ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. આ ચિંતાનું કારણ કોરોના સંક્રમણના કેસો વધવાથી નહીં પરંતુ તેનાથી થતાં સૌથી વધુ મોતનું છે. રાજ્યમાં દર્દીઓના રિકવરી રેટનું પ્રમાણ પણ ઓછું છે અને મૃત્યુઆંક વધ્યો છે. આ બાબતે રાજ્ય સરકારે કેન્દ્રનું ગાઇડન્સ માગ્યું છે.આશ્ચર્યની બાબત એવી સામે આવી છે કે અમદાવાદ, વડોદરા અને સુરતમાં સૌથી વધુ મોત છે જ્યારે રાજ્યના પછાત એવા જિલ્લાઓમાં મૃત્યુઆંક સાવ સામાન્ય છે. એટલે કે કેસોની સરખામીએ મોતના આંકડા ખૂબ ઓછા છે. 13 એવા જિલ્લા છે કે જ્યાં દર્દીના મોત થયાં નથી. 8 જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. ગાંધીનગર સહિત…
કવિ: Margi Desai
ગાંધીનગર — ગુજરાત સરકારના કર્મચારીઓને આદેશ કરવામાં આવ્યો છે કે સેફ્ટિ વિના ગાંધીનગરના સચિવાલયમાં આવવું નહીં. કર્મચારીઓએ કેટલાક નિયમો પાળવાના રહેશે જેમાં માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવું તેમજ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો. એ ઉપરાંત હવે નવો ફતવો આવ્યો છે.સરકારના તમામ કર્મચારીઓએ ભારત સરકારની આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ એપ્લિકેશન ફરજીયાત છે. જે કર્મચારીએ કરી નહીં હોય તેને ઓફિસ કે સચિવાલયમાં પ્રવેશ મળશે નહીં. કેન્દ્ર સરકારના કર્મચારીઓને આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજીયાત ડાઉનલોડ કરવાની સૂચના આપ્યા પછી ગુજરાત સરકારે તેના કર્મચારીઓને આવી સૂચના આપી છે.રાજ્યના સામાન્ય વહીવટી વિભાગના અગ્રસચિવ કમલ દાયાનીએ કહ્યું છે કે સરકારમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ…
ગાંધીનગર – ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધતી જાય છે. રેડઝોનમાં આ પોઝિટીવ કેસોની સંખ્યા જોતાં આ ઝોનમાં લોકડાઉનનો કડક અમલ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચના આપી છે. એક જ દિવસમાં 326 કેસનો રેકોર્ડ થયો છે અને 22 નાં મોત થયાં છે. ગુજરાતમાં મૃત્યુઆંક હજી પણ પાંચ ટકા છે જે દેશભરમાં ટોચપર છે.બીજી તરફ 123 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાં છે. અમદાવાદમાં એક જ દિવસમાં 267 કેસો સામે આવ્યા છે. સુરત અને વડોદરામાં પણ બે આંકડામાં કેસ વધતા રહ્યાં છે. વેન્ટીલેટર પર 36 દર્દીઓ છે. અત્યાર સુધીમાં કુલ 236 મોત થયાં છે અને 736 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.ગુજરાતની સાડા…
ગાંધીનગર – ગુજરાતના એકમાત્ર ગાંધીનગર જિલ્લાને સરકારે કોરોના મુક્ત જાહેર કર્યા પછી કેસોની સંખ્યા એટલી તીવ્ર ગતિએ નોંધાઇ કે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે ગાંધીનગરને રેડઝોનમાં મૂકી દીધું છે.પાટનગરનો પ્રથમ પોઝિટિવ કેસ ઉમંગ પટેલ નેગેટીવ થવાની સાથે 20મી એપ્રિલે એક પણ કોરોનાનો દર્દી ગાંધીનગરમાં એક્ટીવ રહ્યો ન હતો. ગાંધીનગર જાણે કોરોના ફ્રી થઇ ગયું હોય તેમ લોકડાઉનની ગંભીરતા પણ રહી ન હતી જેના કારણે સામાન્ય લોકો પણ મનફાવે ત્યારે બેરોકટોક અમદાવાદ જેવા હોટસ્પોટ વિસ્તારમાં અવર-જવર કરતા હતા જેના કારણે ગાંધીનગરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કોરોનાનો અતિચેપી અને જીવલેણ ચેપ પ્રસર્યો છે.એટલુ જ નહીં,ગાંધીનગરમાં છેલ્લા ચાર દિવસમાં 30 જેટલા દર્દીઓ નોંધાઇ ગયા છે…
ગાંધીનગર – ગુજરાતના પરપ્રાંતમાં ફસાયેલા લોકોને લાવવા માટે સરકારે 16 ઓફિસરોની નિયુક્તિ કરી છે. લોકડાઉનમાં ફસાયેલા ગુજરાતી લોકો માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નક્કી કરેલી ગાઇડલાઇન પ્રમાણે ગુજરાતીઓને પાછા લાવવામાં આવશે.રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 2720 વ્યક્તિઓને પાછા લાવવાની કાર્યવાહી કરી છે. સરકારે જાહેર કર્યું છે કે અન્ય રાજ્યોમાં ફસાઇ ગયેલા ગુજરાતીઓને પાછા આવવા માટે તેમણે વેબપોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરીને તેમને 10 થી 15 દિવસમાં પાછા લવાશે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે વ્યક્તિ કે ગ્રુપ દ્વારા કરવાની રહેશે.રાજ્ય સરકારે એવું પણ નક્કી કર્યું છે કે કોઇ બિમારીના લક્ષણો ધરાવતી વ્યક્તિઓને જે તે રાજ્યમાં રહેવાની સલાહ અપાશે. તેમને…
ગાંધીનગર — ગુજરાત સરકારની આવક બંધ થઇ છે છતાં કર્મચારીઓને પગાર આપવામાં આવશે તેવી જાહેરાત નાણામંત્રી નીતિન પટેલે કરી છે. તેમણે કહ્યું હતું કે કોરોના સંક્રમણના સમયમાં સરકારને શૂન્ય આવક મળી રહી છે છતાં સરકાર તેની ફરજ બજાવી રહી છે.તેમણે કહ્યું હતું કે અમે કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર ખર્ચ પેટેના 4000 કરોડ રૂપિયા છૂટા કરી રહ્યાં છીએ જે કર્મચારીઓને મે ના પ્રથમ સપ્તાહમાં આપી દેવામાં આવશે. ગુજરાતમાં વ્યાપાર, ધંધા, રોજગારી, હોટલો, દુકાનો બંધ છે. જીએસટી સહિતની આવક બંધ થઇ છે. પેટ્રોલ-ડીઝલના વેટની આવક બંધ છે. રાજ્યની આર્થિક પરિસ્થિતિને ખતરો પેદા થયો છે છતાં અમે કર્મચારીઓને પગાર કરીએ છીએ. સરકારની આવકમાં…
ગાંધીનગર – કોરોના સંક્રમણના સમયમાં કેન્દ્ર સરકારનો આગ્રહ છે કે પ્રત્યેક વ્યક્તિ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરે પરંતુ કેન્દ્ર આટલો બઘો આગ્રહ કેમ રાખે છે સામાન્ય વ્યક્તિની સમજમાં આવતું નથી. વિશ્વના કોઇપણ દેશમાં આવી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે દબાણ કરવામાં આવ્યું નથી.એવી કોઇ એપ્લિકેશન હોય કે બાજુમાં કોઇ કોરોના દર્દી હોય તો તમારા મોબાઇલમાં રેડ લાઇટ થાય — આવું કહીને એપ્લિકેશન ડાઉનલોડ તો કરાવવામાં આવે છે પંરતુ અનુભવે જોયું છે કે કોરોના દર્દી બાજુમાં ઉભો હોય તો પણ એપ્લિકેશનમાં ગ્રીનઝોન બતાવવામાં આવે છે. જો અર્થ નથી તો આવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાનો મતલબ શું છે તે સમજાતું નથી.કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ…
ગાંધીનગર – અમદાવાદમાં 15મી સુધીમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 15000 થવાનું અનુમાન મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ લગાવ્યું છે અને કહ્યું છે કે જો ડબલિંગના દિવસો યથાવત રહ્યાં તો અનુમાન પ્રમાણેના કેસ હશે પરંતુ જો દિવસો ઘટશે તો ડબલિંગના કેસોની સંખ્યા નિયંત્રણની બહાર હશે.ફેસબુક લાઇવમાં વિજય નહેરાએ કહ્યું હતું કે 17મી એપ્રિલે અમદાવાદમાં કેસોની સંખ્યા 557 હતી. ત્રણ દિવસમાં તે ડબલ થઇને 1162 થયાં હતા. 9 દિવસ પછી 29મી એપ્રિલે કેસોની સંખ્યા 2314 થઇ હતી. આ રેટ પ્રમાણે 15મી મે સુધીમાં અમદાવાદમાં કેસોની સંખ્યા 10000 થી 15000 સુધી થવાની સંભાવના છે.નહેરાએ કહ્યું હતું કે લોકોએ માસ્ક પહેરવા અનિવાર્ય છે. અમે ફેરિયા,…
ગાંધીનગર- કોરોના સંક્રમણ વચ્ચે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે વ્યસનીઓ તેમના વ્યસન માટે તડપી રહ્યાં છે. લોકો કોઇને કોઇ નશો શોધી રહ્યાં છે. દારૂ પીવા નહીં મળે તો કંઇ નહીં, નશીલી દવાઓ મળશે તો પણ ચાલશે. ગમ ભૂલાવવા લોકો નશાના રવાડે ચઢી રહ્યાં છે અને તેમને એવા તત્વો સપોર્ટ કરી રહ્યાં છે કે જેઓ દવા વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. નારકોટીક્સ કન્ટ્રોલ બ્યુરો અને ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા સંયુક્ત રીતે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન પાટણ જિલ્લામાં થયું છે જ્યાં અગાઉ પણ એક વખત નશીલી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. પાટણમાં સાઇકોટ્રોપિક દવાની 61000 જેટલી ગોળીઓ…
ગાંધીનગર – રાજ્ય પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા એ જણાવ્યું છે કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ- આ ચાર મહાનગરોમાં સંક્રમણ વધારે હોઈ, આ ચાર શહેરોમાં લોકડાઉનને વધુ સઘન બનાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. આ શહેરોમાં જીવન જરૂરિયાતની અને આવશ્યક સેવાઓ સિવાયની દુકાનો ખોલવામાં ના આવે તે માટે પોલીસ દ્વારા કડક ચેકિંગ કરાઈ રહ્યું છે. આ સિવાયની કોઈ દુકાનો ખૂલશે, તો તેમની સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપતાં તેમણે કહ્યું કે કોરોના હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવેલા વિસ્તારોના કન્ટેન્મેન્ટ વિસ્તારોની આસપાસ બેરિકેડિંગ વધારાઈ રહ્યું છે. જેથી આ વિસ્તારના લોકોની મૂવમેન્ટ આસપાસના વિસ્તારોમાં અટકાવીને સંક્રમણની શક્યતાઓને ઘટાડી…