ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી સ્વસ્થ છે અને નોર્મલ છે. ડોક્ટરોએ અભિપ્રાય આપ્યો છે કે તેઓના તમામ પેરામિટર્સ નોર્મલ છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવ્યા પછી ડોક્ટરોએ તેમના હેલ્થનું ચેકઅપ કર્યું છે અમદાવાદમાં કરફ્યુ નાંખવામાં આવ્યો તે પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યોને પણ તેમના બંગલે મળવા માટે બોલાવ્યા હતા. એ સમયે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમને શરદીની અસર હોવાથી તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો પરંતુ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થવાની જગ્યાએ મુખ્યમંત્રીને મળવા આવ્યા હતા. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે ગઇકાલે સાંજે જણાવ્યું હતું કે ઇમરાન ખેડાવાલા મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને મળ્યા હતા તેથી મુખ્યમંત્રીનું તબીબી પરિક્ષણ કરાશે. જે…
કવિ: Margi Desai
ગાંધીનગર- ભારતના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લોકડાઉન 3જી મે સુધી લંબાવવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં 15મી એપ્રિલથી અનાજ માર્કેટ યાર્ડ બજાર સમિતિઓ પૂન: કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસને પગલે જાહેર થયેલા લોકડાઉનની સ્થિતીમાં રાજ્યભરના માર્કેટયાર્ડ-ખેતીવાડી બજા ઉત્પન્ન સમિતિઓ બંધ હતી તે હવે સ્થાનિક પરિસ્થિતી અને સુદ્રઢ આયોજન અનુસાર ફરી શરૂ કરી દેવાના દિશાનિર્દેશો તેમણે આપ્યા છે આ માર્કેટયાર્ડ – બજાર સમિતિઓના સંચાલન અને કામકાજમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય અને કોરોના વાયરસનું સંક્રમણ થાય તેની ખાસ તકેદારી રાખવાની પણ સુચનાઓ આપવામાં આવી છે. આ હેતુસર જિલ્લા કક્ષાએ જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતીની રચના કરવામાં આવી…
ગાંધીનગર—ગુજરાતમાં લોકડાઉન 3જી મે સુધી વધ્યું છે ત્યારે બેરોજગાર બનેલા ગરીબ પરિવારના લોકોએ સાબરકાંઠા જિલ્લામાં નોકરીઓ શોધવાનું શરૂ કર્યું છે. તેમણે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિકાર (મનરેગા) હેઠળ સરકારના વહીવટી તંત્ર પાસે કામ માગ્યું છે અને કહ્યું છે કે અમને 15 દિવસમાં કામ નહીં મળે તો અમે બેકારી ભથ્થાંના હકદાર છીએ. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં મનરેગાની જોગવાઇ પ્રમાણે આ યુવાન અને યુવતીઓએ જિલ્લા અધિકારીઓને શોશ્યલ મિડીયાના માધ્યમથી નોકરી મેળવવાની ભલામણો કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓના ગ્રમજનોના જૂથ નરેગા વર્કર્સ યુનિયન દ્વારા ગ્રામજનોની અરજીઓ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ યુનિયનમાં 35000 જેટલા…
ગાંધીનગર- ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસોની સાથે કેન્દ્રની સૂચના પ્રમાણે રાજ્યના પાંચ શહેરોની બે લાખ જેટલી વસતી પર પોલીસ અને આરોગ્ય ટીમોની નજર છે. આ લોકો હાઇરીસ્ક ઝોનમાં આવી ગયા છે. હાઇરીસ્ક ઝોનમાં સુરતના સૌથી વધુ 98000 લોકો છે. બીજાક્રમે 57500 સાથે ભાવનગર આવે છે.આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ કહ્યું હતું કે પાંચ શહેરોના વિસ્તારમાં જોવા મળેલા પોઝિટીવ દર્દીઓના કલસ્ટરના પગલે સરકારે કલસ્ટર કન્ટેન્મેન્ટની કામગીરી શરૂ કરી છે. આ વિસ્તારોને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યા છે. એ ઉપરાંત વિસ્તારોમાં સઘન સર્વે હાથ ધરી હાઇરીસ્ક અને રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢી તેમને નિદાન અને સારવાર આપવામાં આવી રહી છે.અમદાવાદમાં 14 કલસ્ટર છે…
ગાંધીનગર – ગુજરાતના 33 જિલ્લા પૈકી 20 જિલ્લામાં પ્રવેશી ચૂકેલો કોરોના વાયરસ વધુને વધુ ગામડામાં ન ફેલાય તે માટે રાજ્ય પોલીસે સ્ટેટેજી બનાવી છે. આ સ્ટેટેજીમાં જે ગામડામાં એકલ-દોકલ કેસ નોંઘાયા છે ત્યાં વધારે સાવચેતી રાખીને અન્ય ગામડાઓથી તે ગામનો સંપર્ક તોડી નાંખવામાં આવ્યો છે.ગ્રામ્ય વિસ્તારમાં જે ગામડાઓમાં કોરોના પોઝિટીવના દર્દીઓ મળ્યાં છે ત્યાં ગામના સરપંચ અને જિલ્લા વહીવટી તંત્રને સતર્ક કરી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેટલાક સરપંચોએ તેમના ગામડાઓ લોક કરી દીધા છે. એક ગામમાંથી બીજા ગામમાં જતાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે.રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ કહ્યું હતું કે ગુજરાતના શહેરોમાં…
ગાંધીનગર– વિશ્વના 210 દેશોમાં કોરોના વાયરસ ફેલાયલો છે. સૌથી વધુ કેસ અમેરિકામાં થયાં છે જ્યારે ભૂતાનમાં માત્ર પાંચ કેસો પૈકી બે કેસમાં રિકવરી છે, એટલે આ દેશમાં સૌથી ઓછા ત્રણ કેસ પોઝિટીવ અને લાઇવ છે, જ્યારે નેપાળામાં બાર કેસ પોઝિટીવ છે જે પૈકી બે કેસમાં રિકવરી આવી છે. પ્રવાસન સ્થળ એવા આ બન્ને દેશોમાં મૃત્યુઆંક ઝીરો છે.વિશ્વમાં ભૂતાનને ટુરિસ્ટ પ્લેસ કહેવામાં આવે છે. દક્ષિણ એશિયાનું તે સૌથી મોટું ટુરિસ્ટ પ્લેસ છે. વિદેશથી ઘણાં લોકો આવીને ભૂતાનમાં રહેતા હોય છે. કુદરતના ખોળે ભારતની નજીકમાં આવેલા આ દેશમાં કોરોના સંક્રમણના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભૂતાન સરકારની અધિકૃત વેબસાઇટમાં જણાવાયા પ્રમાણે આ…
ગાંધીનગર- ગુજરાતના ત્રણ શહેરો કે જ્યાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધતી જાય છે ત્યાં લોકડાઉનનો અમલ કરાવવા માટે રાજ્ય સરકારે પોલીસની સાથે પેરા મિલિટ્રી ફોર્સની પાંચ કંપનીઓ મેદાનમાં ઉતારી છે. વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્ય પોલીસ વડાએ ફરીથી આદેશ આપ્યાં છે.રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ કહ્યું છે કે, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં કોરોના સંક્રમણને ઝડપભેર રોકવા લૉકડાઉનના ચુસ્ત અમલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પેરા મિલિટરી દળની પાંચ કુમક ફાળવાઈ છે. જેમાં 2 બીએસએફ, 2 સીઆઈએસએફ અને 1 સીઆરપીએફની મહિલા ટુકડીનો સમાવેશ થાય છે. જે પૈકી અમદાવાદમાં 2, સુરતમાં 2 તથા વડોદરામાં 1 કુમક ફાળવવામાં આવી છે તેમજ રેપીડ એક્શન…
ગાંધીનગર: કોરોનાની મહામારીના સમયમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ પ્રમાણે ગુજરાતને 3950 કરોડ રૂપિયાની સહાય કરી છે, જેની સાથે મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના 2259 કરોડ રૂપિયા ગુજરાતે છૂટા કર્યા છે. આ બન્ને સહાય મળીને કુલ 6210 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો ગરીબ, વંચિત, પીડિત, શ્રમિકો, ગંગા સ્વરૂપા માતા-બહેનો, દિવ્યાંગો અને મધ્યમવર્ગીય પરિવારોને તેના લાભ આપવામાં આવ્યા છે.મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, કોરોના વાયરસની સ્થિતિમાં કોઇ પણ પ્રજાજનોને જીવનનિર્વાહમાં, આર્થિક આધાર મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે ભારત સરકારે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરેલું છે તેમાં ગુજરાતને અંદાજે 3950 કરોડના લાભ મળી રહ્યા…
ગાંધીનગર- ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 468 પોઝિટીવ કેસો સામે આવ્યા છે જ્યારે 22 દર્દીના મોત થયાં છે. રાજ્યમાં જ્યારથી કોરોના સંક્રમણ શરૂ થયું છે ત્યારથી આરોગ્ય વિભાગે કુલ 9763 વ્યક્તિના ટેસ્ટ કરાવ્યા છે જે પૈકી 8888 વ્યક્તિના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 36 કેસ સાથે વધુ ત્રણના મોત થયાં છે. રાજ્યમાં વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે શનિવારે સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી સૌથી વધુ 18 કેસ વડોદરામાં થયા છે. 15 કેસ સાથે અમદાવાદ બીજાક્રમે છે. એ ઉપરાંત ભરૂચ, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં એક…
ગાંધીનગર- ગુજરાતમાં કાળાબજાર કરતાં તત્વો સામે કડકહાથે પગલાં લેવા અને કોઇપણ ચીજવસ્તુની સંગ્રહાખોરી થાય નહીં તેની તકેદારી રાખવા અન્ય અને નાગરિક પુરવઠા તંત્રને ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ કર્યો છે. એટલું જ નહીં વેપાર અને ઉદ્યોગના એકમો તેમના કર્મચારીઓને છૂટા કરી શકશે નહીં અથવા તો પગાર કાપી શકશે નહીં.મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું હતું કે લોકડાઉનમાં ચીજવસ્તુના કાળાબજાર કરતાં વેપારીઓને છોડવામાં નહીં આવે. એક ફરિયાદા આધારે સાબરકાંઠાના એક ગામમાં સરકારી અનાજ અન્યત્ર લઇ જવા માટે ટ્રકમાં માલની ફેરબદલની ઘટના સામે આવતાં સાત વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામને જેલમાં નાંખી દેવામાં આવ્યા છે.લોકડાઉનના સમયગાળા દરમ્યાન કોઇ પણ ઉદ્યોગ-વેપારી…