ગાંધીનગર- લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાજ્યના સાગરખેડૂ-માછીમાર પરિવારોને આર્થિક આધાર રૂપ મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિથી આવક મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દરિયામાં જવા પર અને દરિયો ખેડવા પરનો અગાઉ લાદેલો પ્રતિબંધ દૂર કર્યો છે.રૂપાણીના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લાખો સાગરખેડૂ-માછીમાર પરિવારોને પોતાના પારંપારિક વ્યવસાય દ્વારા પૂન: રોજગારી-આવક મળતી થશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, રાજ્યના સાગરખેડૂ-માછીમાર ભાઇઓ હવે પોતાના વ્યવસાય માટે દરિયામાં જઇ શકશે. આ હેતુસર તેમને ટોકન ઇસ્યુ કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. સાગરખેડૂ ભાઇઓને માછલી-ઝિંગા પકડવા તેમજ માછીમારીના વ્યવસાયને આનુષાંગિક એવા પ્રોસેસિંગ, પેકેજીંગ, કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટેશનની…
કવિ: Margi Desai
ગાંધીનગર- ગુજરાતમાં સિંહો કેટલા વધ્યાં અને ક્યા ક્યા વિસ્તારમાં ફેલાયેલા છે. બાળ સિંહો અને માદા સિંહ કેટલા છે. પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં કેટલો ફરક પડ્યો છે તેવા સવાલોના જવાબ હવે ગુજરાત સરકાર નહીં આપી શકે, કેમ કે સરકારે સિંહોની ગણતરી કરવાનો કાર્યક્રમ મોકુફ રાખ્યો છે. અત્યારે રાજ્યના તમામ સિંહોની મેડીકલ તપાસ માટે વિવિધ ટીમો જંગલોમાં ફરી રહી છે. રાજ્યના વન વિભાગના અધિક મુખ્યસચિવ રાજીવ ગુપ્તાએ કહ્યું હતું કે સિંહોની ગણતરી ક્યારે કરવામાં આવશે તે વન વિભાગની આગામી બેઠકમાં નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું ક અત્યારે પ્રાયોરિટી કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને અટકાવવી છે. જંગલ વિભાગના કર્મચારીઓ પણ કોરોના સામેની…
ગાંધીનગર— ગુજરાતમાં કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયમાં ગુજરાત સરકારની બે ક્વાર્ટરની આવકમાં 30 ટકાથી વધુ રકમનું ગાબડું પડે તેવી દહેશત નાણા વિભાગે વ્યક્ત કરી છે. સરકારની આવકમાં ઓછામાં ઓછા છ મહિના સુધી મોટો ડાઉનફોલ આવી શકે છે. સૌથી ચોંકાવનારી બાબત એવી છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ ઓછું થતાં સરકારને વેટની આવકમાં 5000 કરોડ રૂપિયાનો મોટો ઘટાડો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતની ઇકોનોમીને કેટલું નુકશાન થયું છે તે જાણવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ સર્વેક્ષણ શરૂ કરાવનું નક્કી કર્યું છે, બીજી તરફ રાજ્યના નાણા વિભાગે તેના ખોટના અંદાજોની ગણતરી કરવાનું નિયત કર્યું છે.…
ગાંધીનગર – ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ સોસાયટીઓ જાતે લોકડાઉન થઇ ગઇ છે. સંચાલકોએ સોસાયટી કે એપાર્ટમેન્ટના રહીશોને બહાર જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ બન્ને શહેરમાં કેટલાક એપાર્ટમેન્ટમાં કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓ જોવા મળતાં આજુબાજુની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના સંચાલકો સતર્ક બન્યાં છે. જો કે એક કલાકનો સમય આપ્યો હોવાથી બઘી જગ્યાએ સંચાલકો અને રહીશો આમને-સામને આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવનો આંકડો 432 થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગને એવી દહેશત છે કે સર્વેલન્સ શરૂ કરવામાં આવતા હજી પોઝિટીવ કેસોનો આંકડો વધી શકે છે. અમદાવાદ સહિત જે વિસ્તારો અને શહેરોમાં હોટસ્પોટ બનાવવામાં આવ્યા છે ત્યાં ફરજીયાત મેડીકલ ટેસ્ટ કરાવવામાં આવી…
ગાંધીનગર – ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. દિવસના 12 કલાકમાં વધુ 70 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. આ કેસો પૈકી સૌથી વધુ 44 કેસ અમદાવાદના છે. 20 કેસો વડોદરાના છે. ભરૂચમાં ત્રણ અને સુરતમાં ત્રણ કેસો સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના પોઝિટીવના કુલ 378 કેસ થયાં છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે આજે કોઇ દર્દીનું મોત થયું નથી પરંતુ ત્રણ વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વેન્ટીલેટર પર ત્રણ દર્દીને રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુદીમાં કુલ 33ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 19ના મોત થયાં છે. નવા નોંધાયેલા ડિસ્ચાર્જના કેસોમાં એક ગાંધીનગર, એક…
ગુજરાતે કેન્દ્ર સમક્ષ હાથ લંબાવ્યો, જાણો કોરોના સંક્રમણ રોકવા શું માગ્યું? ગાંધીનગર- કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અનેલોકડાઉનનો ચુસ્ત અમલ એ જ દેશ માટે અસરકારક વેક્સિન પુરવાર થશે તેવું કેન્દ્રીયઆરોગ્ય મંત્રીએ કહ્યું છે, જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદની સોલાહોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે ટેસ્ટીંગ લેબોરેટરીની મંજૂરી આપવા રજૂઆત કરી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસના સંક્રમણનેઅટકાવવા માટે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે રાજ્ય સરકારોએ લીધેલાં પગલાં અંગેવિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા આજે સમીક્ષા કરી હતી. ડો. હર્ષવર્ધને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના જંગ સામે તમામ રાજ્યો દ્વારા થઇ રહેલકામગીરીને બિરદાવતાં કહ્યું કે, તમામ રાજ્યો…
ગરીબો પછી મધ્યમવર્ગના પરિવારોને આ ચીજવસ્તુઓ મફત મળશે. ગાંધીનગર – આગામી 13 એપ્રિલ 2020 થી રાજ્યના એપીએલ 1 એવા 60 લાખ કાર્ડ ધારકોનેવિના મૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે. આ અનાજ 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તાઅનાજ ની દુકાનો પરથી વિતરણ કરાશે. આવા પરિવારોને ઓળખ ના પુરાવા તરીકે એપીએલ 1 કાર્ડ સાથે આધાર કાર્ડ લઈ જવાનુંરહેશે. 13 એપ્રિલ થી 17 એપ્રિલ એમ પાંચ દિવસમાં આ અનાજ વિતરણ પૂર્ણ કરવામાંઆવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં નિર્ણય લઈને રાજ્યના એપીએલ 1 કાર્ડ ધરાવતા 60 લાખ પરિવારોના અંદાજે 2.50 થી 3 કરોડ લોકો ને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજઆપવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયને પગલે…
ગાંધીનગર—ગુજરાતમાં માસ્ક અને સેનેટાઇઝર ફરજીયાત બનાવવામાં આવે તેવી સંભાવના છે. હાલ મુંબઇ અને દિલ્હીમાં માસ્ક વિના બહાર ફરતા લોકો સામે પોલીસ સખ્તાઇથી પગલાં લઇ રહી છે તેવી રીતે ગુજરાતના ચાર મુખ્ય શહેરો—અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટમાં માસ્ક પહેરવા ફરજીયાત બની શકે છે. રાજ્ય આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિ મિડીયા બ્રિફીંગ વખતે વારંવાર એવું કહે છે કે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા લોકોએ ગરમ પાણી અને ગોલ્ડન મિલ્ક પીવું જોઇએ. તેઓ એમ પણ કહે છે કે બહાર નિકળતી વખતે માસ્ક પહેરવું પણ આવશ્યક છે. આરોગ્યના અધિકારીઓ માને છે કે કોરોના વાયરસના સંક્રમિત કેસોને કાબૂમાં લેવા માટે કરિયાણું, દૂધ કે…
ગાંધીનગર— કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયમાં લોકો કેવી કેવી તરકીબ કરીને પોલીસને ઉલ્લુ બનાવતાં હોય છે તેનું સીધું એક ઉદાહરણ સામે આવ્યું છે. ગુજરાત બહાર ફરવા ગયેલા લોકો કેવી રીતે શહેરમાં પ્રવેશી જાય છે તેનું આ ઉદાહરણ છે. બિચારી પોલીસ પણ કંઇ કરી શકતી નથી અને શહેરના લોકોની પરેશાની વધી જાય છે. લોકડાઉનનો મતલબ લોકો સમજતા નથી તેથી પોલીસને વધારે કડક બનવું પડે છે ત્યારે લોકોને તે અત્યાચાર લાગે છે. પોતાના પરિવારજનોથી દૂર દિન-રાત ડ્યુટી બજાવતાં પોલીસ કર્મચારીઓ લોકોના ગુસ્સાનો ભોગ બનીને પણ સેવા આપી રહ્યાં છે. ગાંધીનગરથી ગોવા ફરવા ગયેલો એક યુવાન લિફ્ટ માગી માગીને ગાંધીનગર પાછો આવ્યો હતો.…
ગાંધીનગર- ગુજરાતના ત્રણ મેગાસિટી અમદાવાદ, વડોદરા અને સુરતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસો વધી જતાં આ ત્રણ શહેરોને વધુ સાવચેતી રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ આપ્યાં છે. તેમણે કહ્યું છે કે આ વિસ્તારોમાં પોલીસ અને આરોગ્યની ટુકડીઓ સતર્ક રહે અને સર્વેલન્સ વધારે મજબૂત બનાવે. અમદાવાદમાં તો 29 લાખની વસતી કિલ્લામાં કેદ થઇ ચૂકી છે, આ એવા વિસ્તારો છે કે જ્યાં ભૂતકાળમાં કોમી તોફાનો દરમ્યાન કરફ્યુનો કડક અમલ થતો હતો. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશ પછી અમદાવાદના કોટ વિસ્તારને બફરઝોન જાહેર કરવામાં આવ્યો છે. શહેરના જમાલપુર, રાયખડ, ખાનપુર, શાહપુર, દરિયાપુર, કાલુપુર, સારંગપુર, રાયપુર, આસ્ટોડિયા, દાણીલીમડા સહિતના તમામ વિસ્તારો સંપૂર્ણપણ બંધ કરી દેવામાં…