કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગાંધીનગર – ગુજરાતના વેપારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મોટી રાહત મળે તેવા એંધાણ છે. હજી કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ જ્યારે લેવાશે ત્યારે જીએસટી ભરતા વેપારીઓને ઘણી મોટી રાહત મળી શકે તેમ છે. કેન્દ્ર સરકાર જીએસટીમાં મોટું રાહત પેકેજ આપવાની જાહેરાત કરી શકે છે, જેનો સીધો ફાયદો ગુજરાતના લાખો વેપારીઓને થવાનો છે. નાણા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રમાં આ પેકેજ વિચારણા હેઠળ છે. જેમાં સૌથી વધારે ફટકો સહન કરનારા સેક્ટરને છ મહિના માટે જીએસટીની ચુકવણીમાંથી મુક્તિ આપવાનું સામેલ છે. આવાં સેક્ટરમાં રેસ્ટોરન્ટ્સ, ઉડ્ડયન અને હોસ્પિટાલિટી સામેલ છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ સેક્ટર માટે પણ જીએસટીના દર ઘટી શકે છે.…

Read More

ગાંધીનગર – ગુજરાત ભલે દેશમાં કોરોના પોઝિટીવ કેસોમાં બીજાક્રમે રહ્યું હોય પરંતુ મૃત્યુઆંકની ટકાવારીમાં ગુજરાતનું અમદાવાદ શહેર એ સમગ્ર દેશમાં પ્રથમક્રમે જોવા મળ્યું છે. એકલા અમદાવાદમાં કોરોના સંક્રમણના કારણે ગંભીર એવા 102 લોકોના મૃત્યુ થયાં છે. અમદાવાદનો મૃત્યુઆંક 4.71 ટકા છે.અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, “મૃત્યુદર નીચો લાવવા વરિષ્ઠ નાગરિકોની ખાસ સંભાળ રાખવી જરૂરી છે. કારણ કે તેમને અન્ય લોકોની તુલનામાં કોરોના વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધુ છે.” ગુજરાત સરકારના આંકડા પ્રમાણે અમદાવાદમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 2,167 કેસ નોંધાયા છે. જેમાં 102 લોકોનાં મૃત્યુ થયાં છે.કોવિડ-19ના દર્દીઓનું વિશ્લેષણ દર્શાવે છે કે, કોરોનાને કારણે અમદાવાદમાં થયેલાં મૃત્યુનો…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં લોકડાઉનનો છેલ્લો તબક્કો વધુ ગંભીર બનવાનો હોવાથી રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ લોકોએ કારણ વિના ઘરની બહાર નહીં નિકળવાની સલાહ આપી છે. તેમણે પોલીસ કર્મચારીઓને આદેશ કર્યો છે કે લોકડાઉનનો સખ્તાઇથી અમલ થાય તે ખૂબ જરૂરી છે. કોઇની પણ શેહશરમ રાખ્યા વિના લોકોને ઘરની બહાર નિકળતા બંધ કરાવો. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનનો ચુસ્ત અમલ થઇ રહ્યો હોવાનો ઉલ્લેખ કરી શિવાનંદ ઝા એ કહ્યું હતું કે લોકડાઉનના અમલ દરમિયાન જે દુકાનોને ખોલવાની છુટછાટ આપવામાં આવી છે ત્યાં યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે કે કેમ તે અંગે પોલીસ વિભાગ દ્વારા…

Read More

ગાંધીનગર — ગુજરાતમાં એલ-ટાઇપનો વાયરસ વધુ મૃત્યુનું કારણ બની રહ્યો હોવાનું આરોગ્ય વિશેષજ્ઞોનું કહેવું છે. આ પ્રકારનો વાયરસ વધુ ઘાતક છે અને તેણે ચીનના વુહાનમાં ભારે તરખાટ મચાવ્યો હતો. ખતરનાક એલ-પ્રકારનો વાયરસ એસ-ટાઇપના વાયરસથી અલગ પ્રકારનો છે. ઘણી જગ્યાએ એસ-ટાઇપનો વાયરસ જોવા મળે છે જ્યાં મૃત્યુઆંક ઓછો હોય છે. રાજ્યમાં વધતા જતા મૃત્યુદરનું મુખ્ય કારણ કોરોના વાયરસનો પ્રકાર છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 133 લોકોના મોત થયાં છે, જો કે આ દાવાને સરકારની કોઇ એજન્સીની પુષ્ટી મળતી નથી. ગુજરાત સ્થિત બાયોટેકલોજી રિસર્ચ સેન્ટરના એક વૈજ્ઞાનિકે કહ્યું હતું કે જેનોમ સિક્વન્સિંગમાં એવું જણાયું છે કે આ વાયરસ એલ-પ્રકારનો છે. વિદેશોમાં વૈજ્ઞાનિકો દ્વારા…

Read More

ગાંધીનગર — ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધતા જાય છે ત્યારે હવે ગાંધીનગરનું સચિવાલય પણ બાકાત નથી. એક કર્મચારી અને એક ટીવી ચેનલના પત્રકારને કોરોના પોઝિટીવ થયા પછી ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે અમદાવાદથી કોઇપણ કર્મચારીને ગાંધીનગરમાં બોલાવવા નહીં. એટલું જ નહીં ગાંધીનગરના જે વિસ્તારમાં પોઝિટીવ કેસ આવ્યા છે ત્યાંથી પણ કોઇ કર્મચારીએ સચિવાલયમાં આવવું નહીં તેવો આદેશ કરવામાં આવ્યો છે. સરકારના તમામ કર્મચારીઓને સલામતીના પગલાં લેવા પણ જણાવવામાં આવ્યું છે. ફરજ પર હાજર રહેલા તમામ કર્મચારીઓને બહારના કોઇ મુલાકાતીને મળવાનો પણ ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ કમલ દાયાનીએ પરિપત્ર જાહેર કરી જણાવ્યું છે કે…

Read More

ગાંધીનગર – કોરોના સંક્રમણના સમયમાં લક્ષણો નહીં ધરાવતા પોઝિટીવ કેસોમાં દર્દીઓને અલગ રીતે ટ્રીટ કરવામાં આવતા હોય છે. અમદાવાદમાં સમરસ હોસ્ટેલમાં આ દર્દીઓને ઇલાજ ચાલી રહ્યો છે. આ દર્દીઓને માત્ર આયુર્વેદિક અને હોમિયોપથી દવાઓ આપવામાં આવે છે. હાલ આ હોસ્પિટલમાં 75 દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં આયુર્વેદ આધારિત તૈયાર કરેલા ડાયટ પ્રમાણે આહાર પણ આપવામાં આવી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ કહ્યું છે કે રોજ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરઆંગણે પ્રાપ્ત થાય તેવા લીલાં ઔષધો અને ઘરગથ્થું ચીજવસ્તુઓનો ઉપયોગ લોકોએ કરવો જોઇએ. લીલાં ઔષધો જે ગ્રામ્ય વિસ્તારમાં વિપુલમાત્રામાં ઉપલબ્ધ છે તેમાં ગળો, તુલસી, અરડુસી, લીમડાનાં આંતરછાળ,આદુ અને હળદરનો…

Read More

ગાંધીનગર – કોવિડ મહામારીના કારણે FMCG કંપનીઓ સપ્લાય ચેઇનની ખોરવાઈ ગયેલી પરિસ્થિતિથી પરેશાન છે. બનાવટી પ્રોડક્ટ પણ બજારમાં ઘૂસી રહી હોવાથી એફએમસીજી કંપનીઓ તેની તપાસ કરાવવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની નિમણૂક કરી રહી છે. કંપનીઓને ડર છે કે, વર્તમાન પરિસ્થિતિનો લાભ લઈને ઘણા લેભાગુ ઓપરેટર્સ જાણીતી કંપનીઓની બ્રાન્ડ અને લોગોનો ઉપયોગ કરીને દેશભરમાં નકલી પ્રોડક્ટ્સ ઘુસાડી રહ્યા છે પરિણામે કંપનીઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી રહી છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં આવા કેટલાક તત્વો જાણીતી બ્રાન્ડના નામે તેમનો હલકો માલ બજારમાં વેચી રહ્યાં છે. કેટલીક કંપનીઓને માહિતી મળી છે કે, બજારમાં બિસ્કિટથી લઈને જામ અને ડિટરજન્ટ પાઉડરથી લઈને શેમ્પૂ સહિતની બનાવટી પ્રોડક્ટ્સ ઘુસાડવામાં…

Read More

ગાંધીનગર મોટી સંખ્યામાં મજૂરોને રોજગારી આપતા ગાર્મેન્ટ, પાવરલૂમ, હેન્ડીક્રાફ્ટ અને સ્પોર્ટ્સ ગૂડ્ઝ જેવાં સેક્ટર્સે જણાવ્યું છે કે, તેઓ કર્મચારીઓને એપ્રિલ અને મે મહિનાનો પગાર ચૂકવવાની સ્થિતિમાં નથી. આ સેક્ટર્સે સરકારને સૂચન કર્યું છે કે, પગાર ચૂકવવા માટે સરકાર અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના (ABVKY) સ્કીમ, એમ્પ્લોયીસ સ્ટેટ ઇન્શ્યોરન્સ (ESI) અને લેબર ફંડ્સમાં રહેલાં નાણાંનો ઉપયોગ કરે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને નિકાસકારોએ જણાવ્યું છે કે, ઘણાં રાજ્યોએ પગારકાપ અને કર્મચારીને છૂટા કરવા પર પ્રતિબંધ મૂક્યા હોવાથી અનેક નાના એકમોએ તાળાં મારવાનો વારો આવે તેવી શક્યતા છે. પાવરલૂમ સેક્ટર સાથે સીધા સંકળાયેલા હોય તેવા મજૂરોની સંખ્યા લગભગ 50 લાખ છે જ્યારે હેન્ડીક્રાફ્ટ સેક્ટરમાંથી સીધી…

Read More

ગાંધીનગર — કોરોના વાઇરસ સામે પ્રતિકારક શક્તિ મેળવવા માટે આયુષ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અને જાગૃતિના કારણે આયુર્વેદિક દવાઓ બનાવતી ગુજરાતની કંપનીઓની ઉત્પાદન કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં ગળો, સુદર્શન, દશમૂલ સહિતની પ્રોડક્ટ્સની માંગમાં 300 ટકાથી વધારે વૃદ્ધિ થઈ છે. લોકડાઉનના સમયમાં અનેક કંપનીઓમાં કામકાજ અટક્યું છે અને ટ્રાન્સપોર્ટેશન સેવાઓ હજુ પૂર્વવત્ થઈ નથી તેથી સમસ્યાઓ પણ આવી રહી છે. માંગ પ્રમાણે પુરવઠો નહીં જળવાય તો આયુર્વેદની દવાઓની અછત સર્જાય તેવી સ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે આયુર્વેદની દવા બનાવતી કંપનીઓને ઉત્પાદન વધારવાની સૂચના આપી છે. ગુજરાત આયુર્વેદિક ઔષધ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (ગામા)ના પ્રમુખ પ્રબોધ શાહે જણાવ્યું…

Read More

ગાંધીનગર — ગુજરાતમાં કોરોનાના સંક્રમિત દર્દીઓ માટેની ડેઝીગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓ તથા સ્ટાફના કપડા-ચાદર વગેરે સ્ટરિલાઇઝ કરવામાં આવે છે પરંતુ હવે કપડાંને જંતુમુક્ત કરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. કોરોના સંક્રમિત દર્દીઓના કપડા ફેંકી દેવા પડે અથવા તો તેનો બાળીને નિકાલ કરવો પડે છે. જો ફેંકી દેવામાં આવે તો તે જે જગ્યાએ જાય ત્યાં કોરોનાના સંક્રમણનું જોખમ ફેલાઇ શકે છે અને જો રોજેરોજ બાળી નાખવામાં આવે તો નવા કપડાંની સમસ્યા ઉભી થાય તેમ છે. સમસ્યાના નિવારણ માટે 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં 6 કરોડના ખર્ચે કોરોનાના દર્દીઓના કપડા, ટોવેલ, બ્લેન્કેટ તથા મેડિકલ-પેરામેડિકલ સ્ટાફના કપડા ધોવા માટે વોશીંગ તથા સ્ટરિલાઈઝેશનની સુવિધા…

Read More