ગાંધીનગર- ભારતના વડાપ્રધાન આટલી વ્યસ્તતા વચ્ચે પણ પ્રેરણારુપ કામ કરનાર લોકોની પીઠ થાબડવાનું ચૂકતા નથી… મોદીએ પૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુમરને ટેલિફોન કરીને કોરોનાની બીમારી સામેની લડાઈમાં પોતાનો નાંણાકીય સહયોગ આપવા રૂપિયા 51000 નો ચેક મુખ્ય મંત્રી રાહત ફંડમાં આપવા બદલ હ્રદયપૂર્વક અભિનંદન આપ્યા હતા.એટલું જ નહી પરંતુ તેમના આ અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે “આટ્લી જૈફ વય આપના જુસ્સાને હું બિરદાવું છું…આપના જેવા લોકોના કારણે જ આપણી સંસ્કાર પરંપરા ઉજળી બની છે એમ તેમણે ઉમેર્યું હતું…” મોદીએ રત્નાભાઈની તબીયતની પૃચ્છા કરી તેમના દીર્ઘાયુંની કામના કરતા જણાવ્યું હતું કે, “ બાપા, આ ઉંમરે પણ આપ આટલું પ્રેરણારૂપ શ્રેષ્ઠ કામ કરો છો…આપને…
કવિ: Margi Desai
ગાંધીનગર ગુજરાતમાં ઉદ્યોગોને અનુરૂપ સ્ટાર્પઅપ તો જોયાં હશે પરંતુ દવા બનાવી શકતા સ્ટાર્ટઅપ જોવા હોય તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ના આ વેબિનારમાં હિસ્સો લેવો પડે તેમ છે. જીટીયુના ફાર્મસી વિભાગ દ્વારા આયોજીત ફાર્મા સ્ટાર્ટઅપ અવરનેસ વેબિનારમાં ભાગ લેવા માટે ગુજરાતના ફાર્મા સાથે સંકળાયેલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વ કોરોના વાઈરસની મહામારીનો સામનો કરી રહ્યો છે. આ બિમારીના નિરાકરણ માટે રસીની શોધમાં દરેક દેશના ફાર્માસિસ્ટ કાર્યરત છે. આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની માન્યતા મેળવેલા અમેરિકા બહારના સૌથી વધુ પ્લાન્ટ ભારતમાં છે. વિશ્વમાં 60% થી વધુની ફાર્મા પ્રોડક્સની નિકાસ ભારતમાંથી થાય છે. દેશમાં ગુજરાત ફાર્મા બિઝનેસમાં અગ્રેસર હબ…
ગાંધીનગર-ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિમાં રાહત આપવાના નિર્ણય સાથે ગ્રીન ઝોનમાં કેટલાક વ્યાપાર-ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા છે. પ્રથમ દિવસે 4000થી વધુ ઉદ્યોગ-વ્યવસાય શરૂ થયાં છે, જો કે સરકારે ચેતવણી આપી છે કે બેદરકારી દાખવતા એકમો અને તેમના સંચાલકો સામે પગલાં લેવાશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યના શહેરી વિસ્તારો કે જ્યાં રેડ ઝોન છે અને હોટસ્પોટ છે તેના સિવાય ગ્રામ્ય વિસ્તારો અને શહેરોની બહાર કેટલાક ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 20મી એપ્રિલથી શરૂ થનારા ઉદ્યોગોમાં પ્રથમ દિવસે 4000થી વધુ ઉદ્યોગોને જિલ્લા કલેક્ટરોએ મંજૂરી આપી છે. ગુજરાતમાં જ્યાં ઉદ્યોગ શરૂ થયાં છે તે પૈકી અમદાવાદમાં 300, રાજકોટમાં 600, કચ્છમાં 750,…
ગાંધીનગર – ગુજરાતના સચિવાલયમાં આંશિક રીતે સરકારી વિભાગોની કચેરીઓ શરૂ કરવામાં આવી છે પરંતુ 33 ટકા સ્ટાફથી ચલાવવામાં આવે છે. બાકીના સ્ટાફને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવી છે. સચિવાલયમાં પોઇન્ટની બસો બંધ છે. અમદાવાદમાં રહેતા કર્મચારીઓ સચિવાલય આવી શકતા નથી. દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણને અટકાવવાની કામગીરીમાં એકસૂત્રતા જળવાય તે હેતુથી રાજ્યના વધુ આઠ આઇએએસ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છે. રૂપાણીએ રાજ્યના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પીકે પરમાર, શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પંચાયતના અધિક મુખ્ય સચિવ એકે રાકેશ, શિક્ષણ સચિવ વિનોદ રાવ, આર્થિક બાબતોના સચિવ મિલિન્દ તોરવણે, મહિલા બાળ કલ્યાણ સચિવ મનીષા…
ગાંધીનગર શું તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે? તમારા વેતનમાં નોંધપાત્ર કાપ મૂકવામાં આવ્યો છે? અથવા તમારા વેતનમાં વિલંબ થઈ રહ્યો છે? તમને કદાચ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન અથવા એમ્પ્લોયી સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન પાસેથી કોલ આવી શકે છે. આ પ્રકારના કોલ દ્વારા છટણી, પગારકાપ અને પેમેન્ટમાં વિલંબની વિગતો એકત્રિત કરીને તેનો અહેવાલ પીએમઓ સમક્ષ રજૂ કરવામાં આવશે. શ્રમ મંત્રાલયની આ પહેલ તેવા સમયે થઈ રહી છે જ્યારે વિપરીત આર્થિક સ્થિતિના લીધે ભારતના સંગઠિત ક્ષેત્રમાં વ્યાપક પાયા પર છટણી અને પગારકાપ જોવા મળવાનો ડર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર અપીલ કરી છે કે માલિકો તેમના કર્મચારીઓનો પગારકાપ ન કરે. વડાપ્રધાને…
ગાંધીનગર ગુજરાતના રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં અન્ય રાજ્યોની જેમ વધુ પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે દરખાસ્ત કરવામાં આવે તેવી સંભાવના છે. આ વિસ્તારોમાં ઝડપથી આર્થિક પ્રવૃત્તિ, નાના-મોટા વ્યવસાય, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટેશન માટે આ દરખાસ્ત કરવામાં આવી શકે છે. જો કે તેના માટે વ્યક્તિગત સલામતીને પ્રાધાન્ય આપે તેવા એકમો શરૂ કરવાની મંજૂરી માંગવામાં આવશે. સીએમઓના એક અધિકારીએ કહ્યું હતું કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લોકડાઉન 3જી મે સુધી ચાલુ રહેવાનું છે પરંતુ રાજ્યમાં એવા ઘણાં વિસ્તારો છે કે જ્યાં ઓરેન્જ અને ગ્રીન ઝોન છે ત્યાં કેટલીક અન્ય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે તો કોઇ જોખમ નથી. દેશના કેટલાક રાજ્યોએ મેન્યુફેક્ચરીંગ અને બાંધકામ જેવી…
ગાંધીનગર — ગુજરાતમાં લોકડાઉન દરમ્યાન લોકોની સેવા માટે રોકાયેલી એમ્બ્યુલન્સ દ્વારા જીવન જરૂરિયાતની ચીજો વહેંચવાની જગ્યાએ બીજી વસ્તુઓ વહેંચી છે. આવી 23 જેટલી એમ્બ્યુલન્સને જપ્ત કરી લેવામાં આવી છે.એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીની સારવાર માટે કરવામાં આવતો હોય છે પરંતુ કેટલાક સંચાલકો દ્વારા તેનો દુરપયોગ થતો હોવાનું પોલીસને જાણમાં આવતા તેમની સામે પગલાં લેવામાં આવ્યા હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા એ કહ્યું છે. બીજી તરફ કરફ્યુ ભંગના અમદાવાદ, સુરત અને રાજકોટમાં 213 ગુનાઓ નોંધીને પોલીસે 239 લોકોની ધરપકડ કરી છે.લોકડાઉનમાં માર્ગો પર ફરી રહેલા વાહનો પૈકી દ્વીચક્રી વાહનો માટે 500 રૂપિયા અને ફોરવ્હિલર વાહનો માટે 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.…
ગાંધીનગર કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે 20મી એપ્રિલથી દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ આંશિક ઉદ્યોગલક્ષી તેમજ વાણિજ્યિક પ્રવૃત્તિઓ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અન્ય રાજ્યોની જેમ ગુજરાતને ત્રણ ઝોનમાં વહેંચી દીધું છે. રેડ ઝોન છે એટલે કે જ્યાં હોટસ્પોટ છે ત્યાં લોકડાઉનમાં કોઇ છૂટછાટ આપવામાં નહીં આવે. જ્યાં કરફ્યુ છે તેવા વિસ્તારોમાં પણ કોઇ છૂટ નથી, પરંતુ ઓરેન્જ અને ગ્રીનઝોનમાં કેટલીક છૂટછાટ મળી શકે છે. જો કે ઓનલાઇન શોપિંગ કરતી કંપનીઓને હજી કોઇ પરમિશન આપવામાં આવી નહીં હોવાનું જાણવા મળ્યું છે.રાજ્યમાં ત્રીજી મે સુધી એટલે કે લોકડાઉનના સમયગાળા દરમ્યાન હજી સિનેમાહોલ બંધ રહેશે. શોપિંગ કોમ્પલેક્સ…
ગાંધીનગર- કેન્દ્રના નિર્ણય પ્રમાણે 20મી એપ્રિલે રાજ્યમાં કેટલાક એકમો શરૂ કરવાનો નિર્ણયકરવામાં આવ્યો છે. જો કે સાથે એવી ચેતવણી આપવામાં આવી છે કે નિયમોનો ભંગ થશે તોછૂટ પાછી ખેંચી લેવામાં આવશે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વ પૂર્ણ બેઠકમાં નિર્ણય લેવામાંઆવ્યો છે કે રાજ્યમાં આગામી 20 એપ્રિલ સોમવાર થી માત્ર નગરપાલિકા મહાનગરપાલિકાહદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં જ ઔદ્યોગિક એકમો કાર્યરત કરી શકાશે. શક્ય હોય ત્યાં સુધી આવા એકમોના કામદારો ને ફેકટરી પ્રીમાઇસિસ માં જ રહેવાની વ્યવસ્થાઅને બને એટલી ઓછી અવરજવર થાય તેની તકેદારી રાખવાની રહેશે. શહેરી વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ ક્યારે કરવા દેવા તે અંગે પરિસ્થિતિ ના સતત નિરીક્ષણબાદ રાજ્ય…
ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 66 લાખ પરિવારોના બેન્ક ખાતામાં 1000 રૂપિયા જમા કરવાનો નિર્ણય કર્યો છે. આ રૂપિયા ગરીબ અને શ્રમજીવી પરિવારોને મળશે. આ નિર્ણય અનુસાર, રાજ્યમાં 66 લાખ જેટલા ગરીબ, મધ્યમવર્ગીય, શ્રમિકોના પરિવારો-કાર્ડધારકો જેઓ રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અન્વયે અનાજ મેળવવા પાત્રતા ધરાવે છે તેમના બેન્ક ખાતામાં સોમવાર 20મી એપ્રિલથી રાજ્ય સરકાર 1000ની રકમ જમા કરાવશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંત્યોદય-ગરીબલક્ષી નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, કોરોના વાયરસની સ્થિતીને પગલે જાહેર થયેલા લોકડાઉનમાં આવા વર્ગોને રોજગારી-રોજીરોટી ન મળવાને કારણે આર્થિક મુશ્કેલી સહન ન કરવી પડે તે માટે મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીએ સંવેદના દર્શાવી આવા 66 લાખ NFSA કાર્ડધારકોના…