્રોડકશન ઇકવીપમેન્ટ કિટનો અવશ્ય…

Read More