ગાંધીનગર- ગુજરાતમાં એવા કેટલાક લોકો છે કે જેઓ તેમની બચતમાંથી સરકારને કોરોના સામે લડવા માટે જીવનની મૂડી આપી રહ્યાં છે. આવા જ એક દાતા ધોળકા તાલુકામાં છે. 88 વર્ષના નિવૃત્ત શિક્ષિકા રંજનબહેન શાહે પેન્શનની કુલ બચાવેલી આવકમાંથી 111111 રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યાં છે. ધોળકાના કલિકુંડ વિસ્તારમાં આવેલી આતિથ્ય સોસાયટીમાં રહેતા રંજનબેન શાહ કે જેઓ નિવૃત શિક્ષિકા છે અને 88 વર્ષની વય ધરાવે છે તેમણે તેમની પેન્શનમાંથી થતી જિંદગીની બચત કરેલી કુલ રકમમાંથી રૂપિયા 25000 ધોળકામાં ચાલતા ગરીબ કુટુંબ માટેના રસોડામાં અને રૂપિયા 1,11,111 મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવા માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ચેક અર્પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે…
કવિ: Margi Desai
ગાંધીનગર – લોકડાઉનના સમયમાં તેના નિયમોનું પાલન થાય તે માટે રાજ્યના પોલીસ વડાએ સખ્તાઇ શરૂ કરી છે. કેન્દ્રના આદેશને પગલે ગુજરાત સરકારે કેટલીક દુકાનો ખોલવાની છૂટ આપી છે તેની સાથે સાથે વધારે લોકો એકત્ર ન થાય તે જોવા માટે પોલીસને સૂચના આપવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ કહ્યું હતું કે દુકાનો ખોલવા માટે સરકારના આદેશને પગલે છૂટ આપવામાં આવી છે પરંતુ દુકાનોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય છે કે નહીં તેનું ચેકીંગ પોલીસ કરવાની છે. આ સાથે ધાર્મિક સ્થળો પર લોકો એકત્ર ન થાય તેનું પણ ધ્યાન રખાશે. પોલીસ વડાએ એક મહત્વના આદેશમાં કહ્યું છે કે ટુ-વ્હિલર વાહન પર…
ગાંધીનગર. ગુજરાતમાં લોકડાઉનના સમયમાં બઘું ઓપન કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રના આદેશને પગલે ગુજરાત સરકારે કેટલીક શરતોને આધિન ધંધા-વ્યવસાય અને રોજગાર શરૂ કરવાના આદેશ કર્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય –1. રાજ્યના તમામ જિલ્લાઓમાં રવિવાર 26મી એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે2. ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે3. જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે 4. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે. 5. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત…
ગાંધીનગર – કોરોના વાયરસનું સંક્રમણ ટાળવા માટે લોકોએ એલોપથીને દૂર રાખીને બીજી બે પદ્ધતિઓ અપનાવી છે. ગુજરાતમાં સામાન્ય લોકોએ તેમના રોજીંદા જીવનમાં આયુર્વેદ અને હોમિયોપથીને પ્રાધાન્ય આપ્યું છે. ખાસ કરીને ગરમ પાણી તેમજ ગોલ્ડન મિલ્કને લોકોએ અપનાવ્યું છે. રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિએ કહ્યું છે કે રાજ્યમાં ક્વોરેન્ટાઇન કરાયેલા 91341 લોકોએ આયુર્વેદ અને હોમિયોપથી ઉપચારનો સહારો લીધો છે. ખુદ ડોક્ટરો કહે છે કે ડેન્ગ્યુની કોઇ દવા નથી. માત્ર મોસંબીનો જ્યુસ તમને સાજા કરી શકે છે તેમ કોવિડની પણ હાલ કોઇ દવા નથી. ઇમ્યુનિટી જ તમને સાજા રાખી શકે છે. ક્વોરેન્ટાઇન કરાયેલા 91000 વ્યક્તિ પૈકી માત્ર 15 વ્યક્તિના રિપોર્ટ પોઝિટીવ આવ્યા…
ગાંધીનગર ગુજરાતમાં કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે લોકોની આવક બંધ છે ત્યારે કેન્દ્રના ઇન્કમટેક્સ વિભાગે દેશના વિવિધ રાજ્યોને વેરા ઉઘરાવવાનો ટારગેટ આપ્યો છે. કપરાં સમયમાં કોર્પોરેટ ટેક્સ અને વ્યક્તિગત આવકવેરા માટે વિભાગે તેમના અધિકારીઓને 13.19 કરોડ રૂપિયાનો ટારગેટ આપ્યો છે જે પૈકી એકલા ગુજરાતમાંથી 74000 કરોડ ઉઘરાવવામાં આવશે. લોકડાઉનની સ્થિતિમાં વ્યક્તિગત ઇન્કમટેક્સ ભરતા કરદાતાઓના માથે આકરા કરવેરાનો બોજ ઝિંકાવાનો છે. ગંભીર વાયરસના સમયમાં લોકોને રાહત આપવાની જગ્યાએ એક તરફ સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવા દેતી નથી ત્યારે બીજી તરફ આવકવેરાનું ઉઘરાણું કરવા ઇન્કમટેક્સના અધિકારીઓને ટારગેટ આપવામાં આવ્યા છે. નાણાં વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે કેન્દ્રના વિભાગે ગુજરાતમાંથી 31432…
ગાંધીનગર ગુજરાતમાં આયુષ વિભાગની કામગીરી અત્યંત નબળી જોવા મળે છે. કોરોના વાયરસના સંક્રમણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આયુષની ગાઇડલાઇન પ્રમાણે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની લોકોને સલાહ આપે છે ત્યારે ગુજરાતમાં આયુષની કામગીરીમાં ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. ગુજરાતમાં અન્ય રાજયો કરતાં આયુષ વિભાગની કામગીરી નબળી જોવા મળી રહી છે. તેનું પહેલું એક કારણ એ છે કે એક જિલ્લા પંચાયતના આયુર્વેદ અધિકારીને રાજય સરકારે આયુષ વિભાગના ઈન્ચાર્જ ડાયરેકટર તરીકે નીમ્યા છે. આ ઉપરાંત ડેપ્યૂટી ડાયરેકટર આયુર્વેદ અને ડેપ્યૂટી ડાયરેકટર હોમીયોપેથીનો પણ ચાર્જ તેમની જ પાસે છે. અલબત્ત, હાલમાં આ અધિકારી જિલ્લા પંચાયતના આયુર્વેદ અધિકારી તરીકે નિયમિત પોસ્ટિગ ધરાવે…
ગાંધીનગર ગુજરાતમાં ક્રાઇમ રેટમાં ચોંકાવનારો ઘટાડો થયો હોવાનું રાજ્ય પોલીસ કબૂલ કરે છે પરંતુ હમણાંથી ચોરીની કેટલીક ઘટનાઓ સામે આવી છે. આ ઘરફોડ ચોરી નથી પરંતુ નાની-નાની ચોરીઓ થઇ રહી છે. આ ચોરીઓ બંધ દુકાનો અને ગલ્લાઓમાં થાય છે. તસ્કરો માલામાલ થઇ રહ્યાં છે જ્યારે ગ્રાહકો લૂંટાઇ રહ્યાં છે. તમાકુના મસાલા, ખાવાની તમાકુ, સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોની માંગ એટલી બધી વધી છે કે બજાર બંધ હોવાથી સ્ટોક નથી. કોરોના વાયરસના કારણે ગુજરાત લોકડાઉન છે ત્યારે દુકાનો અને ધંધા-રોજગાર બંધ છે તેથી તસ્કરો ઘરમાં નહીં દુકાનોમાં ચોરી કરી રહ્યાં છે. લોકડાઉનમાં ખૂન, લૂંટ, બળાત્કાર, ઘરફોડ ચોરી, ઘાડ અને તેના જેવી…
ગાંધીનગર. કોરોના પેશન્ટને સાજા કરવા માટે પ્લાઝમા થેરાપીનો અમલ શરૂ કરવાથી ઇચ્છીત પરિણામ સામે આવ્યા છે. અમેરિકા, ચીન અને યુકેમાં પ્લાઝમા થેરાપીના અમલ પછી ભારતમાં કેરાલા અને મહારાષ્ટ્ર સરકારે શરૂઆત કરી હતી પરંતુ ગુજરાતે મોડે મોડે શરૂઆત કરી છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોના પોઝિટીવની સારવાર લઇ રહેલા બે દર્દીઓને પ્લાઝમા આપ્યા પછી તેમને ઓક્સિજનની જરૂરિયાત ઘટી ગઇ છે. સરકારની આ પહેલને દર્દીનો પ્રોત્સાહક પ્રતિભાવ મળ્યો છે. ગુજરાતે કોરોના કેસના દરદીઓની સારવારમાં પ્લાઝમાના ઉપયોગની શરૂઆત રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ પહેલ કરી છે. અમદાવાદના બે દર્દીઓને કન્વલ્સન્ટ પ્લાઝમા આપ્યા પછી બે દિવસે તેમને ઓક્સિજનની જરૂરિયાત ઓછી પડી છે. અન્ય કન્ટ્રોલ ગ્રુપ કરતાં…
ગાંધીનગર – ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસો વચ્ચે સરકારે છેલ્લા 24 કલાકમાં 3028 ટેસ્ટ કર્યા છે જ્યારે 3280 રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કર્યા છે. ગુજરાતમાં સરકારી અને ખાનગી લેબોરેટરીઓ સહિત કુલ 21 લેબોરેટરી કાર્યરત છે, જેમાં પ્રતિ દિવસ 3000 જેટલા RTPCR કોરોના ટેસ્ટ કરવાની ક્ષમતા છે અને આ ક્ષમતા પ્રમાણે ગુજરાત અસરકારક રીતે કોરોના ટેસ્ટ કરી રહ્યું છે. રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિએ કહ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કુલ 3028 ટેસ્ટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં રાજ્યભરમાં અસરકારક રીતે હાથ ધરવામાં આવેલા રેપિડ એન્ટીબોડી ટેસ્ટમાં પણ ગુજરાતે ખૂબ સારી કામગીરી કરી છે. શુક્રવાર સાંજ સુધીમાં…
ગાંધીનગર ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિમાં કેટલીક છૂટછાટ આપવામાં આવતાં ધીમે ધીમે ઉદ્યોગો શરૂ થઇ રહ્યાં છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે સલામતીના પગલાં લેવાની શરતે તેમને આ પરવાનગી આપવામાં આવી છે. હવે 25મી એપ્રિલથી જે ઉદ્યોગો નિકાસ કરી રહ્યાં છે તેમને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એકસપોર્ટના ઓર્ડર હોય તેવા એકમો-ઊદ્યોગો મ્યુનિસિપલ લિમિટમાં હોય અને કંટેનમેન્ટ જાહેર થયેલા વિસ્તાર બહાર કાર્યરત હોય તેવા ઊદ્યોગોએ જિલ્લા કલેકટર પાસેથી ઊદ્યોગ શરૂ કરવા મંજૂરી મેળવવાની રહેશે. આ ઉદ્યોગોને સોશિયલ ડિસ્ટન્સીંગ અને કોરોના સંક્રમણ નિયંત્રણના દિશાનિર્દેશોનું પાલન કરવાની શરત સાથે મંજુરી અપાશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં 35000 ઉદ્યોગ એકમો કાર્યરત કરવામાં આવ્યા છે…